કટાક્ષિકા - ઓમ પ્રકાશ.
જ્યારે મારા મિત્રો હોઈ શકે છે તો તેની સાહેલીઓ હોય એ સ્વાભાવિક છે, પરંતુ આ શબ્દ તે સમયે ગળે નથી ઊતરતો જ્યારે પૂરો દિવસ ઓફિસમાં કામ કરીને આવ્યા પછી મને એક કપ ચા સાથે સ્વચ્છ પથારી પર થોડો આરામ કરવાની ખૂબ જરૂર હોય છે અને બેઠક રૂમમાં પ્રવેશતા જ મને એવું લાગે છે કે જાણે ત્યાં હમણાં જ સંસદની કાર્યવાહી પૂરી થઈ હોય કે અમારા બેઠક રૂમમાં બજરંગદળની યાત્રા પસાર થઈ હોય જે રસ્તામાં જ્યાં પણ મળ્યા નાટક કરતા જાય છે.
ચારેબાજુ વિખેરાયેલા કપ અને પ્લેટ, સોફા પર પડેલી ચા, ફરસ પર ઢોળાયેલા પાણીની બોટલો અને ગ્લાસ જેાઈને એવું લાગે છે જાણે તેમની સાહેલીઓની સભ્યતાના તમામ પ્રતિકાત્મક ચિહ્ન ત્યાં હાજર હોય. પછી તે સમયે તો ખૂબ ગુસ્સો આવે છે જ્યારે ઓફિસથી પાછા ફરતા ટ્રાફિક જામમાંથી નીકળતા આખા રસ્તે ધોમધખતા તડકાથી ગળું સુકાઈ જાય છે અને ઘરે ફ્રિજમાંથી પાણીની બધી બોટલ?અને બરફની બધી ટ્રે ખાલી મળે. પછી મારે ઝખ મારીને ટેંકના નળમાંથી આવતું ગરમ પાણી પીને જ મારા દિલને સાંત્વના આપવી પડે છે.
આ તમામ વાતોને હું સરકારી જીએસટીની જેમ સહન કરું છું અને ઘણી શાલીનતા સાથે મારી એ એટલે કે શ્રીમતી પાસે એક કપ ચાની ફરમાઈશ કરું છું કારણ કે મને ગરમીમાં પણ ચા પીવાની ટેવ છે અને એક તે છે કે મારી ફરમાઈશને નજરઅંદાજ કરતા ટોઈલેટમાં જતી રહે છે.
૫-૬ વાર યાદ અપાવતા મારો અર્થ છે કે બૂમો પાડવા પર લગભગ ૧ કલાક પછી મારી શ્રીમતી ટુવાલથી હાથ લૂછતાં આવીને કહે છે, ‘‘શું છે... ઘરમાં આવ્યા નથી કે બૂમો પાડવાનું શરૂ કરી દીધું.’’
પછી હું તેને મનાવવાની ગરજથી મારા મતલબની વાત ન કહીને એ કહું છું કે, ‘‘શું કરતી હતી. ખૂબ થાકેલી દેખાય છે.’’
‘‘કંઈ નહીં, જરા સાડી ધોતી હતી. સુશીલાની છોકરીએ ગંદી કરી નાખી હતી. મેં વિચાર્યું, ધોઈને અત્યારે જ સૂકવી દઉં નહીં તો નવી સાડી ખરાબ થઈ જશે.’’
‘‘તો શું તે સાડી... મારો અર્થ છે, કાલે જે રૂ. ૮ હજારની નવી સાડી લાવ્યો હતો તે ખરાબ થઈ ગઈ?’’ હું મારું માથું પકડી લઉં છું. મને સમજાતું નથી કે તેને ઘરે પહેરવાની શું જરૂર હતી.
‘‘હવે જવા દો ને. કેટલીક સાહેલીઓ આવી ગઈ હતી. એટલે પહેરી લીધી. પછી તો નાસમજ છોકરી હતી. જેા તેની જગ્યાએ પોતાની છોકરી હોત તો?’’
તેનો ચહેરો શરમથી લાલ થઈ જાય છે કારણ કે ફેમિલી પ્લાનિંગના ચક્કરમાં અમારે એક પણ બાળક નથી. હજી મેડમને નોકરી નથી મળી પણ શોધી રહી છે અને એક બાળક માટે પોતાનો?એમ.એ બી.એડ્નો અભ્યાસ બરબાદ નથી કરવા ઈચ્છતી.
પછી હું તેને ખભાથી પકડીને ખૂબ પ્રેમથી યાદ અપાવું છું કે ઓફિસથી આવ્યે લગભગ દોઢ કલાકથી પણ વધારે થઈ ગયો છે. ૨ કપ કોફી બનાવ્યે ૧ કલાક થઈ ગયો. તમારી કોફીને ૨ વાર ગરમ કરી ચૂક્યો છું.





