ભલે ને ફ્રેન્ડની બર્થ-ડે પાર્ટીમાં જવાનું હોય કે પછી પોતાની એંગેજમેન્ટ સેરેમની હોય, દરેક છોકરી પોતાને સ્ટાઈલિશ તેમજ મોડર્ન બતાવવા માટે આધુનિક વેસ્ટર્ન ડ્રેસિસથી પોતાના લુકને નિખારવાની કોશિશ કરે છે અને જેા આ વેસ્ટર્ન ડ્રેસમાં ગાઉનની વાત હોય તો તે બરાબર પણ છે, કારણ કે આજે પાર્ટી, મેરેજ ફંક્શનમાં મોટાભાગની મહિલાઓ તથા છોકરીઓ પોતાને સ્ટાઈલિશ દર્શાવવાની સાથેસાથે કંફર્ટેબલ લુક આપવા માટે ગાઉન પહેરવાનું પસંદ કરે છે, કારણ કે ગાઉનમાં તેમને સ્ટાઈલની સાથેસાથે કંફર્ટ મળે છે.
તે જેાતા તમારા માટે એ વાત જાણવી ખૂબ જરૂરી બની જાય છે કે ગાઉનમાં તમારો લુક કેવો હોવો જેાઈએ. તમારા આઉટફિટ તમારી પર શોભે તો ખરા જ સાથે જ્યારે તમે તેને પહેરીને નીકળો તો જેાનાર તમને જેાતા રહી જાય. એક નજર જેાઈએ કે શું ધ્યાન રાખવું :

જ્યારે ગાઉન એ લાઈન હોય
એ લાઈન ગાઉન એક તરફ દેખાવે એલિગન્ટ દેખાય છે, જ્યારે બીજી તરફ તે દરેક પ્રકારના બોડી શેપ પર સૂટ કરે છે. આ પ્રકારના ગાઉનને તમે પાર્ટીમાં, બીજા કોઈ પ્રસંગે, ત્યાં સુધી કે બ્રાઈડલ પણ તેને પોતાના કોઈ ફંક્શન દરમિયાન પહેરીને બ્યૂટિફુલ લુક આપી શકે છે, પરંતુ જેા એ લાઈન ગાઉન પર ડીપ નેક હોય તો તમે તેની સાથે સ્માર્ટ ટ્રેન્ડી શોર્ટ નેકપીસ કેરી કરો અને કાનમાં તેના મેચિંગ હેંગિંગ એરિંગ્સ પહેરો. તેનાથી ગાઉનનો ગ્રેસ વધી જાય છે અને તેમાં પણ જે ગાઉન પર લોંગ સ્લીવ્સ હોય, તો હાથ પર કંઈ જ ન પહેરો, માત્ર હાઈ હીલ્સ તથા હાથમાં ક્લચ લઈને આ ગાઉનને કંપ્લીટ લુક આપો.

જ્યારે ગાઉન હોય હોલ્ટર નેક
આજકાલ ભલે ને હોલ્ટર નેક ડ્રેસની વાત થઈ રહી હોય કે પછી હોલ્ટર નેક ગાઉનની, તે બંને ખૂબ ટ્રેન્ડમાં છે. આ પ્રકારના ગાઉન ન માત્ર દેખાવમાં સ્માર્ટ લાગે છે, પરંતુ તેને પહેરીને તમે સેક્સી દેખાવા લાગો છો. આ સ્થિતિમાં જ્યારે તમે તમારી એંગેજમેન્ટ પાર્ટી દરમિયાન તેનો વિચાર કરો છો, ત્યારે ગળાને સિંપલ રાખો અને ગાઉનમાં હાથના ગ્રેસને વધારવા માટે તમે એક હાથમાં સ્ટોનવાળું બ્રેસલેટ અથવા બંને હાથમાં ડ્રેસ સાથે મેચ કરતા સ્ટોનવર્કના કડા કેરી કરી શકો છો. અહીં જણાવી દઈએ કે આ સ્ટાઈલના ગાઉન સાથે જેા તમે પેન્સિલ હીલ પહેરી લો તો જેાનારની નજર તમારા પરથી દૂર નહીં થાય. તેની સાથે હાથમાં ડિઝાઈનર પોટલી બેગ તમારા લુકને કંપ્લીટ કરવાનું કામ કરશે.

ફ્લેયરવાળા વેલ્વેટ ગાઉન
આમ પણ વેલ્વેટ ગાઉન ખૂબ રિચ લુક આપે છે. પછી ભલે ને તમે તેને કોઈ પણ ઈવેન્ટમાં કેમ ન પહેરી લો. જેાકે તેનો લુક ત્યારે જ વધારે સારો લાગે છે જ્યારે તમે તેના ફેબ્રિક તથા સ્ટાઈલ અનુસાર પોતાના લુકને મેનેજ કરો. જેા તમારા નાના વાળ હોય તો તમે આ ગાઉન સાથે તેને ઓપન રાખો અને જેા વાળ લાંબા હોય તો તમે વાળને કર્લ કરાવી શકો છો અથવા વાળને ઓપન કરીને તેમાં હેર એક્સેસરિઝનો ઉપયોગ કરીને ખૂબ એલિગન્ટ લુક આપી શકો છો. આમ તો તેની સાથે તમે વન સ્ટાઈલ ચોટીની સ્ટાઈલ પણ કેરી કરી શકો છો. આ લુક ખૂબ સ્માર્ટ દેખાય છે. મોટાભાગે આ પ્રકારના ગાઉન પર ગળા તથા બાજુ પર હેવી એમ્બ્રોઈડરી હોય છે. જેા તમારો ગાઉન પણ આવી જ સ્ટાઈલનો હોય, તો તમારા ગળા અને હાથને સિંપલ રહેવા દો. બસ તેની સાથે સ્ટિલેટોઝ સ્ટાઈલ સેંડલ્સની ફેશન કેરી કરો. તેની સાથે સ્લિંગ બેગ તમને ખૂબ સેક્સી લુક આપવાનું કામ કરશે.

નેટ ગાઉન વિથ બીડ્સ વર્ક
નેટ ગાઉનની ફેશનને અનેક સેલિબ્રિટીએ મોટીમોટી ઈવેન્ટમાં પહેરીને તેની ફેશનને ઈન કરી છે. આમ તો આ વનપીસ ગાઉન સ્વયંમાં એક કંપ્લીટ આઉટફિટ છે, પરંતુ તેના લુકને સુપરહિટ બનાવવા માટે જેા તમે આ ફ્લેયર્ડ ગાઉનને જેા તમે કસ્ટમાઈઝ કરાવી રહ્યા છો તો સાથે ફ્લેયર્ડ સ્લીવ્સ કરાવી શકો છો. આ ડિઝાઈન ખૂબ ટ્રેન્ડમાં હોવાની સાથેસાથે તમને હાથ પર માત્ર સિંગલ બ્રેસલેટ કેરી કરવાની જરૂર પડશે અથવા તમે બ્રેસલેટની જગ્યાએ ફિંગર બ્રેસલેટ રિંગને પહેરીને પોતાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકો છો. ગળામાં પાતળો નેકપીસ આ ગાઉનને પરફેક્ટ બનાવવાનું કામ કરશે. હાથમાં ક્લચ તથા બીડ્સ ધરાવતી હાઈ હીલ તમને પાર્ટી અથવા બીજા કોઈ ફંક્શનમાં સેન્ટર ઓફ એટ્રેક્શન બનાવવાનું કામ કરશે.

સીકવન્સ વર્ક ધરાવતા ગાઉન
હાલના દિવસોમાં આ વર્કવાળી સાડીઓ તથા ગાઉન ખૂબ ડિમાન્ડમાં છે, કારણ કે સીકવન્સ વર્કવાળા ગાઉન ખૂબ હેવી લુક આપે છે, તેથી જે પણ ફંક્શનમાં તમે તેને પહેરશો, તમને તમારા આ ડ્રેસ પર જરૂર પ્રશંસા સાંભળવા મળશે. જેા તમે વન શોલ્ડર ડ્રેપ ધરાવતા સીકવન્સવાળા ગાઉનને કેરી કરી રહ્યા છો તો કાનમાં સ્ટાઈલિશ કડી અથવા ડ્રોપ એરિંગ્સ પહેરવાનું ન ભૂલશો. તેની સાથે લેયર્ડ નેકલેસ આ પ્રકારના ગાઉન પર ખૂબ શોભી ઊઠે છે. તમે તેની સાથે વાળને પૂરી રીતે ટાઈઅપ કરી શકો છો અથવા પ્રેસિંગ, ડાઉન કલર્સ પણ કરાવી શકો છો. હાથમાં પોટલી બેગ તમારા ગાઉનના ચાર્મને વધારવાનું કામ કરશે. પછી ભલે ને ગાઉન ગમે તેવું કેમ ન હોય, સાથે હાઈ હીલ પહેરવાની ન ભૂલો, નહીં તો સારામાં સારા ગાઉનમાં પણ વધારે સુંદરતાની વાત નથી આવતી.

મેક્સી લેયર્ડ ગાઉન
આ ગાઉન તમારા લુકને બિલકુલ બાર્બી લુક આપવાનું કામ કરે છે. તેના લુકમાં વધારો કરવા માટે તમે તેની સાથે પર્લ સ્ટડેડ ચોકર તથા પર્લ ડ્રોપ એરિંગ્સ પહેરો. હાથમાં સિલ્વર સ્ટાઈલ બ્રેસલેટથી આ ગાઉનના લુકને કંપ્લીટ કરો. વિશ્વાસ રાખો જ્યારે હાથમાં ક્લચ લઈને તમે આ ગાઉન ડ્રેસમાં પાર્ટીમાં એન્ટ્રિ કરશો તો લોકો તમારા આ લુકના વખાણ કર્યાં વિના નહીં રહી શકે. આ રીતે તમે ગાઉન પહેરીને સ્વયંને સુંદર દર્શાવી શકો છો.
– પારૂલ ભટનાગર.

વધુ વાંચવા કિલક કરો....