સાડી અને લહેંગો ભારતીય સંસ્કૃતિ સાથે જેાડાયેલા ખાસ પોશાક છે. તેને ખાસ પ્રસંગે પહેરવાથી તમને એક જ સમયે સેંસેશનલ અને પરંપરાગત બંને લુક મળશે. કોઈ પણ યુવતીની ખાસ દિવસ માટે સાડી પ્રથમ પસંદ હોય છે. લગ્નની સીઝનમાં તમે નવવધૂ બનવાના છો, તો ડરવાની જરૂર નથી. આ ૫ સેલેબ્સ લુકથી તમને પૂરો આઈડિયા મળશે. આવો, જાણીએ :

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે લગ્ન માટે ખૂબ હળવો રંગ પસંદ કર્યો હતો. મોટાભાગની દુલ્હન જ્યાં લાલ, મરૂન રંગ પસંદ કરે છે. બીજી બાજુ આલિયા ઓફવાઈટ સાડીમાં પણ ખૂબ સુંદર દુલ્હન બની હતી. હકીકતમાં લગ્નની થીમ વાઈટ અને ગોલ્ડ હતી. તેથી વરવધૂ આ બે કલરના આઉટફિટમાં જેાવા મળ્યા.
આલિયાએ પોતાનો બ્રાઈડલ લુક ઝૂમખાં, ચોકર, કડા અને માથાપટ્ટી સાથે પૂરો કર્યો હતો. આલિયાની હેરસ્ટાઈલ ખાસ હતી. આવું લાંબા સમય પછી જેાવા મળ્યું જ્યારે કોઈ દુલ્હને લગ્ન માટે ખુલ્લા વાળ રાખ્યા હોય. આલિયાએ લગ્ન માટે જૂડો અને હેરડૂના બદલે વાળને સિંપલ બેબી રાખ્યા. આકર્ષક માથાપટ્ટીએ તેની આ સિંપલ હેરસ્ટાઈલને ખાસ બનાવી.
આલિયાએ જીવનના ખૂબ ખાસ દિવસ માટે સટલ મેકઅપ પસંદ કર્યો, જે તેના પેસ્ટલ અટાયર સાથે પરફેક્ટ લાગતો હતો. તેનો બેઝ ડ્યૂઈ હતો, ગાલને હળવો પિંકિશ લુક આપ્યો હતો. તેના આ આકર્ષક લુક પાછળ સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ પુનીત બી. સૈની હતો.

કેટરિના કૈફ
કેટરિના કૈફ અને વિક્કી કૌશલ રાજસ્થાનમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. આ બંનેના લગ્નમાં પંજાબી લુક જેાવા મળ્યો હતો. બંનેના લગ્ન પર બધાની નજર હતી. કેટરિનાનો લુક ડિફરન્ટ અને સુંદર હતો, જે આજની દુલ્હન પસંદ કરે છે. કેટરિના કૈફે સુર્ખ રંગનો આઉટફિટ પહેર્યો હતો. કેટરિનાનો પૂરો લુક રજવાડી દુલ્હન જેવો રહ્યો. તેના લહેંગાની પોતાની જ એક ખાસિયત હતી.
આ લહેંગામાં સોનાના દોરાથી ગૂંથણ થયું હતું. કેટરિનાના લહેંગામાં બ્લાઉઝ અને દુપટ્ટાએ તેના લુકને રોયલ લુક આપ્યો. તેમાં હેવી લહેંગામાં ગોલ્ડન થ્રેડ વર્કની એમ્બ્રોઈડરી થઈ હતી. હાથથી કંડારેલા સિલ્ક બ્રાઈડલ લહેંગામાં સૂક્ષ્મ ટીલા વર્ક અને મખમલી નક્શીકામની રિવાઈવલ જરદોશી બોર્ડર હતી. તેની સાથે કેટરિનાની બ્રાઈડલ જ્વેલરી બેંગલ્સ ખાસ રહી. કેટરિનાના મેકઅપ આર્ટિસ્ટ ડેનિયલ બાઉર હતા, જે મેકઅપમાં આંખોને હાઈલાઈટ કરવામાં વધારે વિશ્વાસ ધરાવે છે.
કેટરિના કૈફે માથે હેવી દુપટ્ટો ઓઢ્યો હતો, જેમાં તેના ઘૂંઘટને ઈલેક્ટ્રોપ્લેટેડ સોના અને ચાંદીમાં હાથથી બનેલા કિરણ સાથે કસ્ટમટ્રિમ કર્યું હતું.
તાજેતરમાં ડબલ દુપટ્ટો કેરી કરવાનો ટ્રેન્ડ છે. કેટરિનાએ પણ લહેંગા સાથે ૨ દુપટ્ટા કેરી કર્યા. બંને લગભગ સરખા કલરના હતા. કેટરિનાએ સબ્યસાચી જ્વેલરી કલેક્શન પસંદ કર્યું. કેટરિનાએ ૨૨ કેરેટ ગોલ્ડ જ્વેલરી કેરી કરી, જેમાં અનકટ ડાયમંડથી તૈયાર કરેલું હેવી ચોકર પણ પહેર્યું. તે ઉપરાંત મોટી નથ અને માથા પર હેવી રાજસ્થાની માંગટીકો કેરી કર્યો.

દીપિકા પાદુકોણ
દીપિકા અને રણબીર સિંહના લગ્ન નવેમ્બર, ૨૦૧૮ માં થયા હતા. તે દરમિયાન તેમણે કેટલાય અલગઅલગ બ્રાઈડલ લુકથી બધાનો પરિચય કરાવ્યો. દીપિકાએ વેડિંગમાં ટ્રેડિશનલ સાડીને ખાસ મહત્ત્વ આપ્યું. જેના કેટલાક વણજેાયા વીડિયો અને ફોટોગ્રાફ્સ તાજેતરમાં જાહેર થયા. કોંકણી લુક માટે તેણે બર્નટ ઓરેન્જ કાંજીવરમ સાડી પહેરી હતી, જે કોંકણી પરંપરા દર્શાવતી હતી, જેમાં પ્યોર ઝરીના દોરા, બ્રોકેડ સિલ્ક કાંજીવરમ, જેની પર ગંડભેરુંડ મોટિફ્સ પૂરી સાડી પર હતા. તેની સાથે તેણે સાઉથની ટેમ્પલ જ્વેલરી પહેરી હતી.
તે ઉપરાંત જ્વેલરીમાં તેણે ગુટ્ટાપુસાલુ નેકલેસ, ઝૂમખાં, કડા, ચોકર, માથાપટ્ટી પહેરીને એક અલગ લુક આપ્યો, જે તેના ફિલ્મી પડદા પરની દુલ્હનથી બિલકુલ ડિફરન્ટ હતો. દીપિકા પાદુકોણે પણ ૨ રીતરિવાજથી લગ્ન કર્યા હતા. તેણે રેડ કલરનો લહેંગો પહેર્યો હતો. દીપિકાનો આ બ્રાઈડલ લુક વધારે પોપ્યુલર થયો હતો. લહેંગાની ડિઝાઈનને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી.
દીપિકા પાદુકોણના હોમ ટાઉન બેંગલુરુમાં તેમના લગ્ન પહેલાં એક ખાસ કાર્યક્રમ રાખ્યો હતો. દીપિકાએ લગ્ન પહેલાંની આ વિધિમાં મેંગો કલરનો સૂટ પહેર્યો હતો. તેનો આ સૂટ પણ ફેશન ડિઝાઈનર સબ્યસાચી મુખર્જીએ ડિઝાઈન કર્યો હતો. દીપિકાની મા ઉજ્જ્વલા પાદુકોણે પણ સિલ્કની સુંદર સાડી પહેરી હતી.

પાયલ રોહતગી
૧૨ વર્ષ જૂના સંબંધને પાયલ-સંગ્રામે લગ્નનું નામ આપ્યું. પાયલ-સંગ્રામે લગ્ન માટે ગુજરાત, હરિયાણા નહીં, પરંતુ આગ્રા શહેર પસંદ કર્યું. બંનેએ જેપી પેલેસમાં લગ્ન કર્યા. આગ્રાના જેપી પેલેસમાં ૭ ફેરા લઈને પાયલ અને સંગ્રામે જીવનની નવી સફર શરૂ કરી. પાયલ અને સંગ્રામ ૧૨ વર્ષથી સંબંધમાં હતા. આટલા વર્ષમાં એકબીજાને સારી રીતે જાણ્યા પછી બંનેએ ફાઈનલી લગ્નના બંધનમાં બંધાવાનો નિર્ણય કર્યો. લાલ રંગના લહેંગામાં પાયલ રોહગી અપેક્ષા કરતા વધારે સુંદર દેખાઈ.
નાકમાં નથ, માંગટીકો, બંગડી અને બિંદી લગાવીને પાયલ સુંદર લાગતી હતી. એક બાજુ જ્યાં પાયલે રેડ કલરનો લહેંગો પહેર્યો હતો બીજી બાજુ સંગ્રામે વાઈટ કલરની શેરવાની પહેરીને તેને કંપ્લીટ કર્યો હતો. પાયલ અને સંગ્રામની પ્રેમકહાણી કોઈ ફિલ્મી કહાણીથી ઓછી નથી. પાયલે લોકઅપમાં ખુલાસો કર્યો હતો કે તે ક્યારેય મા નથી બની શકતી. તેથી તે સંગ્રામને કોઈ બીજા સાથે લગ્ન કરવા માટે કહેતી હતી, પરંતુ સંગ્રામે એક વાત ન સાંભળી અને પાયલ સાથે જ લગ્ન કર્યા.
પાયલના લુક વિશે વાત કરીએ, તો તેના મેકઅપ આર્ટિસ્ટ ચંદન ભાટિયાએ લ્યૂમિનસ લાઈટ મેકઅપ અપનાવ્યો, જે બધા પ્રકારના આઉટફિટ સાથે મેચ થાય. તેની સાથે ક્લાસિક રેડ લિપ્સ અને રોમેન્ટિક વોટરફોલ બ્રેડ્સને પાયલે પ્રેફર કર્યું.
આઉટફિટને પાયલ અને સંગ્રામે એકબીજા સાથે મેચિંગ રાખ્યું, જે આજકાલ એક ફેશન છે. તેના લગ્નના આઉટિફટ દિલ્લી અને અમદાવાદના ડિઝાઈનર્સે ડિઝાઈન કર્યા. પાયલે લગ્નના દિવસે પોતાની નાનીએ આપેલા દાગીના પહેર્યા, કારણ કે આવા દાગીના પરંપરાગત જાળવી રાખવામાં મદદ કરે છે. તેણે બ્રાઈડલ આઉટફિટ સાથે બોયફ્રેન્ડના આઉટફિટને પણ જાતે ફાઈનલાઈઝ કર્યો હતો. પાયલના વેડિંગ લુકની પણ ચર્ચા થઈ. હલ્દી સેરેમનીમાં પાયલે યલો રંગનો લહેંગો પસંદ કર્યો હતો, જેથી પૂરો માહોલ હલ્દીથી રંગાયેલો રહ્યો હતો.

મોની રોય
એક્ટ્રેસ મોની રોયે બોયફ્રેન્ડ સૂરજ નાંબિયાર સાથે ગોવામાં લગ્ન કર્યા. મોની અને દુબઈ સ્થિત બિઝનેસમેન સૂરજ નાંબિયાર કેટલાય સમયથી ડેટ કરતા હતા. તેમના લગ્નની વિધિ ૨ રીતે થઈ. પહેલા લગ્ન મલયાલી વિધિથી તો બીજા લગ્ન બંગાળી વિધિથી થયા.
મોનીએ રેડ કલરનો લહેંગો પહેર્યો, જેમાં તે ખૂબ સુંદર લાગતી હતી. મોની રોયનો બ્રાઈડલ લુક ગ્લેમરસ હતો. તેના લહેંગાનો કલર રેડ અને તેની ચુંદડી પણ ખાસ હતી.
મોની રોયે મેંદીની વિધિમાં યલો કલરનો લહેંગો પહેર્યો હતો, જેની પર ઝરીનું ગોલ્ડન વર્ક હતું. આ લહેંગા સાથે તેણે કુંદનનો માંગટીકો અને એરિંગ્સ પહેર્યા હતા. મોની રોય હલદીમાં વાઈટ અને ગોલ્ડન કલરના લહેંગામાં દેખાઈ અને સાથે તેણે ફૂલોની જ્વેલરી પહેરી હતી.
મોનીએ બંગાળી વેડિંગમાં ડિઝાઈનર સબ્યસાચીનો ડિઝાઈન કરેલો લાલ લહેંગો પહેર્યો હતો. જેને લોકોએ ખૂબ પસંદ કર્યો. મોનીના બ્રાઈડલ દુપટ્ટાના કિનારે આયુશમતિ ભવ: લખ્યું હતું. મોનીના લહેંગાની કિંમત લાખોમાં હતી.
મોનીની જ્વેલરીની વાત કરીએ, તો તેણે ટ્રેડિશનલ જ્વેલરી પહેરી હતી. તેણે ગ્રીન અને ગોલ્ડન શેડમાં અનકટ ડાયમંડ અને એમરલ્ડ જ્વેલરીને બ્રાઈડલ લુક માટે પસંદ કરી હતી. નાકમાં પાતળી નથ સાથે મોનીએ માથા પર માથાપટ્ટી પહેરી. જ્યાં તેનો લહેંગો સુર્ખ રંગનો હતો બીજી બાજુ તેના પતિ સૂરજે લાઈટ ગોલ્ડન રંગની શેરવાની પહેરી હતી. દિવસે ગોવામાં થયેલા મલયાલી લગ્નમાં મોનીએ સફેદ સાડી પહેરી હતી, જેની બોર્ડર રેડ કલરની હતી. મોનીએ લોંગ ચોટી અને હેવી જ્વેલરી સાથે આ લુક કંપ્લીટ કર્યો હતો.
– સોમા ઘોષ.

વધુ વાંચવા કિલક કરો....