સામગ્રી :
* ૩ કપ વેજિટેબલ બ્રોથ
* ૩૦૦ ગ્રામ અંકુરિત મગ
* ૫ મોટી ચમચી ઓલિવ ઓઈલ
* થોડુંક બારીક લસણ
* ૩ મીડિયમ આકારનાં ગાજર ટુકડામાં સમારેલાં
* ૧ લીલી ડુંગળી
* ૨ મોટી ચમચી અજમો
* થોડા તુલસીનાં પાન
* ૧ મોટી ચમચી રાઈ
* ૨ મોટી ચમચી બલસામિક વિનેગર
* થોડીક કોથમીર સમારેલી
* સ્વાદ મુજબ કાળાં મરી અને મીઠું.

રીત :
પેનમાં વેજિટેબલ બ્રોથ અને અંકુરિત મગ લઈને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી તે પાકી ન જાય. ચડી ગયા પછી પાણી કાઢીને ઢાંકીને રાખો. પછી એક પેનમાં થોડુંક ઓલિવ ઓઈલ લઈને તેમાં ડુંગળી અને લસણ નાખીને તેને મુલાયમ થવા સુધી પકાવો. પછી તેમાં સમારેલા ગાજરની સાથે તમાલપત્ર અને અજમો નાખો. જ્યારે ગાજર નરમ પડી જાય ત્યારે તેમાં અંકુરિત દાળ?અને તુલસી નાખીને બરાબર ચડાવો. તે પછી એક બાઉલમાં ૫ મોટી ચમચી ઓલિવ ઓઈલ લઈને તેમાં રાઈ, મીઠું, વિનેગર અને લસણ મિક્સ કરીને તેને અંતુરિત દાળ પર નાખીને કોથમીર અને કાળાં મરીથી ગાર્નિશ કરી સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....