સામગ્રી :
* ૫૦૦ ગ્રામ બાસમતી ચોખા
* ૨ કપ પાણી
* ૧૦૦ ગ્રામ ઘી
* ૧૦૦ ગ્રામ વટાણા
* ૧૦૦ ગ્રામ બટાકા
* ૫૦ ગ્રામ ગાજર
* ૨૦ ગ્રામ બીન્સ
* ૨ ડુંગળી બારીક સમારેલી
* ૨ ટમેટાં બારીક સમારેલાં
* ૩ લીલાં મરચાં બારીક સમારેલાં
* ૧/૨ નાની ચમચી જીરું
* ૧/૨ નાની ચમચી હળદર
* ૧/૨ નાની ચમચી ગરમ મસાલો
* મીઠું સ્વાદ મુજબ.

રીત :
પેનમાં ઘી ગરમ કરીને બધા શાકભાજીને સામાન્ય ફ્રાય કરી લો. બીજા એક પેનમાં ઘી ગરમ કરીને જીરું, ડુંગળી અને લીલાં મરચાંને સોનેરી થાય ત્યાં સુધી ફ્રાય કરો. ડુંગળી ફ્રાય થયા પછી ટમેટાં ફ્રાય કરીને મીઠું, ડુંગળી, હળદર, ગરમ મસાલો નાખીને ફ્રાય કરો. હવે તમામ શાકભાજીને તેમાં બરાબર મિક્સ કરીને ચોખા અને પાણી રેડીને ચોખા ચડે ત્યાં સુધી પકાવો. કોથમીરથી સજાવીને સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....