ઘણા બધા લોકો બાળકને ૩૦ વર્ષ પછી વિચારતા હોય છે. એક વિશ્વવ્યાપી સર્વે અનુસાર દર ૪ માંથી ૧ મહિલાનો ગર્ભપાત ૪૫ વર્ષની ઉંમર પહેલાં થાય છે. જેા તમારો અથવા તમારી આસપાસની કોઈ મહિલાનો ગર્ભપાત થયો હોય તો તમારા માટે આ બ્લોગ વાંચવો વધારે જરૂરી બની જાય છે. તો આવો, જાણી લઈએ કે ગર્ભપાત છે શું?
ગર્ભપાત છે શું અને તેને કરવા અથવા કરાવવાની કઈ રીત હોય છે? ગર્ભપાત એટલે ગર્ભાવસ્થા પૂર્ણ થયા પહેલાં અથવા આપમેળે ગર્ભનું નીકળી જવું કે પછી જબરદસ્તી ઓપરેશન અથવા દવાઓના માધ્યમથી દૂર કરવો. તેનું અંતિમ પરિણામ એ હોય છે કે ગર્ભાવસ્થા નાબૂદ થાય છે એટલે કે ગર્ભપાત થઈ જાય છે. એક ડોક્ટર કોઈ પણ મહિલાની જરૂરિયાત અને ગર્ભાવસ્થા અનુસાર તેના માટે ઉપયુક્ત વિધિનો પ્રયોગ કરશે. ગર્ભપાતના પ્રકારોમાં સામેલ છે : ગર્ભપાતની ગોળી, નિર્વાત આકાંક્ષા અથવા વેક્યૂમ એસ્પિરેશનનો ફેલાવો અને નિકાસ અથવા ડી એંડ ઈ. ગર્ભપાત પછી આ પ્રક્રિયા પછી એક મહિલાનું માસિક સામાન્ય રીતે ૪-૮ અઠવાડિયામાં પરત આવવું જેાઈએ. જેાકે મહિલાને શરૂઆતમાં અનિયમિત સ્પોટિંગ અથવા રક્તસ્રાવ થઈ શકે છે. કેટલાક લોકોમાં ગર્ભપાત પછીના દિવસોમાં અને અઠવાડિયામાં મજબૂત ભાવના અને મૂડમાં બદલાવ થતા હોય છે. હોર્મોનના અચાનક પરિવર્તન તેનું કારણ બની શકે છે. ગર્ભપાત થવો ભાવનાત્મક અને માનસિક રીતે પડકારજનક અનુભવ હોઈ શકે છે અને પ્રક્રિયા પછીના દિવસોમાં તમારે તમારા મિત્રો અને નજીકના સંબંધીનો સહારો લેવો જેાઈએ. જેવી જ કોઈ વ્યક્તિ ઓવ્યૂલેટ કરે છે, ત્યારે તેનું ગર્ભવતી બનવું શક્ય થઈ જાય છે. આવું પહેલા માસિક અગાઉ થાય છે અને તે ગર્ભપાત પછી થઈ શકે છે. તેથી જેા કોઈ વ્યક્તિ ગર્ભધારણથી બચવાની કોશિશ કરતી હોય તો ગર્ભનિરોધકનો ઉપયોગ અથવા સેક્સથી દૂર રહેવું જરૂરી રહે છે. ગર્ભપાત પછી નીચે જણાવેલા લક્ષણો દેખાઈ શકે છે :

બ્લીડિંગ થવું
કેટલીક મહિલાઓને ગર્ભપાત પછી બિલકુલ લોહી નથી નીકળતું તો કેટલીકને ત્યાર પછીના ૨ થી ૬ અઠવાડિયા સુધી યોનિમાંથી લોહી નીકળી શકે છે, પરંતુ ડરશો નહીં, ગર્ભપાત કરાવ્યા પછીનું આ બિલકુલ સામાન્ય લક્ષણ છે.
૧. યોનિમાંથી લોહી આવી રહ્યું હોય તે થોડું સ્પોટી અને ભૂરા રંગનું હોઈ શકે છે. તેમાં તમને જેા ક્લોટ્સ દેખાય તો પણ ડરશો નહીં, કારણ કે આ સામાન્ય લક્ષણ છે.
૨. ગર્ભપાત પછીના શરૂઆતના કેટલાક દિવસોમાં લોહી નથી આવતું, પરંતુ ત્યાર પછી હોર્મોનલ બદલાવના લીધે થોડું વધારે લોહી આવી શકે છે.
૩. જેા વધારે લોહી આવી રહ્યું હોય તો પેડ્સનો ઉપયોગ કરો અને ત્યાર પછી ગર્ભાશયવાળી જગ્યાને ૧૦-૧૫ મિનિટ શાંતિથી ધીરેધીરે મસળો, હીટિંગ પેડનો ઉપયોગ કરો અને જેા વધારે પીડા થતી હોય તો પેનકિલર લો.
પ્રવાહ : તમને આ પ્રકારનો પ્રવાહ થઈ શકે છે :
૧. લોહી વિનાનો, ભૂરા અથવા કાળા રંગનો.
૨. કફ જેવો.
ક્રોપિંગ, ગર્ભપાત પછીનું ખૂબ સામાન્ય લક્ષણ છે. તેનો અર્થ એ થાય છે કે ગર્ભાશય ફરીથી પોતાની જગ્યા પર આવી રહ્યું છે.

ગર્ભપાત પછી પોતાનું ધ્યાન કેવી રીતે રાખશો
શારીરિક રીતે : ગર્ભપાત પછી મહિલાઓએ પોતાના કોઈ મિત્ર અથવા પરિવારના સભ્યને પોતાની સાથે રાખવા જેાઈએ. શક્ય હોય તો ગર્ભપાત પછીના બીજા ૨-૩ દિવસ સુધી સંપૂર્ણ રીતે આરામ કરવો જેાઈએ. આ જ રીતે કામ પરથી થોડા દિવસની રજા પણ લઈ લેવી જેાઈએ. શારીરિક અથવા ભાવનાત્મક રીતે મુશ્કેલ કામ કરવાથી બચાવવાની કોશિશ કરવી જેાઈએ.
ગર્ભપાત થયા પછી પોતાનું, વિશેષ રીતે ધ્યાન રાખવું જરૂરી છે. જેાકે આ પ્રક્રિયા ખૂબ નાની હોય છે, પરંતુ શારીરિક રીતે સ્વસ્થ થવામાં થોડા દિવસ અથવા અઠવાડિયાનો સમય લાગી શકે છે. એક મહિલા નીચે જણાવેલી કોશિશ કરી શકે :
* પેટ અને પીઠના નીચેના ભાગ પર માલિશ કરવી.
* હીટિંગ પેડનો ઉપયોગ કરવો.
* જરૂરિયાત મુજબ પેનકિલર લેવી.
માનસિક રીતે : ગર્ભપાતની પસંદગી કરવી આમ પણ એક મુશ્કેલ નિર્ણય હોય છે અને તે ભાવનાત્મક રીતે ખૂબ પડકારજનક હોય છે.
આ પ્રક્રિયા પછી હોર્મોનલ બદલાવ માનસિક સ્થિતિને ખરાબ કરી નાખે છે, જેનાથી મૂડમાં બદલાવ આવી શકે છે. ગર્ભપાત થયા પછી મહિલાના પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજનનું સ્તર ધીરેધીરે ઓછું થઈ જાય છે, જે મૂડમાં બદલાવનું કારણ બની શકે છે. ત્યાર પછી જેવું મહિલાનું માસિક સામાન્ય થઈ જાય છે, ત્યારે હોર્મોનનું સ્તર પણ સ્થિર થઈ જાય છે.
– સવિતા સક્સેના.

વધુ વાંચવા કિલક કરો....