જે લોકો એમ સમજતા હોય કે માત્ર સેક્સના ભરોસે રિલેશનશિપ ચાલે છે, તેઓ વાસ્તવમાં ખોટી માનસિકતા ધરાવે છે. સેક્સ એક ફન એલિમેન્ટ છે, પરંતુ અંડરસ્ટેન્ડિંગ રિલેશનશિપનો બેઝ છે. સેક્સ યુવાનીમાં તમને ભરપૂર સુખ આપશે, પરંતુ યુવાની ઢળતા જ તે તમને વાસ્તવિકતા બતાવી દેશે. ઉંમર વધવાની સાથે વ્યક્તિમાં સેક્સ કરવાનો સ્ટેમિના પણ ઓછો થવા લાગે છે. તેનો અર્થ એ થયો કે જે લોકો એમ સમજતા હોય કે માત્ર સેક્સના ભરોસે રિલેશનશિપ ચાલે છે, તેમના હિસાબે વધતી ઉંમર પછી રિલેશનશિપ પૂરી થઈ જવી જેાઈએ, કારણ કે એક ઉંમર પછી સેક્સ કરવું મુશ્કેલ થઈ જાય છે. વાસ્તવમાં વધતી ઉંમર સાથે રિલેશનશિપ સ્ટ્રોંગ બને છે ન કે સમાપ્ત. રિલેશનશિપ સ્ટ્રોંગ હોવાનું કારણ છે. અંડરસ્ટેન્ડિંગ નહીં કે સેક્સ...
૫૮ વર્ષની ઉંમર પસાર કરી ચૂકેલા દિલીપ સાહુ જણાવે છે, ‘‘યુવાનીના દિવસોમાં સેક્સ લાઈફ તેમની રિલેશનશિપનો મહત્ત્વપૂર્ણ ભાગ હતી, પરંતુ હવે આ ઉંમરમાં એ પોસિબલ નથી. એ વાત પણ સાચી છે કે અમારા રિલેશન પર તેની અસર બિલકુલ નથી થઈ. આજે સેક્સ વિના પણ અમે ખૂબ હેપી છીએ. સેક્સ લાઈફ હંમેશાં નથી ટકતી, પરંતુ પ્રેમ હંમેશાં જળવાઈ રહે છે. ઉંમર કોઈ પણ હોય કપલ વચ્ચેનો સંબંધ માત્ર સેક્સ સુધી સીમિત હોય તો આવી રિલેશનશિપનો કોઈ અર્થ નથી રહેતો. સેક્સમાં ભલે ને કપલ કંફર્ટેબલ હોય, પરંતુ જેા બેડરૂમની બહાર તેમની વચ્ચે બોન્ડિંગ ન હોય તો સંબંધ વધારે દિવસ સુધી નથી ટકી શકતો. કોઈ પણ રિલેશનને સ્ટ્રોંગ બનાવવા માટે ફિઝિકલ એટ્રેક્શનનું જેટલું મહત્ત્વ હોય છે, તેના કરતા અનેક ગણું વધારે મહત્ત્વ તેમની વચ્ચેના ઈમોશનલ બોન્ડિંગનું હોય છે. ૨૦-૨૨ ની ઉંમરના યુવાનોએ વિશેષ રીતે ધ્યાન રાખવું જેાઈએ કે લગ્ન થયા હોય કે પછી લગ્ન પહેલાં માત્ર સેક્સના જેારે રિલેશન ન ચલાવો, કારણ કે આ ઉંમરે તો બાળકો પણ બોન્ડિંગ કરવા જેટલા નથી હોતા.





