દિલ્લી, મુંબઈ સહિત દેશના ૭ મોટા શહેરમાં હાથ ધરાયેલા એક સર્વેમાં ચોંકાવનાર તથ્યો સામે આવ્યા છે. ‘ધ ઈન્ડિયન વુમન હેલ્થ-૨૦૨૧’ ના રિપોર્ટમાં તારણ આવ્યું છે કે ૬૭ ટકા મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય સાથે જેાડાયેલી સમસ્યા વિશે વાત કરવામાં ખચકાટ અનુભવે છે. તેમનું કહેવું હોય છે કે અમારા સ્વાસ્થ્ય વિશે વાત કરવાને સમાજમાં સારી માનવામાં નથી આવતી.
દેશમાં આજે પણ કામકાજી મહિલાઓનું સ્વાસ્થ્ય સારું નથી. અડધાથી વધારે મહિલાઓ માટે કામની સાથે સ્વયં સ્વસ્થ રહેવું પડકારજનક પુરવાર થઈ રહ્યું છે. મહિલાઓ સતત કામ કરવા અને પોતાની જવાબદારીનું પાલન કરતા પોતાના સ્વાસ્થ્યને નજરઅંદાજ કરે છે.
‘ધ ઈન્ડિયન વુમન હેલ્થ-૨૦૨૧’ ના આ રિપોર્ટ અનુસાર ૨૨ થી ૫૫ વર્ષની ઉંમરની ૫૯ ટકા કામકાજી મહિલાઓ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાના લીધે પોતાની નોકરીને છોડી દેતી હોય છે. જ્યારે ૯૦ ટકા મહિલાઓને પારિવારિક જવાબદારીના લીધે મુશ્કેલી પડતી હોય છે.
૫૨ ટકા મહિલાઓ પાસે નોકરી, પારિવારિક જવાબદારી સાથે સ્વયંને સ્વસ્થ રાખવા માટે સમય નથી હોતો. રિપોર્ટ અનુસાર દેશમાં કાર્યસ્થળ પર પોતાના સ્વાસ્થ્ય સાથે જેાડાયેલી સમસ્યા જેમ કે પીરિયડ, બ્રેસ્ટ કેન્સર, ગર્ભાશયને લગતી પ્રોબ્લેમ્સ પર વાત કરવામાં ખચકાટ અનુભવતી હોય છે. તેમનું કહેવું છે કે જ્યારે અમારા સ્વાસ્થ્યની વાત આવે છે ત્યારે ૮૦ ટકા પુરુષ સહયોગી સંવેદનશીલ નથી હોતા.

ચોંકાવનાર પરિણામ
દેશમાં પ્રત્યેક ૪ માંથી ૩ કામકાજી મહિલાઓનું સ્વાસ્થ્ય ઘરઓફિસની દોડધામ અને તેમની વચ્ચે સંતુલન સાધવામાં ક્યાંક ને ક્યાંક કમજેાર પડી જાય છે. એસોચેમના એક સર્વેક્ષણમાં પરિણામ સામે આવ્યું છે કે ઓફિસના કામ, બાળકો અને ઓફિસની દેખરેખના લીધે ઊભા થતા દબાણના લીધે તેમની દિનચર્યા ખૂબ વ્યસ્ત રહે છે અને સમયની સાથે ઘણી લાંબી ચાલતી અને ગંભીર બીમારી તેમને ઘેરી લેતી હોય છે.
સર્વેક્ષણમાં એ વાત પણ જેાવા મળી છે કે ૩૨ થી ૫૮ વર્ષની ઉંમરની વચ્ચેની ૩/૪ કામકાજી મહિલાઓ પોતાની મુશ્કેલ જીવનશૈલીના લીધે લાંબી તથા ગંભીર બીમારીનો શિકાર બની જાય છે. તેમને સ્થૂળતા, થાક, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કમરનો દુખાવો અને હાઈ કોલેસ્ટ્રોલ જેવી બીમારી ઘેરી લેતી હોય છે.
એક સર્વે અનુસાર કામકાજી મહિલાઓમાં હૃદય સંબંધિત બીમારીનું જેાખમ પણ ઝડપથી વધી રહ્યું છે. ૬૦ ટકા મહિલાઓને ૩૫ વર્ષ સુધીની હૃદય સંબંધિત બીમારી થવાનું જેાખમ રહે છે. ૩૨ થી ૫૮ વર્ષની ઉંમરની મહિલાઓ પર કરવામાં આવેલા સર્વે અનુસાર ૮૩ ટકા મહિલાઓ કોઈ પણ પ્રકારની કસરત નથી કરતી અને ૫૭ ટકા મહિલાઓ ખોરાકમાં ફળ-શાકભાજીનો ઓછો ઉપયોગ કરતી જેાવા મળી હતી.
યુવાન છોકરીઓ જે આ પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ હોય છે તેમની પર પણ સમય જતા આ પ્રકારની સમસ્યાથી ઘેરાઈ જવાનું જેાખમ રહેતું હોય છે. આ સર્વેક્ષણમાં સામેલ મહિલાઓમાં ૨૨ ટકા મહિલાઓ જૂની લાંબી બીમારીથી ગ્રસ્ત જેાવા મળી હતી. એસોચેમનો આ સર્વે અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઈ, દિલ્લી, એનસીઆર, હૈદરાબાદ, જયપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ અને પુણેમાં ૩૨ થી ૫૮ વર્ષની ૨,૮૦૦ મહિલાઓ પર કરવામાં આવ્યો હતો. આ મહિલાઓ ૧૧ વિભિન્ન ક્ષેત્રની ૧૨૦ કંપનીમાં કાર્યરત હતી.

વધારાના તાણ અને દબાણ
આમ પણ મહિલાઓ પર એક સારા વાલી, સારી મા બનવાનું ખૂબ દબાણ રહેતું હોય છે અને તેના લીધે તાણ પણ રહેતી હોય છે. મહિલાઓ સવારથી સાંજ સુધીની દોડધામભરી જિંદગીમાં ઘણી વાર સારવાર માટે ડોક્ટર પાસે જઈ શકતી નથી.
એસોચેમ દ્વારા કરવામાં આવેલા એક સર્વે પરથી જણાય છે કે મા બન્યા પછી ઘણી બધી મહિલાઓ નોકરી છોડી દે છે. સર્વે અનુસાર ૪૦ ટકા મહિલાઓ પોતાના બાળકોના સારા ઉછેર માટે આ નિર્ણય લે છે.
પોતાની ચિંતા છોડીને મા બાળક માટે જીવતી હોય છે. બાળકના જન્મ પહેલાંથી મા બાળકનું ધ્યાન રાખવાનું શરૂ કરી દે છે. જ્યારે બાળક માના પેટમાં હોય છે, ત્યારે મા એવી વસ્તુ ખાવાથી દૂર રહે છે, જેનાથી બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય. પોતાને ગમતી વસ્તુનો ત્યાગ કરીને તે હંમેશાં હેલ્ધિ વસ્તુ ખાય છે, જેથી બાળકની હેલ્થ સારી રહે.
પછી બાળકોના મોટા થવા સુધી દરેક મા બાળકો અને ઘરના બીજા સભ્યોના આહાર અને સ્વાસ્થ્યનું પણ પૂરું ધ્યાન રાખે છે અને આ જ કારણે તે પોતાના સ્વાસ્થ્ય પર બિલકુલ ધ્યાન નથી આપી શકતી. પછી સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન ન આપી શકવાથી સમય જતા તેમની પર કેટલીક બીમારીનું જેાખમ પણ વધવા લાગે છે. આ સ્થિતિમાં જરૂરી છે કે મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય પર પણ પૂરતું ધ્યાન આપવું જેાઈએ.
યાદ રાખો, આજે બાળક અને પરિવાર તમારી પ્રાથમિકતા છે, પરંતુ ખૂબ જલદી તે સમય આવશે, જ્યારે બાળકો તેમના અભ્યાસ અથવા નોકરી માટે દૂર ચાલ્યા જશે. એટલું જ નહીં, લગ્ન પછી તેમનો પણ પોતાનો એક અલગ પરિવાર હશે અને શક્ય છે કે તેઓ કોઈ બીજા શહેર અથવા બીજા દેશમાં સેટલ થઈ જાય, આ સ્થિતિમાં તમારે મજબૂત બનવું પડશે. આ સમયે માત્ર તમારા જીવનસાથી જ તમારી સાથે હશે, પરંતુ તેમની દેખરેખ પણ તમે ત્યારે જ રાખી શકશો જ્યારે તમે સ્વસ્થ હશો. આમ પણ બાળકો તમારી પર ત્યાં સુધી જ નિર્ભર હોય છે, જ્યાં સુધી તેઓ મોટા નથી થઈ જતા. ત્યાર પછી તમારે બાકીના ૨૦-૩૦ વર્ષ એકલા સ્વ બળે વિતાવવાના છે. આ સ્થિતિ માટે તમારું શારીરિક અને માનસિક રીતે હેલ્ધિ રહેવું ખૂબ જરૂરી બની જાય છે, નહીં તો તમે બીજા પર બોજારૂપ બની જશો.

તમારા સ્વાસ્થ્યને ઈગ્નોર ન કરો
બદલાતા સમયે મહિલાઓને આર્થિક, શૈક્ષણિક અને સામાજિક રીતે સશક્ત બનાવી દીધી છે અને તેમની હેસિયત અને માનસન્માનમાં પણ વૃદ્ધિ થઈ છે. ઘણું ખરું જેાવા મળે છે કે જ્યારે મહિલાઓ ઘર, પરિવાર અને કાર્યસ્થળ એમ દરેક જગ્યાએ પોતાની જવાબદારીનું વહન કરે છે, ત્યારે તે પોતાના સ્વાસ્થ્ય પર બિલકુલ ધ્યાન આપી શકતી નથી. પછી જ્યારે સમસ્યા હદથી વધી જાય છે ત્યારે તે પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવતી હોય છે. તેથી ઉત્તમ તો એ છે કે તેમણે સમય રહેતા સેલ્ફ કેર કરવી જેાઈએ.

સમયાંતરે મેડિકલ ટેસ્ટ કરાવો
ઘરના કામ, બાળકોની જવાબદારી, ઘરગૃહસ્થી અને ઓફિસના ટેન્શન વગેરેના લીધે મહિલાઓના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે અને સમયની સાથે ઘણી બધી બીમારીનો તે શિકાર બની જાય છે. આ બીમારીથી બચવાની સૌથી સારી રીત એ છે કે સમયાંતરે તમારા ડોક્ટરને બતાવીને તેમની સલાહ અનુસાર કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવી લેવા જેાઈએ. જેા રિપોર્ટમાં કંઈ જ ચિંતાજનક નીકળે તો ડોક્ટર સમયસર ઈલાજ કરી શકે અને બીમારી પર કાબૂ મેળવી શકાય. મેમોગ્રાફી, થાઈરોઈડ, પેપ સ્મીયર, ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવા મેડિકલ ટેસ્ટ સમય પર કરાવતા રહો.

આહારનું ધ્યાન રાખો
સવારે જલદી ઊભી થવાથી લઈને રાત્રે મોડા સૂવા સુધી કોઈ પણ મહિલા દિવસભર ઘરના કામ કરવામાં અને પોતાની જવાબદારી નિભાવવામાં વ્યસ્ત રહેતી હોય છે. આ સ્થિતિમાં તે પોતાના આહાર પર ધ્યાન આપી શકતી નથી. ઘણી વાર તે બિલકુલ ખાલી પેટ ઘરના કામકાજ કરતી રહે છે, પરંતુ એમ કરવું ખૂબ ખોટું છે, તેથી ખાસ ધ્યાન રાખીને રોજ સમયસર પૌષ્ટિક આહાર લો. ડાયટમાં ફાઈબર, પ્રોટીન, ફ્રૂટ્સ, ફળ અને શાકભાજી સામેલ કરો.

ફિઝિકલ એક્ટિવિટી
દિવસભર ઘરના કામકાજ કરતા રહેવાથી તમારી ફિઝિકલ એક્ટિવિટી ખૂબ વધી જાય છે અને વધારે પડતા કામના બોજથી માનસિક થાક પણ લાગી શકે છે. તેથી પોતાની દિનચર્યામાં કેટલીક ફન એક્ટિવિટીને સામેલ કરવાની કોશિશ કરો. આમ કરવાથી તમારો મૂડ સારો રહેશે, સાથે ફિઝિકલ એક્ટિવિટી પણ થશે. તમે તમારી દિનચર્યામાંથી સમય કાઢીને ગાર્ડનિંગ કરી શકો છો. આ જ રીતે પાર્કમાં ફરવા જાઓ તેમજ સાહેલીની મુલાકાત પણ લઈ શકો છો.

આરામની જરૂર છે
જેમજેમ ઉંમર વધતી જાય છે તેમતેમ શરીરને પણ વધારે આરામની જરૂર પડે છે. સવારે જલદી ઊઠવા અને રાત્રે મોડા ઊંઘવાથી ઘણી વાર પૂરતી ઊંઘ નથી મળતી. તેથી પ્રયાસ કરો કે શરીરને ઓછામાં ઓછા ૮-૯ કલાકની પૂરતી ઊંઘ મળે. જેા કોઈ કારણવશ રાત્રે પૂરતી ઊંઘ ન મળી હોય તે દિવસે પણ ૨-૩ કલાકની ઊંઘ તમે લઈ શકો છો. આમ કરવાથી થાક દૂર કરવામાં મદદ મળશે.

બીજાની મદદ લો
બાળક નાનું હોય છે ત્યારે તેના કામ ખૂબ વધારે રહે છે. જેાકે તેમના મોટા થયા પછી પણ એક મા માટે બાળકના બધા કામ સંભાળવા મુશ્કેલ હોય છે. આ કારણસર તેને પોતાના વિશે વિચારવાનો સમય નથી મળતો. તેથી જરૂરી છે કે તમે પણ ઘરના અન્ય સભ્યોની થોડી મદદ લો, જેથી તમે તમારા માટે થોડો સમય કાઢી શકો. જેા તમે નવાનવા મા બન્યા છો તો તમારે તમારું વધારે ધ્યાન રાખવું જેાઈએ. આ સ્થિતિમાં તમારે ઉત્તમ સ્વાસ્થ્ય માટે બધું સરળ બનાવવાની જરૂર છે. તમે પાર્ટટાઈમ અથવા ફુલટાઈમ મદદ માટે ઘરમાં એક મેડ કે સર્વન્ટ રાખી શકો છો. ઈચ્છો તો મદદ માટે તમારા માતાપિતા અથવા સાસુસસરાને બોલાવી શકો છો.
જે ઘરમાં પતિ અથવા અન્ય પરિવારજનો કામકાજમાં મદદરૂપ થતા હોય છે, ત્યાં ઘરની મહિલાઓનું સ્વાસ્થ્ય અપેક્ષાકૃત સારું જેાવા મળ્યું છે. સ્વસ્થ મહિલા સ્વસ્થ પરિવાર અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરે છે, તેથી મહિલાઓ તાણમુક્ત અને કામના બોજથી મુક્ત રહે તે જેાવાની અને તેનું ધ્યાન રાખવાની જવાબદારી પૂરા પરિવારની છે.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....