એક મહિલા સાડીમાં જ શોભે છે. સાડી એક શાલીન પરિધાન છે, જે તમારી શારીરિક ખામી ઢાંકવાની સાથેસાથે તમારા આકર્ષણને પણ વધારે છે. ઓફિસની પાર્ટી હોય કે પછી કોઈ પારિવારિક કાર્યક્રમ, સગાંસંબંધીને મળવું હોય કે લગ્ન સમારંભમાં જવું હોય, સાડી દરેક પ્રસંગે પરફેક્ટ લુક આપે છે. સામાન્ય મહિલાઓથી લઈને ફિલ્મી હસ્તીઓમાં સાડીનો ક્રેઝ છે. મહિલાઓ સાડી પહેરવાનું પસંદ કરે છે, પરંતુ તેમને ખબર નથી હોતી કે તેમના બોડી શેપ પ્રમાણે કઈ સાડી તેમની પર પરફેક્ટ લાગશે. ઘણી વાર મહિલાઓ અનુભવે છે કે તેમની પર ખાસ ફેબ્રિક અથવા કલરની સાડી વધારે સૂટ કરે છે જ્યારે કેટલીક સાડીમાં તે વધારે સ્થૂળ અને ઠીંગણી દેખાય છે. એવામાં સાડી ખરીદતા પહેલાં તમને ખબર હોવી જેાઈએ કે તમારા શરીરની રચના પ્રમાણે કઈ સાડી તમને પરફેક્ટ લુક આપશે.

લેટ્સ ચેક વન્સ, બોડી શેપ પ્રમાણે યોગ્ય સાડીની પસંદગી કેવી રીતે કરશો :

પિયર શેપ બોડી
ભારતીય મહિલાઓના બોડી શેપ જનરલી પિયર શેપ હોય છે. પિયર શેપ એટલે જે મહિલાઓના શરીરનો નીચેલો ભાગ હેવી અને ઉપરનો પાતળો હોય છે. સાથે તેમની કમર કર્વી હોય છે. પિયર શેપ બોડી પર શિફોન અથવા જેાર્જેટની સાડી સુંદર લાગે છે. તે તમારી બોડી કવરને સારી રીતે હાઈલાઈટ કરે છે. આ પ્રકારની બોડી ટાઈપ ધરાવતી મહિલાઐ બોલ્ડ કલર અને બોલ્ડ બોર્ડરની સાડી પસંદ કરવી જેાઈએ. પિયર બોડી શેપની યુવતી પર ઓફશોલ્ડર ટોપ ખૂબ શોભે છે. તમે સાડીને મનપસંદ ઓફશોલ્ડર ટોપ સાથે મેચ કરીને પહેરી શકો છો. તેનાથી તમે વધારે આકર્ષક લાગશો.

એપલ શેપ બોડી
તે મહિલાઓ જેમનો છાતીથી પેટ અને હિપનો એરિયા વધારે હેવી હોય છે તેમને એપલ શેપ કહેવાય છે. આ મહિલાઓેએ ટમી ફેટ છુપાવવા માટે સિલ્ક ફેબ્રિકની સાડી પહેરવી જેાઈએ. તેઓ જેાર્જેટ અને શિફોનની સાડી પહેરી શકે છે. તેમણે નેટની સાડી ન પહેરવી જેાઈએ, કારણ કે નેટની સાડી બેલે ફેટને વધારે હાઈલાઈટ કરે છે.

ઝીરો સાઈઝ ફિગર
વધારે પાતળી યુવતીએ સાડીના ફેબ્રિકની પસંદગી સમજીવિચારીને કરવી જેાઈએ. સ્કિની બોડી ટાઈપની યુવતીઓ કોટન, બ્રોકેડ, સિલ્ક અથવા ઓરગેંઝા સાડી પસંદ કરી શકે છે. આ સાડીઓ તેમના ફિગરને વધારે આકર્ષક લુક આપે છે અને ઝીરો સાઈઝ છુપાવે છે. હેવી એમ્બ્રોઈડરીવાળી ટ્રેડિશનલ સાડી જેમ કે બનારસી, કાંજીવરમ વગેરે પણ શોભે છે. ઝીરો સાઈઝ સાથે જેા તમે ઊંચા છો તો હેવી બોર્ડર વર્કવાળી સાડી કેરી કરો. તમે ઝીરો સાઈઝની સાથે ઠીંગણા છો તો પાતળી બોર્ડરની સાડી પસંદ કરી શકો છો. યાદ રાખો બોલ્ડ પ્રિન્ટની સાડી તમારી પર સારી નહીં લાગે.

પ્લસ સાઈઝ બોડી શેપ
જે મહિલાઓનું વજન વધારે હોય એટલે કે જેની બોડી પ્લસ સાઈઝની હોય છે. તેણે શિફોન, સાટીન, લિનેન અને સિલ્ક ફેબ્રિકની સાડી પહેરવી જેાઈએ. જે તેમના સ્થૂળ શરીરને બેલેંસ્ડ લુક આપે છે. સ્થૂળ યુવતીઓએ કોટન અથવા ઓરગેંઝા ફેબ્રિકની સાડી ન પહેરવી જેાઈએ. આવી સાડીઓ બોડીને સ્લિમ લુક આપે છે. સ્થૂળ મહિલાઓએ પારદર્શક સાડી ન પહેરવી જેાઈએ. વધારે હાઈ અને નેકવાળા બ્લાઉઝ પહેરવાથી દૂર રહો, કારણ કે તેનાથી બોડીનો ઉપરનો ભાગ હેવી દેખાય છે. સ્લીવલેસ બ્લાઉઝ પહેરવાનું ટાળો, તેનાથી તમે વધારે સ્થૂળ દેખાશો. તમે કેપ સ્લીવ ટ્રાય કરી શકો છો. પ્લસ સાઈઝવાળી મહિલાઓએ ડાર્ક કલરની સાડી પહેરવી જેાઈએ.

પરફેક્ટ ફિગર ધરાવતી યંગ યુવતીઓ
નાની ઉંમરની યુવતીએ એવી સાડી પહેરવી જેાઈએ જે સરળતાથી પહેરી શકે. તે શિફોન, જેાર્જેટ, નેટ ફેબ્રિકની લાઈટ વેટ સાડી પસંદ કરી શકે છે. તેની પર કેંડી કલર, જેમ કે બ્રાઈટ પિંક, ઓરેન્જ, ગ્રીન, યલો વગેરે સારા લાગે છે. યંગ ગર્લ્સ કે વુમન સાડીની સાથે બૂસ્ટિયર, હોલ્ટર બ્લાઉઝ, શર્ટ, જેકેટ, ક્રોપ ટોપ, બેલ્ટ, ટ્રાઉઝર, પ્રિન્ટેડ પેટીકોટ વગેરે ટ્રાય કરી શકે છે, પરંતુ તેમણે હેવી વર્કવાળી અથવા વધારે પ્રિન્ટેડ સાડી ન પહેરવી જેાઈએ, નહીં તો તે મેચ્યોર દેખાશે.

૪૦ પ્લસ મેચ્યોર મહિલા
આ ઉમરમાં વધારે એક્સપેરિમેન્ટ કરવાથી દૂર રહો. ફ્લોરલ પ્રિન્ટ, હેન્ડલૂમ વગેરે તમારા માટે બેસ્ટ ચોઈસ છે. લગ્ન, કિટી પાર્ટી જેવા પ્રસંગે બનારસી, ચંદેરી જેવી એલિગેંટ સાડી પહેરવી જેાઈએ. આ ઉંમરમાં સિંપલ બ્લાઉઝ પહેરવો જેાઈએ. સાડી સાથે ડેલિકેટ અને ક્લાસી જ્વેલરી પહેરો.

ઠીંગણી મહિલા
શાર્પ કોન્ટ્રાસ્ટથી બચવું જેાઈએ. ઉદાહરણ માટે રેડ સાથે ગ્રીનના બદલે પિંકનું કોમ્બિનેશન પસંદ કરો. મોટી અને બોલ્ડ પ્રિન્ટ અથવા હેવી એમ્બ્રોઈડરીવાળી સાડી ન પહેરો. તેનાથી હાઈટ ઓછી લાગશે.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....