ચમકદાર, ગૂંચ વિનાના હેરની સૌકોઈ ઈચ્છા રાખે છે. સારા અને સ્મૂધ હેર એક તરફ તમારી બ્યૂટિને વધારે છે, જ્યારે ગૂંચવાળા અને નિસ્તેજ હેર તેને બગાડી પણ શકે છે. આ સ્થિતિમાં શેમ્પૂ પછી કંડિશનરને હેરની સુંદરતા માટે જરૂરી માનવામાં આવે છે. જેાકે મોટાભાગની મહિલાઓ કંડિશનરના મહત્ત્વને સમજાતી નથી. નિષ્ણાતોના માનવા મુજબ પ્રદૂષણ, ગંદકી અને વાતાવરણમાં રહેલા ધૂળના રજકણો સાથે સ્કેલ્પમાંથી નેચરલ ઓઈલ પણ નીકળે છે, જેથી માથું ગંદું થઈ જાય છે.

આ સ્થિતિમાં એક તરફ શેમ્પૂ તમારી સ્કેલ્પને સાફ કરે છે, બીજી તરફ કંડિશનર સ્કેલ્પમાં ભીનાશ જાળવી રાખે છે અને હેરને પોષણ આપીને તેને સ્મૂધ અને શાઈની બનાવે છે. શેમ્પૂ પછી કંડિશનર લગાવવાના ઘણા બધા ફાયદા પણ છે.

હેર હાઈડ્રેટ રહે છે
શેમ્પૂ પછી હેરને કંડિશનર કરવાથી તમારી સ્કેલ્પ હાઈડ્રેટ રહે છે. તેનાથી ભીનાશ સ્કેલ્પમાં લોક થઈ જાય છે, જેનાથી હેર ચીકણા અને સ્મૂધ રહે છે.

ગૂંચ ઓછી થાય છે
કંડિશનરમાં સિલિકોન અને એમોલિએંટ્સ જેવા ઘણા બધા પોષક તત્ત્વો હોય છે, જે હેરની ગૂંચને ઓછી કરે છે. જ્યારે તમારા હેર સ્મૂધ હોય છે ત્યારે ઓછા ખરે છે. ઘર્ષણ ઓછું થવાથી હેર તૂટવાનું જેાખમ પણ ઓછું થાય છે.

હેર પર ચમક આવે છે
દરેકની ઈચ્છા હોય છે કે તેમના હેરમાં એવી શાઈનિંગ હોવી જેાઈએ, જે બધાને ઈમ્પ્રેસ કરી શકે. આ સ્થિતિમાં કંડિશનર આ કામને સરળ બનાવે છે. કંડિશનર હેરને ક્યૂટિકલ્સને ચીકણા બનાવે છે. તેનાથી હેર મજબૂત બને છે અને તૂટે છે પણ ઓછા.

હેરની બનાવટ સુધારે છે
કંડિશનરનો નિયમિત ઉપયોગ કરીને તમે હેરની બનાવટમાં પણ સુધારો કરી શકો છો. તેનાથી હેર વધારે સ્થિતિસ્થાપક બને છે અને ઘણા બધા પ્રકારના નુકસાનથી બચી જાય છે.

હેરના મૂળને મજબૂતાઈ મળે છે
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કંડિશનર હેરના મૂળને મજબૂતાઈ આપે છે. તેની મદદથી પ્રોટીનની ઊણપ દૂર થાય છે અને તેનાથી હેરને સુરક્ષા મળે છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....