હોળીને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં ખૂબ એક્સાઈટમેન્ટ સાથે ઊજવવામાં આવે છે. ગુલાલ, ફુગ્ગા અને પિચકારી બાળકોથી લઈને વડીલો સુધ્ધાને ખુશીઆનંદથી ભરી દે છે. હોળીના તહેવાર પર સૌકોઈ ગુલાલ ઉડાડતા ગીતોની ધૂન પર નાચતા હોય છે, પરંતુ એન્જોય કરતી વખતે લોકો મોટાભાગે પોતાની સ્કિન અને હેરનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. હોળીમાં ઉપયોગમાં લેવાતા રંગોને હાર્મફુલ કેમિકલ્સની મદદથી બનાવવામાં આવે છે, જે હ્યુમન બોડી પર ખૂબ નકારાત્મક અસર કરે છે. કેટલીક વાર સિચ્યુએશન એટલી ગંભીર બની જાય છે કે મેડિકલ તેને મેડિકલ ટ્રીટમેન્ટ વિના સોલ્વ નથી કરી શકતી. આ રંગોમાં રહેલા કેમિકલ્સના લીધે સ્કિન?અને હેર સંબંધિત સમસ્યા શરૂ થાય છે, જેમાં વાળ ખરવા, સ્કિન રેશિઝ, ઈચિંગ તથા એલર્જી જેવી સમસ્યા સામેલ છે.
પ્રી હોળી કેર
હોળીમાં રંગ તમારી સ્કિન પર થોડા દિવસ સુધી ચોંટેલા રહેતા હોય છે. તે તમારી સ્કિનને નુકસાન તો પહોંચાડે જ છે, સાથે તમને બીજા દિવસે ઓફિસ જવામાં અથવા ઘરની બહાર નીકળવામાં અનકંફર્ટેબલ પણ લાગે છે. તેનાથી બચવા માટે હોળી રમતાં પહેલાં તમારા ફેસ પર સારી રીતે હાઈડ્રેટિંગ ક્રીમ અથવા મોઈશ્ચરાઈઝર લગાવો. તેના માટે તમે ડાટ એન્ડના હાઈડ્રેટિંગ મોઈશ્ચરાઈઝર જેલ અથવા પોંડ્સની સુપર લાઈટ જેલ (તમારી સ્કિન ટાઈપ અનુસાર) લગાવી શકો છો. ત્યાર પછી સનસ્ક્રીન જરૂર લગાવો. તેને સ્કિન શોષી લે પછી પેરાશૂટ કોકોનટ ઓઈલ લગાવો. તેનાથી ફેસ પર એક પ્રોટેક્ટિવ લેયર બનશે, જે રંગોને સ્કિનમાં અંદર સુધી જતા રોકશે.
બદામ અથવા નાળિયેર જેલ
હોળી પર રંગોથી રમતાં પહેલાં તમારા ફુલ બોડીને સંપૂર્ણપણે તેલથી કવર કરો. આમ કરવાથી તેલ તમારી સ્કિન અને રંગો વચ્ચે બેરિયરનું કામ કરે છે, જે રંગોમાં રહેલા હાનિકારક તત્ત્વોને સ્કિનની અંદર જતા અટકાવે છે. તેનાથી બાદમાં રંગોને શરીર પરથી લૂછવામાં પણ સરળતા રહે છે. તેના માટે ષ્ટે તમે બદામના તેલનો ઉપયોગ કરશો, તો તે ઉત્તમ સાબિત થશે. તમે અર્બન બોટેનિકના પ્યોર કોલ્ડ સ્વીટ ઓઈલનો ઉપયોગ પણ કરી શકો છો અથવા પેરાશૂટનું કોકોનટ ઓઈલ. બંને તમારી સ્કિનને પ્રોટેક્ટ કરવામાં અસરકારક રહેશે.





