કેટલીક મહિલાઓ સ્કિન અને વાળની સમસ્યાને જીવનશૈલી અથવા જેનેટિક ફેક્ટર્સ સાથે જેાડે છે. સામાન્ય રીતે તે વાળના નુકસાનને નજરઅંદાજ કરે છે. તેમને લાગે છે કે તાણ અને વાળની દેખરેખ માટે સમય ન ફાળવવો આ સમસ્યાનું મુખ્ય કારણ છે, પરંતુ તેમને એ વાતની જાણ નથી હોતી કે શરીરમાં ન્યૂટ્રિશન લેવલ પર સ્કિન અને વાળનું સ્વાસ્થ્ય નિર્ભર કરે છે. ન્યૂટ્રિશન અને આદર્શ વિટામિન લેવલ, આ બંને સ્કિનને સ્વસ્થ, મુલાયમ, વાળને ભરાવદાર અને મજબૂત બનાવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
ડાયટ અને પાચન ખરાબ થવાથી પોષણમાં ઊણપ પેદા થાય છે. તેનાથી સ્કિન સંબંધિત અનેક સમસ્યા થઈ શકે છે અને સ્કિનની હેલ્થ પર અસર થઈ શકે છે. ઘણી વાર આહારમાં કોઈ ઊણપ નથી હોતી, પરંતુ ફૂડ સેન્સિટિવિટી અથવા એલર્જી સ્કિન રોગનું કારણ બને છે. અભ્યાસ પરથી એ તારણ?આવ્યું છે કે એન્ટિઓક્સિડેન્ટની ફોટો પ્રોટેક્ટિવ ક્ષમતાનો સ્કિનની રોગપ્રતિકારક પ્રણાલી પર સૂક્ષ્મ પોષણ તત્ત્વોની પૂર્તિના પ્રભાવ સાથે સહસંબંધ હોય છે. આવો જાણીએ કે વિટામિનની ઊણપ સ્કિન અને વાળને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે :
સ્કિનની દેખરેખમાં પોષણની ભૂમિકા
વિટામિન એ, બી-૩ અને બી-૧૨ નું મહત્ત્વ : સંપૂર્ણ માનવશરીર તેમાં પણ ખાસ સ્કિનના પોષણમાં વિટામિન-એ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વિટામિન-એની ઊણપથી સ્વેટ ડક્ટ્સમાં અવરોધ, ઓઈલ ગ્લેંડ્સમાં ઊણપ અને ફ્રાઈનોડર્મા, જેરોસિસ અને સ્કિન પર કરચલી વગેરે સમસ્યા પેદા થઈ શકે છે. સામાન્ય રીતે કુપોષિત લોકો ખાસ તો બાળકોમાં આ સમસ્યા જેાવા મળે છે. વિટામિન-એ ની ઊણપના લીધે કોણી, ઘૂંટણ, નિતંબ પર ખરબચડી કાળી સ્કિન જેાવા મળે છે.
વિટામિન બી-૩ ની ઊણપના લીધે ગરદન જેવા સામાન્ય રીતે ખુલ્લા રહેતા ભાગ પર ફોટો સેન્સિટિવિટી અને રેશિસ જેવા સનબર્ન થાય છે. આ રીતે તેનાથી હાથ અને પગમાં તિરાડ પડી શકે છે જેને પેલેગ્રસ ગ્લોવ્સ અને બૂટ્સ કહેવામાં આવે છે. ઘણી વાર તેનાથી સ્કિન છોલાઈ શકે છે. કેટલીક મહિલાઓ આ વાતને નજરઅંદાજ કરે છે, પરંતુ કેટલાક ગંભીર કિસ્સામાં તે ઘાતક સાબિત થઈ શકે છે.
વિટામિન બી-૧૨ ની ઊણપ સામાન્ય રીતે એ લોકોમાં જેાવા મળે છે, જેમના ખોરાકમાં મકાઈ દરરોજ હોય છે, દારૂ પીતા હોય અથવા જેા દવા લેતા હોય છે. તેનાથી સ્કિન પર હાઈપિગમેન્ટેશન, સ્કિનમાં સોજેા અને ઈંફેક્શન તેમજ ડાર્ક સર્કલ્સ વગેરે સમસ્યા થઈ શકે છે.
દૂધ, પનીર, દહીં, ઈંડાં, કેળા, સ્ટ્રોબેરી, ટૂના માછલી, ચિકન વગેરેમાં વિટામિન બી-૧૨ ભરપૂર પ્રમાણમાં હોય છે, તેથી આ તમામ પદાર્થનું સેવન કરવું જેાઈએ. ઉપરાંત શરીરમાં વિટામિન બી-૧૨ નું સ્તર વધારવા માટે ડોક્ટરની સલાહ લેવી જેાઈએ.