સામગ્રી
૨૦૦ ગ્રામ બટાકા બાફેલા
૨ મોટી ચમચી આરારૂટ પાઉડર
૧ મોટી ચમચી ચોખાનો લોટ
૧/૨ કપ બ્રેડક્રંબ્સ
તળવા માટે રિફાઈન્ડ તેલ
મીઠું સ્વાદ મુજબ.

સામગ્રી પૂરણની
૧/૨ કપ ધોયેલી મગ દાળ
૧ મોટી ચમચી લીલા વટાણા બાફેલા
૧ મોટી ચમચી કાજુના નાના ટુકડા
૧ મોટી ચમચી કિસમિસ
૧ મોટી ચમચી બદામ પાઉડર
૧/૨ નાની ચમચી જીરું પાઉડર
૧ નાની ચમચી ધાણા અને મરચું પાઉડર
૧ નાની ચમચી આદું
લીલાં મરચાં સમારેલાં
૧ નાની ચમચી ચાટ મસાલો
૨ નાની ચમચી રિફાઈન્ડ તેલ
૧ મોટી ચમચી વેસણ
૧ મોટી ચમચી કોથમીર સમારેલી
મીઠું સ્વાદ મુજબ.

રીત
પૂરણ માટે દાળમાં વધારે પાણી નાખીને ખુલ્લી બાફો. દાળ માત્ર ગળવી જેાઈએ. પાણી અલગ નિતારી લો. એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરીને વેસણ નાખો. પછી દાળ નાખીને ધીમા ગેસ પર ચડાવો. તેમાં બધા મસાલા, વટાણા, ડ્રાયફ્રૂટ નાખો. મેશ કરેલા બટાકામાં આરારૂટ પાઉડર, ચોખાનો લોટ અને મીઠું નાખો. એક મોટા લીંબુના આકારનું મિશ્રણ લો. વચ્ચે સારી રીતે ભરીને બંધ કરો અને ટિક્કીનો આકાર આપો. દરેક ટિક્કીને બ્રેડક્રંબ્સમાં લપેટીને નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરીને ક્રિસ્પી ફ્રાય કરો. તેને ચટણી, સૂંઠ, દહીં, સેવથી સજાવીને સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....