ગમે ત્યારે ઉજવો વેલેન્ટાઈન ડે

‘વેલેન્ટાઈન ડે’ ઉજવવો કે નહીં આ બાબત કેટલીય આપત્તિ ભગવા ગેંગધારી ઊભી કરે છે. ‘પ્રેમ’ મનમાં લખાતી એક કોમળ લાગણી હોય છે. પછી આ પ્રેમને વ્યક્ત કરવા માટે કોઈ પ્રદર્શન કે ‘સ્પેશિયલ ડે’ ની જરૂર શું છે? આપણે ત્યાં કેટલા બધા તહેવાર છે, પછી કેમ આવા ડેની જરૂર પડે છે? આપણા સમાજમાં એવો કોઈ તહેવાર નથી, જેમાં પૂજાપાઠ, દાનદક્ષિણા વિના પ્રેમી અથવા પતિપત્ની સમાન રીતે એકબીજાને પ્રેમનો એકરાર કરી શકે. વેલેન્ટાઈન ડે દુનિયાભરમાં બાળકોથી લઈને યુવાનો અને હવે વૃદ્ધો સુધી પ્રેમના એકરારનો દિવસ બનાવ્યો છે. આ પ્રેમને ખીલવા અને વ્યક્ત કરવા માટે એકબીજા પાસે સમય હોવો જેાઈએ. આજના દોડધામભર્યા અને ફાસ્ટ ફૂડના જમાનામાં શરમાઈને હસવું અને હસીને એકબીજા સામે જેાવું, આ વાત માટે કોઈની પાસે સમય નથી, તેથી એકબીજાને જાણવા અને પ્રેમ વ્યક્ત કરવા માટે વેલેન્ટાઈન ડેનું કારણ શોધ્યું છે કે આ રીતે જ કેમ નહીં સારા મશીનની જેમ ચાલતા જીવનરૂપી વૃક્ષ પર પ્રેમની ડાળી ખીલશે. વેલેન્ટાઈન ડે એટલે ઊજવો કે આપણા તહેવારમાં આવો દિવસ નથી. હજાર વસ્તુમાં પશ્ચિમી દેશોનું અનુકરણ કરવું અને જ્યાં દાન કરવાની વાત આવે ત્યાં તેમનો વિરોધ કરવો ઠીક રહે આ બંને વાત ટાળીને આ દિવસને આપણે પોતાની જરૂરિયાતમાં ઢાળવી જેાઈએ અને પોતાના વ્યવહારનો રંગ નવી પેઢીના સંકલ્પને આપો.

પ્રેમનો એકરાર
આવો જેાઈએ, નવી પેઢીની જિદ્દ માટે જૂની પેઢીએ કેવી રીતે તેમનો વેલેન્ટાઈન ડે ઉજવ્યો. પ્રેમનો એકરાર કરવાનો આ ખાસ દિવસ માત્ર એટલે છોડી દેવામાં આવે છે આ વિદેશી છે, ખોટું છે, આપણું પેન્ટ અને ખાખી નિકર પણ વિદેશી જ છે અન્ય ઉપકરણ પણ વિદેશી છે તો શું કહી શકાય કે આ સંસ્કૃતિનો ભાગ છે.
આજે સવારે જ અરીસા સામે ઊભી થઈને અનન્યા એકએક ડ્રેસ ટ્રાય કરીને જેાઈ રહી હતી. દરેક ડ્રેસ શરીર પર ઓઢતા તે મનોમન બડબડતી હતી.
‘આ ડ્રેસ કેવો લાગે છે… અ… હ… આ નહીં, આ ડ્રેસ તો તેણે જેાયો છે. ઘણો ઓલ્ડ ફેશન છે. મોડર્ન લુક કેવો લાગશે? શું ટ્રેડિશનલ ટ્રાય કરું?’ કહેતા અનન્યાએ કપડાંનો ઢગલો કરી દીધો
દીકરીના બધા નખરા સુનંદા જેાઈ રહી હતી. તે જાણતી હતી કે અનન્યા આ બધું સૌરભ માટે કરી રહી છે, પણ કોણ જાણે કેમ હજી તેમનું મન આ વાત માટે તૈયાર નહોતું કે લગ્ન પહેલાં અનન્યા સૌરભ સાથે આ રીતે હળેમળે.
જેાકે તેમણે અનન્યાની પસંદના છોકરા એટલે કે સૌરભ સાથે તેના લગ્ન નક્કી કર્યા હતા, તેમ છતાં આ બધું સુનંદાને ગમતું નહોતું.
છેવટે અનન્યાને ટોકતા સુનંદાએ કહ્યું, ‘‘અનુ, તારી પસંદથી તારા લગ્ન તો નક્કી કરી દીધા, પછી આ શું નવા નાટક છે?’’
‘‘તમે નહીં સમજેા મમ્મી. આ અમારી પેઢીનો ક્રેઝ છે. બાય ધ વે મમ્મી, ક્યારેય તેં પપ્પાને કે પપ્પાએ તને પ્રપોઝ કર્યું છે?’’
અનન્યાએ અચાનક આ સવાલ પૂછ્યો તો સુનંદા આશ્ચર્યચકિત રહી ગઈ. શું જવાબ આપે કંઈ સૂઝતું જ નથી.
જેમતેમ પોતાની જાતને સંભાળતા બોલી, ‘‘અમારા સમયમાં પ્રપોઝ કરવાનું તો દૂર, છોકરા સાથે વાત કરવાની પણ છૂટ નહોતી. તે તો મારી મમ્મીના દૂરના સંબંધી સાથે તારા પપ્પાનો સંબંધ આવ્યો હતો. રીતરિવાજ મુજબ જેાવાનો કાર્યક્રમ થયો અને તાબડતોબ લગ્ન થઈ ગયા.’’
‘‘આજે લગ્નને ૨૫ વર્ષ થયા, પણ આજ સુધી ક્યારેય આ રીતે ખૂલીને પ્રેમનો એકરાર કરવો, એકબીજાને ગળે મળવું, આઈ લવ યૂ કહેવું કે ફૂલ આપવા જેવી વાતની જરૂર જ નથી અનુભવી. એકબીજાની લાગણી સમજવી, પાર્ટનરની લાગણી સાથે સહમત થવું, અમારા માટે એ જ સાચો પ્રેમ છે અને સાચા પ્રેમનો દેખાડો કરવાની જરૂર નથી હોતી.’’
‘‘ઓહ મમ્મી તારું લેક્ચર શરૂ થઈ ગયું. તું મને કંઈ ને કંઈ કહેવાનો મોકો શોધતી રહે છે. વાંધો નહીં, આજે અમે તારા અને પપ્પાનો વેલેન્ટાઈન ડે ઊજવીશું. આજે સાંજે તું પપ્પાને પ્રપોઝ કરજે. હું સૌરભને પણ ઘરે બોલાવું છું. ઘરે જ આપણે પાર્ટી કરીશું.’’

સંબંધ મજબૂત બનાવો
સુનંદા પહેલાં તો ના પાડતી રહી અને પછી છેલ્લે માની ગઈ કે ચાલ એ બહાને દીકરી આજના દિવસે તેમની આંખ સામે તો રહેશે. તેથી અનન્યાએ દાદીને પણ તેમાં સામેલ કરવાની વાત કરી બહાર બોલાવ્યા. મમ્મીએ તેને આવું કરવાની ના પાડી, કારણ કે દાદાજીને કોવિડથી ગુજરી ગયે માત્ર વર્ષ થયું હતું, પણ અનન્યાએ દાદીને મનાવી લીધા અને દાદીએ પણ વહુને કહ્યું કે આપણે પણ ક્યારેક-ક્યારેક નવી પેઢીની વાત માનવી જેાઈએ, આ રીતે આપણા સંબંધ મજબૂત થશે.
‘‘માજી, તમે પણ?’’ કહેતા મમ્મી આશ્ચર્યથી તે બંનેને જેાવા લાગી.
પછી નક્કી થયું કે સાંજે મમ્મી પપ્પાને પ્રપોઝ કરશે અને હા મમ્મી, દાદીએ પણ દાદાજીની યાદમાં એક કવિતા લખી છે. દાદી પણ સાંજે તેમની યાદમાં આ કવિતા સંભળાવશે. સાંજે સૌરભ અને અનન્યા બંનેએ ફૂલોની સજાવટ, પાંઉભાજી, આઈસક્રીમની તૈયારી કરી. તેમનો ઉત્સાહ જેાઈને સુનંદા વિચારવા લાગી કે બાળકોનો આ ઉત્સાહ પોતાના તહેવારમાં કેમ નથી બતાવતા. અનન્યાની જિદ્દ માટે સાંજે અનિલના ઘરે આવ્યા પછી સુનંદાએ ગુલાબનું ફૂલ આપીને તેમનું સ્વાગત કર્યું.

એકબીજા માટે
અનન્યા વારંવાર મમ્મીને પપ્પાને આઈ લવ યૂ કહેવાનું કહેતી હતી, પણ સુનંદા તો જાણે શરમથી પાણીપાણી થઈ રહી હતી. લગ્ન નક્કી થયા પછી જે રીતે હૃદય ધબકતું હતું તે રીતે ધબકવા લાગ્યું. મન રોમાંચિત થઈ ગયું હતું. શું કરે, શું ન કરે, કંઈ જ સૂઝતું નહોતું. ‘‘વાહ મમ્મી, આ રીતે શું શરમાય છે… જેા સૌરભ, મમ્મીને જેા.’’ અનન્યાની વાત સાંભળીને સુનંદા વધારે શરમાઈ ગઈ. અનિલને આ મોટો ઝાટકો લાગ્યો. તે સમજી ગયા કે આ બધું અનુનું કરેલું છે. અનન્યા બોલી, ‘‘હવે દાદી દાદાજીની યાદમાં કવિતા સંભળાવશે.’’
દાદીએ કવિતા શરૂ કરી :
‘લગ્ન નક્કી કરતી વખતે, તક ન મળી, તમને જેાવાનો અને થઈ ગઈ શરૂઆત આપણા સહજીવનની, લગ્નનો મતલબ નહોતો ખબર, લઈ લીધા આપણે સાત ફેરા, સુખદુખના માર્ગ પર ઘરગૃહસ્થીનો સાગર નાવ પર ચાલી નીકળ્યો, ક્યારે થઈ હું તમારી, મારું મન પણ અર્ધાંગિનીનો સાચો અર્થ ન જાણી શક્યું, અડધું અંગ નિષ્પ્રાણ થતા ખબર પડી ત્યારે જીવવું કોના માટે હતું, એ પણ મને ખબર પડી. ‘ઘર ગૃહસ્થીમાં એકબીજા માટે ક્યારેય સમય ન મળ્યો, પણ હવે સાથે ન હોવાનું સહજીવનના માર્ગે ખૂબ દુખ થાય છે. રિસામણાં મનામણાં અને કલેશ, પણ હું એકલી કેમ સહન કરું, આ દુખ પતિ ગુજરી જવાનું માત્ર વિધવા જ જાણે તેમાં કોઈ સહભાગી નથી થતું.
‘૧૦ દિવસનો શોક કરીને લોકો કામે લાગી જાય છે પછી યાદોના સહારે એકલા જીવવું પડે છે. બંનેએ સુખ અને દુખની પોટલી બાંધી તો હતી, પણ હવે તેને હું એકલી જ ખોલું છું.’ ‘એકબીજાના પડછાયામાં, ન પ્રેમથી બોલાવ્યા અને ન ક્યારેય આઈ લવ યૂ કહ્યું, પણ સાચું કહું છું સાંભળો તમે, તમારા વિના જીવન જીવવું મુશ્કેલ છે.’

જીવનનો આધાર પ્રેમ
દાદીની કવિતા સાંભળીને બધાની આંખમાં આંસુ આવી ગયા. અનન્યા દાદીને ગળે વળગીને રડવા લાગી. દાદીએ તેના આંસુ લૂછતા કહ્યું, ‘‘અરે પાગલ, જેાયું આજે વેલેન્ટાઈન ડેના દિવસે મેં પણ તારા દાદાને પ્રપોઝ કર્યું?’’
અનન્યા રડતાંરડતાં હસવા લાગી.
દાદી બોલ્યા, ‘‘કેમ સુનંદા, તેં પણ મારા દીકરા માટે કોઈ કવિતા લખી કે નહીં?’’
‘‘હા સાસુમા, મેં પણ અનિલ માટે કવિતા લખી છે.’’ કહેતા સુનંદાએ પણ એક કવિતા સંભળાવી :
‘તમે છો એટલે હું છું,
તમે મારા જીવનનો આધાર છો,
તમારા લીધે જીવનને અર્થ મળ્યો,
એકબીજાના સાથથી જીવન સુખી થયું.’
પપ્પા પણ પાછળ કેમ રહે. તેમણે પણ કવિતા સંભળાવી :
‘આજે વેલેન્ટાઈન ડેના દિવસે હું પ્રેમનો એકરાર કરું છું,
તને પ્રેમ કરું છું જીવનભર તું મારો સાથ આપ.’

જીવન ખૂલીને જીવો
કવિતા પૂરી થયા પછી અનિલે આઈ લવ યૂ કહીને સુનંદાને લાલ ગુલાબનું ફૂલ આપ્યું. તેમાં એક અલગ જ ઉત્સાહ દેખાતો હતો. મમ્મી પપ્પાનું આ રૂપ અનન્યાએ પહેલી વાર જેાયું. ત્યાર પછી સૌરભ પણ ઘૂંટણ પર બેસીને અનન્યાને લાલ ગુલાબ આપતા તેને ‘આઈ લવ યૂ’ બોલ્યો. બંનેએ હંમેશાંની જેમ એકબીજાને ગળે મળીને કિસ કરી. પણ આજે સુનંદાને તેમના આ વ્યવહાર પર ગુસ્સો આવવાના બદલે તેમની પર પ્રેમ આવી રહ્યો હતો. આજે તે તેમના વિચારો અને પ્રેમની ભાષા સમજી ગઈ હતી. આજે તે સમજી ગઈ કે બાળકોનો વિરોધ કરતા પહેલાં તેમની લાગણી સમજવી જેાઈએ. નવા આધુનિક વિચારોમાં પોતાના સંસ્કારોના મોતી પરોવીને આપણે જનરેશન ગેપ દૂર કરી શકીએ છીએ. તહેવારમાં પણ આપણે જે સમય સાથે પરિવર્તન લાવીએ અને તેમાં થોડી આધુનિકતા લાવીશું તો બાળકો પણ તેમાં સહભાગી થશે. કોવિડે જણાવી દીધું કે જીવન કેવા પ્રકારની પરીક્ષા ક્યારે લઈ શકે છે, તેથી જ્યાં સુધી જીવો ખૂલીને જીવો, દિવાળી પણ ઊજવો, ક્રિસમસ અને ઈદ પણ.
– મંજુષા દેશપાંડે.

જ્યારે સાથે રહે અનમેરિડ બહેનો

૩૨ વર્ષની મોના અને ૩૭ વર્ષની નેહા ૨ અપરિણીત બહેનો હતી. મોના જ્યાં હસતીરમતી મુક્ત વિચારો ધરાવતી યુવતી હતી અને નેહા ધીરગંભીર અને પોતાનામાં જ મગ્ન રહેતી છોકરી. નેહાને મુંબઈમાં જેાબ મળી અને તે ત્યાં એકલી રહેવા લાગી. થોડા સમય પછી મોનાને પણ વોઈસ ઓવર આર્ટિસ્ટની નોકરી મુંબઈમાં જ મળી ગઈ. નેહા ખુશ હતી કે તેણે હવે એકલા નહીં રહેવું પડે. બંનેએ એક ઘર ભાડે લઈને સાથે રહેવા લાગી. નેહાની નોકરીનો સમય નિશ્ચિત હતો. તે રોજ સવારે ૮ વાગે નીકળતી અને સાંજે ૬ વાગે ઘરે આવતી, જ્યારે મોનાના કામનો સમય નિશ્ચિત નહોતો. કેટલીય વાર તેને રેકોર્ડિંગ માટે સાંજે જવું પડતું અને રાત્રે પાછા આવતી તો ક્યારેક બપોરે નીકળીને બીજા દિવસે સવારે આવતી. નેહાને મોનાના લીધે ટેન્શન રહેતું અને ડિર્સ્ટ્બ પણ થતી. મોના ઘરખર્ચમાં સમાન ભાગ નહોતી આપતી. સમયની સાથે મોનાએ બીજા પ્રોજેક્ટ હાથ પર લીધા. તેની સેલરી પણ નેહા કરતા વધી ગઈ અને તેનો એક બોયફ્રેન્ડ પણ બની ગયો, જે ઘણી વાર ઘરે આવતો હતો.
એક બાજુ નાની બહેનની સેલરી વધવી અને બીજી બાજુ તેની જીવન જીવવાની રીત નેહાને નહોતી ગમતી. શરૂઆતમાં નેહાએ બધું સહન કર્યું, પણ એક દિવસે તેની ધીરજ ખૂટી ગઈ. બંને બહેનો વચ્ચે ઝઘડો થયો અને મોનાએ બીજેા રૂમ લઈને રહેવાનો નિર્ણય લીધો. નેહાએ પણ તેને રોકી નહીં. બંને બહેનો અલગ રહેવા લાગી અને વાતચીત પણ બંધ થઈ ગઈ. આ વાતને ૨ મહિના વીતી ગયા. એક દિવસ બંને બહેનની કોમન ફ્રેન્ડે મોનાને કહ્યું કે નેહા ૩ દિવસથી બીમાર છે. તેને તાવ આવ્યો છે. મોનાએ ઓફિસમાંથી રજા લીધી અને તરત જ બહેન પાસે પહોંચી ગઈ. તેણે દિલથી બહેનની સેવા કરી. નેહાની તબિયત સારી થઈ તો તેણે નાની બહેનને ગળે લગાવી લીધી. બંનેએ મતભેદ દૂર કર્યા. નેહાએ મોનાને સાથે રહેવા બોલાવી લીધી. મોના ધ્યાન રાખતી હતી કે નેહાને કઈ વાત ખરાબ લાગે છે. તે બોયફ્રેન્ડને ઘરે બોલાવતી નથી. ઘરખર્ચમાં પૂરો સહયોગ કરતી અને નેહાએ પણ બહેનની નાનીનાની ભૂલ પર ધ્યાન આપવાનું છોડી દીધું.

સાથે રહેવાના અનેક લાભ
ખરેખર સાથે રહેવાના અનેક લાભ છે, પરંતુ સંબંધ કોઈ પણ હોય તાલમેલ બેસાડવો જરૂરી છે. એકબીજા માટે પ્રેમ અને કેર હશે ત્યારે જ તમે ખુશ રહેશો. કેટલાક વર્ષ પહેલાં રાજધાની દિલ્લીની નજીક નોઈડામાં ૭ મહિનાથી ભૂખીતરસી એક ઘરમાં બંધ ૨ બહેનોના મૃત્યુ થઈ ગયા હતા. મોટી બહેન ૪૨ વર્ષની અનુરાધા બહલના કુપોષણના લીધે કેટલાય અંગો કામ કરવાના બંધ થઈ ગયા હતા અને પછી હાર્ટએટેકથી તેનું મૃત્યુ થઈ ગયું. અનુરાધાની નાની બહેન ૩૮ વર્ષની સોનાલી બહલની હાલત પણ સારી નહોતી અને તેનું પણ મૃત્યુ થઈ ગયું. બંને બહેનોએ પોતાના જ ઘરમાં સ્વયંને બંધ કરી લીધા હતા. બંને અપરિણીત હતી.
બંને બહેનોના નાના ભાઈ વિપિન બહલ પત્ની અને બાળકો સાથે નોઈડામાં જ રહેતા હતા. તે અને તેમના મામા બંને બહેનોનું ધ્યાન રાખતા હતા, પણ બોલચાલના લીધે બંને બહેનો તેમની સાથે સહયોગ નહોતી કરી રહી. જ્યારે બંને બહેને તેમની સાથે સહયોગ કરવાનું બંધ કરી દીધું ત્યારે તે લોકોએ પણ સંપર્ક ઓછો કરી દીધો. બંને બહેને પોતાની સાથે એક કૂતરું રાખ્યું હતું, તેનું મૃત્યુ લગભગ અઢી મહિના પહેલાં થયું હતું, બંને શિક્ષિત હતી. અનુરાધાએ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનું શિક્ષણ પૂરું કર્યા પછી પીએચ.ડી. કર્યું હતું, પરંતુ માતાપિતાના મૃત્યુ પછી તેણે પ્રેક્ટિસ કરવાનું બંધ કરી દીધું હતું. સોનાલીએ ઈતિહાસ વિષયમાંથી પીએચ.ડી. કર્યું હતું.

નાનીનાની વાતને દિલથી ન લગાવો
સ્વાભાવિક છે એકલતા અને વિખવાદના લીધે તેમની આ હાલત થઈ. તેથી જરૂરી છે કે ૨ અપરિણીત બહેનો સાથે રહે છે તો તેઓ એકબીજાને મોટિવેટ કરતા રહે, લોકોને મળતા રહે અને પરસ્પર હસીમજાક કરતા રહે. જીવનને સારી રીતે જીવવાનો પ્રયાસ કરે. નાનીનાની વાતને દિલથી ન લગાવે. ૨ અપરિણીત નોકરિયાત બહેનો જ્યારે સાથે રહે છે ત્યારે તેમણે આ વાતનું ધ્યાન રાખવું જેાઈએ.
ઘરના ભાગ : તમે તમારા પૈતૃક ઘરમાં રહો છો તો ધ્યાન રાખો કે તેની પર તમારા બંનેનો સમાન અધિકાર છે. જેા ઘરમાં ૨ રૂમ છે તો બંને ૧-૧ રૂમ લઈ લો અને ડ્રોઈંગરૂમને કોમન રાખો. વધારે રૂમ છે તો તે પ્રમાણે ભાગ પાડો. ઘરના સામાન પર બંનેનો હક છે. તમે બંને ભાડાના ઘરમાં રહો છો તો હંમેશાં ભાડું અડધુંઅડધું વહેંચી લો. શક્ય છે કે કોઈ બહેન વધારે કમાય છે અને કોઈ ઓછું, તેમ છતાં પૈસાની બાબતમાં હિસાબ ક્લીયર રાખો.
કામની વહેંચણી : કામ પણ અડધુંઅડધું વહેંચી લો. તમે બંને પતિપત્ની નથી કે કોઈ એક બહેન ઘરના કામ કરે અને બીજી કમાય. અહીં બંનેએ ઓફિસ જવાનું છે અને એકબીજાની સુવિધાનું ધ્યાન રાખી કામ વહેંચી લો. કામને લઈને જ્યારે બહેનો વચ્ચે ઝઘડા થશે ત્યારે સાથે રહેવું મુશ્કેલ થઈ જાય છે. તમારે સમજવું પડશે કે સાથે રહેવાનો લાભ એ છે કે કોઈની તબિયત ખરાબ છે અથવા તેને અર્જન્ટ ક્યાંક જવાનું છે તો એવામાં બહેન તેની કેર કરશે, ભોજન બનાવશે અને ઘર સાફ રાખશે.
પૈસાનો હિસાબ : કમાઉ બહેનોએ પરસ્પર પૈસાની બાબતમાં બિલકુલ ક્લીયર રહેવું જેાઈએ. જે રીતે તમે સાહેલી સાથે ફરવા જાઓ છો અને પોતાનો ખર્ચ જાતે કરો છો એ રીતે બહેન સાથે પણ હિસાબ રાખો.
સાથે ફરવા જવાનો પ્લાન : તમે બંને એકલા છો તો જીવનમાં પરિવર્તન અને રોમાંચ લાવવા માટે ક્યારેક-ક્યારેક ફરવા નીકળવું જેાઈએ. ક્યાં અને કેવી રીતે જવું છે એ વાતને લઈને એકબીજાની પસંદ અથવા ઈચ્છાને પણ માન આપો. સફર દરમિયાન એકબીજને સરપ્રાઈઝ ગિફ્ટ આપો.
બોયફ્રેન્ડ : બંને બહેનમાંથી કોઈનો બોયફ્રેન્ડ કે મેલ ફ્રેન્ડ છે તો બીજી બાજુથી સચેત રહેવાની જરૂર છે. તમે આ વિશે તમારી બહેન સાથે ડિસ્કસ કરો અને એક મર્યાદા જાળવી રાખો. તે છોકરાને ઘરે ઓછો જ બોલાવો. તમે તેને બહાર રેસ્ટોરન્ટ અથવા એવી કોઈ જગ્યાએ મળી શકો છો, જ્યાં બેસીને દુનિયાભરની વાત કરી શકો. જે આગળ લગ્ન કરવાનો ઈરાદો છે તો બહેનને પહેલાંથી પૂરી માહિતી આપો. તમે અચાનક બહેનને પોતાનો નિર્ણય જણાવશો તો સંબંધમાં તાણ આવશે. બહેનને આ બાબતમાં સાહેલી સમજે. સાથે મળીને છોકરા વિશે જાણકારી મેળવો ત્યારે જ આગળ પગલું ભરો.
થોડીક મસ્તી-મજાક જરૂરી : અપરિણીત અને નોકરિયાત બહેનો હોવાનો મતલબ એ નથી કે તમે બંને માત્ર સીરિયસ ટોપિક પર ચર્ચા કરો અથવા પોતપોતાના કામમાં વ્યસ્ત રહો. તમારે તમારા માટે સમય કાઢવો જ જેાઈએ. જ્યારે તમે એકબીજા સાથે સમય વિતાવો, મસ્તી કરો, હસીમજાક કરો, મૂવી જેાવા જાઓ. આ રીતે બંને બહેનો વચ્ચેનો સંબંધ મજબૂત બને છે અને મન પણ ખુશ રહે છે.
એકબીજાના કામને માન આપો : બંને બહેનોએ એકબીજાના કામને રિસ્પેક્ટ આપવી જેાઈએ. માની લો કે તમે કોઈ કોર્પોરેટ ઓફિસમાં ઉચ્ચ હોદ્દા પર છો, જ્યારે બહેન કોઈ સામાન્ય કામ કરે છે અથવા કોઈ પ્રકારના સોશિયલ વર્ક અથવા ફ્રીલાન્સ જેાબમાં છે તો ક્યારેય બહેનને નીચું બતાવવાની કોશિશ ન કરો. બંને એકબીજાના કામને માન આપો અને આ વાતનો અહેસાસ અપાવો. આવું કરવાથી તમારો સંબંધ મજબૂત બનશે.
ઘરના અન્ય સભ્ય સાથે સંબંધ : તમે બંને ભલે અલગ રહો છો અને ખુશ છો, પણ તેનો મતલબ એ નથી કે બીજાથી દૂર રહો. ઘરના અન્ય સભ્ય અથવા સગાંસંબંધી સાથે સારો સંબંધ જાળવીને ચાલવામાં જ સમજદારી છે. ઘરમાં પણ ગેટટુગેધર કરતા રહો.
– ગરિમા પંકજ.

મેળ વિનાના લગ્ન આ રીતે બેસાડો તાલમેલ

યુવાનીના દરવાજા પર પગ મૂકી રહેલી દીક્ષાને હવે દુનિયા ખૂબ સુંદર લાગતી હતી અને હવે પછીની જિંદગી માટે તેણે અનેક સપના સજાવી રાખ્યા હતા. સમૃદ્ધ આર્મી ઓફિસરના પરિવારની સુંદર દીક્ષા એમ.એ. કરતી હતી. અંગ્રેજીના નવાજૂના લેખકોના પુસ્તકને વાંચવા દીક્ષાની હોબી હતી. તેને ગમતા પુસ્તક જે બુકશોપ પર મળતા હતા, ત્યાં બધા તેને સારી રીતે ઓળખતા થઈ ગયા હતા. ત્યાં તેની મુલાકાત અમર સાથે થઈ હતી. તેને જેાતા જ અમર તેની પાસે આવતો અને પુસ્તકો પસંદ કરવામાં તેને મદદ કરતો. તેના પિતા સેનામાં સિપાહી હતા. તે સેનામાં જવા ઈચ્છતો હતો, પરંતુ ભરતીમાં સફળ થઈ શક્યો નહોતો.
લાંબો, થોડો શ્યામ, મજબૂત કદકાઠી ધરાવતો અમર જ્યારે હસતો ત્યારે તેના ગાલ પર સુંદર ખાડા પડતા હતા, જેને જેાઈને દીક્ષાનું દિલ બેકાબૂ થઈ જતું હતું. શેક્સપિયર, કીટ્સ અને બર્નાર્ડ શોને વાંચતાંવાંચતાં દીક્ષા ક્યારે પ્રેમના પાઠ ભણવા લાગી તેની તેને ખબર જ ન રહી. જ્યારે તેના ઘરના લોકોને ખબર પડી ત્યારે ઘરમાં તોફાન મચી ગયું. મમ્મીપપ્પા જાણીજેાઈને ભૂલ કરવા માંગતા નહોતા. તેઓ કહેતા કે છોકરાનું મગજ બગડી ગયું છે, પરંતુ અમારે સમાજમાં રહેવાનું છે. લોકો કહેશે કે મેજર સબરવાલનો જમાઈ ઈન્ટરપાસ સેલ્સમેન છે.

બેકાર ગયું સમજાવવું
ઘરમાં બધાએ દીક્ષાને સમજાવવાની ખૂબ કોશિશ કરી, પરંતુ નિષ્ફળ રહ્યા. અંતે તેના ઘરમાંથી બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો, પરંતુ એવો પ્રેમ શું કામનો જે પ્રતિબંધને ચુપચાપ સહન કરી લે. પછી એક દિવસ રાત્રે ચુપચાપ પોતાની સૂટકેસ લઈને અમર પાસે પહોંચી ગઈ. કોર્ટમાં મિત્રોની હાજરીમાં અમર અને દીક્ષાએ લગ્ન કરી લીધા. જેાકે અમરના ઘરના લોકો તેમાં સામેલ થયા, પરંતુ દીક્ષાના પરિવારજનો માટે તે મરી ચૂકી હતી.
આ સમયગાળા દરમિયાન અમરના પિતા સેનામાંથી રિટાયર થઈ ગયા હતા. ૩-૪ વર્ષ પહેલાં તે અચાનક લકવાની બીમારીનો શિકાર થઈ ગયા, તેથી ઘરને ચલાવવા માટે અમરેે સેલ્સમેનની નોકરી કરવી પડી. તેની માનો સ્વભાવ ખૂબ કર્કશ હતો. દીકરી પણ તેની માના સૂરમાં સૂર મિલાવતી રહેતી હતી. દીક્ષા કોઈ પણ જાતનું દહેજ સાથે લાવ્યા વિના આવી હતી. તેથી તેને પૂરો દિવસ સાસુનણંદના મહેણાંટોણાં સાંભળવા પડતા હતા. અમર દીક્ષાને સાથ આપવાનો પ્રયાસ કરતો ત્યારે તેને વહુના ગુલામની પદવીથી વિભૂષિત કરવામાં આવતો હતો. અમરના પિતા તો ક્યારેય પોતાની કર્કશ પત્ની સામે કંઈ બોલી શકતા નહોતા. પત્નીના રૌદ્રરૂપને જેાતા બિચારા ડરીને ચુપ થઈ જતા હતા. હવે તેમનું સ્વાસ્થ્ય ઠીક થયું ત્યારે તેમણે ફરીથી પોતાની જૂની નોકરી પર જવાનું શરૂ કરી દીધું.
બીજી તરફ દીક્ષા પણ ઈચ્છતી હતી કે તેનો પતિ ભણીગણીને અધિકારી બને, પરંતુ અહીં ઘરનું વાતાવરણ ખૂબ તાણપૂર્ણ રહેતું હતું. એક દિવસ માર્કેટમાં તેની સાહેલી જયા મળી ગઈ. તેના આગ્રહ પર દીક્ષાએ પોતાની સાચી સ્થિતિ કહી સંભળાવી. જયાની મા સરિતા એક મેરેજ કાઉન્સેલર હતી. પછી જયા દીક્ષા અને અમરને પોતાની મા પાસે લઈ ગઈ.

ત્રીજાની જરૂર નથી
સરિતાએ બંનેને સમજાવ્યું કે જ્યારે તે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે તો પછી બીજા કોઈને પોતાની વચ્ચે આવવા ન દેવા જેાઈએ. તેમણે અમરને કહ્યું કે આ તેની જિંદગીની શરૂઆત છે અને હવે ઘરમાં પિતા પણ કમાઈ રહ્યા છે. તેથી અમરે પણ અલગ રહીને પોતાનો અભ્યાસ પૂરો કરવો જેાઈએ. દીક્ષા પણ કોઈ જેાબ કરીને તેને મદદ કરી શકે છે. જેા દઢ મનોબળ હશે તો સફળતા મળવામાં વાર નહીં લાગે.
બંનેએ બીજા દિવસે એક અલગ રૂમ લીધો. માએ ખૂબ હોબાળો મચાવ્યો, પરંતુ તેમણે તેને મહત્ત્વ ન આપ્યું. દીક્ષાએ હવે નજીકની એક સ્કૂલમાં નોકરી શરૂ કરી લીધી. દીક્ષાના પરિવારજનોએ તેને માફ કરી દીધી હતી અને તેને મદદ કરી રહ્યા હતા. બીજી તરફ અમરે સારા માર્ક્સથી પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરીને સિવિલ સર્વિસિસની પરીક્ષા આપીને ઉત્તીર્ણ થતા આઈપીએસમાં તેની પસંદગી થઈ ગઈ. દીક્ષાનું સપનું પૂરું થયું, પરંતુ બધા સાથે આવું સુખદ નથી થતું.

પ્રેમ અને નફરત છુપાવ્યા છતાં છુપાતા નથી
જ્યારે રીના સમીરને પહેલી વાર મળી ત્યારે તેને લાગ્યું હતું કે તેના સપનાનો રાજકુમાર હવે મળી ગયો છે. ગોરો, હેન્ડસમ સમીર બિલકુલ ફિલ્મ સ્ટાર જેવો હતો. કોલેજમાં છોકરીઓ તેની પર મરતી હતી, પરંતુ તે રીના પાછળ પાગલ હતો. કહેવાય છે કે પ્રેમ અને નફરત લાખ છુપાવ્યા છતાં છુપાતા નથી અને થયું પણ એવું જ. કોલેજની ચાર દીવાલ ઓળંગીને તેમના પ્રેમના કિસ્સા રીનાના પપ્પાના કાન સુધી પહોંચી ગયા. તેમણે રીનાને સમજાવવાની ભરપૂર કોશિશ કરી. સમીરથી નાનો ૧ દીકરો અને ૨ દીકરી પરિવારમાં હતા. સમીરને હજી નોકરી મળી નહોતી. બીજી તરફ રીનાના પિતા ઉચ્ચ સરકારી અધિકારી હતા. પત્નીના મૃત્યુ પછી તેમણે રીના અને તેના ભાઈ રાજીવને માબાપ બંનેનો પ્રેમ આપ્યો હતો. તેમણે રીનાને ખૂબ સમજાવી હતી કે તે સમીરના પરિવારમાં ક્યારેય ખુશ નહીં રહી શકે.
લગ્ન પછી રીના જ્યારે સાસરીમાં આવી ત્યારે તેને બધાનો વ્યવહાર લગભગ ઠંડો લાગ્યો. લગ્ન પહેલાં જે લોકો તેને પ્રેમ અને માનસન્માન આપતા હતા તે લોકો હવે તેની સાથે સરખી રીતે વાત પણ કરતા નહોતા. સમીરે પણ રીનાને ખૂબ સમજીવિચારીને ફસાવી હતી કે રીનાના પિતા દહેજથી તેમનું ઘર ભરી દેશે, પરંતુ રીનાના પિતા તો એક ઈમાનદાર અધિકારી હતા અને આમ પણ તેઓ દહેજ પ્રથાની વિરુદ્ધમાં હતા.

ચહેરા પર મહોરુ
થોડા દિવસમાં સમીરના ચહેરા પર લગાવેલું મહોરુ ઊતરવા લાગ્યું. ઘરમાં સાસુનણંદ વાતવાત પર તેને મહેણાંટોણાં માર્યા કરતા હતા કે પાડોશના રામનાથની વહુ દહેજમાં કાર લાવી છે. ગુપ્તાના ઘરે લગ્નમાં રોકડા ૨૦ લાખ આવ્યા છે. આ બધું સાંભળીને રીના ખૂબ ગુસ્સે થતી હતી. જેા સમીરને કઈ કહેતી તો તે પણ તેને ઊલટુંસીધું બોલીને ઘરમાંથી બહાર નીકળી જતો હતો.
એક દિવસે રીના બજારમાં ખરીદી કરવા ગઈ ત્યારે સમીરને કોઈ છોકરીનો હાથ પકડીને હોટલમાંથી નીકળતા જેાઈને તેના પૂરા શરીરમાં જાણે આગ ફેલાઈ ગઈ. જ્યારે સમીર ઘરે આવ્યો ત્યારે રીનાના પ્રશ્નોનો જવાબ તેણે થપ્પડ અને લાતઘૂંસાથી આપ્યો. આ સમયે તેના ઘરવાળાએ પણ રીનાના બદલે પોતાના દીકરાને સાથ આપ્યો.
શોરબકોર સાંભળીને પાડોશી ભેગા થયા, ત્યારે રીના મારથી બચી શકી. તે જ પળે રીના પોતાની એટેચી ઉઠાવીને પિયરમાં આવી ગઈ. ઘરેલુ હિંસા અને દહેજના કાયદાની ફરિયાદ કરતા તેની સાસરીના બધા સભ્યોને જેલ થઈ ગઈ. જેાકે તેના પતિ સમીરને હજી જામીન નથી મળ્યા. બંને વચ્ચે ડિવોર્સનો કેસ ચાલી રહ્યો છે. આ જ રીતે બીજા એક કેસમાં વન્યા ખૂબ સુંદર છોકરી હતી. માબાપ અને ભાઈની ખૂબ લાડકી. પિતા એક ડિગ્રી કોલેજમાં પ્રોફેસર હતા, કોલેજમાં અભ્યાસ પૂરો થતા તેના માટે માંગાની લાઈન લાગી ગઈ હતી. તેના પિતાએ ખૂબ સમજીવિચારીને તેના માટે રાહુલની પસંદગી કરી. રાહુલ વિદેશથી ઉચ્ચ શિક્ષણ મેળવીને આવ્યો હતો અને હવે એક વિદેશી કંપનીમાં ઉચ્ચ પદ પર કાર્યરત હતો.

માત્ર શિક્ષણ અને કમાણી
વન્યાની માએ પતિને સમજાવવાની ખૂબ કોશિશ કરી કે રાહુલ અને વન્યાની જેાડી ઠીક નહીં રહે, કારણ કે રાહુલનો રંગ ખૂબ શ્યામ અને દેખાવ સામાન્ય છે, પરંતુ તેના પિતાનું કહેવું હતું કે લગ્ન નક્કી કરતી વખતે છોકરાનો દેખાવ જેાવામાં નથી આવતો, તેનું શિક્ષણ અને કમાણી જેાવામાં આવે છે. સંસ્કારના બોજા તળે દબાયેલી વન્યા પોતાની પસંદનાપસંદને ખૂલીને માબાપને જણાવી ન શકી અને રાહુલ સાથે ૭ ફેરા ફરીને ચુપચાપ સાસરીમાં ચાલી આવી.
સાસરીમાં આવતા જ તેનું ગ્રાન્ડ સ્વાગત થયું, પરંતુ ઝાટકો તેને ત્યારે લાગ્યો, જ્યારે બંને હનીમૂન માટે મસૂરી ગયા. માલ રોડ પર બંને એકબીજાનો હાથ પકડીને ફરી રહ્યા હતા, બરાબર તે જ સમયે છોકરાની ટોળકી નીકળી અને તેમાંનું કોઈ બોલ્યું, ‘બ્યૂટિ એન્ડ ધ બીસ્ટ.’ એટલામાં બીજાએ કહ્યું, ‘‘અરે ના યાર, લંગૂરના હાથમાં અંગૂર.’ પછી બધા હસવા લાગ્યા.
સાંભળીને રાહુલનો ચહેરો અપમાન અને ગુસ્સાથી લાલ થઈ ગયો. વન્યાએ રાહુલનો હાથ દબાવીને તેને તેમની પાછળ જતા અટકાવ્યો. જેાકે આ ઘટના પછી રાહુલનો પૂરો મૂડ ખરાબ થઈ ગયો અને બીજા દિવસે તે મસૂરીથી પાછા ઘરે આવી ગયા. ઘરના લોકો સામે રજા કેન્સલ થવાનું બહાનું બનાવીને તે વન્યાને લઈને બેંગલુરુ આવી ગયો. અહીં મિત્રોએ તેના માટે એક સરપ્રાઈઝ પાર્ટી એરેન્જ કરી હતી. પાર્ટીમાં બધા લોકો વન્યાને જેાઈને આશ્ચર્યમાં પડી ગયા. રાહુલને આટલી સુંદર પત્ની મળવા પર અભિનંદન પાઠવી રહ્યા હતા.

લઘુતાગ્રંથિનો શિકાર
બીજી તરફ રાહુલ લઘુતાગ્રંથિથી પીડાઈ રહ્યો હતો. ધીરેધીરે આ લઘુતાગ્રંથી તેની પર એ હદે હાવી થઈ ગઈ કે તેણે વન્યાને પોતાની સાથે લઈ જવાનું બંધ કરી દીધું. વન્યાને કોઈની સાથે વાત કરતા જેાતો તો તેની પર ગંદા આરોપ મૂકવા લાગ્યો હતો. એક દિવસે રાહુલના બોસે નવપરિણીત દંપતીને પોતાના ઘરે ડિનર પર બોલાવ્યા. પતિપત્ની બંનેએ વન્યાના ખૂબ વખાણ કર્યા અને જતી વખતે તેની સાથે હાથ મિલાવ્યો. પછી ઘરે પરત ફરતા રાહુલ વન્યા પર ખૂબ ખરાબ રીતે ગુસ્સે થયો કે તું મારા બોસની સામે જેાઈને હસી રહી હતી, તેથી તેમણે તારો હાથ પકડી લીધો હતો. વન્યાએ વિરોધમાં જવાબ આપવાની કોશિશ કરી ત્યારે રાહુલે તેના પર હાથ ઉપાડી દીધો. આ તો રોજનું થયું. રાહુલ દરેક સાથે વન્યાના અનૈતિક સંબંધ જણાવતો અને તેની ખૂબ પીટાઈ કરતો.
વન્યાએ ક્યારેય પોતાના ઘરના લોકોને આ વિશે કંઈ જ જણાવ્યું નહોતું. એક દિવસે તેના ભાઈ પોતાના મિત્રની બહેનના લગ્નમાં બેંગલુરુ આવ્યા ત્યારે પોતાની બહેન વન્યાને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું અને અચાનક તેના ઘરે પહોંચી ગયા. તે સમયે રાહુલ ઓફિસ ગયો હતો. વન્યાની સ્થિતિ જેાઈને તેના ભાઈ ચોંકી ગયા. તે વિચારવા લાગ્યો કે શું હાલત કરી નાખી છે આ રાક્ષસે મારી ફૂલ જેવી બહેનની.
વન્યાનો ફિક્કો પડી ગયેલો નિસ્તેજ ચહેરો, ફાટેલા હોઠ અને ચહેરા પર પડી ગયેલા કાળા ધબ્બાના નિશાન જેાઈને ભાઈ વન્યાને ભેટીને રડી પડ્યા. તેમણે તે જ સમયે બહેન વન્યાને પોલીસ સ્ટેશન લઈ જઈને ફરિયાદ નોંધાવી દીધી અને તેનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો. વન્યાને તે પોતાની સાથે લઈ ગયા. આજે વન્યાનો પતિ રાહુલ જેલમાં છે અને વન્યા પિયરમાં પોતાના પિતાના ઘરે, જ્યાં તેની ડિપ્રેશનની સારવાર ચાલી રહી છે.

મેળ વિનાના સંબંધનું ઝેર
આસપાસ નજર કરશો તો કોણ જાણે અનેક ઉદાહરણ તમને જેાવા મળશે જ્યાં મેળ વિનાના લગ્નના લીધે અનેક દંપતી રોજ મરીમરીને જિંદગી જીવી રહ્યા છે. જેાકે આપણા સમાજમાં લગ્ન સંસ્થાનું ખૂબ મહત્ત્વ છે. લગ્નના બંધનને ૭ જન્મોનું બંધન માનવામાં આવે છે, પરંતુ ઘણી વાર આ જન્મમાં બંધનને નિભાવવું મુશ્કેલ થઈ જાય છે. પછી એરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ જાણેઅજાણે મેળ વિનાના સંબંધનું ઝેર ક્યારેક ને ક્યારેક જીવનમાં ભળી જાય છે. બંને પાત્રો વચ્ચેની ઉંમરનું અંતર સંબંધમાં નુકસાનકારક સાબિત થાય છે. તેમાં પતિપત્નીના શોખ, વિચારવાનો દષ્ટિકોણ ખૂબ અલગ હોય છે.
દરેક યુવાન કે યુવતીનું એક સપનું હોય છે કે લગ્ન પછી તેનું પારિવારિક જીવન ખુશીઆનંદમાં પસાર થાય. જીવનસાથી દરેક સુખદુખમાં તેને પૂરેપૂરો સાથ આપે, પરંતુ ઘણી વાર મેળ વિનાના લગ્ન જિંદગીમાં એવી કડવાશ ભરી દેતા હોય છે, જેનું પરિણામ પતિપત્ની અને તેમાં પણ ખાસ તોે તેમના બાળકોએ ઉઠાવવું પડે છે. તેનાથી બચવા જરૂરી છે કે આંખ બંધ કરીને બીજા પર ભરોસો ન કરો, સાથીને બરાબર ચકાસો. ઘણી વાર સંબંધમાં મોટામોટા જુઠાણા બોલવામાં આવે છે.
આ સ્થિતિમાં લગ્ન પછી હકીકત સામે આવતા જીવનસાથી પરનો જીવનભરનો વિશ્વાસ નાબૂદ થાય છે. અહીં હું એ વાત પણ જણાવવા ઈચ્છીશ કે મેળ વિનાના સંબંધમાં દુખ માત્ર મહિલાએ જ નથી વેઠવું પડતું, પરંતુ ઘણી વાર પત્નીનું શિક્ષણ તથા વૈચારિક સ્તર, રહેણીકરણી, પહેરવેશ વગેરે પોતાના હાઈપ્રોફાઈલ સ્ટેટસ સાથે મેળ નથી ખાતા અથવા પત્નીની અપેક્ષા એટલી વધારે હોય છે કે પતિ તેની અપેક્ષાને પૂરી કરવામાં સમર્થ હોય અથવા પત્ની પતિ સાથે દુર્વ્યવહાર કરતી હોય છે. આ સ્થિતિમાં ઘણી વાર પુરુષ પણ ડિપ્રેશનનો શિકાર બની જાય છે.
લગ્ન પછી જેા તાલમેલ બેસાડવામાં કોઈ મુશ્કેલી આવી રહી હોય તો ફરીથી કોશિશ કરો, જિંદગી કુદરતે આપેલી એક સુંદર ભેટ છે, જે માત્ર એક વાર મળે છે, તેથી તેને ખૂબ સુંદર રીતે ભરપૂર ખુશીઆનંદમાં જીવો. જેાકે આજે ડિવોર્સ અથવા સેપરેશન કોઈ સામાજિક અપરાધ નથી રહ્યા. એક સાથીની સાથે જિંદગીની ગાડી ડગમગવા લાગે તો જિંદગીની યાત્રા પૂરી નથી થતી. ફરીથી કોશિશ કરવી જેાઈએ, પરંતુ માત્ર એટલું ધ્યાન રાખવું જેાઈએ કે ભવિષ્યના જીવનમાં જૂની ભૂલોનું ફરીથી પુનરાવર્તન ન થાય, જેથી જિંદગીના કેનવાસ પર ખુશીઆનંદ અને સંતોષના રંગ ભરાઈ જાય.
– બીના શર્મા.

સેક્સમાં સ્ટેલ્થિંગ મજા માટે દગો

છેલ્લા થોડા વર્ષથી એ વાતની ચર્ચા સામાન્ય બની ગઈ છે કે શું થાય જ્યારે સેક્સ દરમિયાન મેલ પાર્ટનર છુપાઈને કોન્ડોમ કાઢી નાખે? કેટલાક દેશમાં તેને અપરાધ માનવામાં આવે છે, પરંતુ આપણા દેશમાં પરંપરા અને ધર્મના નામે મહિલાઓને ગુલામ બનાવવાના ષડ્યંત્રો રચવામાં આવે છે. શું આપણા દેશમાં તેના માટે કોઈ સખત કાયદો બનશે…

૨૦૧૬માં ‘લિપસ્ટિક અંડર માય બુરખા’ ફિલ્મ આવી હતી. તે સમયે આ ફિલ્મને લઈને ખૂબ હોબાળો મચ્યો હતો. ફિલ્મ પુરુષપ્રધાન સમાજે બનાવેલા સ્ટીરિયોટાઈપને તોડી રહી હતી. આ ફિલ્મમાં ૪ મહિલાની સિક્રેટ લાઈફને બતાવવામાં આવી હતી જેમાં તે પોતાના માટે ફ્રીડમ શોધી રહી છે. આમ તો ફિલ્મમાં ચારેય મહિલાની અલગ કહાણી હતી, પરંતુ તેમાંનું એક રસપ્રદ પાત્ર શિરીન અસલમ (કોંકણા સેન શર્મા) હતી જે બુરખો પહેરનાર સામાન્ય ઘરની મહિલા છે, ગૃહિણી છે, ૩ બાળકોની મા અને પોતાના પતિથી છુપાઈને ઘરેઘરે ફરીને સામાન વેચીને પોતાના માટે પોકેટ મની કમાય છે. તેનો પતિ રહીમ (સુશાંતસિંહ) તેને સેક્સ્યુઅલી ડોમિનેટ કરતો હોય છે. પત્નીને પોતાની ગુલામી સમજતો હોય છે. સેક્સને માત્ર પુરુષોના પ્લેઝર અને બાળક પેદા કરવાની પ્રક્રિયા માને છે. તેના માટે તેની પત્ની ઈચ્છા વિના, પ્લેઝર વિના રાખનાર માત્ર મીણની ઢીંગલી સમાન હોય છે, જેને માત્ર પથારી પર પોતાની ઈચ્છા થાય ત્યારે ઊંઘાડી દેવામાં આવે.
સેક્સ દરમિયાન રહીમ કોન્ડોમને ન પહેરવાની વાતને માત્ર પોતાના પ્લેઝર અને અધિકાર સાથે જેાડતો હોય છે. ૩ બાળકોનો જન્મ અને શિરીનના ઈન્કાર કરવા છતાં રહીમ સેક્સ દરમિયાન પ્રોટેક્શન યૂઝ નથી કરતો. પછી ક્યારેક શિરીનના કહેવા પર યૂઝ કરી લે છે ત્યારે સેક્સ દરમિયાન વચ્ચે તેની સહમતી વિના કોન્ડોમને દૂર કરી દેતો હોય છે, જેથી પ્રેગ્નન્સીને અટકાવવાની પૂરી જવાબદારી શિરીન પર આવી પડે છે અને તેને ઈમર્જન્સી પિલ્સ લેવી પડે છે. પિલ્સ લેવાથી તેની હેલ્થ પર અસર થાય છે અને તેણે ઘણી વાર ગર્ભપાત પણ કરાવવો પડે છે.

છેતરપિંડી નહીં તો બીજું શું
વિશ્વભરમાં એમ તો સેક્સ દરમિયાન પુરુષ દ્વારા સહમતી લીધા વિના કોન્ડોમ ન પહેરવાનો વિવાદ નવો નથી. નવો વિવાદ એ છે કે શું થાય જ્યારે મેલ પાર્ટનર સેક્સ દરમિયાન ધીરેથી પોતાની પાર્ટનરને જણાવ્યા વિના કોન્ડોમ કાઢી નાખે? શું તેને છેતરપિંડી અને વિશ્વાસઘાત ન કહી શકાય? શું તેને મહિલાને છેતરવી નહીં કહો. આ વિવાદ છેલ્લા થોડાક વર્ષથી ચર્ચામાં છે. સેક્સ દરમિયાન પાર્ટનરને જાણ કર્યા વિના કોન્ડોમ કાઢી નાખવાને ‘સ્ટેલ્થિંગ’ કહેવામાં આવે છે. આપણા દેશમાં હજી પણ સામૂહિક બળાત્કાર બાબતે ચર્ચા ચાલી રહી છે. આ સ્થિતિમાં સ્ટેલ્થિંગની ચર્ચા એ પગલું આગળનું લાગે છે.
૨૦૧૯ ની ‘નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિન’ ના એક સ્ટડીમાં જેાવા મળ્યું હતું કે ૨૧ થી ૩૦ વર્ષની ૧૨ ટકા મહિલાઓને સ્ટેલ્થિંગનો અનુભવ થયો છે. તેમને આ વાતની જાણ થતી નહોતી અને તેમના પાર્ટનર કોન્ડોમ દૂર કરી ચૂક્યા હતા. આ અહેસાસ છેતરાવા જેવો હોય છે અને તેને મહિલાના આત્મસન્માન સાથે જેાડીને જેાઈ શકાય છે. વર્ષ ૨૦૧૯ ના બીજા એક અભ્યાસમાં જેાવા મળ્યું હતું કે લગભગ ૧૦ ટકા પુરુષોએ પોતાના પાર્ટનરને જણાવ્યા વિના સેક્સ સમયે છુપાઈને કોન્ડોમ દૂર કરી દીધો હતો.

અપરાધની શ્રેણીમાં સ્ટેલ્થિંગ
આ બાબતે અમેરિકાના કેલિફોર્નિયામાં સેક્સ સંબંધિત એક કાયદો પસાર કર્યો છે. જેમાં ‘સ્ટેલ્થિંગ’ ને અપરાધની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. તેની સાથે કેલિફોર્નિયા હવે અમેરિકાનું પહેલું એવું રાજ્ય બની ગયું છે જ્યાં સ્ટેલ્થિંગને ગેરકાનૂની બનાવી દેવામાં આવ્યું છે. આ મુદ્દાને ઘણા બધા વર્ષથી ઉઠાવી રહેલી ડેમોક્રેટ સભ્ય ક્રિસ્ટીના ગાર્સિયા આ મુદ્દા પર કાયદો પસાર કરવાના પ્રયાસ કરી રહી હતી. ગાર્સિયા સતત આવા કિસ્સાને અપરાધ જાહેર કરતા અપરાધીઓને જેલ હવાલે કરવાની માગણી કરી રહી હતી.
આ પ્રસ્તાવ અનુસાર, પાર્ટનરની સહમતી વિના કોન્ડોમ કાઢી નાખનાર આરોપી પર સિવિલ કોડ અંતર્ગત કેસ દાખલ કરી શકાશે. આ કાયદા અંતર્ગત પીડિત પોતાના વળતર માટે આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરી શકે છે, પરંતુ બીજી કોઈ પ્રકારની સજા આપી શકાતી નથી. ગાર્સિયાના કહ્યા અનુસાર સ્ટેલ્થિંગના લીધે મહિલાઓમાં સેક્સ ટ્રાન્સમિટેડ ડિસીઝ અને પ્રેગ્નન્સીનું જેાખમ વધી જાય છે. આ પણ એક પ્રકારે વિશ્વાસઘાત અને છેતરવા બરાબર છે.

અનૈતિક અને ગેરકાનૂની
સ્ટેલ્થિંગ ન માત્ર અનૈતિક છે, પરંતુ ગેરકાનૂની છે. વાત માત્ર અહીં જ અટકતી નથી, સ્ટેલ્થિંગ બાબતે બનેલા કાયદામાં પીડિતને વળતર માટે કેસ કરવાની મંજૂરી છે. અમેરિકામાં જેાકે સ્ટેલ્થિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, પરંતુ તેને અપરાધની શ્રેણીમાં મૂકવામાં આવ્યું નથી.
દુનિયાભરમાં આ બાબતે યૌન હુમલાથી લઈને બળાત્કાર સુધીના કેસ નોંધાયા પછી માત્ર પસંદગીના કેસ સફળ થયા. જર્મનીના એક પોલીસ અધિકારીને સાથીની સહમતી વિના કોન્ડોમ કાઢવા બદલ યૌન ઉત્પીડનનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. અદાલતે તેને ૮ મહિનાની જેલની સજા સંભળાવી હતી. પીડિતના યૌન સ્વાસ્થ્યની તપાસ માટે ૮,૩૦૦ રૂપિયા અને વળતર રૂપે ૨.૬૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

સજા પણ થઈ
ન્યૂઝીલેન્ડમાં ૨ વર્ષ પહેલાં એક વ્યક્તિને સેક્સ વર્કર સાથે સ્ટેલ્થિંગ કરવાથી બળાત્કારનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ અપરાધ માટે તેને ૩ વર્ષ ૯ મહિનાની જેલની સજા થઈ હતી. આ જ રીતે બ્રિટનમાં પણ સ્ટેલ્થિંગને બળાત્કાર માનવામાં?આવે છે. જેાકે ત્યાં તે માટે કોઈ ખાસ કાયદા નથી.
વર્ષ ૨૦૧૯ માં એક વ્યક્તિને કોઈ સેક્સ વર્કર સાથે સ્ટેલ્થિંગ કરવા બદલ બળાત્કારનો દોષી માનવામાં આવ્યો હતો. અદાલતે આરોપી દ્વારા કોન્ડોમ દૂર કરવાની ઘટનામાં સેક્સ વર્કરની શરત સહમતીને નકારતા સંબંધને બળાત્કાર જણાવ્યો.
૨૦૧૪ માં કેનેડા જ્યારે વર્ષ ૨૦૧૭ માં સ્વિટ્ઝર્લેન્ડમાં આ બાબતે યૌન ઉત્પીડનનો સફળ કેસ ચલાવવામાં આવ્યો હતો. સ્ટેલ્થિંગના સૌથી હાઈ પ્રોફાઈલ કેસમાં એક કેસ જૂલિયન અસાંજનો રહ્યો છે. તેમના પર વર્ષ ૨૦૧૦ માં સ્વીડનની યાત્રા દરમિયાન અલગઅલગ મહિલાઓએ સેક્સ કરતી વખતે કોન્ડોમ દૂર કરવાનો આરોપ મૂક્યો હતો. જેાકે તેમને કોઈ પણ અપરાધના દોષી માની શક્યા નહોતા, કારણ કે અમેરિકાને સોંપી દેવાના ડરથી તેમણે સ્વીડન જવાની ના પાડી હતી.

કોન્ડોમને લઈને અસહજતા
હકીકતમાં કોન્ડોમને લઈને પૂરી દુનિયામાં આજે પણ અસહજતા છે, જેનું મોટું કારણ એ છે કે કોન્ડોમ સેક્સના કુદરતી આનંદને ઘટાડેે છે. પુરુષોને કોન્ડોમનો ઉપયોગ કરવાથી સેક્સ દરમિયાન સ્કિન ટૂ સ્કિન કોન્ટેક્ટ ફિલ નથી થતો અને તેઓ લિંગ પર વજાઈનાની ગરમીનો અનુભવ નથી કરી શકતા, તેથી તેમને કોન્ડોમનો ઉપયોગ પસંદ નથી હોતો. શક્ય છે કે કોન્ડોમના લીધે સેક્સ દરમિયાન કેટલીક મહિલાઓને ફિલ થતું હશે. પુરુષો કોન્ડોમ બાબતે જે પ્રકારના વિચારો ધરાવે છે, તેમાં સૌથી કોમન જે ઘણી વાર તેમની વાતમાં બહાર આવે છે તે એ છે કે તેને પહેર્યા પછી સેક્સમાં સંતુષ્ટિ નથી મળતી. ઈરેક્શનમાં મુશ્કેલી આવે છે. પુરુષોને તેમની યોગ્ય સાઈઝ અને ફિટિંગના કોન્ડોમ દુકાનમાં નથી મળતા. ઘણી વાર તેમને કોન્ડોમની સાઈઝ વિશે યોગ્ય જાણકારી નથી હોતી, જેથી તેઓ સેક્સ દરમિયાન ડિસકંફર્ટ રહે છે. યોગ્ય સાઈઝ ન મળવાથી તેઓ યોગ્ય રીતે સેક્સનો આનંદ નથી ઉઠાવી શકતા. ઘણા બધાને કોન્ડોમથી એલર્જી પણ થાય છે. ઘણા બધા તેને પૌરુષત્વ સાથે જેાડીને જુએ છે.

‘કોલંબિયા જર્નલ ઓફ જેન્ડર એન્ડ લો’ ના એક સ્ટડી અનુસાર કેટલાક પુરુષ મહિલાઓને સરપ્રાઈઝ આપવાના ચક્કરમાં કોન્ડોમ કાઢી નાખે છે. આ સરપ્રાઈઝ તેઓ મહિલાને એક્સાઈટ કરવા માટે કરે છે. ઘણા બધા પુરુષો નિશ્ચિંત હોય છે કે આફ્ટર સેક્સ પ્રેગ્નન્સીને અટકાવવા માટે બર્થ કંટ્રોલ પિલ્સ માર્કેટમાં ઉપલબ્ધ છે, પરંતુ મુશ્કેલી અહીં એ છે કે પિલ્સ પુરુષોએ લેવી નથી પડતી. આ પિલ્સની સાઈડ ઈફેક્ટ સાથે તેમને કોઈ લેવાદેવા નથી હોતા, તેથી તેઓ નિશ્ચિંત રહેતા હોય છે. રિપોર્ટ અનુસાર ભારતના શહેરોની સ્થિતિ ગામડા કરતા સારી છે. શહેરોમાં કોન્ડોમનો ઉપયોગ ગ્રામીણ વિસ્તારની સરખામણીમાં વધારે કરવામાં આવે છે. એક તરફ ગ્રામીણ ભારતમાં ૭.૬ ટકા પુરુષો સેક્સ કરતી વખતે કોન્ડોમનો ઉપયોગ કરે છે, જ્યારે બીજી તરફ શહેરી ભારતમાં ૧૩.૬ ટકા પુરુષ કોન્ડોમનો ઉપયોગ કરે છે. ગ્રામીણ ભારતમાં ૩૮.૭ ટકા મહિલા અને શહેરી ભારતમાં ૩૬.૩ ટકા મહિલા નસબંધી કરાવે છે.

સંક્રામક રોગનું જેાખમ
અહીં વાત માત્ર પુરુષો અને મહિલાઓના પ્લેઝરની નથી. દુકાનોમાં મળતા કોન્ડોમની કિંમત ભારતમાં એટલી વધારે હોય છે કે દેશની અડધાથી વધારે વસ્તી રોજિંદા વપરાશ માટે તેને એફોર્ડ નથી કરી શકતી. તેમની એટલી તાકાત નથી કે ડ્યૂરેક્સ, મેનફોર્સ, સ્કોર, મૂડ્સ જેવી બ્રાન્ડના સારા કોન્ડોમ ખરીદી શકે. ડ્યૂરેક્સના એક્સ્ટ્રા થિન કોન્ડોમ જેના ૧૦ કોન્ડોમના એક પેકની કિંમત ૨૦૦ થી ૨૫૦ રૂપિયાની વચ્ચે હોય છે. આ રેન્જ લોકોની ખરીદશક્તિની બહાર હોય છે.
આ જ રીતે બીજી એક સારી બ્રાન્ડ મેનફોર્સના પ્રતિ કોન્ડોમની પ્રાઈઝ ઓછામાં ઓછી ૧૦ રૂપિયા હોય છે. તેથી એક મુશ્કેલી એ થતી હોય છે કે કોન્ડોમની સાથે પુરુષોને જે સહજતાનો અનુભવ થવો જેાઈએ તે નથી થતો અને ‘સ્ટેલ્થિંગ’, અનવોન્ટેડ પ્રેગ્નન્સી, યૌન સંક્રામક રોગ થવાની શક્યતા ખૂબ વધી જાય છે.

‘યૂનાઈટેડ નેશન પોપ્યુલેશન ફંડ’ નો ૨૦૨૨ માં છપાયેલો રિપોર્ટ જણાવે છે કે વિશ્વભરમાં ૧૨ કરોડ કરતા વધારે બાળકો અનઈન્ટેન્ડેડ હતા, જેમાંથી દર ૭ મો કિસ્સો ભારતીય હતો. યુનિસેફના ‘સ્ટેટ ઓફ ધ વર્લ્ડ્સ ચિલ્ડ્રન રિપોર્ટ’ અનુસાર વર્ષ ૨૦૧૪ સુધીમાં ૨.૯ કરોડ ભારતીય બાળકો અનાથ હતા, જેા દુનિયાના અનાથ બાળકોની સંખ્યાનો ૨૦ મો ભાગ હતો. હવે સ્પષ્ટ છે કે કોન્ડોમ ન પહેરવું સેક્સને ઉત્તમ પ્લેઝર આપી શકે છે કે પછી સેક્સ દરમિયાન કોન્ડોમને કાઢી નાખવો સેક્સમાં સારું ફિલ કરાવી શકે છે, પરંતુ કોન્ડોમ ન પહેરવાથી ઘણા પ્રકારની મુશ્કેલી પણ સામે આવે છે. ઘણા બધા પ્રકારની યૌન બીમારી ફેલાઈ શકે છે. બર્થ કંટ્રોલ પિલ્સથી મહિલાઓની હેલ્થ પર ખરાબ અસર થાય છે, અનઈન્ટેન્ડેડ પ્રેગ્નન્સીનું જેાખમ રહે છે અને આ બધું માત્ર મહિલાઓએ જ સહન કરવું પડે છે.
– રોહિત.

નવા લગ્ન અને વર્ક લાઈફ કેવી રીતે તાલમેલ રાખશો

વર્ક એન્ડ ફેમિલી લાઈફને બેલેન્સ કરવી કોઈ પણ મહિલા માટે સૌથી મોટો પડકાર છે, કારણ કે ઘરપરિવારની સાથે વર્ક પ્લેસ બંનેને એકસાથે મેનેજ કરવા કે પછી તેની વચ્ચે બેલેન્સ રાખીને ચાલવું એટલો ઈઝી ટાસ્ક નથી ખાસ તો ત્યારે જ્યારે પરિવારનો સપોર્ટ ન હોય. આ સ્થિતિમાં જેા વાત નવપરિણીતની થાય, જેના માટે સાસુ ઉર્ફે બોસના દ્વંદ્વમાં ફસાવું વાજબી છે. એવામાં તે કેવી રીતે ઘર અને ઓફિસમાં તાલમેલ બેસાડશે, આવો જાણીએ :

પરિવારને પ્રાથમિકતા આપો
તમારે સારી રીતે સમજવું જેાઈએ કે તમારા લગ્ન હમણાં જ થયા છે, તેથી તમે તમારા નવા ઘરમાં શરૂઆતથી જ તમારા સંબંધ સાચવીને, તેમાં મીઠાશ જાળવીને ચાલો અને એ ત્યારે જ શક્ય છે જ્યારે તમે લગ્ન પછી સૌપ્રથમ તમારા નવા ઘરને પ્રાથમિકતા આપો. તમે પરિવાર સાથે સમય વિતાવો. તેમની ટેવો જાણવાની કોશિશ કરો, તેમની વાત પહેલાં જાણો, પછી રિસ્પોંસ આપો. ઘરમાં કઈ વસ્તુ કયા સમયે થાય છે, તે મુજબ એડજસ્ટ થાઓ. તમારા પાર્ટનરનો પણ ફુલ સપોર્ટ માંગો, જેથી તમને શરૂઆતથી વાત સમજવા અને તેમાં તાલમેલ બેસાડવામાં સમસ્યાનો સામનો ન કરવો પડે. જ્યારે તમે તેને દિલથી પોતાના માનશો, તેના માટે દરેક બેસ્ટ કરવાની કોશિશ કરશો તો વિશ્વાસ રાખો તમને ઘર અને વર્ક લાઈફ વચ્ચે બેલેન્સ જાળવવામાં કોઈ સમસ્યા નહીં થાય.

ઓફિસમાં વધારે સમય બેસીને કામ ન કરો
લગ્ન થયા છે તો તમારે ઘરને વધારે સમય આપવો જેાઈએ, પરંતુ તેનો મતલબ એ નથી કે તમે ઓફિસને પ્રાથમિકતા આપવાનું બંધ કરો. બસ તમે શરૂઆતમાં ઓફિસમાં વાત કરો કે હું હમણાં થોડો સમય ઓફિસ ટાઈમથી વધારે ઓફિસને ટાઈમ નહીં આપી શકું, પણ હું ઓફિસના કામના કલાકોમાં મારા કામને ફુલ પ્રાથમિકતા આપીશ. તેથી તમારો બોસ તમારી વાત જરૂર સમજાશે અને તમને ઘર અને ઓફિસ વચ્ચે તાલમેલ બેસાડવામાં સરળતા રહેશે. તમે લગ્ન પછી પહેલાંની જેમ ઓફિસમાં ઓવરટાઈમ કામ કરશો, તો ન ઘરવાળા તમને સમજાશે કે ન તમે તેમને, તો તમને તેમની સાથે તાલમેલ બેસાડવામાં સમસ્યા થઈ શકે છે તેથી લગ્ન પછી થોડા દિવસ માટે ઓફિસને ઓફિસમાં જ છોડીને આવવામાં સમજદારી છે. તમે તમારા નવા સંબંધમાં મીઠાશ લાવો, નહીં તો આ કામમાં મોડું તમારી પર ભારે પડી શકે છે.

લેટ નાઈટ શિફ્ટ અવોઈડ કરો
શક્ય છે કે તમે એવી કંપનીમાં જેાબ કરો છો, જ્યાં તમારી શિફ્ટમાં ડ્યૂટિ થાય છે અને લગ્ન પહેલાં તમે આ વાત તમારા ઈનલોજને જણાવી હોય, ત્યારે જ સંબંધની વાત આગળ વધી હોય છે. તેમ છતાં તમારે શરૂઆતમાં એ વાત સમજવી પડશે કે ભલે તમારો પાર્ટનર, તમારા ઈનલોજ ગમે તેટલા સારા કેમ ન હોય, પરંતુ શરૂઆતમાં તમારું લેટ નાઈટ ઘરે આવવું તેમને ખટકશે.
તેથી બોસ કે પછી તમારા ટીમ લીડર સાથે વાત કરીને પહેલાંથી તેમને સમજવો કે મારા હમણાં લગ્ન થયા છે, તેથી મને થોડો સમય ઘર અને ઓફિસ વચ્ચે બેલેન્સ બેસાડવામાં થોડી મુશ્કેલી થઈ શકે છે, પરંતુ જેા હું શરૂઆતમાં થોડા દિવસ ઓફિસમાં લેટ નાઈટ શિફ્ટ અવોઈડ કરું તો તેનાથી મને મારા પરિવારને વધારે અને સારી રીતે સમજવામાં સરળતા રહેશે, જેથી આગળ દરેક કામમાં તાલમેલ બેસાડવો સરળ રહેશે.

વર્ક એરિયાની ગોસિપ ઘરે ન લાવો
ભલે તમારો પાર્ટનર ગમે તેટલો સારો હોય, ફેમિલી સપોર્ટ કરે છે, તેમ છતાં તમારે એ વાત સમજવી પડશે કે આ તમારા મોમનું ઘર નથી, જ્યાં તમે ઘરે પહોંચતા જ તમારી ઓફિસની વાત કરવાનું શરૂ કરી દો. ઓફિસથી આવતા જ બસ ક્યારેક કોલીગની વાત, તો ક્યારેક તમારા બોસે આજે આ ટાસ્ક આપ્યો, આજે અમે ઓફિસમાં આ મસ્તી કરી, કાલનો આ પ્લાન છે વગેરેવગેરે. આ વાતથી થોડા સમયમાં જ પાર્ટનર અને ઘરના લોકો કંટાળી જશે. તેમને લાગશે કે તમારી પાસે માત્ર ને માત્ર ઓફિસ વિશે વાત કરવાનો સમય છે, જ્યારે તમે પરિવાર સાથે સારો તાલમેલ બેસાડવા ઓફિસથી આવીને તેમની સાથે ચા પર તમારો આજનો દિવસ કેવો રહ્યો, કેટલીક નવી વસ્તુ વિશે તેમની પાસેથી જાણી શકો છો.
તમે પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરી શકશો અને તેનાથી તમારી ફેમિલી અને પાર્ટનરને પણ સારું લાગશે કે તમે તેમની સાથે હળવામળવાની કોશિશ કરી રહ્યા છો, કારણ કે સંબંધમાં મીઠાશ બંને બાજુથી હોવી જેાઈએ ન કે એફર્ટ માત્ર એક બાજુથી.

પરિવાર સાથે સમય વિતાવો
તમે ન્યૂલી વેડ છો તો પાર્ટનર અને ફેમિલી સાથે મસ્તી, આઉટિંગ પ્લાન તો બને જ છે, કારણ કે લગ્નના શરૂઆતના દિવસ જ આજીવન યાદ આવે છે, નહીં તો પછી માણસ ઘરપરિવારની જવાબદારીમાં ગૂંચવાઈને રહી જાય છે. એવામાં તમે લગ્નના શરૂઆતના દિવસોમાં ઓફિસમાંથી વચ્ચેવચ્ચે લીવ લઈને ક્યારેક ફેમિલી સાથે ડિનર પ્લાન કરો, તો ક્યારેક બહાર ફરવાનો પ્રોગ્રામ બનાવો, તો ક્યારેક મૂવી જેાવાનો. તેથી નવા સંબંધ સમજવાની સાથે તમને તમારા પાર્ટનર સાથે પણ ટાઈમ સ્પેન્ડ કરવાની તક મળશે અને જ્યારે પણ ફેમિલી તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાની વાત કરે તો ના ન પાડો, પરંતુ વસ્તુને મેનેજ કરતા શીખો. તેથી જ્યારે તમે પરિવારની વાતનું માન રાખશો તો પરિવારજનો પણ તમારી દરેક વાતનું માન રાખશે, પરંતુ આ બધા એફર્ટ તમારે શરૂઆતમાં કરવા પડશે. બંને બાજુથી સારી સમજ વિકસિત થશે.

સેલરી અથવા પોઝિશનનો અહંકાર ન કરો
શક્ય છે કે તમારી સેલરી તમારા પાર્ટનરથી વધારે હોય કે પછી તમારી કંપનીમાં પોઝિશન સારી હોય, પણ તેનો એ મતલબ બિલકુલ નથી કે તમે તમારા પાર્ટનરની સામે કે ઘરમાં હંમેશાં સેલરી અથવા પોઝિશનનો અહંકાર ન બતાવો. તેનાથી માત્ર ને માત્ર પરિવાર શરમિંદા થશે. તેનાથી સારી વાત તો એ છે કે તમે સામેની વ્યક્તિને સમજેા અને બધાને માન આપો, નહીં તો તમારી આ હરકત શરૂઆતમાં જ સંબંધમાં ખટાશ પેદા કરવાનું કામ કરશે. તેથી જેા તમે લગ્ન પછી ઓફિસ અને ઘર વચ્ચે તાલમેલ રાખીને ચાલવા ઈચ્છો છો તો સમજદારીથી કામ લો, નહીં તો એક વાર સંબંધમાં જન્મેલી કડવાશ આજીવન સંબંધમાં ભળી જાય છે, જેનાથી બચવું મહદ્ અંશે તમારા જ હાથમાં છે.
– પારૂલ ભટનાગર.

દિવાળીમાં પ્રગટાવો પ્રેમનાં દીપ

આકાશથી જમીન પર ઊતરીને મારા દિલનો ખોવાઈ ગયો દિવાળીનો પ્રકાશ હવે દીપ શું કરે જ્યારે મારું આ દિલ પ્રકાશિત થયું…’’
આકર્ષિત નજરે અમૃતાને જેાતા વિક્રમે પોતાના દિલની વાત કહી તો તે શરમાઈ ગઈ અને પછી તેની આગોશમાં ખોવાઈ જતા બોલી, ‘‘આજે તો કંઈ શાયર બની રહ્યા છો ને.’’
‘‘કેમ ન બનું, જ્યારે આભનો ચંદ્ર મારા ઘરમાં ઊતરી આવ્યો છે તો દિલની વાત હોઠ પર આવશે જ ને.’’
‘‘તમારો અંદાજ મને એ રીતે ગમી ગયો છે. ખરેખર મને તમારાથી સારો કોઈ જીવનસાથી ન મળી શક્યો હોત. લગ્ન પહેલાં મારા દિલમાં શંકા હતી, પરંતુ આજે લાગે છે જાણે મેં સાચો નિર્ણય લીધો હતો. તમે હંમેશાં મને સાથ આપ્યો, મને આંખો પર સજાવીને રાખી. જીવન પાસેથી મારે બીજું શું જેાઈએ.’’
‘‘આજે તમારી મારી સાથે પહેલી દિવાળી છે અને બસ ઈચ્છુ છું કે આપણી દરેક દિવાળી આટલી જ સુંદર હોય.’’
અમૃતા અને વિક્રમ માટે દાંપત્ય જીવનની પહેલી દિવાળી યાદગાર બની ગઈ હતી. તમે પણ ઈચ્છો તો તમારી દરેક દિવાળી આ જ રીતે યાદગાર અને સુંદર બનાવી શકો છો. બસ જરૂર છે તમારા જીવનસાથીને સમજાવાની, તેનો સાથ આપવા અને સમય પર પ્રશંસા કરવાની. તમે એકબીજાના વ્યવહાર અને પ્રયાસની પ્રશંસા કરશો ત્યારે જ આ સમયને વધારે સુંદર બનાવી શકશો.

સન્માન આપો ને સન્માન મેળવો
સાચા અર્થમાં એક સંબંધ ત્યાં સુધી જ મજબૂત અને સુંદર રહી શકે છે જ્યાં સુધી કે તેમાં પરસ્પર વિશ્વાસ, પ્રેમ, સન્માન એકબીજા પ્રત્યે કેરિંગ નેચર જેવી નાનીનાની પણ મહત્ત્વની લાગણી સામેલ હોય. તમે તમારા જીવનસાથીને માન આપો છો તો તમને પણ એટલું જ સન્માન અને પ્રેમ મળશે. આ વાતો માત્ર એકતરફી હશે તો સંબંધને તૂટતા વાર નહીં લાગે. પછી ભલે ને તે પતિપત્નીનો સંબંધ હોય કે પ્રેમીપ્રેમિકાનો. જ્યારે તમે એકબીજાની પ્રશંસા કરો છો ત્યારે જીવન જીવવાની મજા વધી જાય છે, સંબંધમાં વધારે પ્રેમ અને વિશ્વાસ હંમેશાં હોય છે.
ફેસ્ટિવલ એમ પણ ખુશી ઉપરાંત સંબંધોને નજીક લાવવાનું કામ કરે છે ખાસ તો દિવાળી દિલમાં અજવાશ કરવાનો અને હેપી વાઈબ્સ લાવવાનો તહેવાર છે. આ પ્રસંગે તમે સાથીને ખુશ કરવાની સાથે પરસ્પર સંબંધને મજબૂત બનાવી શકો છો.

જીવનસાથીની પ્રશંસા જરૂરી
જ્યારે તમે તમારા સાથી દ્વારા કરવામાં આવેલા કોઈ પણ કાર્ય, વ્યવહાર અને તેના પ્રયાસની પ્રશંસા કરો છો ત્યારે તમારો સંબંધ વધારે ગાઢ બને છે. ત્યારે તેઓ અનુભવે છે કે તમને ખુશી આપવાના નાનાનાના પ્રયાસનું તમારી નજરે મહત્ત્વ છે અને આ જ લાગણી એકબીજાને નજીક લાવે છે. તેનાથી વિપરીત તમે સાથીને નજરઅંદાજ કરશો અથવા તો દરેક કામમાં ખામી શોધશો તો તેના મનમાં પણ ચીડ પેદા થશે અને સંબંધ વચ્ચેની મીઠાશ ક્યાંક ખોવાઈ જશે.
ઘણી વાર મહિલાઓ જણાવે છે કે તેમનો પાર્ટનર હવે તેમનામાં રસ નથી લેતો અથવા તો તેની વાત નથી સાંભળતો. તમારી સાથે પણ કંઈક એવું જ છે તો તેનું કારણ સમજવાની પૂરી કોશિશ કરો અને યાદ કરો કે છેલ્લી વાર તમે ક્યારે તમારા બેટર હાફની પ્રશંસા કરી. તમે જેાયું હશે કે જ્યારે પણ તમે કોઈની પ્રશંસા કરો છો અથવા તો તેના દ્વારા કરેલા કામની પ્રશંસા કરો છો ત્યારે તે વ્યક્તિ ખુશ થાય છે. પછી પોતાના જ જીવનસાથી સાથે કંજૂસાઈ કેમ? દિવાળી પ્રસંગે તેમની પર ભરપૂર પ્રેમ વરસાવો અને તેમના કામની પ્રશંસા કરો.
કરિયરનું ફિલ્ડ હોય, ઘર હોય કે બહાર કોઈ પણ ક્ષેત્રમાં તમારો પાર્ટનર સારું કામ કરી રહ્યો હોય તો તેની અચૂક પ્રશંસા કરો. તે નવા કપડાં અથવા નવી હેરસ્ટાઈલમાં આકર્ષક લાગે છે તો ખૂલીને તેની પ્રશંસા કરો. તેણે તમારા માટે કંઈક ખાસ કર્યું છે તો તેનોે પ્રેમથી આભાર માનો, ખાસ દિવાળી દરમિયાન આવી તક અનેક મળે છે.
જેમ કે જીવનસાથીએ સફાઈમાં સહયોગ આપ્યો અથવા ઘરની સજાવટમાં પહેલ કરી અથવા બાળકો અને તમારા માટે શોપિંગ કર્યું તો તેમના પ્રયાસની પ્રશંસા કરો અને પ્રેમ કરો. તેનાથી તમારા બંને વચ્ચેનો સંબંધ ગાઢ થશે.

પ્રેમભરી સફર વીડિયોમાં કેદ કરો
૩૩ વર્ષની દિલ્લીની નિકિતા જણાવે છે, ‘‘આ વર્ષે દિવાળીમાં અમારા લગ્નને ૫ વર્ષ થયા હતા. મારા પતિ અનિકેતે દિવાળીના દિવસે એક સરસ ગિફ્ટ આપી. તેમણે અમારા અત્યાર સુધીના દાંપત્યજીવનની સફરને એટલી સુંદર રીતે વીડિયોમાં કેદ કરી કે હું જેાતી જ રહી ગઈ. દિવાળીના પ્રકાશ સાથે અમારા સંબંધની સુંદરતાની સરખામણી કરવાનો તેમનો અંદાજ મારા દિલને સ્પર્શી ગયો. મારા દિલમાં તેમના માટે પ્રેમ અને સન્માન વધી ગયા. જે વ્યક્તિ સંબંધની કદર કરે છે એવી વ્યક્તિની જીવનસંગિની બનીને હું ખૂબ ખુશ છું.’’
તમે પણ તમારી સુંદર લવ સ્ટોરી અથવા તો અત્યાર સુધીની સફરને વીડિયોમાં કેદ કરી શકો છો. તેના માટે તમે ફોટો વીડિયો બનાવીને બેકગ્રાઉન્ડમાં કોઈ રોમેન્ટિક ગીત વગાડી શકો છો. સારી ઈફેક્ટ આપી શકો છો. તેના માટે તમને ગૂગલ પ્લે સ્ટોર પર એક એપ મળી જશે. તેને પ્લે કરીને તમારા પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવી શકો છો.

પર્સનલાઈઝ ગિફ્ટ
તમે આ દિવાળીમાં પત્નીને પર્સનલાઈઝ ગિફ્ટ આપીને ખુશ કરી શકો છો. કોફી મગથી લઈને કુશન કવર અને ફોટો લેમ્પ, નામવાળું પેંડેંટ, ટ્રાવેલ વોલેટથી લઈને ડાયરી અને મોબાઈલ કેસ જેવા ઓપ્શન પસંદ કરો અને પછી તેની ઉપર કેટલીક પ્રશંસા અને પ્રેમના શબ્દો અથવા શાયરી લખીને તેને ગિફ્ટ કરો. ગિફ્ટ તે આજીવન સાચવીને રાખશે.

હેન્ડમેડ કાર્ડ
તમે પત્ની માટે હેન્ડમેડ કાર્ડ પણ તૈયાર કરી શકો છો. જે તમારી ફીલિંગને વ્યક્ત કરશે અને સાથે તમારી ક્રિએટિવિટી તેમને ઈમ્પ્રેસ કરશે. કેટલાક એવા કાર્ડ બનાવો જેની પર તમારા હાથથી ડિઝાઈન તૈયાર કરતા પ્રશંસનીય વાક્ય લખો. તમારી લાગણી કંડારો. હાલમાં ઈન્ટરનેટ પર અનેક હેન્ડમેડ અને ડીઆઈવાય ગિફ્ટ આઈડિયા ઉપલબ્ધ છે જેને બનાવવા માટે તમારે વધારે કલાપૂર્ણ અને કુશળ થવાની જરૂર નથી, પરંતુ આ દિવાળી કાર્ડ તમારા જીવનસાથીને વધારે નજીક લાવશે.

સાથે સમય વિતાવો
તમે દિવાળી સમયે પત્નીને સ્પેશિયલ ફીલ કરાવવા માંગો છો તો તેના માટે સમયથી મોટી ગિફ્ટ બીજી કોઈ ન હોઈ શકે. તમારી રજઓ જીવનસાથીના નામે કરી દો.
– ગરિમા પંકજ.

સ્પેશિયલ દિવાળી શુભેચ્છા

સોશિયલ મીડિયાએ લોકોને ન માત્ર આળસુ, પરંતુ ચાલાક બનાવી દીધા છે. આ વાત ખાસ જે તહેવારમાં ઉજાગર થાય છે, દિવાળીનો તહેવાર તેમાંથી એક છે. સૌથી મોટા આ સામાજિક તહેવારમાં ગેટટુગેધર સ્માર્ટફોનની સ્ક્રીન સુધી સીમિત રહી ગયું છે કે આપણે કેટલા ઈન્ટ્રોવર્ડ અને સેલ્ફીશ થઈ ગયા છીએ અને પછી મનોમન રડવું, તે પણ સોશિયલ મીડિયા પર કેટલીક એવી પોસ્ટથી, રડે છે કે ફેસબુક પર તેના ૩ હજાર ફ્રેન્ડ હતા, પરંતુ જ્યારે એક્સિડન્ટમાં જખમી થઈને હોસ્પિટલમાં એડમિટ થયા તો જેવા ૩ લોકો પણ નથી આવતા. જાહેર છે કે આપણે એક આભાસી અને બનાવટી દુનિયામાં જીવવા ટેવાઈ ગયા છીએ. તહેવારનું મહત્ત્વ એ જ છે કે આપણે વાસ્તવિક સમાજમાં જીવીએ. સુખદુખમાં જે સાથ આપે તેના સુખદુખમાં સામેલ થાઓ, પરંતુ હવે આપણે ન તો દુખમાં કોઈની સાથે છીએ કે ન સુખમાં. આ વાતની હકીકત એ છે કે સુખદુખમાં આપણી સાથે પણ કોઈ નથી. આ એક નુકસાનકારક વાત લાગણી અને સમાજના લીધે છે જેનો અંદાજ હળવામળવાના પ્રસંગે થાય છે જેને આપણે સ્ક્રીનથી ઢાંકવાના નિષ્ફળ પ્રયાસમાં સ્વયંને અને બીજાને દગો આપવામાં માહેર થઈ ગયા છીએ.

એક જમાનો હતો જ્યારે દિવાળીની શુભેચ્છા લોકો ઘરેઘરે જઈને આપતા હતા, મીઠાઈ ખાતા ને ખવડાવતા હતા, નાસ્તો કરતા હતા, નાનામોટાના આશીર્વાદ લેતા હતા અને સમવયસ્ક એકબીજાને ગળે મળીને શુભેચ્છાનું આદાનપ્રદાન કરતા હતા અને આ ખરેખર હાર્દિક હતું, કોઈ દેખાડો નહોતા કરતા. સમય પસાર થતા લોકો વ્યસ્ત થવા લાગ્યા. વધતા શહેરીકરણ અને એકાકી પરિવારે અંતર પેદા કર્યું, પણ તેની ભરપાઈ ગ્રીટિંગ કાર્ડ્સની આત્મીયતાથી થવા લાગી, પરંતુ રૂબરૂ મળવાનો રિવાજ ખતમ થઈ ગયો છે. લોકો પોતાના શહેરના સગાંસંબંધીને મળવામાં જ દિવાળીની સાર્થકતા સમજતા હતા. આજના ડિજિટલ સમયમાં આત્મીયતા, ભાઈચારો, સંવેદના, ભાવના અને શુભેચ્છાનો અંત આવી ગયો છે. આજે દિવાળીની સવાર આનંદોલ્લાસથી નથી થતી, તે સ્માર્ટફોન જેાવાની ઉત્સુકતાથી થાય છે કે કેટલા લોકોના શુભેચ્છા મેસેજ આવ્યા છે. ગુસ્સો ત્યારે આવે છે જ્યારે ખબર પડે છે કે મુશ્કેલીથી ૩૦-૪૦ લોકોએ જ વિશ કર્યું, તે પણ કોપીપેસ્ટ અને ફોરવર્ડ મેસેજ. હા, ગ્રૂપમાં અવારનવાર લોકોના મેસેજ આવતા રહે છે, જેને જેાઈને ખુશી ઓછી અને ગુસ્સો વધારે આવે છે, કારણ કે આ મેસેજ દિવાળીના અઠવાડિયા પહેલાંથી વાયરલ થાય છે જેમાં નવાપણું નથી હોતું અને પોતાનાપણું નથી હોતું, જેના માટે દિવાળી ઓળખાય છે. બધું જૂઠું, બનાવટી અને ઔપચારિક હોય છે. તેથી બધાના મોંથી સાંભળવા મળે છે કે હવે દિવાળી ક્યાં પહેલાં જેવી રહી છે.

આવો પહેલાં જેવી દિવાળી ઊજવો
દિવાળી પહેલાં જેવી ખુશનુમા, આત્મીય અને શુભ-લાભવાળી થવી અશક્ય વાત નથી, પણ શરત એ છે કે શુભેચ્છા આપવાની રીત બદલાવી. આ ખૂબ સરળ છે જેના માટે આપણે આળસ અને સ્વાર્થની સાથેસાથે આંશિક અહમ્ છોડવો પડશે, જેને ત્યાગવાના ઉપદેશ રાતદિવસ અહીંથી ત્યાં આપે છે. સોશિયલ મીડિયાની એક ખામી છે કે તેમાં શુભેચ્છા આપનાર અને લેનાર જાણે સમજે છે કે તે બસ આમ જ એક રિવાજ હેઠળ ટાઈમ પાસ કરવા અને ખાનાપૂર્તિ માટે આપવામાં આવે છે.

જાતે જઈને આપો : દરેકના જીવનમાં કેટલાક લોકો તો એવા હોય છે જેના વિના સમાજ ભીડ બનીને રહી જાય. તેથી આ દિવાળી એવા લોકોના ઘરે જઈને વિશ કરો. તે સગાંસંબંધી પણ હોઈ શકે છે. સહકર્મી પણ હોઈ શકે છે, પાડોશી અને મિત્રો પણ હોઈ શકે છે જેથી સોશિયલ મીડિયાના લીધે આપણે દૂર થઈ ગયા છીએ. ભોપાલના એક વડીલ જી સક્સેના કહે છે કે ગઈ દિવાળીમાં તે ત્યારે ખુશ થયા જ્યારે તેમના ભત્રીજા અનિકેતે પત્ની અને ૭ વર્ષના દીકરા સહિત ઘરે આવીને પગે લાગીને આશીર્વાદ લીધા હતા અને થોડો સમય સાથે વિતાવ્યો હતો. આ બંનેની કહાણી ખૂબ લાંબી છે જેનો સાર એ છે કે કૌટુંબિક કડવાશના લીધે વર્ષોથી બોલચાલ સુધ્ધા બંધ હતી જે દિવાળીમાં મળતા જ દૂર થઈ ગઈ. તે કડવાશ, હકીકતમાં એક ગેરસમજ હતી. હવે અનિકેતના દિલનો બોજ ઊતરી ગયો. કેટલાય લોકોને મળવું મહત્ત્વપૂર્ણ હોય છે, જેના માટે દિવાળી ખરેખર શુભ પ્રસંગ છે. જેમ કે તમે અને તમારા બોસ એક જ શહેરમાં રહો છો તો દિવાળીમાં જઈને શુભેચ્છા આપવી પૂરા વર્ષ માટે નવા દરવાજા ખોલવાની વાત સાબિત થઈ શકે છે. નિશ્ચિત છે કે જેના ઘરે તમે જશો તેને એ અહેસાસ કરાવવામાં સફળ રહેશો કે તમે તેને કેટલું મહત્ત્વ આપો છો. જવાનો એ મતલબ નથી કે દિવાળીના દિવસે જ જાઓ, પરંતુ દિવાળીના ૪-૫ દિવસ પછી સુવિધાનુસાર જઈ શકો છો. તમારી સાથે મીઠાઈનું બોક્સ અથવા નાની ભેટ હોય તો સારી વાત છે. તમે અનુભવશો કે ખુશ અને સંતુષ્ટ તમે પણ છો, નહીં તો દિવાળીના ૩-૪ દિવસ તમે સ્માર્ટફોન સાથે એકલતાના અંધારામાં વિતાવશો.

ફોન કરી શકો છો : કદાચ કોઈ કારણસર ન જઈ શકો તો બીજી રીતે ફોન કરીને શુભેચ્છા આપવાની છે. સામાન્ય રીતે છેલ્લા ૧૦-૧૨ વર્ષથી લોકો એકબીજાને વોટ્સએપ મેસેજથી વિશ કરે છે. કોઈ યાદ નથી રાખતું, કારણ કે કેટલાક કલાક અથવા દિવસમાં તે ડિલીટ થઈ જાય છે, પરંતુ ફોન કરીને વાત કરશો તો ભૂલવું સરળ નથી હોતું. મેસેજવાળી શુભેચ્છા તો ઘેટાબકરા જેવી હોય છે, જેને કોઈ વ્યક્તિગત રીતે કે ગંભીરતાથી નથી લેતું. બેંગલુરુની એક સોફ્ટવેર કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતી અપૂર્વા કહે છે, ‘‘દિવાળીના દિવસે સવારથી જ હું પરિચિત, મિત્રો, સગાંસંબંધી અને કલીગને ફોન કરીને શુભેચ્છા આપું છું તો તેની ફીલિંગ્સ મેસેજની સરખામણીમાં વધારે સારી આવે છે. આજકાલ લોકો બિઝી રહેવા લાગ્યા છે, તેથી ફોન પર તે લોકો સાથે વાત થાય છે જેમની પાસે કોઈ કામ હોય, પરંતુ તે લોકો ઓછા ઘમંડી નથી હોતા, જેમને કોઈ કામ નથી હોતું. તેથી દિવાળીમાં બધા કામકાજ છોડીને હું બધાને ફોન કરું છું તો એવું લાગે છે લાગણીઓનું નવીનીકરણ થયું. હું નવા ઉત્સાહ અને ઊર્જ અનુભવું છું.

તેમને તો મળી શકો છો : સમય એપાર્ટમેન્ટ અને કોલોનીનો છે. આશ્ચર્યની વાત એ છે કે કારણ કોઈ પણ હોય, આપણે પાડોશીને સારી રીતે જાણતા નથી. દિવાળીમાં સંકોચ, પૂર્વગ્રહ અને અહમ્ ભૂલીને પાડોશીઓને જાતે જઈને શુભેચ્છા આપશો તો ન માત્ર સાચા પાડોશીની ઓળખ થશે, પરંતુ ભવિષ્ય માટે એક સ્થાયી મિત્ર મળવાની શક્યતા વધી જશે. સુખમાં આવો ન આવો. દુખ અને તકલીફના સમયે પાડોશી જ સૌપ્રથમ કામ આવે છે. આ પ્રચલિત વાત કારણ વિનાની નથી, પણ હકીકત છે. તેથી પાડોશીઓ પાસે શુભેચ્છા આપતા ખચકાશો નહીં. શક્ય છે જે સંકોચના તમે શિકાર છો. પહેલ કોઈ પણ કરે. આ દિવાળીમાં સંકોચ દૂર કરો. આજકાલ લોકો સોશિયલ મીડિયાથી ટેવાઈ ગયા છે, પરંતુ તેનો વિકલ્પ નથી શોધી રહ્યા, જ્યારે તમે જે પોતાનાપણું, લાગણી અને મિત્રતાનો વિકલ્પ સોશિયલ મીડિયાને માન્યો હતો તેને છોડીને ફરીથી હળવામળવા અને દિવાળીની શુભેચ્છા જાતે જઈને અથવા ફોન કરીને આપવાનો સિલસિલો શરૂ કરો.

દિયર છે પ્રેમી નહીં

નીતાના જ્યારે લગ્ન થયા ત્યારે તેનો દિયર રવિ ઈંટરમીડિયેટમાં ભણતો હતો. નીતા ખૂબ સુંદર અને આકર્ષક હતી. શરમાળ રવિને ભાભીનો સાથ ગમવા લાગ્યો હતો. જેાકે સંબંધ હસીમજાકનો હતો, તેથી મજાકમસ્તી ચાલતા રહેતા. થોડા સમય પછી બંને એકબીજાને મોબાઈલ પર મેસેજ એક્સ્ચેન્જ અને ફોરવર્ડ કરવા લાગ્યા. ભાભી અહીં ખૂબ ખુશીઆનંદમાં હતી. રવિના ભાઈ પાસે સારી નોકરી હતી અને તેઓ ઉદાર પણ હતા. પછી રવિ ધીરેધીરે ભાભી તરફ ઢળતો ગયો. આ સમયગાળામાં રવિના મધરનું મૃત્યુ થઈ ગયું, ત્યારે તે સંપૂર્ણપણે પોતાની ભાભીને આરશ્રત થઈ ગયો. હવે તે પોતાનું શહેર છોડીને ભાભી પાસે રહેવા લાગ્યો હતો. મા રહી નહીં, ભાઈ યાદમાં ઉદાસ રહેવા લાગ્યા અને ભાભી સ્વચ્છંદી બનતી ગઈ. દિયર કોલેજમાં ભણતો હતો, તેથી ભાભી સાથે દરેક પ્રકારની વાત થતી હતી. રવિના ફોનમાં ઘણા બધા સેક્સી વીડિયો અને પોર્ન હતા. તે વીડિયોને પણ ભાભી છુપાઈને જેાઈ લેતી હતી.

મર્યાદા ભૂલી જવી
આ નિકટતા ધીરેધીરે મર્યાદા તોડવા લાગી, કારણ કે બંનેને કોઈ રોકટોક નહોતી. દિયરભાભી એકબીજાને દિલની દરેક વાત કરતા હતા. રવિ મહેનતુ હતો, તેથી ખૂબ જલદી તેને જેાબ પણ મળી ગઈ, પરંતુ ભાભીના શહેરમાં તેનું આવવુંજવું ચાલુ રહ્યું હતું. જ્યારે પણ તેઓ મળતા ત્યારે ખૂબ સારી વાત થતી. અહીં સુધી ઠીક હતું, પરંતુ દિયરભાભીને રોકનાર કોઈ નહોતું. તેથી સમય જતા તે બંને બધી મર્યાદા ભૂલવા લાગ્યા.
જ્યારે તેમની વચ્ચે કોઈ આવ્યું નહીં ત્યારે તેઓ માનવા લાગ્યા કે તે જે કંઈ કરી રહ્યા છે, તે ઠીક છે. બોલ્ડ થઈ ગયેલા આ ખુલ્લા સંબંધ પર પ્રશ્નાર્થ ત્યારે લાગ્યો જ્યારે દિયર રવિના લગ્ન થઈ ગયા. ૨-૩ વર્ષ રવિ પોતાની પત્ની સાથે ખુશ રહ્યો, પરંતુ ચંચળ સ્વભાવનો રવિ ક્યાં સુધી પોતાની પત્નીના પાલવ સાથે બંધાયેલો રહે. લગ્ન પછી પણ રવિના ભાભી સાથે સેક્સનાં સંબંધ ચાલુ રહ્યા. તે ભાભીને દરેક વાત પૂછતો. નીતા પણ તેને સલાહ આપતી કે કેવી રીતે કામ કરવાનું. જેાકે આ બધું રવિની પત્નીને ગમતું નહોતું, પરંતુ તેની ચિંતા રવિને નહોતી કે ન નીતાને.

દિયર સાથે પ્રેમ
નીતાના પતિ થોડા ઉંમરલાયક હતા, જ્યારે તે ખૂબસૂરત અને નાજુકનમણી. પતિ ગંભીર હતા, જ્યારે તે ચંચળ, પતિ એટલા હેન્ડસમ નહોતા, જ્યારે તે વધારે સુંદર અને નટખટ. બીજી તરફ તેનો દિયર રવિ એક હેન્ડસમ, ફેશનેબલ યુવાન હતો. સુંદર ભાભીનું તે ધ્યાન રાખતો હતો. તેની સાથે છેડછાડ અને અંગત વાત પણ થતી, પરંતુ તેના આ સંબંધથી કેટલી જિંદગી બરબાદ થઈ રહી હતી. તેની આ બંનેને ચિંતા નહોતી. સુંદર ભાભીનો આશિક દિયર છેલછબીલો અને ગભરુ યુવાન પોતાના ભાઈ સાથે દગો કરી રહ્યો હતો, પોતાની પત્નીને પણ વફાદાર રહ્યો નહોતો.
આ સમયગાળામાં ભાભી નીતા એક યુવાન થઈ રહેલી દીકરીની મા બની ગઈ હતી, પરંતુ તેને ક્યાં ચિંતા હતી, કારણ કે તેને લાગતું હતું કે તે પૈસાદાર છે, પતિ વશમાં છે, તેથી દિયર સાથેના પ્રેમને તે સાઈડ બિઝનેસ સમજતી હતી. જેાકે તેની દીકરી ઘણું બધું જેાઈ રહી હતી.

દાંપત્યજીવનમાં સાઈડ સંબંધ જેાખમી
દાંપત્યજીવનમાં શું હવે લિવ ઈન રિલેશનશિપ કે આવા સાઈડ બિઝનેસ ખૂબ ભયજનક પરિણામ લાવી રહ્યા છે. આ સ્થિતિમાં સારું તો એ હોત કે નીતાએ પોતાના દિયર સાથે પ્રેમમાં ન પડતા પોતાની ઘરગૃહસ્થી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોત, પરંતુ ઈર્ષાવશ પોતાની દેરાણીને બાળવા માટે તેણે શરીરના જાદૂનો ઉપયોગ કર્યો. રવિની પત્ની સુધા સુંદર હતી, પરંતુ પતિ જ્યારે પૂરી રીતે ભાભીની મુઠ્ઠીમાં હતો, ત્યારે તે નિ:સહાય થઈને ચુપ રહી જતી. આ સ્થિતિમાં તે ખૂબ ચિડાઈ જતી હતી. રવિ પણ તેને હંમેશાં મહેણાંટોણાં મારતો રહેતો, ચિડવતો અને ઓફિસ ગયા પછી પણ પોતાની ભાભી સાથે કલાકેકલાકે ફોન કરતો રહેતો. બીજી તરફ ભાભી નીતા પણ વારંવાર તેની સાથે વીડિયો ચેટ કરતી રહેતી.
આ પ્રકારના સંબંધને કંટ્રોલ કરવા ખૂબ મુશ્કેલ હોય છે અને દિયરભાભી વચ્ચેની હસીમજાકને તો બધાએ સહન કરવી પડે છે, જેાકે આવા અનૈતિક સંબંધમાં સુધારો થશે, તેની કોઈ ખાતરી નથી હોતી.
– જેાગેશ્વરી સધીર.

પતિપત્નીવચ્ચે જ્યારે ત્રીજી વ્યક્તિ આવી જાય

અમૃતા પ્રીતમ એવા પહેલા સાહિત્યકાર છે, જેમના સાહિત્ય વધારે તેમની સાથે જેાડાયેલા પ્રેમપ્રસંગોને વાંચવામાં આવે છે. આજનો યુવાવર્ગ એ વાત જાણીને આશ્ચર્ય અનુભવી શકે છે કે ઘોષિતરૂપે લિવિંગ ટૂ ગેધરનું ચલણ વાસ્તવમાં અમૃતા પ્રીતમે શરૂ કર્યું હતું, જેઓ પોતાના એક પ્રેમી ઈમરોઝ સાથે ૪૦ વર્ષ સુધી એક છતની નીચે રહ્યા.
પરંતુ તેઓ પોતાના જમાનાના પોતાના જેટલા પ્રખ્યાત ગઝલકાર સાહિર લુધિયાનવીને પણ પ્રેમ કરતા હતા અને તે પહેલા તેઓ પોતાના પરિણીત કારોબારી પતિ પ્રીતમ સિંહને પણ પ્રેમ કરતા હતા, તેથી તેમણે પોતાનું તખલ્લુસ એટલે કે ઉપનામ પ્રીતમ ક્યારેય દૂર કર્યું નહીં, નહીં તો લગ્ન પહેલાં તેમનું નામ અમૃતા કૌર હતું. પ્રીતમ સિંહથી તેમને ૨ બાળકો થયા હતા, પરંતુ ડિવોર્સ પછી લોકો ઈમરોઝ જેઓ વ્યવસાયે એક ચિત્રકાર હતા તેમને તેમના પતિ સમજવા લાગ્યા હતા. તેમના જીવનમાં પ્રીતમનો રોલ ડિવોર્સની સાથે પૂરો થઈ ગયો હતો.
જેાકે અહીં કહેવાનો અર્થ એ નથી કે અમૃતા પ્રીતમ નામની સાહિત્યકાર જેમને પોતાની રચના માટે અનેક નાનામોટા પુરસ્કાર અને સન્માન દેશવિદેશમાંથી મળ્યા. તેમણે પ્રેમ અને વ્યભિચાર વચ્ચેના ફરકને નાબૂદ કરી દીધો હતો, પરંતુ હકીકત એ છે કે તેમણે પ્રેમના સાચા માપદંડ તે સમયગાળામાં સમજાવ્યા હતા. જ્યારે કોઈ ડિવોર્સી અથવા પરિણીત કે પછી કુંવારી મહિલાના પ્રેમ કરવાને પાપ અને કોઈ કુંવારીનું પ્રેમમાં પડવું ચારિત્ર્યહીનતા, અપરાધ, મૂર્ખતા, બહેકી જવું કે પછી ભૂલ સમજવામાં આવતું હતું.
આજના યુવા લગભગ અમૃતા, ઈમરોઝ અને સાહિર જેવો પ્રેમ કરી રહ્યા છે, જેમાં ઘર અને સમાજના ચંચુપાતને કોઈ સ્પેસ ન હોય અને પ્રેમમાં બંધાયેલા રહેવાના વચનો વિધિ એટલે કે પ્રતિબંધ પણ ન હોય. વર્ષ ૨૦૧૯ માં અમૃતા પ્રીતમની જન્મ શતાબ્દી પર ગૂગલ પર સૌથી વધારે તેમના પ્રસંગોને સર્ચ કરવામાં આવ્યા હતા. તેમાં જેાકે યુવાનોની સંખ્યા સૌથી વધારે હતી, જેને જેાતા કહી શકાય કે તેમનામાંથી મોટાભાગના આ ટ્રાયેંગ્યુલરમાં પોતાની કોઈ સમસ્યાનું સમાધાન શોધી રહ્યા હતા.

ખૂબ મોટો પડકાર
હવે ન અમૃતા છે, ન સાહિર છે કે ન પ્રીતમ કે ઈમરોઝ છે, પરંતુ તેમના પ્રેમના કિસ્સા ઉદાહરણરૂપ અને બોધપાઠરૂપ બની રહ્યા છે, તો તેની ખાસિયત એ છે કે કોઈ ક્યારેય કોઈના માટે પઝેસિવ થયું કે ન તેમાંથી કોઈએ જરૂર કરતા વધારે ત્યાગ કર્યો હતો. આ ચારેય પાત્રોએ જે કંઈ પણ સ્થિતિ હતી, તેને સહજરૂપે સ્વીકારી લીધી હતી જે જેાઈને લાગે છે કે સાચો પ્રેમ કરવાની પહેલી શરત છે ખૂબ વિશાળ દિલ અને ઉદારતા જેમાં તમે પોતાની પત્નીના એક્સ પ્રેમી અથવા પતિનો સહજતાથી સ્વીકાર કરી લો.
એક ભારતીય પતિ માટે આ સિચ્યુએશન ખૂબ મોટી ચેલેન્જ સમાન હોય છે કે તે પોતાની પત્નીના પૂર્વ પતિ અથવા પ્રેમીનો સામનો થતા કેવી રીતે રિએક્ટ કરે. બધા ઈમરોઝ કે સાહિર લુધિયાનવી ન હોઈ શકે ને, જેા કબીરદાસના દોહા પ્રેમ ગલી અતિ સાંકરી જ મેં દો ન સમાય… વાળી માન્યતા તોડી નાખે. બધા પ્રીતમ પણ ન હોઈ શકે જેા જાણતાસમજતા હતા કે પત્ની બીજા કોઈને પ્રેમ કરવા લાગી છે, તેથી સગવડ જેાઈને તેને ડિવોર્સ આપી દે.

રસપ્રદ વાત
જેાકે એક રસપ્રદ વાત દેશભરમાં તાજેતરનાં દિવસોમાં એ સામે આવવાની છે કે કેટલાક પતિએ સમાજની કે દુનિયાની ચિંતા કર્યા વિના પોતપોતાની પત્નીના લગ્ન તેમના પ્રેમી સાથે કરાવીને એક નવું ઉદાહરણ સ્થાપિત કરી દીધું અન્યથા રોજરોજ એવા સમાચાર આવવા સામાન્ય છે જેમાં પતિએ પત્નીના પ્રેમીની હત્યા કરી દીધી, કારણ કે તે પત્નીના બીજા કોઈની સાથેના અફેરને સહન કરી શકતો નહોતો અથવા પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી.
આ બધા ઉદાહરણમાં સમજદાર કોણ? આ પ્રશ્નનો જવાબ સ્પષ્ટ છે કે એ પતિ જેમણે પોતાની પત્નીનો હાથ તેના પ્રેમીના હાથમાં સોંપીને પોતાની શાંતિની ઊંઘ અને શાંતિભરી જિંદગીની વ્યવસ્થા કરી લીધી. તે શંકા અને બદલાની આગમાં સળગતા ન રહ્યા કે ન હોશ અથવા નશામાં પત્નીને ચારિત્ર્યહીન કહી. તેની સાથે ન મારપીટ કરી કે ન તેની સાથે હિંસા કરી જે ઘણી બધી પરેશાની અને ઝઘડાનું કારણ બનતી હતી તેમજ તેનાથી કોઈને કંઈ નથી મળતું.

ત્રીજા’ ના ચક્કરમાં બરબાદી
પત્નીના પૂર્વ પતિ અથવા પ્રેમીનો સામનો થતા શું કરવું આ પ્રશ્ન કોઈ પણ પતિને અસહજ કરી દેનાર હોય છે. સભ્ય આધુનિક બની રહેલા સમાજનો આ એ યુગ છે જેમાં આ ત્રીજાને લઈને અવારનવાર ખુશીઆનંદથી ભરેલા ઘર ઊજડી રહ્યા છે. અત્યાર સુધી પ્રેમ કરવાને માત્ર પુરુષનો અધિકાર માનવામાં આવતો હતો, પરંતુ હવે ઊલટી ગંગા વહેવા લાગી છે, જે પોતાની સાથે બરબાદીનું તોફાન લઈને આવે છે અને આશ્ચર્યની વાત એ છે કે તેનું નુકસાન મોટાભાગે પતિએ ભોગવવું પડે છે. હવે આવી દુર્ઘટના રોજબરોજની વાત બની ગઈ છે જેમાં પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી દીધી.
ગત ૨૫ ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના બીકાનેર જિલ્લાના મહાજન નામના કસબામાં નહેર પાસે ૨૨ વર્ષના આમિરની લાશ મળી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ હત્યા આમિરની પત્ની સુલતાના અને તેના પ્રેમી સમીરે કરી હતી. જેાકે ૧૯ વર્ષ સુલતાનાની ૧૬ માર્ચના રોજ ધરપકડ કરી લેવામાં આવી છે.
આમિર અને તેના પરિવારજનોને સુલતાનાના પ્રેમની જાણ લગ્ન સમયથી હતી, પરંતુ ઈજ્જત જવાના ડરથી તેઓ મૌન રહ્યા હતા. પતિપત્ની વચ્ચે આ વાતને લઈને ઝઘડા પણ થતા રહેતા હતા. આખરે કંટાળીને એક દિવસ સમીરે સુલતાનાને કહી દીધું કે જ્યાં સુધી તારો પતિ જીવિત છે, ત્યાં સુધી આપણે એક નહીં થઈ શકીએ. પછી બંનેએ મળીને આમિરની હત્યા કરી નાખી. જેાકે હવે તેઓ જેલમાં બંધ છે એટલે કે એક થઈ શક્યા નહીં.

ભયજનક પરિણામ
દિલ્લીના બેગમપુર વિસ્તારના ૩૫ વર્ષના કરોડપતિ ડેરી કારોબારી પ્રદીપની લાશ ૨૧ ફેબ્રુઆરીના રોજ મળી હતી. પછી પોલીસ તપાસમાં જાણ થઈ કે આ ષડ્યંત્ર તેની પત્ની સીમા અને તેના પ્રેમી ગૌરવે રચ્યું હતું, જેા સીમા અને પ્રદીપના લગ્ન પહેલાંથી એકબીજાને પ્રેમ કરતા હતા અને પ્રેમ પણ એટલો કરતા હતા કે ગૌરવે ઉત્તર પ્રદેશથી દિલ્લી આવીને પ્રદીપના મકાનમાં એક રૂમ ભાડે લઈ લીધો હતો. પછી એક થવા માટે પ્રદીપને રસ્તામાંથી દૂર કરવા માટે તેમણે પ્લાનિંગ કરીને ભાડુતી હત્યારાને ૨૦ લાખ રૂપિયા આપ્યા હતા.

વિવાદ થાય છે
એટલે કે પત્નીના ‘બીજા’ ને લઈને ઝઘડા હવે ઊંચી સોસાયટીમાં પણ સામાન્ય થઈ ગયા છે. આવો જ એક રસપ્રદ કિસ્સો ભોપાલના પોશ વિસ્તાર કટારા હિલ્સ આવેલ છે. પત્ની સંગીતા અને તેના સોફ્ટવેર એન્જિનિયર પ્રેમી આશિષ પાંડેએ પતિ ધનરાજ મીણાની તેમના ફ્લેટમાં લાકડીથી મારીમારીને હત્યા કરી નાખી અને બીજા દિવસે લાશને ઠેકાણે પાડવા માટે આખો દિવસ પૂરા શહેરમાં ફરતા રહ્યા, પરંતુ કોઈ એકાંત જગ્યા કે તક ન મળી ત્યારે બંને કટારા હિલ્સ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કારની ડિક્કી ખોલીને ધનરાજની લાશ પોલીસને જાતે સોંપી દીધી.
આ કેસમાં સંગીતાએ ખૂબ નિર્દોષતાથી સ્વીકાર કરી લીધો કે તેના પ્રેમીના સહયોગથી પતિની હત્યા કરી દીધી છે. પ્રેમી આશિષને લઈને ધનરાજ અને સંગીતામાં અવારનવાર વિવાદ થતા રહેતા હતા.
આવા ૯૦ ટકા કિસ્સામાં મારો જ પતિ ગયો હતો, તેથી સ્પષ્ટ છે તેનું કારણ પતિ દ્વારા પત્નીના પ્રેમીનો સ્વીકાર ન થવો હોય છે. જેકે સ્વીકારની આશા પણ રાખી શકાય નહીં ને. જેાકે સ્વયં મહિલાઓ પણ આ વાતને સારી રીતે જાણતીસમજતી હોય છે કે પતિ તેમના લગ્ન પહેલાંના પતિ અથવા પ્રેમીને મુક્તમને નથી સ્વિકારી શકતો, કારણ કે લગ્નની પહેલી રાત્રે સૌપ્રથમ પ્રશ્ન એ થાય છે કે જેા, તારું આ પહેલા કોઈ અફેર રહ્યું હોય તો આજે જ જણાવી દે.
પરંતુ હવે સંપૂર્ણપણે આવું નથી રહ્યું. બેંગલુરુમાં એક સોફ્ટવેર કંપનીમાં જેાબ કરી રહેલા ભોપાલના આર્યમાનનું કહેવું છે કે મોટાભાગના યુવાનો જાણતા હોય છે કે લગભગ બધી છોકરીઓ લગ્ન પહેલાં પ્રેમ કરતી હોય છે, કારણ કે આજકાલ આઝાદી અને પ્રેમની તક તેમને પણ સમાન મળી રહી છે.

બદલાતો દષ્ટિકોણ
આજકાલ છોકરીઓ પણ પોતાના અફેરને છુપાવતી નથી, જે ભવિષ્ય માટે સારી વાત છે. આર્યમાન પોતાના બે મિત્રોના ઉદાહરણ આપતા જણાવે છે કે તેમને પોતાની પત્નીના અફેર વિશે જાણ હતી. તેમાંનો એક કાયદેસર પત્નીના પહેલા પ્રેમીને મળ્યો પણ હતો અને તેને પોતાના ઘરે ડિનર માટે ઈન્વાઈટ કર્યો હતો. તો શું આ નવા યુગમાં પતિએ આ મુદ્દે રોક્કળ કરવી, ચિડાવું, ઝઘડા કરવાનું છોડી દીધું છે અને તેમને પત્નીની છેતરપિંડી સામે કોઈ ફરિયાદ રહી નથી? શું ભારતીય સમાજ અંગ્રેજી સમાજ જેવો બની ગયો છે?
આ પ્રશ્ન પર આર્યમાનના મુંબઈમાં રહેતા એક મોટી મલ્ટિનેશનલ બેંકમાં કામ કરી રહેલા મિત્ર સારાંશ (નામ બદલ્યું છે) જણાવે છે કે ના એવું નથી, પત્નીનું અફેર પૂરી દુનિયામાં ક્યાંય સહજતાથી સ્વીકારવામાં નથી આવતું. મેં મારી પત્નીના પ્રેમીને ડિનર પર આમંત્રિત એટલે કર્યો હતો કે બંનેને એ સમજાઈ જાય કે હવે તેમની વચ્ચે માત્ર સામાન્ય મિત્રતા રહી છે અને પત્ની નેહા (નામ બદલ્યું છે) પણ મારી પર પૂરો વિશ્વાસ કરી શકે, કારણ કે તેણે લગ્ન પહેલાં મને બધું સાચેસાચું જણાવ્યું હતું, પરંતુ હા, જેા અચાનક આ બધું થયું હોત તો જરૂર મને ટેન્શન થયું હોત.

જ્યારે રહસ્ય પરથી પડદો દૂર થાય છે
પરંતુ સામાન્ય રીતે બધા યુવાનો આટલા સમજદાર પણ નથી હોતા. ભોપાલની ૨૮ વર્ષની વર્તિકા (નામ બદલ્યું છે) ને તેના પતિએ ૩ વર્ષ પહેલાં લગ્નના માત્ર ૪ મહિના પછી છોડી દીધી હતી, કારણ કે લગ્ન પછી એક દિવસ તેનો પ્રેમી ઘરે આવી ગયો હતો. તે સમયે બંને પુણેમાં નોકરી કરતા ભાડાના એક ફ્લેટમાં રહેતા હતા.
પતિને પહેલા ખચકાટ થયો અને સામાન્ય થવાની કોશિશ અથવા એમ કહીએ કે હકીકતનો સામનો કરવા માટે માનસિક રીતે તૈયાર થઈ રહ્યો હતો કે પ્રેમીએ પોતાની અને વર્તિકાની નૈનીતાલની ટ્રિપનો ઉલ્લેખ કરી દીધો. પછી આ ટ્રિપની કેટલીક અંતરંગ પળો વિશે હજી કંઈક કહી જ રહ્યો હતો કે પતિએ પોતાની પરનો કાબૂ ગુમાવી દીધો અને ખૂબ બીભત્સ અપશબ્દો બોલતા તેને ઘરમાંથી કાઢી મૂક્યો. જતાંજતાં ગુસ્સામાં પ્રેમીએ કહી દીધું કે હું અહીં એક સારી મિત્રતા અને રિલેશનની આશા લઈને આવ્યો હતો, પરંતુ તમે અસંસ્કારી માણસ નીકળ્યા, જેા વર્તિકા જેવી સુંદર અને પ્રતિભાશાળી છોકરીના પતિ બની ગયા છો. હવે જિંદગીભર મારું એઠું ચાટીને મને યાદ કરતા રહેજેા.
તેના ગયા પછી પતિએ વર્તિકાની તુલના વેશ્યા સાથે કરી દીધી. આ દશ્ય માનસિકતા અને વ્યવહારિકતાના દષ્ટિકોણથી બિલકુલ ઝૂંપડપટ્ટીના અભણ લોકો જેવું હતું, પરંતુ અહીં ફરક માત્ર એટલો હતો કે પાત્રોએ સ્વચ્છ સુઘડ કપડાં પહેર્યા હતા. તેઓ અંગ્રેજી સ્કૂલમાં ભણ્યા હતા, સારી નોકરી કરી રહ્યા હતા અને સભ્ય તથા આધુનિક સમાજનો ભાગ ગણાતા હતા. પતિ જણાવે છે કે તેના પ્રેમીના ગયા પછી તો મારી ઘરગૃહસ્થી વસતા પહેલાં જ ઊજડી ગઈ.
આ ઘટના પર વર્તિકા જણાવે છે કે પતિએ ફરી એક વાર મને કેરેક્ટરલેસ કહીને ઘરમાંથી કાઢી મૂકી, તે રાત મેં એક હોટલમાં પસાર કરી હતી અને બીજા દિવસની ફ્લાઈટથી ભોપાલ આવીને મમ્મીપપ્પાને વાત જણાવી હતી, પરંતુ દુખ ત્યારે વધ્યું જ્યારે મમ્મીપપ્પા બંનેએ મને ખોટી ઠેરવી. જેાકે તેમણે ચિંતા ન કરવાની સલાહ આપી કે ક્યારેક-ક્યારેક આવું પણ થાય અને તેઓ તેના પતિ સાથે આ મદ્દે વાત કરીને તેને સમજાવી લેશે.

શું કરશો જ્યારે કોઈ સમાધાન ન નીકળે
પરંતુ વર્તિકાના કેસમાં હજી સુધી કોઈ ઉકેલ નથી આવ્યો. બંનેના ડિવોર્સનો કેસ અદાલતમાં ચાલી રહ્યો છે. પતિએ તેના પિતાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે હવે કંઈ જ થઈ શકે તેમ નથી. હું કોઈ બીજાના એઠાને ચાટીને મારા સ્વાભિમાન સાથે જીવી શકું તેમ નથી. તમે અને તમારી છોકરીએ મને દગો કર્યો છે.
જેા તેણે પહેલા જ કહી દીધું હોત કે તે લગ્ન પહેલાં બીજા કોઈની સાથે નૈનીતાલની એક હોટલમાં ૨ રાત વિતાવી ચૂકી છે તો મેં કદાચ એડજસ્ટ કરી લીધું હોત, પરંતુ તેના એક્સે મારું ખૂબ મોટું અપમાન કર્યું છે, મારી મર્દાનગીને લલકારી છે. હું આત્મહત્યા નથી કરી રહ્યો તે જ પૂરતું છે. હવે ડિવોર્સ પછી તમે તેના પ્રેમી સાથે તેના લગ્ન કરાવી દેશો તો બધા ખુશ અને સુખી રહી શકીશું.

આકસ્મિક ઘટના
આ કિસ્સામાં સૌથી મોટી ભૂલ વર્તિકાના પ્રેમીની છે. તેના હેતુ અને દાનત પર પણ શંકા કરી શકાય તેમ છે. ત્યાર પછી વર્તિકાની પણ ભૂલ છે કે તેણે પોતાના પતિને અલ્ટ્રામોડર્ન સમજવાની ભૂલ કરી અને પ્રેમીને ઘરે બોલાવ્યો અને તે પણ લગ્નના તરત પછી જ્યારે પતિપત્ની બંને એકબીજાને બરાબર સમજી શક્યા નહોતા.
જેાકે અહીં વર્તિકાના પતિએ એ જ રિએક્ટ કર્યું, જે કોઈ પણ પતિએ કર્યું હોત, પરંતુ તેણે વિશાળ દિલથી નિર્ણય ન લીધો. જેા બારીકાઈથી જેાઈએ તો તેના ગુસ્સાનું કારણ પત્નીના એક્સની એ વાતો વધારે હતી, જેા તે સમયે કરવી બિનજરૂરી હતી. જેા તેમની વચ્ચે સામાન્ય વાતચીત થઈ હોત તો આ સ્થિતિ સર્જાઈ ન હોત.
સ્વયં વર્તિકાએ પણ સ્વીકાર્યું છે કે તે સાંજે જે પણ થયું તે અપ્રત્યાશિત હતું અને ઘટના આકસ્મિક બનવાથી પોતાના પ્રેમીને તે કંઈ બોલી શકી નહોતી. જેાકે આ કેસમાં સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તેણે પતિને લગ્ન પહેલાં બધું જણાવી દેવાની જરૂર હતી. બીજી એક વાત એ છે કે તેના પતિએ તેને પ્રોસ્ટીટ્યૂટ કહેવાની અને ઘરમાંથી કાઢી મૂકવાના નિર્ણય પર થોડો વિચાર કરવાની જરૂર હતી. કોઈને પણ આ રીતે પોતાની પત્નીને શું કોઈ પણ મહિલાનું અપમાન કરવાનો હક નથી. આવા મૂર્ખ સાથે કોઈ પણ છોકરી પૂરી જિંદગી પસાર કરી શકે નહીં. વર્તિકા જણાવે છે કે મેં બીજી છોકરીની જેમ પ્રેમ કર્યો હતો, કોઈ ગુનો કર્યો નહોતો.

હકીકત જણાવવી મોંઘી પડે છે
ઠીક આવી જ પરિસ્થિતિનો દોઢ વર્ષ પહેલાં કાનપુરના યુવાન પિંટુઐ સામનો કરવો પડ્યો હતો, જ્યારે લગ્નના થોડા જ દિવસ પછી લગ્નનો નશો ઊતરતા તેને લાગ્યું કે પોતાની પત્ની કોમલ મોબાઈલ ફોન પર બીજા કોઈની સાથે થોડી વધારે વાતો કરતી રહે છે. તેણે આ બાબતે તેને પૂછ્યું ત્યારે શરૂઆતમાં થોડી આનાકાની કર્યા પછી કોમલે સાચેસાચું જણાવી દીધું કે તેણે આ લગ્ન પોતાના ઘરના લોકોના દબાણવશ કર્યા છે. નહીં તો તે સ્કૂલના દિવસોથી પંકજ નામના એક છોકરાને પ્રેમ કરે છે અને તેને ભૂલી શકે તેમ નથી. આ ખુલાસો સાંભળીને પિંટુને જેારદાર ઝાટકો લાગ્યો, પરંતુ તેણે પોતાની જાતને સંભાળી લીધી અને તેના પ્રેમીને તે મળ્યો.
આ કેસમાં પિંટુએ પોતાની પર કોઈ અસર થવા ન દીધી કે ન પત્ની તથા સાસરીના લોકો પર દગો કરવાના કોઈ આરોપ મૂક્યા. વર્તિકાના પતિની જેમ પત્નીના ચારિત્ર્ય પર ન તો ખરુંખોટું સંભળાવ્યું, પરંતુ કોમલ અને પંકજના સાચા પ્રેમથી તે ખુશ થઈ ગયો. જેાકે પહેલા તેણે પતિની ફરજ નિભાવતા કોમલને સમજવી, પરંતુ જ્યારે કોમલે તેની સમક્ષ પોતાનું દિલ ખોલીને મૂકી દીધું ત્યારે તે પીગળી ગયો અને પોતાની પત્નીના લગ્ન તેણે તેના પ્રેમી સાથે કરાવી દીધા.
તેના માટે તેણે સૌપ્રથમ કાયદેસર કોમલને ડિવોર્સ આપ્યા અને પોતાની હાજરીમાં પત્નીના ૭ ફેરા તેના પ્રેમી સાથે ફરાવી દીધા. કોઈ અડચણ કે અઘટિત ઘટના ન બને તે માટે તેણે પોલીસની પણ મદદ લીધી હતી. પછી તેના આ ત્યાગ અને સમજદારીની ચર્ચા પૂરા દેશમાં થઈ અને તેના આ પગલાંની અસર પણ થઈ. ત્યાર પછી એવા સમાચાર પણ આવવા લાગ્યા, જેમાં પતિએ પોતાની પત્નીના પ્રેમીનો સહજતાથી સ્વીકાર કરી લીધો.

જુનવાણી માનસિકતા
જેાકે એ વાત પણ સાચી છે કે અમૃતા, ઈમરોઝ અને સાહિર જેવા પ્રસિદ્ધ કલાકારો પોતાનો એક અલગ સમાજ બનાવી લેતા હોય છે, જેમાં સ્વતંત્રતા અને સ્વછંદતામાં કોઈ ખાસ ફરક નથી રહેતો, પરંતુ સામાન્ય રીતે પોતાના બનાવેલા કાયદાકાનૂનની જાળમાં ફસાઈને તરફડતો રહે છે. આ જુનવાણી માનસિકતા છે કે કોઈ પતિ પોતાની પત્નીના પ્રેમીને લઈને ગુસ્સામાં આવી જાય છે અને તેનો સામનો સામાન્ય રીતે સહજ દેખાવાની કોશિશ કરતા કરે છે, પરંતુ પાછળથી તેની મર્દાનગી હિંસા અને શારીરિક તથા માનસિક અત્યાચાર રૂપે પત્ની પર ઊતરતી હોય છે.
અહીંથી જ એક ક્રાઈમ સ્ટોરીની સ્ક્રિપ્ટનો પણ જન્મ થાય છે. પતિ જે રીતે પોતાની પત્નીને પોતાની દાસી અને સંપત્તિ માનીને પરેશાન અને હેરાન કરે છે, બરાબર તે જ રીતે એટલી પ્રબળતાથી પત્ની પણ પોતાના પ્રેમીની વધારે નજીક પહોંચી જાય છે અને ત્યાર પછી એક દિવસ છાપામાં સમાચાર એવા શીર્ષક સાથે આવેલ હોય છે કે પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી દીધી.
કાનપુરના રહેવાસી પિંટુએ પણ આવું બધું કર્યું હોત તો શક્ય છે કે તેના હાલ પણ ભોપાલના ધનરાજ અથવા દિલ્લીના પ્રદીપ જેવા થયા હોત, તેથી પત્નીના પ્રેમીનો સામનો કરતા પહેલાં ખૂબ સમજદારી દાખવવી જેાઈએ. કોઈ પણ પ્રકારની હિંસા અથવા પત્નીને અવારનવાર હેરાન કરીને સજા આપવી તેમજ પોતે પણ રોજરોજ મરતા રહેવું આ સમસ્યાનું કાયમી સમાધાન નથી.
– ભારત ભૂષણ.

જ્યારે પતિ જ બળાત્કારી બની જાય

ઈઝરાયલની એક મહિલા શીરા ઈસકોવા પર સપ્ટેમ્બર, ૨૦૨૦ માં તેના પતિએ ૨૦ વાર ધારદાર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. ત્યાર પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. ડોક્ટરોનું કહેવું હતું કે મહિલાનું બચવું મુશ્કેલ છે, પરંતુ પોતાની હિંમતના જેારે શીરા મોતને હરાવીને જીવી ગઈ.
આ ઘટનાના ૧૪ મહિના પછી કોર્ટે ઘરેલુ હિંસાના કેસમાં કોઈ મજબૂત કાયદો ન હોવાથી તેના આરોપી પતિને નિર્દોષ જાહેર કરી દીધો. કોર્ટના આ જજમેન્ટને લઈને આ પીડિત મહિલાએ કહ્યું હતું, ‘‘મને શરીરમાં ૨૦ વાર ચપ્પુ મારવા છતાં એટલી પીડા થઈ નહોતી, જેટલી પીડા કોર્ટનો આ નિર્ણય સાંભળીને થઈ હતી.’’
ઈઝરાયલ જેવા સંપન્ન દેશમાં પણ એવા કાયદા છે, જ્યાં એક મહિલા પર તેના પતિ દ્વારા ૨૦ વાર ચપ્પુ મારવા છતાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. જેાકે ઈઝરાયલ એકમાત્ર એવો દેશ નથી, પરંતુ ભારત સહિત બીજા અનેક દેશમાં મહિલા વિરોધી કાયદા આજે પણ અમલી છે.

ભારતના પતિને રેપની આઝાદી
મેરિટલ રેપનો પ્રશ્ન સતત કોઈને કોઈ રીતે ચર્ચાનું કેન્દ્ર બનેલો છે. પરિણીત મહિલા સાથે થતી હિંસા આજે પણ બની રહી છે. ભારતમાં વૈવાહિક બળાત્કાર કાયદાની નજરમાં અપરાધ નથી એટલે કે જેા પતિ પોતાની પત્નીની મરજી વિના તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બનાવે તો તેને અપરાધ માનવામાં નથી આવતો.
એક પીડિત મહિલાએ જ્યારે કોર્ટમાં એમ કહીને ન્યાય માંગ્યો કે તેનો પતિ તેની સાથે અપ્રાકૃતિક કૃત્ય કરે છે, ત્યારે કોર્ટે એમ કહીને તેના પતિને બળાત્કારના આ કેસમાંથી અપરાધમુક્ત કરી દીધો કે જેા પત્ની કાનૂની દષ્ટિએ વિવાહિત છે અને તેની ઉંમર ૧૮ વર્ષથી વધારે છે, તો પત્ની સાથે બળપૂર્વક અથવા તેની ઈચ્છા વિરુદ્ધ અપ્રાકૃતિક યૌન સંબંધ અથવા યૌન ક્રિયા અપરાધ અથવા બળાત્કાર નથી.
આપણા ભારતીય સમાજમાં લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવ્યું છે, જ્યારે અહીં એક પતિ દ્વારા પત્નીની મારપીટ કરીને જબરદસ્તી રેપને કેમ અપરાધ માનવામાં નથી આવતો? શું પત્નીનો તેના દેહ પર કોઈ અધિકાર નથી? શું ૨૧ મી સદીમાં પણ લગ્ન પછી મહિલાની સ્થિતિ માત્ર પતિની દાસી જેવી છે અને શું તેનું કોઈ અસ્તિત્વ જ નથી? શું લગ્ન પછી ભારતીય પતિને કાયદાકીય રીતે પત્ની સાથે બળાત્કાર કરવાનું લાઈસંસ મળી જાય છે? જેા કોઈ પતિ તેની પત્ની સાથે મારપીટ કરીને જબરદસ્તી સેક્સ કરે, તો ભારતનો બળાત્કાર કાયદો પતિ પર લાગુ નથી થતો અને તેનું પરિણામ એ જેાવા મળે છે કે આજે મહિલાઓ મોટી સંખ્યામાં ઘરેલુ હિંસાનો શિકાર બની રહી છે.

મેરિટલ રેપ પીડિત મહિલાની કહાણી
લતા (નામ બદલ્યું છે) જણાવે છે કે તેનો પતિ રોજ દારૂના નશામાં ચકચૂર થઈને તેની સાથે જાનવરો જેવી વર્તણૂક કરે છે અને તે એક જીવતી લાશની જેમ બસ પડી રહે છે. ત્યારે તેના પતિ વધારે હિંસક બની જાય છે. દરરોજ રાત્રે તે પતિ માટે માત્ર એક રમવાના રમકડાં જેવી હોય છે, જેનો તે અલગઅલગ રીતે ઉપયોગ કરે છે.
પત્ની સાથેના ઝઘડાનું ખુન્નસ તે પત્ની પર બળાત્કાર કરીને કાઢે છે. તબિયત ખરાબ હોવા પર જેા તે ના કહી દે તો પતિ સહન નથી કરી શકતો. જેાકે હવે તે આવા સંબંધોથી ત્રાસી ગઈ છે. તેને ઈચ્છા થઈ આવે છે કે તે ક્યાંક ભાગી જાય, પરંતુ તેને ૨-૨ બાળકો ઉછેરવાના છે, તેથી તે આ અત્યાચાર સહન કરવા વિવશ થઈ ગઈ છે.
બીજી એક મહિલાનું કહેવું છે કે એક દિવસે તેના પતિએ તેની મારપીટ કરી અને તેને ઘસડીને રૂમમાં લઈ ગયો. તે સમયે તેણે પૂરી તાકાતથી પોતાની જાતને પતિથી અલગ કરવાની કોશિશ કરી, પરંતુ તે ન અટક્યો. ઘૃણાસ્પદ વાત એ છે કે તેણે તેના પ્રાઈવેટ પાર્ટમાં ટોર્ચ ઘુસાડી દીધી જેનાથી તે બેભાન થઈ ગઈ, પરંતુ પતિ દરવાજેા બંધ કરીને બહાર નીકળી ગયો. ત્યાર પછી ગમે તેમ કરીને તેની સાસરીના લોકોએ તેને હોસ્પિટલ પહોંચાડી. તે જણાવે છે કે આ ઘટના પછી તે ક્યારેય પોતાની સાસરીમાં ગઈ નથી.
સેક્સ માટે ખૂબ પરેશાન કરતો હતો
થોડા વર્ષ પહેલાં એક પત્ની દ્વારા સેક્સ માટે ના પાડતા પતિએ તેનું ગળું દબાવીને તેને મારવાની કોશિશ કરી હતી. ૩૪ વર્ષની મહિલા સંગમ વિહારમાં પોતાના પતિ અને ૨ બાળકો સાથે રહેતી હતી. બંનેના લગ્નને ૧૭ વર્ષ થઈ ગયા હતા અને બંને વચ્ચે અવારનવાર સેક્સ બાબતે ઝઘડા થતા હતા.
પત્નીનો આરોપ હતો કે લગભગ ૧ મહિના પહેલાં તેણે ફેમિલી પ્લાનિંગનું ઓપરેશન કરાવ્યું હતું, તેથી ડોક્ટરે ૩ મહિના સુધી તેને શારીરિક સંબંધ બાંધવાની ના પાડી હતી, પરંતુ પતિ અવારનવાર તેને સેક્સ માટે પરેશાન કરતો હતો. એક દિવસે તે એમ કહીને પત્નીનું ગળું દબાવવા લાગ્યો કે જેા તું મારી સાથે સેક્સ નહીં કરે તો હું તને જાનથી મારી નાખીશ. પછી કંટાળીને પત્નીઐ પોલીસને ફોન કરવો પડ્યો.
આ બધું જેાઈને પ્રશ્ન થાય છે કે આપણા સમાજમાં લગ્નને ટકાવી રાખવા અને પતિને ખુશ રાખવાની જવાબદારી માત્ર મહિલાઓ પર કેમ હોય છે? શું મહિલાના શરીર અને ઈચ્છાનું કોઈ જ મહત્ત્વ નથી?

કોર્ટની દલીલ
કોર્ટના જણાવ્યા અનુસાર એ વાત કેવી રીતે સાબિત થશે કે ઘરની ચાર દીવાલ વચ્ચે શું થયું છે? કેવી રીતે જાણ થશે કે આ પ્રકારના સેક્સમાં પત્નીની મંજૂરી હતી કે નહીં? જેાકે રેપના કેટલાક જૂઠા કેસ અદાલતમાં પહોંચ્યા છે અને તેનાથી અનેક જિંદગી બરબાદ થઈ છે. બેડરૂમની વાતોને અદાલત સુધી લઈ જવાની આ કોશિશ ખૂબ ભયજનક સાબિત થઈ શકે છે, તેથી મેરિટલ રેપને અપરાધના પરિઘમાં મૂકવો યોગ્ય નથી, કારણ કે તેનાથી લગ્ન સંસ્થા જેાખમમાં મુકાઈ શકે છે.
પરંતુ જેા એક એવી સંસ્થાનો પાયો બળાત્કાર જેવા અપરાધ પર ટકેલો હોય તો તે સંસ્થાનું તૂટી જવું ઉત્તમ રસ્તો છે. મેરિટલ રેપ કોઈ ઘરની ચાર દીવાલ વચ્ચેની વાત નથી, પરંતુ એક અપરાધ છે. પછી આ અપરાધ ભલે ને કોઈ પણ કરે તેનાથી તેનું ચારિત્ર્ય અથવા પરિભાષા બદલાતા નથી.
મેરિટલ બળાત્કારનો મુદ્દો ઘણી વાર સંસદમાં પણ ચર્ચામાં આવ્યો છે, પરંતુ તેનું પરિણામ કંઈ જ ન આવ્યું. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટ પણ પત્નીની સહમતી વિના તેની સાથે યૌન સંબંધ સ્થાપિત કરવાના કૃત્યને અપરાધ જાહેર કરવાની ના પાડી ચૂકી છે.
‘યુનિવર્સિટી ઓફ વોરવિક’ ને દિલ્લી યુનિવર્સિટીમાં પ્રોફેસર રહેલા ઉપેન્દ્ર બક્ષી જણાવે છે, ‘‘મારા માનવા મુજબ આ કાયદાને નાબૂદ કરી દેવો જેાઈએ. છેલ્લા થોડાક વર્ષોમાં મહિલાઓ વિરુદ્ધ થતી ઘરેલુ હિંસા અને યૌન હિંસા સંબંધિત કાયદામાં પ્રગતિ જરૂર થઈ છે, પરંતુ વૈવાહિક બળાત્કારને અટકાવવા માટે કોઈ જ પગલાં ભરવામાં નથી આવ્યા.
૧૯૮૦ માં પ્રોફેસર બક્ષી જાણીતા વકીલોમાં સામેલ હતા અને તેમણે સાંસદોની સમિતિને ભારતમાં બળાત્કાર સાથે જેાડાયેલા કાયદામાં સંશોધન માટે ઘણા બધા સૂચન મોકલ્યા હતા. જેાકે સમિતિએ તેમના બધા સૂચનનો સ્વીકાર કરી લીધો હતો. સિવાય મેરિટલ રેપને અપરાધ જાહેર કરવાની વાત. સરકારે દલીલ કરી હતી કે વૈવાહિક કાયદાનું અપરાધીકરણ લગ્ન સંસ્થાને અસ્થિર કરી શકે છે અને મહિલાઓ તેનો ઉપયોગ પુરુષોને પરેશાન કરવા માટે કરી શકે છે.
વર્ષ ૨૦૧૩ માં સંયુક્ત રાષ્ટ્રની એક સમિતિએ ભારતના આ વલણ પર ચિંતા વ્યક્ત કરતા એક ભલામણ કરી હતી કે ભારત સરકાર વૈવાહિક બળાત્કારને અપરાધ જાહેર કરે. નિર્ભયા કેસમાં થયેલા પ્રદર્શન પછી બનાવવામાં આવેલી જે.એસ. વર્મા સમિતિએ તેની ભલામણ કરી હતી. જેાકે આ મુદ્દે ઘણી બધી સમિતિ બનાવવામાં આવી, પરંતુ સ્થિતિ એવી જ રહી છે.
વર્ષ ૧૯૪૭ માં ભારતનો અડધો ભાગ આઝાદ થયો હતો, જ્યારે બાકીનો અડધો આજે પણ ગુલામ રહ્યો છે. મહિલાઓ પુરુષપ્રધાન માનસિકતા હેઠળ ગૂંગળાઈ રહી છે. એમ જેાઈએ તો ભારત માત્ર આધુનિકતાનું મહોરુ પહેરેલો છે. જેા તેની પાછળ જેાઈએ તો અસલી ચહેરો સ્પષ્ટપણે નજરે પડે છે.

પત્નીનું શરીર સંપત્તિ નથી
ભારતીય સમાજના એક મોટાભાગમાં આજે પણ પત્નીના શરીર પર તેના પતિનો હક માનવામાં આવે છે. આ કથિત હકના હિસાબે લોકો પણ માની લેતા હોય છે કે તેમને પોતાની પત્ની સાથે તેની મરજી વિરુદ્ધ પણ સેક્સ કરવાનો અધિકાર છે, કારણ કે લગ્ન પછી પત્ની તેની સંપત્તિ સમાન છે જેનો તે ઈચ્છે એ રીતે ઉપયોગ કરી શકે છે.
આ સ્થિતિમાં વૈવાહિક બળાત્કાર જેવા મુદ્દા પુરુષો માટે વાહિયાત લાગે છે, પરંતુ શું લગ્નનો અર્થ પત્ની સાથે જબરદસ્તી કરવાની આઝાદી છે? શું કાયદાનો સહારો લઈને મહિલાઓ વિરુદ્ધ થઈ રહેલા અત્યાચારને યોગ્ય ઠેરવી શકાય છે?
હકીકતમાં જેાઈએ તો આપણા દેશમાં આજે પણ ઘરેલુ હિંસા વિરુદ્ધ કડક કાયદાનો અભાવ છે. પત્ની સાથેના બળાત્કાર વિરુદ્ધ ભારતમાં કોઈ કાયદો છે જ નહીં. તેમ છતાં અદાલતો એમ કહે છે કે મોટાભાગે મહિલાઓ કાયદાનો દુરુપયોગ કરે છે, પરંતુ આ જ કાયદો એક બળાત્કારીને પીડિતા સાથે લગ્ન કરવાની ઓફર આપે છે, જેથી તેની સજા માફ થઈ શકે.
જસ્ટિસ બોબડેએ એક સગીર છોકરી સાથે બળાત્કાર કરનાર આરોપી વ્યક્તિને પૂછ્યું હતું કે શું તે આ છોકરી સાથે લગ્ન કરવા તૈયાર છે સીજેઆઈએ વૈવાહિક બળાત્કારના એક અલગ કેસમાં બીજેા ભયાનક પ્રશ્ન એ પૂછ્યો હતો કે જ્યારે ૨ લોકો પતિ અને પત્ની તરીકે સાથે રહે છે, ત્યારે પતિ ભલે ને ગમે તેટલો ક્રૂર કેમ ન હોય, શું તેમની વચ્ચેના યૌન સંબંધને બળાત્કાર કહી શકાય છે?
શું આ પ્રકારના પ્રશ્ન ઘરેલુ હિંસાને વધારે પ્રોત્સાહન નથી આપતા? શું એક મનુષ્ય હોવા છતાં મહિલાને ‘ના’ કહેવાનો કોઈ હક નથી? પછી ભલે ને તે વ્યક્તિ તેનો પતિ જ કેમ ન હોય. પરિણીત હોવાથી રેપનો અપરાધ શું ઓછો ગંભીર થઈ જાય છે એટલે કે જેા પત્ની ૮ વર્ષની ઉપરની હોય તો પતિને વૈવાહિક બળાત્કાર માટે ‘હોલ પાસ’ મળી જાય છે. પતિ કોઈ પણ જાતના ડર વિના પોતાની પત્ની સાથે ઈચ્છે તે, ઈચ્છા મુજબ કરી શકે છે, પરંતુ તેની પર કોઈ કાયદાકીય પગલાં લેવામાં નહીં આવે.

પતિનો હક
આજે પણ કેટલાક લોકો એવા છે, જે પત્ની સાથેના બળાત્કાર વિરુદ્ધ કાયદા બનાવવાના પક્ષમાં નથી. ‘આંસર્સ ડોટ કોમ’ એ આ મુદ્દે થઈ રહેલી ચર્ચા પર લખ્યું હતું કે પતિનો તેની પત્નીના શરીર પર પૂરો હક છે. કોઈ સેક્સ વર્કર પાસે જવાથી સારું છે, પત્ની સાથે જબરદસ્તી કરો. બીજી એક વ્યક્તિએ લખ્યું હતું કે પત્ની સાથેનો બળાત્કાર એટલો ગંભીર મુદ્દો નથી જેટલો કે કોઈ છોકરી સાથે બળાત્કાર કરવો. પત્નીએ પોતાના પતિની જરૂરિયાતનું ધ્યાન રાખવું જેાઈએ.

નાક કપાવાનો ડર
મોટાભાગના કિસ્સામાં મહિલાઓ પોતાના ઘરમાં પતિના હાથે બળાત્કારનો શિકાર બને છે, પરંતુ તે પોતાની ફરિયાદ લઈને સામે નથી આવી શકતી, કારણ કે તેમનું માનવું હોય છે કે આમ કરવાથી સમાજમાં તેમનું નાક કપાશે અને જેા કોઈ મહિલા બળવો કરીને પોતાના હક માટે બોલવા પણ ઈચ્છે તો તેના અવાજને દબાવી દેવામાં આવે છે.
પરંતુ અફસોસની વાત એ છે કે આપણી ન્યાય પ્રણાલી પણ દોષીને સાથ આપે છે. નાનાથી લઈને મોટા અધિકારીને લાંચરૂપે પૈસા આપીને ખરીદી લેવામાં આવે છે. જ્યારે પશ્ચિમી દેશોમાં મહિલાઓના હિત માટે નવા કાયદા નથી બનતા, પરંતુ જેા કાયદા બનાવવામાં આવ્યા હોય તેનું કડકાઈથી પાલન કરવામાં આવે છે, પરંતુ આપણા દેશમાં જેા કોઈ કાયદો બનાવવામાં આવે તો પણ તેનું પાલન નથી થતું થતું, માત્ર તેનો દુરુપયોગ થાય છે.
૧૦૦થી પણ વધારે દેશમાં વૈવાહિક બળાત્કારને અપરાધની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ ભારત એ ૩૨ દેશની શ્રેણી છે, જ્યાં વૈવાહિક બળાત્કારને અપરાધ માનવામાં નથી આવતો. બ્રિટિશ શાસનના સમયનો આ કાયદો ભારતમાં વર્ષ ૧૮૬૦ થી લાગુ છે, જેમાં ઉલ્લેખ છે કે જેા પતિ પોતાની પત્ની સાથે બળજબરીપૂર્વક સેક્સ કરે અને પત્નીની ઉંમર ૧૮ વર્ષથી નાની ન હોય તો તેને રેપ માનવામાં નહીં આવે.
આ જેાગવાઈ પાછળ એ માન્યતા છે કે લગ્નમાં સેક્સની સહમતી છુપાયેલી હોય છે અને પત્ની આ સહમતીને પાછળથી પરત નથી લઈ શકતી, પરંતુ સ્વયં બ્રિટને પણ વર્ષ ૧૯૯૧ માં વૈવાહિક બળાત્કારને એમ કહીને બળાત્કારની શ્રેણીમાં મૂકી દીધો કે છૂપી સહમતીને હવે ગંભીરતાથી લઈ શકાય તેમ નથી, પરંતુ આપણી મહાન ભારતીય પુરુષપ્રધાન માનસિકતાએ લાંબા સમય સુધી એક વિટંબણાને જાળવી રાખી છે, જે આજે પણ ચાલુ છે.
મેરિટલ રેપનો અપવાદ આપણા કાયદા અને સમાજમાંથી પુરુષપ્રધાન માનસિકતા પ્રદર્શિત કરે છે. બ્રિટિશ સંસ્થાનો કાયદો લાગુ થયા પછી જ્યારે પહેલી વાર અપવાદને જેાડવામાં આવ્યો ત્યારે નીતિ નિર્માતાએ ચર્ચા કરી હતી કે શું કાયદાએ બળાત્કાર કરનાર પતિને બચાવવો જેાઈએ અથવા વૈવાહિક રેપને સહન કરવાથી પુરુષપ્રધાન પ્રવૃત્તિને અપવાદ કાયદેસરતા પ્રદાન કરે છે?
વૈવાહિક બળાત્કારનું પરિણામ છે કે આજે ઘણી બધી મહિલાઓ ઘરેલુ હિંસાનો શિકાર બને છે. આંકડા દર્શાવે છે કે દેશમાં લગ્ન કરનાર ૧૫ થી ૪૯ વર્ષની વચ્ચેની દર ૩ માંથી ૧ મહિલા પતિના હાથે હિંસાનો શિકાર બનવાની વાત કહે છે, એક સર્વે અનુસાર ૩૧ ટકા પરિણીત મહિલાઓ સાથે તેમના પતિ શારીરિક, યૌન અને માનસિક અત્યાચાર કરતા હતા.

મહિલાઓ પર વૈવાહિક બળાત્કારની અસર
પતિ દ્વારા વૈવાહિક બળાત્કાર અને બીજા અભદ્ર દુર્વ્યવહાર મહિલામાં તાણ, આઘાત, ભાવનાત્મક સંકટ અને આત્મહત્યાના વિચારો જેવા માનસિક સ્વાસ્થ્ય પ્રભાવ પેદા કરે છે. વૈવાહિક બળાત્કારનું હિંસક કૃત્ય બાળકોના સ્વાસ્થ્ય અને મનોસ્થિતિને પ્રભાવિત કરે છે.
એક તરફ પારિવારિક હિંસક વાતાવરણ તો બીજી તરફ રોજબરોજની આવી ઘટના મહિલાને અસર કરે છે તેની સાથે બાળકોનો યોગ્ય ઉછેર કરવાની તેની ક્ષમતાને પણ કમજેાર પાડી શકે છે. પરિચિત અથવા અપરિચિત વ્યક્તિ દ્વારા બળાત્કારનો શિકાર બનેલી પીડિતાની સરખામણીમાં વૈવાહિક બળાત્કારનો શિકાર બનેલી પીડિતા પર વારંવાર બળાત્કારનો શિકાર બનવાની શક્યતા વધારે રહે છે.
આ વાત ચોંકાવી દેનારી છે, પરંતુ વાસ્તવમાં એ છે કે આપણે એક એવા દેશમાં રહીએ છીએ, જેા મહદ્અંશે એમ માને છે કે એક ભારતીય મહિલા લગ્ન પછી ઘણી બધી વસ્તુ સાથે પોતાના પતિ માટે ક્યારેય પૂરી ન થનાર, બદલી ન શકનાર અને હંમેશાં માટે સહમતીને સોંપનાર હોય છે, જેને માત્ર મોત સમાપ્ત કરી શકે છે.
ભારતીય બંધારણનો અનુચ્છેદ ૧૪ એ સુનિશ્ચિત કરે છે કે રાજ્ય કોઈ વ્યક્તિને કાયદાની સમક્ષ સમાનતા અથવા ભારતના વિસ્તારની અંદર કાયદાના સમાન સંરક્ષણથી ઈન્કાર નહીં કરે, પરંતુ ભારતીય અપરાધિક કાયદો મહિલાઓ, તેમાં પણ ખાસ કરીને એવી મહિલાઓ સાથે ભેદભાવ કરે છે, જેમના પતિ દ્વારા તેમના પર બળાત્કાર કરવામાં આવે છે. જેાકે બંધારણ બધાને એક તરફ સમાનતાની ગેરન્ટી આપે છે.
આધુનિક સમાજમાં હવે દરેક સ્તરે મહિલાઓની ભાગીદારી તથા બરાબરીની કોશિશ થઈ રહી છે અને આ કોશિશનો શ્રેય પુરુષો આગળ વધીને લઈ રહ્યા છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે મેરિટલ રેપને અપરાધ જાહેર કરવામાં આવે. આ કાયદા અંતર્ગત એવી તમામ મહિલાઓ સાથે થતી બળાત્કારની ઘટનાને સામેલ કરી શકાય છે જેા ક્યારેક પરિણીત રહી હોય અથવા પરિણીત, ડિવોર્સી, પતિથી અલગ થઈને રહેતી હોય, તેમજ એવી મહિલાઓ તેમજ લિવિંગ પાર્ટનર સાથે તેની ઈચ્છા વિરુદ્ધ પતિ અથવા જીવનસાથી દ્વારા બળજબરીપૂર્વક યૌન સંબંધ બનાવવા અથવા બીજી કોઈ પણ પ્રકારની યૌન હિંસા વિરુદ્ધ જેાગવાઈ હોવી જેાઈએ.
સરકારે મહિલાઓના સન્માન અને અધિકારોના રક્ષણ માટે પત્ની સાથે પતિ દ્વારા થતા બળપૂર્વકના યૌનાચારને બળાત્કારની શ્રેણીમાં સામેલ કરવાની દિશામાં સકારાત્મક પગલાં ભરવા પડશે, નહીં તો હારી-થાકીને મહિલાઓને પણ આ જ પુરુષપ્રધાન વ્યવસ્થામાં રોજ મરીમરીને જીવવા વિવશ થવું પડશે. કુલ મળીને જેાઈએ તો વૈવાહિક બળાત્કારને અપરાધની શ્રેણીમાં ન મૂકવાની વાત પુરુષપ્રધાન સમાજ વ્યવસ્થાને વધારે મજબૂત બનાવશે.
– મિની સિંહ.

વાંચવા માટે અમર્યાદિત વાર્તાઓ-લેખોસબ્સ્ક્રાઇબ કરો