વાર્તા – રિતુ વર્મા.

દીપા પા પોતાની ઓફિસની સીડીઓ ચડતા વિચારતી હતી, એક દિવસમાં પણ આ ઓફિસની બોસ બનીશ. ત્યારે મોબાઈલ પર આશીષનો ફોન આવી ગયો, ‘‘તું કાનનની નોટબુક ક્યાં મૂકીને ગઈ છે?’’
દીપા ધૂંઆપૂઆ થતા બોલી, ‘‘યાર શોધી લો, હવે ઓફિસથી પણ હું ઘરના કામ મોનિટર કરું?’’ આશીષે હસીને ફોન મૂકી દીધો. દીપા ૨૬ વર્ષની ખૂબ મહાત્વાકાંક્ષી અને આકર્ષક નવયુવતી હતી. તેની ઉડાન ખૂબ ઊંચી હતી, પણ તેના લગ્ન એક એવા માણસ સાથે થઈ ગઈ હતી જે ખૂબ કમજેાર હતો પણ તેનાથી દીપાની ઉડાન પર કોઈ ફરક નહોતો પડ્યો.
બીજી દીકરીના જન્મ પછી વધતા ખર્ચને ધ્યાનમાં રાખતા દીપાએ મોટીમોટી કંપનીઓમાં એપ્લાય કરવાનું શરૂ કરી દીધું હતું અને જલદીથી તેને સફળતા પણ મળી ગઈ હતી. આજે તે જ મોટી કંપનીમાં દીપાનો પહેલો દિવસ હતો.
દીપાએ પોતાના વર્ક સ્ટેશન પર બેગ મૂકી અને આમ તેમ નિરીક્ષણ કર્યું. તેણે જેાયું ૨ ખૂબ જ સામાન્ય ચહેરાની યુવતીઓ અને ૩ ઉજ્જડ જેવા યુવક તેની ટીમમાં હતા. દીપાને લાગ્યું આ ગામડિયા અને સામાન્ય ચહેરાની વચ્ચે તેનું કામ સરળ થઈ ગયું છે.
બીજા દિવસે પૂરી ટીમની ટીમ મેનેજર સાથે મીટિંગ હતી. દીપાએ ઘરે આવીને સાંજની ચા પીધી અને પછી રૂમ બંધ કરીને પ્રેઝન્ટેશનમાં લાગી ગઈ હતી. દીપાને બરાબર ખબર હતી કે કયો દાવ ક્યારે રમવાનો છે.

સાંજ ના ૭ વાગ્યે જ્યારે આશીષ આવ્યો તો બંને બાળકીઓને નાની સાથે જેાઈને બોલ્યો, ‘‘અરે, મમ્મી ક્યાં છે તારી?’’
દીપાની મમ્મી બોલી, ‘‘અરે, મારી છોકરી તો દિવસરાત આ ઘર માટે મહેનત કરી રહી છે. જે કામ તારે કરવું જેાઈતું હતું, મારી દીકરી કરી રહી છે.’’
આશીષ ઈચ્છીને પણ કંઈ ન બોલી શક્યો. તે જિંદગીને આ જ રીતે જીવવા ટેવાયેલો હતો.
આશીષને મહેનત કરવાથી, રિસ્ક લેવાથી ડર લાગતો હતો, એક જ લીક પર ચાલવાનું નામ જ આશીષ માટે જિંદગી છે. પરંતુ દીપાની વિચારસરણી ખૂબ અલગ હતી. તેથી, આશીષે ક્યારેય દીપાના કોઈપણ નિર્ણય પર પ્રશ્ન ન કર્યો. તે અલગ વાત છે કે આશીષના આ વલણના લીધે દીપા અને આશીષ વચ્ચે અંતર વધતું જઈ રહ્યું હતું.
બીજા દિવસે ઓફિસમાં બધા દીપાને જ જેાઈ રહ્યા હતા. કાળાં રંગના ટ્યૂબ ટોપ અને લાલ રંગના મિની સ્કર્ટમાં તે કમાલની લાગી રહી હતી. પ્રેઝન્ટેશન પછી ટીમના પ્રોજેક્ટ મેનેજર અજય દીપાનો દીવાનો થઈ ગયો.

અજયે દીપામાં તે સફળતાની ભૂખ જેાઈ જે તેની અંદર હતી. તેને સમજાઈ ગયું કે દીપા સાથે તે આ કંપનીને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે.
બીજા દિવસે અજયે દીપાને પોતાની કેબિનમાં બોલાવી અને તેની સાથે વાતચીત કરી. દીપાના પરિવાર વિશે જાણીને અજયનું દિલ ઉદાસ થઈ ગયું.
અજયે ગળું ખોંખારતા કહ્યું, ‘‘દીપા, તને હું મારા પ્રોજેક્ટમાં ટીમ લીડ બનાવવાનું વિચારી રહ્યો હતો, પણ કદાચ નાના બાળકો સાથે તને તકલીફ થશે.’’
દીપા પાંપણ ઝપકાવતા બોલી, ‘‘સર, મારી પ્રોફેશનલ?અને પર્સનલ લાઈફ અલગ છે. તમે એક વાર તક આપો. હું તમને નિરાશ નહીં કરું.’’
દીપાની મહેનત, લગન, સફળતાની ભૂખ અને તેનું?આકર્ષક વ્યકિતત્વ તમામ તેની ફેવરમાં હતા. ધીમેધીમે દીપા અજય માટે જરૂરી થઈ ગઈ.
૧ જ વર્ષમાં દીપાની સેલરી બેગણી થઈ ગઈ. તેણે એક સારી સોસાયટીમાં ફ્લેટ બુક કરાવી લીધો અને એક સેકન્ડ હેન્ડ નાની કાર પણ પોતાના આવવા-જવા માટે ખરીદી લીધી.
દીપા સવારે ૧૦ વાગ્યાથી રાતનાં ૧૦ વાગ્યા સુધી ઓફિસમાં વિતાવતી હતી. અજય ઓફિસમાં દીપાની નાનીનાની જરૂરિયાતોનું ખૂબ ધ્યાન રાખતો હતો. તેને દીપા સાથે સમય પસાર કરવો ખૂબ ગમતો હતો. ત્યાં દીપાને પણ ઓફિસમાં ઘર જેવું લાગવા લાગ્યું હતું.
દીપા જ્યાં સુધી ઘરે આવતી ત્યાં સુધી આશીષ બાળકોને ભોજન કરાવીને સંભળાવી દેતો હતો અને જાતે પણ અડધી ઊંઘમાં જ રહેતો હતો. દીપાનું કેટલું મન થતું હતું કે તે આશીષને ઓફિસની વાતો જણાવે, પણ આશીષ સાંભળી ન સાંભળી કરી દેતો હતો. આશીષની દુનિયા જ અલગ હતી. તે તે પુરુષોમાંથી નહોતો જે પત્નીની પ્રગતિની ઈર્ષા કરતો પણ આશીષે પૂરી જવાબદારી દીપાના ખભા પર મૂકીને બેક સીટ લઈ લીધી હતી. ઓફિસ પછી આશીષ થોડો સમય બાળકો સાથે વીતાવતો અને બાકી પંડાપૂજારીઓ અને ભજન મંડળી સાથે.

પરિવાર અને સંબંધીઓમાં દીપા અને આશીષ એક એવા કપલ રૂપે પ્રસિદ્ધ હતા જે બીજાથી અલગ હતા. તમામ સંબંધીઓમાં એ વાતનો ડંકો વાગતો હતો કે આશીષે પોતાની પત્ની દીપાની કારકિર્દીના લીધે જાતે પોતાની કારકિર્દી બલિદાન કરી દીધી છે. પરંતુ હકીકત શું છે તે બસ દીપા જ જાણતી હતી.
આ સ્થિતિમાં ધીરેધીરે દીપાનો ઝોક અજય તરફ વધતો જઈ રહ્યો હતો. જ્યાં પૂજાપાઠ, વ્રત, કીર્તન?અને પત્નીની શુષ્કતાના લીધે આશીષ પતિપત્નીના સંબંધથી વિમુખ થતા જઈ રહ્યા હતા ત્યાં દીપા હવે પોતાની શારીરિક જરૂરિયાતો માટે પણ અજય ઉપર આરશ્રત હતી.
અજય દીપા માટે વર્કિંગ હસબેંડ બની ગયો હતો. તેના સપનાનો સાથી. તે સપના જેમના સાથી તેનો પોતાનો હસબેંડ ક્યારેય નહોતો બની શક્યો. સમાજમાં આશીષ દીપાના પતિ રૂપે ઓળખાતો હતો.
રાતના જે પણ પ્રહર દીપા ઘરે આવતી હતી આશીષ તેનું ભોજન કાઢીને આપતો, દીપાને બાળકોનો પ્રોગ્રેસ રિપોર્ટ જણાવતો અને પછી રાતની પૂજાપાઠમાં લાગી જતો. બસ દીપા અને આશીષનો સંબંધ આ જ વૈશાખી પર ઘસડાઈ રહ્યો હતો.
આશીષ એક નાનકડી કંપનીમાં નાનકડી નોકરીમાં હતો. આગળ વધવાની, પ્રગતિ કરવાની આશીષને કોઈ ઈચ્છા નહોતી. એવું પણ કહી શકાય છે તે પોતાની કમજેારીને પૂજાપાઠના પાખંડના પડદા પાછળ ઢાંકી લેતો હતો.

એક જ ઘરેડમાં ચાલવું આશીષની જિંદગી હતી જ્યારે દીપા એક મહત્વાકાંક્ષી મહિલા હતી અને સ્વયંને બુલંદી પર રાખવા માટે તેને એક એવા આધારની જરૂર હતી જે તેના અધૂરા સપના અને જરૂરિયાતોને પૂર્ણ કરી શકે. ત્યારે તેની જિંદગીમાં અજય નામનો એક માણસ આવ્યો અને પછી…

જ્યારે પણ દીપા આશીષને નોકરી બદલવાનું કહેતી તે વાતને પોતાના ગ્રહોની ખરાબ દશા પર પૂરી વાત ઢોળી દેતો હતો. તેનું?આ મિશ્ર વલણ દીપાને અજયની વધારે નજીક લાવી દેતું હતું.
દીપા જ્યાં ઓફિસમાં અજય સાથે જેટલી પાવરફુલ અનુભવતી હતી ત્યાં ઘરે આવીને તે આશીષ સાથે ખૂબ લાચાર અનુભવતી હતી.
દીપાની મોટી દીકરી આરના હવે ૪ વર્ષની થઈ રહી હતી. જે અત્યાર સુધી પણ આરાના બરાબર ન તો ચાલી શકતી હતી અને ન બોલી શકતી હતી. દીપા જ્યારે પણ આશીષ સાથે આ બાબતમાં વાત કરતી તેનો એક જ જવાબ રહેતો, ‘‘હું પંડિતજી સાથે વાત કરી રહ્યો છું. તું રૂપિયા ૫ હજાર આપી દે. હું આરનાના પાઠ કરાવી દઈશ.’’
દીપા અત્યાર સુધી ૩ વાર પાઠ માટે પૈસા ખર્ચ કરી ચૂકી હતી.
એક વાર આ જ રીતે જ્યારે દીપાએ ઓફિસમાં અજય સાથે વાતનો ઉલ્લેખ કર્યો તો તેણે દીપાને નિરસતાથી કહ્યું, ‘‘શિક્ષિત બનીને કેમ અભણ જેવી વાત કરી રહી છે.
‘‘આજે સાંજે દીકરીને આશિર્વાદ હોસ્પિટલ લઈને આવી જજે, હું ડોક્ટરને બતાવી.’’
સાંજે દીપા અને આશીષ નિયત સમયે આરનાને લઈને પહોંચી ગયા. અજયે પહેલાંથી જ ડોક્ટર સાથે અપોઈન્ટમેન્ટ લઈ રાખી હતી. દીપાને એવું લાગી રહ્યું હતું જાણે આરના અજયની દીકરી હોય.
આશીષને તેજ નજર એ જાણી ગઈ હતી કે અજય દીપાના બોસથી પણ વધારે છે, પણ તેને લાગ્યું જાણે ફ્રીમાં કંઈ કર્યા વિના કામ થઈ રહ્યું છે તો શું ફરક પડે છે.
કારમાં બેસતા જ આશીષ બેશરમીથી બોલ્યો, ‘‘દીપા જેાયું પાઠની કમાલ, અજય જેવો ફરિશ્તા મોકલી દીધો ભગવાને અમારી આરના માટે.’’
અજય મનોમન વિચારતો હતો કે દીપાનો પતિ તો તેના વિચારો કરતાં પણ વધારે
નિમ્ન છે.

બીજા દિવસે ઓફિસમાં દીપા અજયને ડોક્ટરની ફી વિશે પૂછતી હતી.
અજય દીપાનો હાથ હાથમાં લેતા બોલ્યો, ‘‘આરના મારી દીકરી જ છે, હું આ મારી ખુશી માટે કરી રહ્યો છું. આરનાને પૂજાની નહીં ડોક્ટરની જરૂર છે. ડોક્ટર અને ફિઝિયોથેરપીની મદદથી જેાજે આરના ખૂબ જલદી ઠીક થઈ જશે.’’
આરનાની કંડીશનના લીધે હવે અજયની દીપાના ઘરમાં આવ-જા વધી ગઈ હતી. અજય હવે ઘણીવાર ડિનર દીપાને ત્યાં જ કરતો.
સંબંધીઓમાં જ્યારે આ વાતને લઈને કાનાફૂસી થવા લાગી તો આશીષ બોલ્યો, ‘‘હું ૨૦મી સદીનો પતિ નથી. જ્યારે સાથ કામ કરે છે તો સાથે ઊઠવા બેસવાનું પણ થશે.’’
આશીષે પોતાની આંખો પર દોલતની પટ્ટી બાંધી લીધી હતી. તે મનોમન જાણતો હતો કે અજય અને દીપાનો સંબંધ મિત્રતાથી ક્યાંય વધીને છે.
અજયનાં જીવનમાં રહેવાથી આશીષનાં પરિવારની જિંદગીમાં જે સુવિધા વધી ગઈ હતી તે આશીષની આંખોથી છૂપી નહોતી.
પરંતુ જ્યારે અજયની પત્ની સંસ્કૃતિને દીપા વિશે ખબર પડી તો અજયે સફાઈથી દીપા અને પોતાના સંબંધને પ્રોફેશનલ જાહેર કરી દીધા.
તે દિવસ પછીથી અજયે દીપાના ઘરે આવ-જા ઓછી કરી દીધી. દીપાને ખબર હતી આ બધું?અજય પોતાના પરિવારના લીધે કરી રહ્યો છે. તેથી દીપા પણ અજયથી નારાજ રહેવા લાગી.
અજય એક દિવસે દીપાને કહ્યું, ‘‘તું આજકાલ આરનાને ડોક્ટર પાસે લઈને કેમ નથી જઈ રહી? ડોક્ટરનો ફોન આવ્યો હતો.’’
દીપા બોલી, ‘‘તારી અને મારી વચ્ચે શું બોસ એમ્પ્લોયનો સંબંધ છે?’’
દીપા નારાજ થતા બોલી, ‘‘આપણી વચ્ચે પ્રોફેશનલ સંબંધ જ તો છે તો પછી હું કેવી રીતે તમારી પાસે આશા રાખી શકું છું?’’
અજય હસીને બોલ્યો, ‘‘અરે હું આરનાને મારી દીકરી જ માનું છું, તું એકવાર કહે તો ખરી હું જાતે તેને ડોક્ટર પાસે લઈને જઈશ. મને ખબર છે તું મારાથી નારાજ છે. પરંતુ દીપા મેં તને ક્યારેય કોઈ પ્રોમિસ નહોતું કર્યું. હું સંસ્કૃતિને ઈચ્છીને પણ નથી છોડી શકતી. તેણે મને ત્યારે સાથ આપ્યો હતો જ્યારે મારી જિંદગીમાં કોઈ નહોતું. તેના પરિવારે મને દરેક પ્રકારનો સપોર્ટ કર્યો છે.
પ્રેમ જેવું કંઈ નથી પણ તેમ છતાં હું તેને છોડી નથી શકતો. તું શું આશીષથી અલગ થઈ શકે છે?’’
દીપા થાકેલા અવાજમાં બોલી, ‘‘હું આ ડબલ જિંદગી જીવીને થાકી ગઈ છું. હું આશીષથી અલગ થવા તૈયાર છું તું બોલ, તું તૈયાર છે અમારા સંબંધને કાયદાકીય રીતે અપનાવવા?’’
અજયે ઉદાસ અવાજમાં કહ્યું, ‘‘હું તારો વર્કિંગ હસબેંડ તો બની શકું છું દીપા પણ લીગલ હસબેંડ નથી.’’
દીપાએ કંઈ ન કહ્યું પણ પૂરો દિવસ એ જ મૂંઝવણમાં રહી કે શું એવી જિંદગી જીવવી યોગ્ય છે જેવી તે જીવી રહી છે?

સમગ્ર એક મહિના સુધી દીપાએ અજયથી અંતર જાળવી રાખ્યું. પોતાની શારીરિક ઈચ્છાઓને તેણે કામને બલ ચડાવી દીધી. પરંતુ અજયે દીપાના આ નિર્ણયને માન આપ્યું હતું. તેમે ક્યારેય આ બાબતે દીપાને કોઈ સવાલ ન કર્યો. દીપાએ આ દરમિયાન આશીષથી અંતર ઘટાડવાનો ખૂબ પ્રયાસ કર્યો. જ્યારે આશીષ પર તેની કોઈ અસર ન થઈ.
પહેલાં જે કામ દીપા અજયની મદદથી કરી લેતી હતી હવે તેણે એકલા કરવું પડતું હતું. એક રાત્રે અચાનક દીપાની નાની દીકરીના પેટમાં ખૂબ દુખાવો થયો. દીપા એકલી જ તેને હોસ્પિટલ લઈને ભાગી કારણ કે આશીષ પોતાની ભક્ત મંડળી સાથે કોઈ અંતરિયાળ વિસ્તારમાં ગયો હતો.
હોસ્પિટલમાં જઈને દીપા ૧ કલાક સુધી અહીંથી ત્યાં ડોક્ટરનાં આંટા લગાવતી રહી પણ જ્યારે કોઈ બીજેા રસ્તો ન સૂઝ્યો તો તેણે ખચકાટ સાથે રાતનાં ૧ વાગ્યે અજયને ફોન કર્યો.
તેને સમજાતું નહોતું કે અજય આટલી મોડી રાતે કોલ ઉઠાવશે કે નહીં.
પરંતુ અજયે ન માત્ર કોલ ઉઠાવ્યો તે ૨૦ મિનિટમાં દીપા સાથે હતો. અજયે ડોક્ટર સાથે વાતચીત કરી તો ખબર પડી કે બાળકીની ઈમરર્જન્સીમાં સર્જરી કરવી પડશે કારણ કે તેને ઈંટેસ્ટાઈનલ ઓબ્સટ્રક્શન થઈ ગયું છે. રૂપિયા ૧ લાખનો ખર્ચ હતો. અજયે દીપાને પૂછ્યા વિના સર્જરી માટે હા પાડી દીધી.
દીપા બસ ચુપચાપ બધું સાંભળતી હતી. તેણે અજયને બસ એટલું કહ્યું, ‘‘મારી પાસે એટલા પૈસા નથી.’’
દીકરીની સર્જરી થઈ ગઈ હતી. અજયે આશીષને પણ ફોન કર્યો હતો પરંતુ તેણે ગુસ્સામાં કહ્યું, ‘‘હું મારી દીકરી માટે અહીંથી પ્રાર્થના કરી રહ્યો છું, ભગવાન બધું સારું કરશે.’’
જ્યારે દીપાની દીકરી પાછી ઘરે આવી તો અજયે દીપા માટે ૧ મહિના સુધી વર્ક ફ્રોમ હોમની મંજૂરી પણ આપી દીધી.
દીપાને સમજાતું નહોતું કે તે શું કરતી જેા અજય તેની જિંદગીમાં ન હોત. દીપાને સમજાઈ ગયું હતું કે તેની જિંદગીમાં લીગલ હસબેંડથી વધારે વર્કિંગ હસબેંડની જરૂર છે. દીપાએ સારાનરસાની પરિભાષાને ગૃહસ્થીના હવનકુંડમાં સ્વાહા કરી દીધી.

દીપાએ સમજૂતી કરી લીધી કે પોતાના બાળકો અને પોતાના ભાવિ માટે અજય જેવા વર્કિંગ હસબેંડનો સાથ ખૂબ જરૂરી છે. તેથી ધીમેધીમે ફરીથી અજય અને દીપાની વચ્ચે નજદીકીઓ વધવા લાગી.
પરંતુ આ વખતે અજયે પણ દીપાના ઘરનો ઉંબરો ન ઓળંગ્યો. અને ન દીપાએ અજય પાસે કોઈ આશા બાંધી. બંનેએ કદાચ પોતાના વર્કિંગ સંબંધને સ્વીકારી લીધો.
એક મહિના પછી દીપા ઓફિસ પહોંચી તો અજય હસીને બોલ્યો, ‘‘કેટલાય દિવસ પછી ઓફિસમાં જિંદગી પાછી આવી છે.’’
દીપાએ અજયને કોફીનો મગ પકડતા કહ્યું, ‘‘ચાલો હવે કામ પર લાગીએ વર્કિંગ હસબેંડ.’’
‘‘મને તારી સાથે મળીને આ કંપનીને નવી ઊંચાઈ પર લઈ જવી છે.’’ <<<<<.

વધુ વાંચવા કિલક કરો....