તહેવારની મોસમ બધા માટે ઉત્સાહથી ભરપૂર હોય છે, કારણ કે આ દરમિયાન મોંમાં પાણી લાવતી વાનગી ખાવાની તક પણ મળે છે, પરંતુ તેમાં સામેલ ખાદ્યપદાર્થ મોટાભાગે શુગર સાથે ઓઈલી હોય છે. આવા પદાર્થ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. આ વિશે ઔરંગાબાદના ડો. હેડગેવાર હોસ્પિટલના તબીબી નિર્દેશક ડો. અનંત પંઢરે જણાવે છે કે હાઈ ટ્રાયગ્લિસરાઈડના સ્તર અને કોલેસ્ટ્રોલ જેવી સ્વાસ્થ્ય સ્થિતિને પ્રોત્સાહન આપતા જંકફૂડ આગળ જતા હૃદય રોગનું જેાખમ વધારે છે. આ સારી વાત છે કે પરિવાર સાથે તહેવાર ખુશીખુશી ઊજવો, પરંતુ કેટલીક વાતોનું ધ્યાન ચોક્કસપણે રાખો, જેથી તમે કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઈડના સ્તરનું સંતુલન જાળવવામાં સમર્થ હોય :

વધારે ખાંડના સેવનથી દૂર રહો
ફ્રુક્ટોઝ શર્કરાનું ખાસ રૂપ છે. તેનાથી શરીરનું ટ્રાયગ્લિસરાઈડ વધે છે. તેથી તહેવાર દરમિયાન બહાર જતા કેન્ડિ, બેક્ડ ગોળ અને આઈસક્રીમ સહિત વધારે ખાંડમાંથી બનેલા ખાદ્યપદાર્થના સેવનથી દૂર રહો. શુગર ફ્રી મીઠાઈમાં ફ્રુક્ટોઝ હોય છે અને તેનાથી ફેટ વધવાની શક્યતા વધારે હોય છે. ભલે ને તે સામાન્ય મીઠાઈ હોય કે શુગર ફ્રી મીઠાઈ, હંમેશાં યાદ રાખો કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.

રિફાઈન્ડ ખાદ્યપદાર્થને ઈગ્નોર કરો
સફેદ બ્રેડ, ભાત, પાસ્તા વગેરે ખાદ્યપદાર્થ જે ઘણી વાર ફૂડ કાઉન્ટર પર સરળતાથી મળે છે, જેા સરળતાથી ખાંડમાં પરિવર્તિત થાય છે. તેને અવોઈડ કરો અને અનાજવાળા ખાદ્યપદાર્થ પસંદ કરીને સરળતાથી તમારા ટ્રાયગ્લિસરાઈડના પ્રમાણને જાળવી રાખે છે.

આહારમાં ફાઈબર સામેલ કરો
ઉત્સવના દિવસોમાં ઘરે ફાઈબરયુક્ત ખાદ્યપદાર્થનું સેવન કરો. એક સર્વે અનુસાર, ફાઈબરયુક્ત ખાદ્યપદાર્થમાં જટિલ કાર્બોહાઈડ્રેટ સામગ્રી હોય છે, જે શરીર માટે ફાયદાકારક હોય છે. આ ટ્રાયગ્લિસરાઈડની વૃદ્ધિને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જે ભોજન પછી તરત જ વધે છે. ભોજનમાં સેલડ અને શાકને હંમેશાં સામેલ કરો. ફાઈબર અનાજ અને પોષક તત્ત્વોથી ભરપૂર ખાદ્યપદાર્થ જેવા ફળ અને શાકમાં વધારે જેાવા મળે છે.

યોગ્ય ફેટનું સેવન
ટ્રાયગ્લિસરાઈડ અને કોલેસ્ટ્રોલને સ્વાભાવિક રીતે જાળવી રાખવાની એક સરળ રીત છે, સાલમન, જેતૂનના તેલ અને ડાયટરી પ્રોડક્ટ વગેરેનો ઉપયોગ કરવો, જે સપ્લિમેન્ટની જેમ હોય છે જેમાં ઓમેગા-૩ ફેટી એસિડ હોય છે. તે ઉપરાંત સેચ્યુરેટેડ ફેટ જે માંસ અને અન્ય ખાદ્યપદાર્થમાં મળે છે, જેમ કે આઈસક્રીમ, પનીર વગેરેથી કુલ દૈનિક કેલરી રૂપે ૫ ટકાથી ૬ ટકાથી વધુ ન હોવું જેાઈએ અને કોલેસ્ટ્રોલનો દૈનિક૩૦૦ મિલીગ્રામથી વધારે ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. તે ઉપરાંત એક વાર ઉપયોગમાં લીધેલા ફ્રાઈંગ તેલનો ફરીથી ઉપયોગ ન કરો.

નિયમિત એક્સર્સાઈઝ કરો
નિયમિત એક્સર્સાઈઝ કરવી બધા માટે જરૂરી હોય છે ખાસ કરીને હાઈ ટ્રાયગ્લિસરાઈડવાળા લોકો માટે વર્કઆઉટ વધારે જરૂરી હોય છે. તેનાથી રક્તમાં શુગરનું પ્રમાણ ઓછું હોવા ઉપરાંત શરીરની ક્ષમતા વધારવામાં મદદ મળે છે અને શરીર દ્વારા ટ્રાયગ્લિસરાઈડમાં પરિવર્તન થતી શર્કરાનું પ્રમાણ ઓછું કરે છે. એરોબિક એક્સર્સાઈઝથી હૃદય રોગવાળા લોકોમાં ટ્રાયગ્લિસરાઈડને ઓછું કરવામાં મદદ મળે છે.
– સોમા ઘોષ.

વધુ વાંચવા કિલક કરો....