તમે ગમે એટલો સ્માર્ટ વેસ્ટર્ન ડ્રેસ પહેરો, પણ સાડીની વાત જ કંઈક જુદી છે. સાડી એલિગેન્ટ લુક આપવાની સાથેસાથે સેક્સી લુક આપવાનું કામ કરે છે. તમે કોઈ પણ પ્રસંગે સાડી પહેરીને તમારી પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવી શકો છો. બસ તમને ખબર હોવી જેાઈએ કે કઈ સાડી ટ્રેન્ડમાં છે અને તેને કયા પ્રસંગે કેવી રીતે પહેરવી જેાઈએ.

આવો જાણીએ, લેટેસ્ટ સાડીના ટ્રેન્ડ વિશે :

ઓરગેંઝા સાડી
તમે પણ સાડી લવર છો, પરંતુ હેવી સાડીના ડરથી સ્પેશિયલ પ્રસંગે પણ સાડી વેર કરતા ડરો છો તો જાણી લો કે તમારા માટે લેટેસ્ટ ટ્રેન્ડમાં ચાલી રહેલી ઓરગેંઝા સાડી બેસ્ટ છે, કારણ કે એક તો આ સાડી સિલ્ક લુક આપવાની સાથે રોયલ લુક આપે છે, સાથે લાઈટ વેટેડ, સોફ્ટ ફેબ્રિક અને એકથી એક ચઢિયાતી પ્રિન્ટ તેને દરેક પ્રસંગે ખાસ બનાવે છે. પછી પાર્ટી હોય, મેરેજ હોય કે પછી ગેટટુગેધર, તમે સરળતાથી તેને મિનિટોમાં પહેરીને અટ્રેક્ટિવ અને અમેઝિંગ લુક આપી શકો છો. તેના માટે તમે તમારી પસંદ મુજબ ઓરગેંઝા સાડી ખરીદી શકો છો.

ટ્રેન્ડમાં શું છે : બજારમાં તમને સિલ્ક ઓરગેંઝા સાડી, પ્લેન ઓરગેંઝા સાડી, બનારસી ઓરગેંઝા સાડી, કાંચી ઓરગેંઝા સાડી, ફેન્સી ઓરગેંઝા સાડી, ગ્લાસ ઓરગેંઝા સાડી, પ્રિન્ટેડ ઓરગેંઝા સાડી, ઓરગેંઝા ટિશ્યૂ સાડી વગેરે મળશે. જેને તમે પ્રસંગ, સાડીની ડિઝાઈન મુજબ ખરીદીને ખાસ દિવસ વધારે ખાસ બનાવી શકો છો. આ સાડી તમને ૨ હજારથી ૨૦ હજાર સુધીમાં મળી જશે.

સેલિબ્રિટી પણ પાછળ નથી : જેા વાત કરીએ આલિયા ભટ્ટની, જેણે એક ફેસ્ટિવલ દરમિયાન રેડ ફ્લોરલ ઓરગેંઝા સાડીને ન્યૂડ મેકઅપ, સિંપલ બિંદી અને હેવી ઝૂમખા સાથે કેરી કરીને બધાને અટ્રેક્ટ કર્યા અને તેના લુક અને સાડી જેાઈને દરેક વ્યક્તિ વ્હોટ અ લુક આલિયા કહ્યા વિના ન રહ્યું.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....