બધા તહેવારની આતુરતાથી રાહ જુએ છે, કારણ કે આ જ એક સમય હોય છે, જ્યારે વ્યક્તિ પોતાની વ્યસ્ત જીવનશૈલીમાંથી થોડો સમય કાઢીને પરિવાર, સગાંસંબંધી અને મિત્રો સાથે એન્જોય કરી શકે છે. આ દિવસોમાં તમે સૌથી વધારે સુંદર દેખાવા માંગો છો, જે ખૂબ જરૂરી છે. આ વિશે ક્યૂટીસ સ્કિન સ્ટુડિયોની કોસ્મેટોલોજિસ્ટ અને ડર્મેટોલોજિસ્ટ ડો. અપ્રતિમ ગાયલ જણાવે છે કે તહેવારમાં દરેક વ્યક્તિ સૌથી સુંદર અને આકર્ષક દેખાવાની કોશિશ કરે છે. આ વખતે કોવિડ પછી પહેલી વાર તક મળી છે, જ્યારે પરિવારના બધા સભ્યો સાથે મળીને તહેવાર ઊજવીશું. ફ્લોલેસ સ્કિન મેળવવા માટે ૭ સિંપલ ટિપ્સ નીચે આપેલી છે :

મોઈશ્ચરાઈઝ
સ્કિન પર મોઈશ્ચરાઈઝર લગાવવું ખૂબ જરૂરી છે. સ્કિનને હાઈડ્રેટેડ અને ગ્લોઈંગ બનાવવા માટે દિવસમાં ૨ વાર મોઈશ્ચરાઈઝર લગાવો.

એક્સફોલિએટ
માઈલ્ડ સ્ક્રબથી અઠવાડિયામાં ૨ વાર સ્કિનને એક્સફોલિએટ કરો. તેનાથી સ્કિનની બહારના પડને મૃત સ્કિનને દૂર કરવામાં મદદ મળે છે. તે સ્કિન પર રહેલી ગંદકીને દૂર કરીને ચમકદાર બનાવે છે અને સ્કિન કેર પ્રોડક્ટને સ્કિનની અંદર પ્રવેશ કરાવે છે.

ક્લીંઝિંગ
સ્કિન પ્રમાણે સારા ક્લીંઝરનો ઉપયોગ કરી સ્કિનને ક્લિયર કરો. ક્લીંઝિંગ કરતા પહેલાં મેકઅપને માઈસેલર વોટરથી સાફ કરો.

હેલ્ધિ ખોરાક લો
તેમાં શુગર અને સોલ્ટને કટ કરો, જેાકે તહેવારમાં આ કરવું મુશ્કેલ છે, પરંતુ આવું કરવાથી રેડિએટ સ્કિનની સાથેસાથે તમે પૂરો દિવસ એનર્જેટિક રહેશો.
રિચ એન્ટિઓક્સિડેન્ટ ફળ જેમ કે સીટ્સ ફ્રૂટ્સ, બેરી, એવોકાડો વગેરે લો.
સ્કિનને ચમકદાર બનાવવા માટે વિટામિન સી ૧૦૦૦ મિલીગ્રામ રોજ લો.
પ્લંપી અને હાઈડ્રેટેડ સ્કિન માટે વધારે પ્રમાણમાં પાણી પીઓ. તે ઉપરાંત હ્યાલૂરોનિક એસિડ સીરમના ઉપયોગથી સ્કિન હાઈડ્રેટેડ અને સ્મૂધ રહે છે, કારણ કે હ્યાલૂરોનિક એસિડ એક શુગર મોલેક્યૂલ છે, જે સ્કિનમાં કુદરતી રીતે હોય છે અને તે સ્કિનમાં ફસાવાથી પાણીને કોલેજનથી બાંધવામાં મદદ કરે છે, જેથી સ્કિન ખીલે છે અને વધારે હાઈડ્રેટ દેખાય છે. હ્યાલૂરોનિક એસિડ સ્કિનના હાઈડ્રેશનને જાળવી રાખવામાં મહત્ત્વપૂર્ણ છે. ફેસ ઓઈલનો પણ ડ્રાય સ્કિન માટે ઉપયોગ કરવામાં આવે છે.
પેક્સ અથવા શીટ માસ્ક પણ અઠવાડિયામાં એક વાર લગાવો, જેથી તમે રિલેક્સ થઈને થાકેલા ફેસને અવોઈડ કરી શકો.
તહેવાર પહેલાં ભરપૂર ઊંઘ લો અને રિલેક્સ રહો, જેથી તમારી સ્કિન પરથી કોઈની નજર ન હટે અને તમારો ફેસ તહેવારના દિવસે બધાના અટ્રેક્શનનું કેન્દ્ર બને.

અફોર્ડેબલ હોમ કેર ટિપ્સ
રોઝ વોટર
પ્લેન રોઝ વોટરથી ફેસને ઊંઘતા પહેલાં ૧૦-૧૫ મિનિટ સુધી લૂછો. તેનાથી સ્કિનનો થાક દૂર થાય છે, જેથી સ્કિન પર ભેજ જળવાય છે. ફેસ પર રોઝવોટર સ્પ્રે કરવાથી થાક દૂર થાય છે.
એલોવેરા
એલોવેરાનો પલ્પ અઠવાડિયામાં ૧-૨ દિવસ લગાવવાથી સ્કિન પર ભેજ જળવાઈ રહે છે.
કાચું બટાકું
કાચા બટાકાને ક્રશ કરીને ફેસ પર અઠવાડિયામાં ૧-૨ વાર ૧૦ થી ૧૫ મિનિટ સુધી માલિશ કરો. ત્યાર પછી ફેસ ધોઈ લો. તેનાથી સ્કિનના અનઈવન સ્કિનટોનમાં સુધારો થાય છે.
હળદર
હળદર સાથે મધ મિક્સ કરીને વધારે ખીલવાળા ફેસ પર લગાવવાથી હળદરના એન્ટિસેપ્ટિક ગુણના લીધે એક્ને ઘટાડવા ઉપરાંત સ્કિનને પણ ઓછું ઈરિટેશન કરે છે.
એક ચપટી હળદર સાથે વેસણ અથવા ચોખાનો લોટ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને ૧૫ દિવસમાં એક વાર લગાવો. તે સ્કિનની ઓઈલીનેસને ઘટાડીને ખીલને ફેસ પર આવવાથી અટકાવે છે.
– સોમા ઘોષ.

વધુ વાંચવા કિલક કરો....