શરીરના બીજા ભાગની સ્કિનની સરખામણીમાં માથાની સ્કિન પર સૌથી વધારે ઓઈલ ગ્લેન્ડ્સ હોય છે, તેમ છતાં ડ્રાય સ્કેલ્પની સમસ્યા ખૂબ સામાન્ય હોય છે. તેનું મુખ્ય કારણ છે બદલાતી ઋતુ અને વાતાવરણ. ઘણી વાર સમર સીઝનમાં સ્કેલ્પ પર સનબર્ન પણ થાય છે, જેનાથી સમર સીઝનમાં પણ ડ્રાય સ્કેલ્પની સમસ્યા થાય છે, પરંતુ વિંટરમાં તે વધારે થાય છે. ડ્રાય સ્કેલ્પ હશે તો ડેન્ડ્રફ આવશે જ તે જરૂરી નથી. બંનેના લક્ષણોમાં કેટલીક સમાનતા જરૂર છે, પરંતુ બંનેનો સામનો કરવાની રીતમાં થોડું અંતર જરૂર છે.
તો આવો જાણીએ આ બંને સમસ્યાથી સુરક્ષિત રહેવા માટે શું કરવું જેાઈએ :
જે અચાનક તમારા વાળ અને સ્કેલ્પ ડ્રાય થવા લાગે અથવા તમે બરાબર હાઈડ્રેટ નથી રહેતા અથવા તમે કોઈ એવા કેમિકલવાળા ઉત્પાદનનો માથા અથવા વાળ માટે ઉપયોગ કર્યો હોય, જે તમારી સ્કિનને સૂટ ન કરે.
ડ્રાય સ્કેલ્પની સમસ્યા એટલી વધી ગઈ હોય અને યીસ્ટ પણ જમા થવા લાગે તો ડર્મેટોલોજિસ્ટને મળો. જે માત્ર ઋતુ બદલાતા ડ્રાય સ્કેલ્પની સમસ્યા થાય તો સમયાંતરે કોઈ સારા પાર્લરમાં જઈને હેર સ્પા લઈ શકો છો અથવા એક્સફોલિએટ કરાવી શકો છો. જ્યાં પણ આ ટ્રીટમેન્ટ કરાવો ત્યાં તપાસી લો કે ત્યાં ઉપયોગમાં લેવાતા રિહાઈડ્રેટિંગ ટોનરમાં સોડિયમ સેલિસિલેટ ઈન્ગ્રીડિએન્ટ હોય. તે સ્કેલ્પને ધીરેધીરે આરામ પહોંચાડે છે.
આજકાલ એલોવેરા જેલ બજારમાં સરળતાથી મળી જાય છે. તેનો તમે સીધો ઉપયોગ કરી શકો છો.
વાળ ધોવાના ૧-૨ કલાક પહેલાં જેાજેાબા અથવા કોકોનટ ઓઈલથી માલિશ કરો.
એવા સ્કેલ્પ માસ્ક જેમાં એલોવેરા અથવા માઈલ્ડ એક્સફોલિએટ હોવા જેાઈએ, જેનો ઉપયોગ તમે અઠવાડિયામાં ૨ વાર કરી શકો છો.
સ્કેલ્પ અને વાળને પ્રોટેક્શન આપવા સ્કેલ્પ નેચરલ ઓઈલ પ્રોડ્યૂસ કરે છે, પરંતુ જેા તમે જરૂર કરતા વધારે હેડવોશ કરશો તો ડ્રાયનેસની સમસ્યા વધશે.
વધારે કેમિકલ્સ, સલ્ફેરસ અથવા ફ્રેગરન્સવાળા શેમ્પૂ સ્કેલ્પને નુકસાન પહોંચાડે છે. તેનાથી બચો.
સારી કંપનીના હાઈડ્રેટિંગ હેર સીરમનો ઉપયોગ ડ્રાય સ્કેલ્પ અને ડેન્ડ્રફ બંને સમસ્યાને ઘટાડશે.
ટિપ્સ :
ઓઈલ બેઝ શેમ્પૂને તમે પસંદ કરી શકો છો. ટ્રીટી ઓઈલ બેઝ શેમ્પૂ કોઈ સાઈડ ઈફેક્ટ વિના ડેન્ડ્રફની સમસ્યાને ઓછી કરી શકે છે.
આજકાલ બજારમાં પાઈરિથિઓન ઈન્ગ્રીડિએન્ટવાળા શેમ્પૂ પણ ઉપલબ્ધ છે. ડેન્ડ્રફની સમસ્યા વધારે હોય તો આ શેમ્પૂને તમે ટ્રાય કરી શકો છો.
ડેન્ડ્રફની સમસ્યા હોય તો હેર સ્ટ્રેટનર અને બ્લો ડ્રાયરનો ઉપયોગ બિલકુલ ન કરો. હીટિંગ ટૂલ્સ સ્કેલ્પને વધારે ડ્રાય કરી શકે છે, જેનાથી ઈચિંગ વધી જશે.
સ્કેલ્પને નેચરલી હેલ્ધિ બનાવી હોય તો ડાયટમાં કાબૂલી ચણા, આદું, સફરજન, કેળાં અને સનફ્લાવર સીડનો સંતુલિત ઉપયોગ શરૂ કરો.
સફેદ પાસ્તા, શુગર કેન્ડી, પોટેટો ચિપ્સ, કુકીસ, મફિસ, ફ્લેવર્ડ યોગર્ટ, વાઈટ રાઈસ અને વધારે મીઠી ડિસીસ હાઈ કાર્બ હોય છે, જે ડેન્ડ્રફની સમસ્યા વધારી શકે છે.
ડેલી હેર ઓઈલિંગથી ડેન્ડ્રફ દૂર થાય છે, આ એક ખોટી માન્યતા છે. આમ કરવાથી ડેન્ડ્રફ સ્કેલ્પ સાથે ચોંટી જાય છે.
– ગૃહશોભા.





