સામગ્રી :
* ૧ લિટર દૂધ
* ૨ ચપટી ઈલાયચી
* ૧ ચમચી નાળિયેર છીણેલું
* થોડું કેસર
* ૧/૨ કપ માવો
* ૨ નાની ચમચી લીંબુનો રસ
* થોડી દળેલી ખાંડ
* થોડા પિસ્તા
* ૪ કપ પાણી.

રીત :
એક વાસણમાં દૂધ ઉકાળો. લીંબુનો રસ નાખીને પનીર બનાવી લો. તે પનીરને કપડામાં નાખીને થોડીવાર માટે લટકાવી દો જેથી બધું પાણી નીકળી જાય. હવે તેને હથેળીથી મસળીને લોટ જેવું નરમ કરી લો. ખાંડમાં પાણી રેડીને ઉકળવા મૂકો. આ પાણીમાં ઈલાયચી પાઉડર પણ નાખી દો. પનીરનાં ગોળા બનાવીને તેને થોડો લાંબો શેપ આપો. પછી તેમને ઊકળતા ખાંડનાં પાણીમાં નાંખીને ઢાંકીને પકાવો. માવો, કેસર, નાળિયેર અને થોડીક દળેલી ખાંડ નાંખીને બરાબર મિક્સ કરો. નરમ ગૂંદી લો. નાનાનાના ગોળા બનાવીને મૂકો. ચમચમને ઠંડું થવા દો. ખાંડમાંથી કાઢો. દરેક ચમચમને વચ્ચેથી કાપીને માવાના ગોળા તેમાં ભરી દો. ઉપરથી પિસ્તા ભભરાવીને ઠંડું થતા પીરસો.

વધુ વાંચવા કિલક કરો....