સામગ્રી
૧ કપ રાજમા બાફેલા
૧/૨ કપ સોયાનો ભૂકો
૧ બાફેલું બટાકું
૧/૨ કપ પનીર છીણેલું
૪ નાની ચમચી જિંજર અને ગાર્લિક પેસ્ટ
૧/૨ કપ કોથમીર સમારેલી
૪ નાની ચમચી આમચૂર
૧ નાની ચમચી લાલ મરચું પાઉડર
૧/૨ નાની ચમચી હળદર
૧ નાની ચમચી કાળાંમરી પાઉડર
૪ મોટી ચમચી રિફાઈન્ડ તેલ
૧ પેક મેગી મસાલો
મીઠું સ્વાદ મુજબ.
રીત
રાજમાનું પાણી ગાળીને મિક્સરમાં ક્રશ કરો. સોયાના ભૂકાને પણ નિચોવીને મિલાવી લો. બટાકાને મેશ કરીને મિલાવો. હવે જિંજર અને ગાર્લિક પેસ્ટ, કોથમીર, આમચૂર, લાલ મરચું પાઉડર, મીઠું, હળદર, મેગી મસાલો અને કાળાં મરી પાઉડર નાખીને મિક્સ કરો. હવે તેમાં ૧ મોટી ચમચી રિફાઈન્ડ તેલ નાખીને થોડી વાર લગભગ ૧૦ મિનિટ માટે સેટ થવા દો. કબાબને મનપસંદ આકાર આપતા ફ્રાઈંગ પેનમાં રિફાઈન્ડ તેલ ગરમ કરીને મધ્યમ ગેસ પર સેલો ફ્રાય કરો. ચટણી સાથે સર્વ કરો.





