રાઈસ પીનટ્સ ફ્રાઈડ ઈડલી
સામગ્રી
૧ કપ ભાત
૧/૨ કપ શેકેલી સિંગ
૪-૫ આખા લાલ મરચાં
૧/૨ કપ દહીં શ્ર ૧/૪ કપ સોજી
૧૧/૨ નાની ચમચી રાઈ
૮-૧૦ લીમડાના પાંદડાં
૪-૫ લીલાં મરચાં
૧ નાની ચમચી અડદની દાળ
૧ નાની ચમચી ચણા દાળ
૧ મોટી ચમચી રિફાઈન્ડ તેલ
મીઠું સ્વાદ મુજબ.
રીત
ભાત, સિંગ, લાલ મરચાં અને દહીંને મિક્સ કરીને ગ્રાઈન્ડ કરો. પેનમાં તેલ ગરમ કરીને રાઈ અને અડદ દાળ તતડાવો. સોજી નાખીને ૧ મિનિટ શેકો. સોજીને ભાતના મિશ્રણમાં નાખીને મિક્સ કરો. મીઠું નાખીને ફરીથી મિક્સ કરો અને ઈડલીના બીબામાં તેલ લગાવીને તૈયાર મિશ્રણ નાખો અને સ્ટીમ કરો. ફ્રાઈંગ પેનમાં ફરીથી તેલ ગરમ કરીને રાઈ, લીલા મરચા, અડદ દાળ, ચણા દાળ અને લીમડો નાખીને આ વઘારને ઈડલીને કટ કરીને વઘારમાં મિક્સ કરો. ગેસ બંધ કરીને સર્વિંગ બાઉલમાં કાઢો અને ચટણી સાથે પીરસો.





