લગ્નની પહેલી રાત અને રૂમ રંગબેરંગી ફૂલોથી સજ્જ ભીનીભીની સુગંધથી મહેકી રહ્યો હતો. નવવધૂના ડ્રેસમાં બેઠેલી નેહા ખૂબ ગભરાયેલી હતી, કારણ કે જે રહસ્યને તેણે અત્યાર સુધી પોતાના થનાર પતિથી છુપાવી રાખ્યું હતું, આજે ખૂલી જશે તો શું થશે? ક્યાંક લગ્નની પહેલી રાત તેની જિંદગીમાં તોફાન ન લાવી દે, આ રહસ્ય બીજું કંઈ જ નહીં, પરંતુ તેના માથાના વાળ ન હોવા હતું, જેને અત્યાર સુધી તેણે વિગથી છુપાવીને રાખ્યું હતું. તે વિચારવા લાગી કે હવે શું થશે?
માથા પરની ટાલને એલોપેસિયા પણ કહેવાય છે જ્યારે અસામાન્ય રીતે ખૂબ ઝડપથી વાળ ખરવા લાગે છે ત્યારે નવા વાળ એટલી ઝડપથી નથી ઊગી શકતા અથવા તો તે પહેલાંના વાળ કરતા વધારે પાતળા અથવા કમજેાર ઊગે છે અને તે ઓછા થવા લાગે છે.
આ સ્થિતિમાં વાળ પર વધારે ધ્યાન આપવું જરૂરી છે, કારણ કે સ્થિતિ માથા પર ટાલ તરફ જવા લાગે છે. એપોલો હોસ્પિટલના સીનિયર કંસલ્ટન્ટ (પ્લાસ્ટિક કોસ્મેટિક એન્ડ રિકંસ્ટ્રક્ટિવ સર્જરી) ડોક્ટર કુલદીપસિંહના જણાવ્યા અનુસાર, ટાલના પ્રકાર નીચે મુજબ છે-
એંડ્રોજેનિક એલોપેસિયા : આ સ્થાયી પ્રકારની ટાલ છે અને એક ખાસ રીતે સ્કેલ્પ પર ઊભરે છે. આ પ્રકારની ટાલ માટે મુખ્યત્વે ટેસ્ટેસ્ટેરોન નામના હોર્મોન સંબંધિત બદલાવ અને આનુવંશિકતા જવાબદાર હોય છે. આ સમસ્યા મહિલાઓ કરતા પુરુષોમાં વધારે થાય છે. તે કાન અને માથાના ઉપરના ભાગથી શરૂ થઈને પાછળની તરફ વધે છે અને તે યુવાની પછી કોઈ પણ ઉંમરમાં શરૂ થઈ શકે છે. તેમજ વ્યક્તિને સંપૂર્ણપણે અથવા આંશિક રીતે ટાલવાળી કરી શકે છે.
એલોપેસિયા એરીટા : તેમાં માથાના અલગઅલગ ભાગમાં ગમે તે જગ્યા પરથી વાળ ખરવા લાગે છે. જેનાથી માથા પર ટાલના પેચ થઈ ગયા હોય તેવું દેખાય છે. આ સ્થિતિ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાનું કારણ હોય છે.
ટેક્શન એલોપેસિયા : આ સ્થિતિ લાંબા સમય સુધી વાળને એક જ સ્ટાઈલમાં બાંધવાથી થાય છે, પરંતુ હેરસ્ટાઈલ બદલી નાખવાથી વાળનું ખરવું અટકી જાય છે.
હોર્મોન પરિવર્તન : આ સ્થિતિ કોઈ ખાસ મેડિકલ રિઝન જેમ કે કેન્સરની કીમોથેરપિ, વધારે પડતા વિટામિન એના પ્રયોગથી, ઈમોશનલ અથવા ફિઝિકલ સ્ટ્રેસના લીધે અથવા ગંભીર રીતે બીમાર પડવાથી કે વધારે તાવ આવવાથી થાય છે.
મહિલાઓમાં ટાલના કારણ : આજકાલ સ્ટ્રેસફુલ જીવન અને ખરાબ આહારના લીધે નાની ઉંમરમાં વાળ ખરવા તથા ટાલ પડવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. જેાકે મહિલાઓમાં અચાનક ક્યારેય ટાલ નથી પડતી. પહેલા તેમના વાળ ખરવા લાગે છે, પાતળા થાય છે અને પછી ટાલ પડે છે. એક વાર વાળ ખરવાના શરૂ થઈ જાય છે, ત્યારે તેને ખરતા રોકવા મુશ્કેલ થઈ જાય છે. એક અભ્યાસ અનુસાર દરેક વાળ એક છિદ્ર પર ઊગે છે. તેને ફોલીસાઈલ કહેવામાં આવે છે. જેમજેમ ફોલીસાઈલ સંકોચાય છે, ત્યારે વાળ ખરવા લાગે છે અને ત્યાં ટાલ પડી જાય છે.
ટાલની શરૂઆત
પુરુષોમાં ટાલની શરૂઆત કાન પરથી શરૂ થાય છે, જ્યારે મહિલાઓમાં ટાલની શરૂઆત માથા પર વચ્ચેની માંગથી થાય છે.
સમય પહેલાં ખરતા વાળ : વાળની સમય પહેલાં ખરવાની સમસ્યાને આનુવંશિક અથવા એંડ્રોજેનિક એલોપેસિયા કહેવામાં આવે છે. જેને સામાન્ય રીતે પેટર્ન બોલ્ડનેસ રૂપે ઓળખવામાં આવે છે. મહિલા અને પુરુષ બંનેમાં વાળ ખરવાનું આ સામાન્ય રૂપ છે, પરંતુ ટાલની શરૂઆત થવાનો સમય અને પેટર્ન લિંગ અનુસાર અલગઅલગ હોય છે.
પુરુષોના ખરતા વાળ : પુરુષોમાં વાળ ખરવાની સમસ્યા કિશોરાવસ્થાથી મેલ પેટર્ન બોલ્ડનેસના નામથી ઓળખવામાં આવે છે. તેમાં હેરલાઈન પાછળની તરફ જવા લાગે છે અને માથાનો ઉપરનો ભાગ સાફ થઈ જાય છે.
મહિલાઓના ખરતા વાળ : મહિલાઓમાં એંડ્રોજેનિક એલોપેસિયાને ફીમેલ પેટર્ન બોલ્ડનેસના નામથી ઓળખવામાં આવે છે. આ સમસ્યાથી પીડિત મહિલાઓમાં પૂરા માથા પરથી વાળ ઓછા થઈ જાય છે, પરંતુ હેરલાઈન પાછળની તરફ નથી જતી. મહિલાઓમાં એંડ્રોજેનિક એલોપેસિયાથી ક્યારેક સંપૂર્ણપણે ટાલની સમસ્યા સર્જાય છે. મેનોપોઝ પછી લગભગ ૨/૩ મહિલાઓને માથાના કોઈ ખાસ ભાગમાં ટાલની સમસ્યાનો સામનો કરવો પડે છે.
ઉપરાંત ટાલની સમસ્યા હોર્મોન્સ અસંતુલનના લીધે થાય છે. મેનોપોઝ સમયે મહિલાઓમાં સૌથી વધારે હોર્મોનલ પરિવર્તન થાય છે, જેનાથી ટાલની સમસ્યા થાય છે. વાળના મૂળનું નબળું પડવું, પિટ્યૂટરી ગ્લેન્ડમાં વધારે ખોડો થવો, વાળના મૂળને જરૂરી પોષક તત્ત્વો ન મળવા, અપૂરતી ઊંઘ, વધારે ટેન્શન વગેરે કારણોસર મહિલાઓ ટાલનો શિકાર બને છે.
ટાલને દૂર કરવાના ઉપાય : ટાલને દૂર કરવાની આમ તો ઘણી બધી રીત છે. તમે પ્રોફેશનલ કાઉન્સેલિંગ કરાવો અને ડોક્ટર પાસેથી ઉત્તમ ઈલાજ વિશે જાણો.
હેર ટ્રાન્સપ્લાન્ટની વૈજ્ઞાનિક રીત : આ ટાલના ઈલાજ માટેની સૌથી સારી અને સરળ રીત છે. આ ટેક્નિકથી શરીરના એક ભાગ પરથી હેર ફોલિકલ્સને લઈને માથામાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવે છે. તે બે રીતે કરવામાં આવે છે – સ્ટ્રિપ ટેક્નિક, ફોલીકુલર યૂનિટ ટ્રાન્સપ્લાન્ટ. વૈજ્ઞાનિકોએ હવે સ્ટેમ સેલ દ્વારા વાળને ફરીથી ઉગાડવાની રીત શોધી કાઢી છે. આ ટેક્નિકમાં સ્કિનની નીચે જેાવા મળતા ફેટ સેલ દ્વારા વાળને ફરીથી ઉગાડી શકાય છે. તેમાં રહેલા સ્ટેમ સેલ વાળને ફરીથી ઉગાડવામાં મદદ કરશે. આ ટેક્નિકથી ઉગાડવામાં આવેલા વાળ ન માત્ર સ્થાયી હશે, પરંતુ સારસંભાળના હિસાબે પણ સરળ સાબિત થશે.
લેઝર ટ્રીટમેન્ટ : આ ટ્રીટમેન્ટથી માથાની બ્લડ કોશિકા એક્ટિવ થઈને લોહીના પરિભ્રમણને ઝડપી બનાવે છે, જેનાથી વાળને ફરીથી ઉગાડવામાં મદદ મળે છે.
હેર વીવિંગ : આ ટેક્નિકમાં સામાન્ય વાળને સિંથેટિક હેરની ખોપરીના એ ભાગ પર લગાવી દેવામાં આવે છે, જ્યાં ટાલ પડી જાય છે. તેના માટે સામાન્ય રીતે હેર વીવિંગ કરાવ્યા પછી જે વાળ મળે તેને હેર મેન્યુફેક્ચરરથી વીવિંગના વાળમાં યોગ કરી દેવામાં આવે છે.
સારવારની પ્રચલિત પદ્ધતિ
એલોપેસિયાની સારવાર : તેના લક્ષણોના આધારે તેને ઓળખવામાં આવે છે. તેમાં દર્દીની મેડિકલ હિસ્ટ્રીની પૂરી માહિતી લેવામાં આવે છે. આ દરમિયાન ટાલની પેટર્ન, સોજા અથવા ઈંફેક્શનનું પરીક્ષણ, થાઈરોઈડ અને આટર્નની ઊણપની ઓળખ માટે બ્લડ ટેસ્ટ અને હોર્મોનલ ટેસ્ટ વગેરેની મદદથી તપાસ થઈ શકે છે. તેની સારવાર માટે દવાઓ અને વિવિધ પદ્ધતિનો ઉપયોગ સ્થિતિની ગંભીરતાના આધારે કરવામાં આવે છે.
મિનોક્સિડિલ : આ દવાને હાઈ બ્લડપ્રેશરની સારવાર માટે તૈયાર કરવામાં આવી હતી, પરંતુ તેની અસર ઘણી બધી શોધમાં ટાલના ઉપચારમાં અસરકારક જેાવા મળી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ એસોસિયેશને આ દવાને મહિલાઓમાં ટાલની સારવાર માટે અસરકારક માની છે.
એંડ્રોજન પ્રતિરોધી દવાઓ : એલોપેસિયાના મોટાભાગના કેસમાં શરીરમાં એંડ્રોજન હોર્મોનનું વધારે હોવું મુખ્ય કારણ છે, તેથી તેને ઘટાડતી દવાઓનો ઉપયોગ પણ સારવાર માટે કરવામાં આવે છે. કેટલાક કિસ્સામાં આ દવાઓથી એવી મહિલાઓને લાભ મળે છે, જેમની પર મિનોક્સિડિલની અસર નથી થઈ.
આયર્નની પૂર્તિ : કેટલાક કેસમાં વાળ ખરવાને અટકાવવાનું કામ માત્ર આયર્નયુક્ત સપ્લિમેન્ટથી થઈ જાય છે. વિશેષ તો મહિલાઓમાં સારવાર માટે આયર્નની ગોળીઓ વધારે પ્રભાવશાળી રહે છે.
પ્લેટલેટ રિચ પ્લાઝમા થેરપિ
આ થેરપિ દરમિયાન સર્જરીની મદદથી શરીરના લોહીના જ પ્લેટલેટ્સથી સારવાર કરવામાં આવે છે. જેનાથી સ્કિનને એલર્જીનું જેાખમ નથી રહેતું અને વાળ ઊગવાના શરૂ થઈ ગયા છે.
મેસોથેરપિ : આ થેરપિ દરમિયાન સ્કેલ્પની સ્કિન પર વિટામિન અને પ્રોટીનને સોયની મદદથી નાખવામાં આવે છે. તેના દ્વારા હેર ફોલિકલ્સને ઠીક કરીને ફરીથી વાળ ઉગાડવાની કોશિશ કરવામાં આવે છે.
લેઝર લાઈટ : ઓછા પાવરની લેઝર લાઈટની મદદથી વાળના મૂળમાં ઊર્જનો સંચાર વધારવામાં આવે છે, તેનાથી વાળ મજબૂત થઈ શકે અને ફરીથી ઊગી પણ શકે.
હેર ટ્રાન્સપ્લાન્ટ શું છે : સાકેત સિટી હોસ્પિટલના કંસલ્ટન્ટ (પ્લાસ્ટિક સર્જન) ડો. રોહિત નય્યરના જણાવ્યા અનુસાર, હેર ટ્રાન્સપ્લાન્ટ આજના સમયમાં સુરક્ષિત, સરળ અને સૌથી વધારે પ્રચલિત કોસ્મેટિક સર્જરીની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા મેડિકલી પ્રમાણિત છે અને વિશ્વભરમાં કોસ્મેટિક સર્જનો તથા ડર્મેટો સર્જનો દ્વારા કરવામાં આવે છે. તે માત્ર બાહ્ય સ્કિન સંબંધિત છે. હેર ટ્રાન્સપ્લાન્ટમાં અમે માથાના પાછળના ભાગના વાળ લઈએ છીએ અને ત્યાર પછી તેને માથાના ટાલવાળા ભાગ પર લગાવી દઈએ છીએ. ટ્રાન્સપ્લાન્ટ કરેલા વાળ માથાના પાછળના ભાગ પરથી એટલે લેવામાં આવે છે, કારણ કે તે સ્થાયી વાળ હોય છે અને તે ક્યારેય ખરતા નથી અને તેને જ્યારે માથાના આગળના ભાગમાં લગાવીએ છીએ ત્યારે તેના ગુણ પાછળના વાળ જેવા રહે છે તેમજ તે ક્યારેય ખરતા નથી. તેથી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલા વાળ જીવનભર તમારી સાથે રહે છે.
હેર ટ્રાન્સપ્લાન્ટની બે બેઝિક ટેક્નિક છે :
૧. ફોલિક્યુલર યૂનિટ એક્સ્ટ્રેક્શન (એફયૂઈ)
૨. ફોલિક્યુલર યૂનિટ ટ્રાન્સપ્લાન્ટ (એફયૂટી)
એફયૂઈ ટેક્નિક : આ ટેક્નિકમાં અમે ૧-૧ કરીને બધા કૂપને દૂર કરી લઈએ છીએ. તેમાં કોઈ ટાંકા, નિશાન, ચીરા કે પીડા નથી થતી. એક તબક્કામાં અમે ૩૦૦ સુધી કૂપને દૂર કરી શકીએ છીએ. વાળ કાઢ્યા પછી તમને ખબર પણ નથી પડતી કે તેને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.
એફયૂટી ટેક્નિક : તેમાં અમે હેર બ્રેકિંગ સ્કિનની એક સ્ટ્રિપને લેતા હોઈએ છીએ અને પાછળથી ટાંકા લગાવીએ છીએ અને તેને ૨ અઠવાડિયા પછી કાઢી નાખીએ છીએ. જેાકે આ ટેક્નિકમાં એફયૂઈ ટેક્નિક કરતા વધારે પીડા થાય છે, પરંતુ આ ટેક્નિકમાં તમારા માથાના પાછળના ભાગમાં નિશાન નથી રહેતા, કારણ કે તે વાળની પાછળ છુપાઈ જાય છે. આમ તો આ બંને ટેક્નિકના પરિણામ એક સમાન જ મળે છે. તેમાં માત્ર કૂપમાં વાળ લગાવવાની રીતમાં ફરક હોય છે.
પરિણામ દેખાશે : ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલા વાળ ૬ થી ૮ હોય તો વાળ વધવા લાગે છે. તેના વધવાનો દર ૧ થી ૧.૫ સેન્ટિમીટર પ્રતિમાસ હોય છે. તેથી જે તમે લાંબા વાળ ઈચ્છો છો તો તમારે ૯ મહિનાથી લઈને ૧ વર્ષ સુધી રાહ જેાવી પડે છે.
સાઈડ ઈફેક્ટ કે નિશાન નહીં : જ્યાં વાળ લગાવવામાં આવ્યા છે, ત્યાં કોઈ નિશાન નથી રહેતા કે ન તેની કોઈ સાઈડ ઈફેક્ટ છે. આ ખૂબ સરળ પ્રોસિજર છે. તેમાં ક્લાયંટ ચાલતો આવે છે અને ટ્રીટમેન્ટ પછી સરળતાથી તે રીતે પાછો જઈ શકે છે. ગાડી ચલાવી શકે છે અને ખાવાનું પણ ખાઈ શકે છે. આ ટ્રીટમેન્ટમાં કોઈ દવાની જરૂર નથી પડતી. આઈબ્રોઝ, પાંપણ, દાઢી અને મૂછ માટે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકાય છે. જે તમારા વાળ બળવાથી અથવા કોઈ દુર્ઘટનાના લીધે ખરી ગયા હોય તો તમે ફરીથી સરળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકો છો.
સફળ સર્જરીનું કારણ
શાનદાર પરિણામ, સરળ પ્રક્રિયા, હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નહીં તેમજ ટ્રીટમેન્ટ મહિલાપુરુષ બંનેમાં કરી શકાય છે. આ ટ્રીટમેન્ટમાં ઉંમરની પણ કોઈ મર્યાદા નથી, તેને તમે સામાન્ય વાળની જેમ કરાવી શકો છો. શેમ્પૂ અને કલર પણ કરી શકો છો. વાસ્તવમાં તે સામાન્ય વાળ હોય છે અને કોઈ પણ વ્યક્તિના સામાન્ય અને ટ્રાન્સપ્લાન્ટ કરેલા વાળની વચ્ચે કોઈ ફરક હોવાની ખબર નથી પડતી.
સાવચેતી : ટ્રાન્સપ્લાન્ટવાળા ભાગમાં ક્યારેક-ક્યારેક લોહી નીકળવાની તેમજ પોપડી નીકળવાની શક્યતા રહે છે, પરંતુ તે થોડા દિવસોમાં ઠીક પણ થઈ જાય છે. તેમ છતાં જે વધારે સમસ્યા હોય તો એક્સપર્ટને બતાવવું સલાહભર્યું છે.
– પ્રતિનિધિ.





