ઓછી કેલરી અને વધારે ફાઈબર ધરાવતું ડ્રાયફ્રૂટ પ્રૂંસ એટલે કે સૂકું જરદાળુ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો વચ્ચે સારું એવું ટ્રેન્ડમાં છે. તેમાં રહેલા પોલીફિનોલ નામના એન્ટિઓક્સિડેન્ટ અને પોટેશિયમ બંને હાડકાં મજબૂત બનાવે છે. ખરાબ જીવનશૈલીમાં આપણે સામાન્ય ભૂખ લાગવા પર પણ કંઈ ને કંઈ ખાઈ લઈએ છીએ. જ્યારે આમ કરવાના બદલે દિવસમાં એકવાર ૫-૬ પ્રૂંસ એટલે કે જરદાળુ ખાઈ લઈએ તો શરીરને યોગ્ય પોષણ મળી શકે છે.

આંતરડાને તંદુરસ્ત બનાવો : જરદાળુમાં સોલ્યૂબલ ફાઈબર વધારે પ્રમાણમાં હોય છે, જેનાથી આંતરડાની સફાઈ સારી રીતે થાય છે. તેના સેવનથી આંતરડા સ્વસ્થ રહે છે અને કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

ઓસ્ટિયોપોરોસિસમાં લાભદાયક : ઘણા બધા અભ્યાસમાં જેાવા મળ્યું છે કે ઓસ્ટિયોપોરોસિસની સમસ્યાથી પીડિત લોકોમાં જરદાળુ ખૂબ લાભદાયક રહ્યા છે. તેના સંતુલિત સેવનથી બોન ડેન્સિટીમાં સુધારો થવાની શક્યતા વધી જાય છે, ખાસ કરીને જેા કોઈ મહિલાને મેનોપોઝ પછી આ સમસ્યા થઈ હોય તો તેણે ડોક્ટરની સલાહ લઈને જરદાળુનું સેવન કરવું જેાઈએ.

એનીમિયાથી બચાવ કરો : જરદાળુ આયર્નની સાથેસાથે પોટેશિયમ, વિટામિન-કે, વિટામિન-બી, ઝિંક તેમજ મેગ્નેશિયમનું પણ ઉત્તમ સ્રોત છે. તેના નિયમિત સેવનથી તમારા શરીર માટે જરૂરી મિનરલ્સની જરૂરિયાત મહદ્ અંશે પૂરી થાય છે.

ડાયાબિટીસના નિયંત્રણમાં સહાયક : કારણ કે જરદાળુમાં સોલ્યૂબલ ફાઈબર જેાવા મળે છે, તેથી તે ડાયજેશન પ્રોસેસને ધીમી કરવામાં સહાયક બને છે અને જ્યારે પાચનક્રિયા ધીમી પડે તો ડાયાબિટીસની સમસ્યાથી પીડિત લોકોના બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે.

માંસપેશીની ઈજાથી બચાવે : જરદાળુમાં બોરોન નામના ખનીજ જેાવા મળે છે, જે માંસપેશીઓ માટે ખૂબ જરૂરી હોય છે. જેા તમને માંસપેશીઓ સંબંધિત સમસ્યા દર બીજા દિવસે થઈ હોય તો તે સંકેત છે કે તમારા શરીરમાં બોરોનની ઊણપ છે.

હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે : જરદાળુ કોલેસ્ટ્રોલ અને શુગરને નિયંત્રણમાં રાખવામાં સહાયક છે, તેથી તે હૃદય માટે પણ લાભદાયી છે, કારણ કે તે સમસ્યાની સીધી અસર હૃદયના સ્વાસ્થ્ય પર થાય છે.

ઓબેસિટી ઘટાડે : સ્થૂળતા આજની જીવનશૈલીમાં સૌથી મોટી સમસ્યા છે. જરદાળુ ખાવાથી તમને વારંવાર ખાવાની ઈચ્છા થતી નથી, જેનાથી તમે તમારા વજનને નિયંત્રણમાં રાખી શકો છો.

કેવી રીતે ખાશો : આમ તો જરદાળુને સ્નેકની જેમ પણ ખાઈ શકાય છે, પરંતુ તેના બીજા વિકલ્પ પણ છે :
નાસ્તામાં ઓટમીલ અથવા કંસાર સાથે મિક્સ કરીને ખાઈ શકો છો.
બીજા નટ્સ સાથે સંતુલિત માત્રામાં મિક્સ કરીને ખાઈ શકો છો.
હેલ્ધિ ડ્રિંક્સ અથવા સ્મૂધિ સાથે તેને બ્લેન્ડ કરી શકો છો.
પ્યૂરી બનાવીને જેમ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકો છો.
બેકિંગનો શોખ હોય તો કેટલીક ડિશમાં તેનો ઉપયોગ કરી શકો છો.
સ્વાસ્થ્ય સંબંધિત આ બધા લાભની સાથેસાથે જરદાળુના બીજા પણ ઘણા લાભ છે જેમ કે :
તે વાળને મજબૂત બનાવવામાં સહાયક છે.
આંખની દષ્ટિ માટે લાભદાયી છે.
ઈમ્યૂનિટી વધારવામાં પણ સહાયક છે.
સમય પહેલાં કરચલી પડવાને રોકવામાં પણ સહાયક છે.
– આશિષ શ્રીવાસ્તવ.

વધુ વાંચવા કિલક કરો....