રોજબરોજ લાઈટ મેકઅપ માટે સીસી ક્રીમ મેકઅપ બેસ્ટ વિકલ્પ છે. તે સ્કિનને હેલ્ધિ બનાવે છે અને ફેસ પરના ડાઘધબ્બાને છુપાવે છે. આજકાલ દરેક મહિલાને મેકઅપ કરવો ખૂબ ગમે છે, મેકઅપના નામે મહિલાઓ કોઈ પણ ક્રીમનો ઉપયોગ નથી કરતી. તાજેતરમાં મહિલાઓ ખૂબ ઓછા સમયમાં વધારે લાભ આપતી પ્રોડક્ટ્સ પસંદ કરે છે અને ડેલી લાઈટ મેકઅપ કરવાનો ગમે છે. પહેલા મેકઅપ માટે હેવી ફાઉન્ડેશનનો ઉપયોગ કરવામાં?આવતો હતો, બીજી બાજુ આજે ઈન્સ્ટન્ટ ગ્લો માટે સીસી ક્રીમનો ઉપયોગ કરવામાં આવે છે.

સીસી ક્રીમ
સીસી ક્રીમને કોંપ્લેક્શન કરેક્ટર એટલે કે રંગ સુધારક ક્રીમ પણ કહેવામાં આવે છે. જે રંગને સમાન કરવાની સાથે કલર ટોન ઉપસાવવામાં મદદ કરે છે. તેમાં સનસ્ક્રીન હોય છે. જે સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણોથી તમારી સ્કિનને રક્ષણ આપે છે. ફેસના ડાઘધબ્બાને સરળતાથી છુપાવવામાં મદદ કરે છે.
ક્રીમ એક કામ અનેક
ડેલી મેકઅપ માટે સીસી ક્રીમ ખૂબ સારો વિકલ્પ છે. તે સ્કિનના રંગને નિખારે છે. જે તમારી સ્કિન પર લાઈટ, ડાર્ક પેચ છે, તો તેને છુપાવે છે. તે ઉપરાંત સીસી ક્રીમ સ્કિન સાથે સરળતાથી બ્લેન્ડ થઈ જાય છે. તે મોઈશ્ચરાઈઝર સાથે સન પ્રોટેક્શન આપે છે. આ એક ક્રીમમાં મોઈશ્ચરાઈઝર સનસ્ક્રીન, ફાઉન્ડેશન બેઝ અને કંસીલરના અનેક ગુણ રહેલા હોય છે..
સીસી ક્રીમનો કેવી રીતે કરવો
સીસી ક્રીમનો ઉપયોગ કરતા પહેલાં તમારા માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે તે લગાવવાનદ્બ યોગ્ય રીત કઈ છે, કારણ કે ડ્રાય, ઓઈલી અને સેન્સિટિવ સ્કિન પર સીસી ક્રીમ લગાવવાની રીત અલગ-અલગ હોય છે. જે તમે ડ્રાય સ્કિન પર સીસી ક્રીમ લગાવી રહ્યા છો તો પહેલાં સ્કિન પર મોઈશ્ચરાઈઝરને યોગ્ય રીતે અપ્લાય કરો અને પછી સીસી ક્રીમ લગાવો, પરંતુ જે તમે ઓઈલી સ્કિન પર લગાવી રહ્યા છો તો તમે તેને ડાયરેક્ટ અપ્લાય કરી શકો છો. સીસી ક્રીમ સ્કિન પર જલદીથી બ્લેન્ડ થઈ જાય છે. તે લગાવવાથી ફેસ પર ગ્લો આવે છે અને ચીક્સ હાઈલાઈટ થાય છે. તમારી સ્કિન પહેલાંથી વધારે શાઈન કરે છે અને તે લાંબા સમય સુધી ટકી પણ રહે છે. સીસી ક્રીમ લગાવીને તમે કૂલ મેકઅપ લુક મેળવી શકો છો અને છવાઈ શકો છો કોઈ પ્રસંગમાં કે તમારા પ્રિયજનોની વચ્ચે.
સીસી ક્રીમ કેવી રીતે પસંદ કરશો?
સીસી ક્રીમ દરેક મહિલાની જરૂરિયાતને પૂરી કરે છે. આજકાલ તો આ સીસી ક્રીમ બધાની મેકઅપ કિટનો જરૂરી બની ગઈ છે. ઉનાળામાં આ ક્રીમ મેકઅપની સાથે ૧૦ કલાક સુધી યૂવી અને એર પોલ્યુશનથી પ્રોટેક્શન પણ આપે છે, જેા તમારે ફલાલેસ લુક જેાઈએ છે, તો તે માટે યોગ્ય સીસી ક્રીમ પસંદ કરવી ખૂબ જરૂરી છે.
બજારમાં અનેક વિકલ્પ ઉપલબ્ધ છે, જે ઓછા સમય અને કિંમતમાં તમને આકર્ષક લુક આપવાનો વાયદો કરે છે, પરંતુ થોડીક સમજદારી દાખવો અને હંમેશાં યોગ્ય બ્રાન્ડની સીસી ક્રીમ જ ખરીદવાનો આગ્રહ રાખો.





