કામસૂત્ર વર્જિત નથી

થોડા સમય પહેલાં મુંબઈની કોલેજ વિદ્યાર્થિનીઓના એક જૂથે છોકરીઓને પ્રોત્સાહિત કરવા માટે સોશિયલ મીડિયા પર એક પહેલ શરૂ કરી હતી, જેથી તેઓ સેક્સ અને મહિલાઓની ઈચ્છાઓ વિશે ખૂલીને વાત કરી શકે. પછી થોડા મહિનામાં તેમના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં પહોંચી ગઈ અને આ રીતે તેમણે ઈંસ્ટાગ્રામ પર એક સન્માનજનક સ્થાન પ્રાપ્ત કરી લીધું. ઓહ માય ઋતિક ડોટ કોમની ૫ સંસ્થાપકમાંથી ૨ કૃતિ કુલશ્રેભ અને માનસી જૈનનું કહેવું છે કે હસ્તમૈથુન, વાસના, યૌન ઈચ્છા અને યૌન આનંદ આ એવી વસ્તુ છે, જેને યૌવન શરૂ થતા આપણા હોર્મોન્સ તેને પ્રદાન કરે છે, પરંતુ આ વિષય પર આપણે ક્યારેય ખૂલીને વાત કરતા નથી અને તેમાં પણ ખાસ છોકરીઓ.

વાસનાની કહાણી
૨૦૧૮ ની ઠંડીની ઋતુમાં મુંબઈની કોલેજ વિદ્યાર્થિનીઓ કૃતિ માનસી, વૈશાલી માણેક, સુપર્ણા દત્તા અને રેવિકા સિંગલાએ નિર્ણય કર્યો કે તેઓ મહિલાઓની કલ્પના અને તેમના આત્મઆનંદ વિશે વાતચીતની શરૂઆત કરશે. તેઓ આ વિષયને પોતાના ‘બેચલર્સ ઓફ માસ મીડિયા’ ના કોર્સના ક્લાસ એસાઈન્મેન્ટના ભાગરૂપે ઉપયોગ કરવા ઈચ્છતી હતી, પરંતુ તેમની કેટલીક સાહેલીઓને આ વિષય ગમ્યો નહોતો અને તેઓ તેમનાથી અલગ થઈ ગઈ, પરંતુ તે છોકરીઓ પણ માનસિક રીતે આ વિષય પર ઊંડાણપૂર્વક અને પ્રામાણિકતાથી જેાડાયેલી રહી. આ વિષય પર ખૂબ વધારે ચર્ચા થઈ, કારણ કે કેટલાક લોકો જાણતા હતા કે આ વિષય પર હજી ઘણું બધું કરવાનું બાકી છે. કૃતિનું કહેવું છે કે જ્યારે આ વિષય પર શોધ કરી ત્યારે જાણવા મળ્યું કે આ પ્રકારની ભાવના અને વિચારોને પ્રગટ કરવા માત્રથી માનસિક તાણ દૂર થઈ જાય છે.

અજણ્યો મંચ
આ રીતે ઓહ માય ઋતિક ડોટ કોમ યુવા મહિલાઓ માટે પોતાની કલ્પનાને ઓળખ છુપાવીને અથવા ઓળખ સહિત પ્રગટ કરવાનું એક મંચ બની ગયું છે. ઋતિક નામ એટલા માટે આપવામાં આવ્યું, કારણ કે તે સર્વાધિક મહિલાઓના પસંદગીના પુરુષોમાંનું એક છે. કેટલીક યુવતીઓનું કહેવું હતું કે ‘લસ્ટ સ્ટોરી’ ફિલ્મમાં સુમુખી સુરેશનું કેરેક્ટર મહિલા હસ્તમૈથુન વિશે વાત કરે છે, જેમાં ઋતિક રોશન એક સત્યનિભ ગ્રીક ગોડના રૂપમાં છે અને અમે અનુભવ્યું કે આ એએમસીના બદલે કોઈની ભાવનાની અભિવ્યક્તિના રૂપે સમજમાં આવે છે.

એક છોકરીની વાત
કૃતિ જણાવે છે કે શરૂઆતમાં સાઈટ અને તેના સોશિયલ હેન્ડલે ખૂબ સારા છોકરાઓને આકર્ષિત કર્યા, કારણ કે તેમને લાગ્યું કે આ કોઈ સેક્સ સાઈટ છે. વધારે જાણકારી પછી મોટાભાગના છોકરા સાઈટથી અલગ થઈ ગયા, પરંતુ હવે મોટી સંખ્યામાં સાઈટ સાથે છોકરીઓ જેાડાઈ ગઈ છે અને તેમનો ખૂબ પ્રેમ પણ મળી રહ્યો છે.
માનસી જણાવે છે કે લોકોને શંકા હતી કે અમે માત્ર સનસનાટી ફેલાવનાર અથવા નકલ કરનાર છોકરાઓ છીએ, પરંતુ હવે તેમને અહેસાસ થઈ ગયો છે કે આવું કઈ જ નથી. હકીકત એ છે કે અમારા ઘણા પુરુષ મિત્રોએ અમને જણાવ્યું કે આ સાઈટથી તેમને મહિલાઓને સારી રીતે સમજવામાં મદદ મળી છે તેમજ તેઓ છોકરીઓની કલ્પનાઓ વિશે પણ વધારે જાણી શક્યા છે.

ખરાબ વાત નથી
કૃતિ જણાવે છે કે મોટી થતા છોકરીઓએ ક્યારેય પોતાની મહિલા મિત્ર સાથે આવી વાત પર ચર્ચા નથી કરી. અમે સીબીએસઈ સ્કૂલમાં ભણ્યા છીએ. સેક્સના ક્લાસમાં છોકરા પેજ અને પેરાગ્રાફ સુધ્ધાની જાણકારી રાખતા હતા, પરંતુ છોકરીઓ આ શિક્ષણથી દૂર રહેતી હતી. ત્યાં સુધી કે ટીચર પણ ભણાવવાના બદલે એમ કહેતા હતા કે પોતે વાંચી લો.
જ્યારે માનસી જણાવે છે કે મોટાભાગની છોકરીઓ ઈચ્છતી હોય છે કે બીજી છોકરીઓ પણ આ સાઈટ પર અજાણી ન રહે જ્યારે તેઓ પોતાના વિચાર આ મંચ પર પોસ્ટ કરે, કારણ કે આપણે પોતાની કલ્પનાના માલિક હોવા જેાઈએ. જેાકે આ કોઈ ખરાબ વાત નથી. તેના માટે પોતાને દોષિત અનુભવવા પણ ખોટું છે. આ વાત આમ પણ ખૂબ સામાન્ય છે. જેા તમે તમારા વિચારો, ઈચ્છાઓ અને ભાવનાઓને દબાવશો, તો તે તમારા માટે નુકસાનકારક રહેશે. કેટલાક લોકો, છોકરીઓ અને છોકરાઓએ અમને જણાવ્યું છે કે એક છોકરી જે ઈચ્છે છે તે તેની અંગત બાબત છે. તેથી અમે કોઈને વિવશ નથી કરી રહ્યા. અમારી પાસે ખૂબ સારી ઓળખ છુપાયેલી પોસ્ટ છે અને તેમને ચાલુ રાખ્યું છે.

આ વિશે વાત કરો : કૃતિ જણાવે છે કે છોકરીઓ માત્ર ઓનલાઈન સુધી સીમિત રહેવા નથી ઈચ્છતી. અમે આ વિષય પર દિલ્લીના મિરાંડા હાઉસ, જયપુરની એક કાફે અને મુંબઈની એક કોલેજના કેમ્પસમાં ચર્ચા કરી છે. જયપુરમાં અમારી ૨૦ મહિલા ફોલોઅર્સ છે. કેટલીક છોકરીઓએ અમને જણાવ્યું છે કે આ સાઈટના લોંચ થયા પહેલાં જાણતી નહોતી કે તેમણે વાસના અને ઈચ્છાની પોતાની ભાવનાનો સામનો કેવી રીતે કરવાનો છે, આ સાઈટના માધ્યમથી પોતાનો યૌન વ્યવહાર સામાન્ય રાખવામાં ઘણા બધાને મદદ મળી છે.

માનસી એક ઘટનાને યાદ કરતા જણાવે છે કે મારા પોતાના પરિવારનું મને સમાજ કરતા વધારે પ્રોત્સાહન મળ્યું છે. પહેલા મારા માતાપિતાએ વિચાર્યું હતું કે હું નારીવાદ માટે કઈ કરી રહી છું, પરંતુ જ્યાં સુધી અમને જયપુરના એક સમાચાર પત્રના પ્રથમ પાના પર કવરેજ મળ્યું નહોતું, ત્યાં સુધી તેઓ મારી હકીકત સમજી શક્યા નહોતા. જ્યારે છાપાના પ્રથમ પાના પર અમારો લેખ છપાયો ત્યારે તેઓ ખૂબ ખુશ થઈ ગયા હતા. પ્રિન્ટ મીડિયામાં લેખ છપાયો તેમના માટે સફળતાનો અંતિમ માપદંડ હતું. કૃતિ જણાવે છે કે છોકરીઓનું ખૂબ સ્પષ્ટપણે કહેવું છે કે આ સાઈટ ડેટિંગ અથવા હૂકઅપ કરવા વિશે નહીં. આ તો આત્મઆનંદ અને પોતાની ઈચ્છાને વ્યક્ત કરવા વિશે છે. સાથે આ સાઈટ છોકરીઓ માટે છે અને તેમના માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરે છે.

કદ મહત્ત્વ ધરાવે છે : અમને આ સાઈટથી કોઈ નફો થતો નથી, પરંતુ કોલેજ કેમ્પસમાં અમારા ઘણા બધા સંચાલક અને કાર્યકર્તા છે. અમે એવા લેખકો, કલાકારો, કવિઓ અને લોકોનો સહયોગ ઈચ્છીએ છીએ, જેઓ આ વિષયની અભિવ્યક્તિમાં અમને મદદ કરી શકે. અમે સતત આ ક્ષેત્રમાં આગળ વધવા ઈચ્છીએ છીએ. આ સાઈટ શરૂ કરનાર છોકરીનું કહેવું છે કે હાલપૂરતું તો અમે અમારા પોકેટ મનીમાંથી આ સાઈટનું સંચાલન કરી રહ્યા છીએ, કારણ કે કોઈ પણ વિષયનું કદ મહત્ત્વ ધરાવે છે.

અજ્ઞાનતા : આ યુવતીઓનું કહેવું છે કે મોટાભાગની છોકરીઓ પ્રોતિમા બેદી અને શોભા ડેથી પરિચિત નથી, જેઓ મહિલાઓની ઈચ્છા અને આત્મઆનંદને એક અવાજ આપવામાં અગ્રણી રહી છે. તેથી અમારો પ્રયાસ છે કે અમે તેમને અજ્ઞાનતામાંથી બહાર કાઢીએ. કૃતિનું કહેવું છે કે અમને એ વાતથી કોઈ ફરક નથી પડતો કે લોકો અમારા ખુલ્લાપણાથી જેાખમ અનુભવી શકે છે અથવા તેમને લાગી શકે કે અમે ઘણે બધે અંશે આઝાદ થઈ ગયા છીએ. જેા તેઓ અમને સમજી શકતા નથી તો તેમને અમારા વિશે ટિપ્પણી કરવાનો કોઈ હક નથી. આમ પણ અમે નકારાત્મકતા, અભદ્ર ટિપ્પણીઓ અને અનૈતિક મેસેજિસને નજરઅંદાજ કરીને સકારાત્મક પાસા તરફ જેતા હોઈએ છીએ.

પ્રતિબંધિત વિષય નથી
જાણીતી કલાકાર રાધિકા આપ્ટેએ પોતાના ઓએમએચ પ્લેટફોર્મ પર સાઈટ શરૂ કરનાર છોકરીઓના ખૂબ વખાણ કર્યા છે તથા એક વીડિયો બહાર પાડીને પોતાની કલ્પના વિશે પણ વાત કરી છે. અંતે જ્યારે આ યુવતીઓને પૂછવામાં આવ્યું કે શું ઋતિક આ વાત જાણે છે કે તમે તેને ઈચ્છાપૂર્તિનો પ્રતીક બનાવ્યો છે, ત્યારે તેનું કહેવું હતું કે અમે નથી જાણતા કે તેઓ અમારા વિશે જાણે છે કે નહીં, પરંતુ મુખ્યત્વે આ સાઈટ તેમના વિશે નથી.

આ વિષય પર ક્લિનિકલ મનોવૈજ્ઞાનિક અશિતા મહેન્દ્રનું કહેવું છે કે યૌન ઉત્પીડન મહિલાઓના માનસિક સ્વાસ્થ્યને બાધિત કરે છે. ઐતિહાસિક રૂપે મહિલાઓને તેમની કામુકતા માટે શરમજનક સ્થિતિમાં મૂકવામાં આવી છે, તેથી મહિલાઓ પોતાની સેક્સની જરૂરિયાતને પૂરી કરવા માટે પણ શારીરિક સંબંધ સ્થાપિત કરવાની પહેલ નથી કરતી. જેાકે તેમને આ વાત માટે પ્રશિક્ષિત પણ કરવામાં આવે છે. ભારતીય સમાજમાં યૌન તથા યૌન શિક્ષણ પહેલાંથી એક વર્જિત વિષય રહ્યા છે, જ્યારે સિગ્મન્ડ ફ્રોઈડના અનુસાર યૌન આવેગોને અથવા આગ્રહોને દબાવી રાખવાથી ઘણી બધી બીમારીની આશંકા રહે છે, સાથે જ ઘણી બધી વિકૃતિ જેમ કે શરમાળપણું, ચિંતા, વિષાદ વગેરે પેદા થાય છે તેમજ યૌન ઉત્તેજના અને ઈચ્છાની નબળાઈથી તેમનામાં આત્મસંદેહ અને અસુરક્ષાની ભાવના પેદા થાય છે અને તેમના દાંપત્ય સંબંધ પણ તેના લીધે પ્રભાવિત થાય છે.
– ડો. પ્રેમપાલસિંહ વાલ્યાન.

જિદ્દી બાળકને સમજદાર બનાવો

થોડા દિવસ પહેલાં અમારા ઘરે મહેમાન આવ્યા સાથે તેમનો ૬ વર્ષનો દીકરો નંદન પણ હતો. તેણે આઈસક્રીમની માગણી કરી, જ્યારે ઋતુ તો ઠંડકની ચાલતી હતી. પછી મેં ના પાડી ત્યારે તેણે ગુસ્સામાં ડાઈનિંગ ટેબલ પર પડેલી કિંમતી પ્લેટ તોડી નાખી અને પોતાની મા આગળ આળોટીને આઈસક્રીમની જિદ્દ કરવા લાગ્યો. મને તેની આ હરકત બિલકુલ ન ગમી. જેા આ સમયે મારું બાળક હોત તો મેં ક્યારની તેની ધોલાઈ કરી દીધી હોત, પરંતુ તે મહેમાન હતા, તેથી હું ચુપ રહી. મને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે તેના આ તોફાનને મસ્તી માનીને તેની મા હસતી રહી. અચાનક મારા મોંમાંથી નીકળ્યું કે બાળકને એટલી પણ છૂટ ન આપવી જેાઈએ કે તે પોતાની જિદ્દમાં તોડફોડ કરવા લાગે અથવા બીજા આગળ પોતાના માબાપને શરમમાં મૂકે. ત્યારે મારા આ સંબંધીએ પ્રેમથી બાળકને પોતાના ખોળામાં લેતા કહ્યું, ‘‘કોઈ વાત નહીં બહેન, મારા બાળકે કંઈક તોડી નાખ્યું તો શું થયું? અમે તમારા ઘરે આવી પ્લેટ મોકલાવી દઈશું. તેના પપ્પા પોતાના આ લાડકા માટે જ કમાય છે.’’

તેમની વાત સાંભળીને હું સમજી ગઈ કે બાળકના જિદ્દી હોવા માટે ગુનેગાર આ બાળક નહીં, પરંતુ તેના માતાપિતા છે, જેમણે તેને આટલો માથે ચઢાવીને રાખ્યો છે. હકીકતમાં, આપણા સમાજમાં એવા માતાપિતા હોય છે, જેમના માટે પોતાના બાળકથી વહાલું બીજું કોઈ નથી હોતું. ભૂલ તેમના બાળકની હોય, તેમ છતાં તે તેના માટે પોતાના મિત્રો અને પરિવારના લોકો સાથે પણ ઝઘડી પડે છે. જ્યારે માતાપિતા પોતાના બાળકની દરેક યોગ્ય અયોગ્ય માગણી પૂરી કરતા હોય તો પરિણામ એ આવે છે કે બાળક જિદ્દી બની જાય છે. બાળકને બગાડવા અને જિદ્દી બનાવવામાં માતાપિતાની ભૂમિકા સૌથી વધારે રહે છે. જેાકે હકીકતમાં, આ એક રીતે તો તેમના ઉછેરની નિષ્ફળતાનું સૂચક હોય છે.

ધ્યાન રાખો
અહીં ઉલ્લેખનીય વાત એ છે કે આ પ્રકારના બાળકો જેા બાળપણથી જિદ્દી હોય છે. ત આગળ જતા પોતાનો સ્વભાવ નથી બદલી શકતા. માતાપિતા વધારે પડતા લાડપ્રેમમાં તેમની દરેક જિદ્દ પૂરી કરતા હોય છે, પરંતુ સમાજ તેમની હરકતોને સહન નથી કરી શકતો. આવા બાળકો મોટા થઈને ગુસ્સેલ અને ઝઘડાખોર સ્વભાવના બની જાય છે. તેથી તમે ઈચ્છો કે તમારા બાળકનું ભવિષ્ય આનંદમય રહે અને જીવનભર તે વ્યવહારકુશળ રહે તો તેને જિદ્દી બનતા અટકાવો.

એમ વિચારીને માતાપિતા બાળકોની તમામ માગણી પૂરી કરે છે કે જેા જિદ્દ પૂરી કરવામાં નહીં આવે તો તે ગુસ્સેલ બની જશે, પરંતુ આમ કરવાથી બાળકને જિદ્દ કરવાની ટેવ પડશે. તે રડીને અથવા નારાજગી દર્શાવીને પોતાની માગણીને પૂરી કરાવતા શીખી જાય છે. માની લો કે તમે બજારમાંથી ચોકલેટ લઈને આવ્યા છો. તમારા ઘરમાં ૩ બાળકો છે. તમે બધાને ૧-૧ ચોકલેટ આપો છો, પરંતુ તમારું બાળક વધુ એક ચોકલેટ માંગવા લાગે છે અને ન મળતા ગુસ્સે થઈને એક ખૂણામાં જઈને બેસી જાય છે. પછી તેને ખુશ કરવા તમે તેની માગણી પૂરી કરો છો. આ સ્થિતિમાં બાળક મનોમન ખુશ થાય છે, કારણ કે તેણે તમારી નબળાઈ પકડી લીધી છે અને ત્યાર પછી તેને પોતાની દરેક માગણી પૂરી કરવા માટે એક હથિયાર મળી ગયું છે. હવે તેની સમજમાં આવી ગયું છે કે તમે તેને રડતા જેાઈ શકવાના નથી.

બાળકના જિદ્દી થવાના કારણ
માતાપિતાનો વ્યવહાર : જેા પેરન્ટ્સ બાળક સાથે યોગ્ય વ્યવહાર ન કરતા હોય અને તેને વાતવાતમાં ઠપકો આપતા હોય કે તેની પર ગુસ્સો કરતા હોય તો તે બાળક જિદ્દી બની શકે છે. વાલીઓનો આવો વ્યવહાર તેમના મગજ પર અસર કરે છે. બાળકને નજરઅંદાજ કરવું અને તેની વાતને ન સાંભળવી તેને જિદ્દી બનાવી શકે છે. આ સ્થિતિમાં તે તેના પેરન્ટ્સનું ધ્યાન આકર્ષિત કરવા માટે આ પ્રકારની હરકતો કરવા લાગે છે. એટલં જ નહીં, પેરન્ટ્સ દ્વારા પોતાના બાળકોને હદથી વધારે પ્રેમ કરવો પણ તેને જિદ્દી બનાવી દે છે.

આસપાસનું વાતાવરણ : નાના બાળકોના જિદ્દી થવાનું કારણ કોઈ શારીરિક સમસ્યા, ભૂખ ન લાગવી અથવા પોતાની તરફ બધાનું ધ્યાન આકર્ષિત કરવાનું હોઈ શકે છે, પરંતુ મોટા થતા બાળકના જિદ્દી થવા પાછળ મોટાભાગે પારિવારિક વાતાવરણ, વધારે લાડપ્રેમ, હંમેશાંનો ઠપકોગુસ્સો અથવા ભણતરનું બિનજરૂરી દબાણ હોય છે.

શારીરિક શોષણ : ઘણી વાર કેટલાક બાળકોને પોતાના જીવનમાં શારીરિક શોષણ જેવી અપ્રિય ઘટનામાંથી પસાર થવું પડે છે, જેના વિશે તેમના માતાપિતાને જાણ નથી હોતી. આવી ઘટનાની બાળકના મન પર ખૂબ ખરાબ અસર થાય છે. ત્યાર પછી આવા બાળકો બધાથી દૂરદૂર રહેવા લાગે છે. તે ચિડાયેલા રહેવા લાગે છે અને માતાપિતાની વાતને માનવાથી ઈન્કાર કરવાનું શરૂ કરી દે છે. તેઓ દરેક વાત પર જિદ્દ કરવા લાગે છે અથવા બિલકુલ મૌન થઈ જાય છે.

તાણ : બાળકોને સ્કૂલ, મિત્રો અથવા ઘરમાંથી મળતી તાણ જિદ્દી બનાવે છે. તે એવો વ્યવહાર કરવા લાગે છે કે તેમને સંભાળવા મુશ્કેલ થઈ જાય છે.

ગર્ભાવસ્થા દરમિયાન સ્મોકિંગ : ક્યારેક-ક્યારેક બાળકોના જિદ્દી થવા પાછળ માનું ગર્ભવતી થયા પછી સિગારેટ અને આલ્કોહોલનું સેવન કરવું કારણરૂપ બને છે.

માતાપિતાએ શું કરવું જેાઈએ
દિલ્લીમાં રહેતી ૩૬ વર્ષની પ્રિયા ગોયલ જણાવે છે, ‘‘છેલ્લા દિવસોમાં મારી એક સાહેલી પોતાના દીકરા પ્રત્યૂષને લઈને મને મળવા મારા ઘરે આવી હતી. પ્રત્યૂષ દિવસભર મારી દીકરીની સાઈકલ ચલાવતો રહ્યો. ઘરે પરત જતી વખતે તે સાઈકલ પર બેસી ગયો અને તેને પોતાની સાથે ઘરે લઈ જવાની જિદ્દ કરવા લાગ્યો. જેાકે તે સમયે તેની માએ થોડું કડકાઈથી કામ લીધું અને તેને કહી દીધું કે જેા તે વાત નહીં માને તો તેને ઘરે પાછો નહીં લઈ જાય. પછી બાળકે તરત સાઈકલની જિદ્દ છોડી દીધી અને પોતાની માના ખોળામાં આવીને બેસી ગયો.’’ બાળક જિદ્દી ન બને તે માટે ક્યારેક-ક્યારેક આપણે થોડી કડકાઈ પણ બતાવવી જેાઈએ. બાળપણથી બાળકોમાં ટેવ પાડો કે તેમની દરેક જિદ્દને પૂરી કરવામાં નહીં આવે અને તેઓ જેા ન માને તો તમે તેમને ગુસ્સો બતાવીને ઠપકો આપી શકો છો.

જિદ્દી બાળકોનું મનોવિજ્ઞાન સમજવું પડશે
પેરન્ટ્સ માટે જરૂરી છે કે તે પોતાના બાળકને સમજેા. હકીકતમાં બાળક પહેલાંથી પોતાના મનમાં વિચારો કરે છે કે જેા તે પોતાના પિતાને આ વિશે વાત કરશે તો તેમનો જવાબ શું હશે અને જેા માને કહેશે તો તે કેવી પ્રતિક્રિયા આપશે. બાળક પોતાની જૂની હરકત અને તેના પરિણામ વિશે વિચારીને નવી હરકત કરે છે. આ સ્થિતિમાં માતાપિતાએ પણ પહેલાંથી સમજીને રિએક્શન આપવું પડશે કે બાળકને સારી વાત શીખવવામાં આવે. સામાન્ય રીતે બાળક પોતાની મા સામે જિદ્દ કરે છે અથવા તે મહેમાનો આગળ જિદ્દ કરવા લાગે છે, કારણ કે તેને ખબર હોય છે કે આ સમયે તેની જિદ્દ જરૂર પૂરી કરવામાં આવશે. પરંતુ ધ્યાન રાખો કે તમારે તેની ખોટી હરકત પર વધારે બૂમો ન પાડવી જેાઈએ. તેમાં પણ ખાસ બીજા સામે તેમને ઠપકો ન આપવો જેાઈએ કે મારપીટ પણ ન કરવી જેાઈએ. આખરે તેનું પણ માનસન્માન હોય છે. જેા તમે એવું કરશો તો બની શકે કે તે તમને પરેશાન કરવા તેની આ હરકત ફરીથી કરી શકે છે.

જિદ્દી બાળકને કેવી રીતે સંભાળશો
યેલ યુનિવર્સિટીના સર્ટિફાઈડ એક્સપર્ટ સાગરી ગોંગાલાના જણાવ્યા અનુસાર, જિદ્દી બાળકો ખૂબ વધારે સેન્સિટિવ હોય છે. તે એ વાત પ્રત્યે વધારે સેન્સિટિવ હોય છે કે તમે તેમને કેવી રીતે ટ્રીટ કરી રહ્યા છો. તેથી તમારા ટોન, બોડી લેંગ્વેજ અને શબ્દોના પ્રયોગ પર ખાસ ધ્યાન આપો. તમારી સાથે વાત કરતી વખતે તેઓ કંફર્ટેબલ ફીલ કરશે તો તેમનો તમારા પ્રત્યેનો વ્યવહાર સારો થશે, પરંતુ તેમને કંફર્ટેબલ ફીલ કરાવવા માટે ક્યારેક-ક્યારેક તેમની સાથે ફન એક્ટિવિટીમાં પણ સામેલ થાઓ.

તેમને સાંભળો અને સંવાદ સ્થાપિત કરો
જેા તમે ઈચ્છો છો કે તમારું બાળક તમારી વાત માને તો સૌપ્રથમ તમારે તેની વાત સાંભળવી પડશે. ધ્યાન રાખો એક જિદ્દી બાળકની માનસિકતા ખૂબ મજબૂત હોય છે. તે પોતાનો પક્ષ રજૂ કરવા માટે વાદવિવાદ કરવા ઈચ્છે છે. જેા તેને લાગે કે તેની વાતને સાંભળવામાં નથી આવી રહી ત્યારે તેની જિદ્દ વધી જાય છે. જેા બાળક કંઈક કરવાનું ના પાડી રહ્યું હોય તો પહેલા એ સમજવાનો પ્રયાસ કરો કે તે એવું કેમ કહે છે. શક્ય છે કે તેની જિદ્દ સાચી પણ હોય.

તમારા બાળક સાથે કનેક્ટ થાઓ
બાળક પર કોઈ પણ કામ માટે દબાણ ન કરો. જ્યારે તમે બાળક પર દબાણ કરો છો ત્યારે તરત તેનો વિરોધ વધે છે અને ત્યાર પછી તે એ જ કરે છે જેને તે કરવા ઈચ્છે છે. આ સ્થિતિમાં સૌથી ઉત્તમ એ છે કે બાળકને સમજવાનો પ્રયાસ કરો. જ્યારે તમે બાળકને અહેસાસ અપાવશો કે તમે તેની કેર લો છો, તમે તેના વિશે વિચારી રહ્યા છો, તે જે ઈચ્છે છે તેને તમે પૂરું કરી રહ્યા છો, ત્યારે તે પણ તમારી વાત માનવા લાગશે.

તેને ઓપ્શન આપો
તમે સીધા શબ્દોમાં બાળકને ના પાડશો કે આ નથી કરવાનું કે આ કામ કરવા પર તેને સજા મળશે તો તે તમારી આ વાતનો વિરોધ કરશે. તેનાથી વિપરીત જેા તમે તેને સમજાવતા ઓપ્શન આપશો તો તે તમારી વાતને જરૂર માનશે. ઉદાહરણરૂપે, જેા તમે તમારા બાળકને એમ કહેશો કે ૯ વાગે તારે ઊંઘી જવાનું છે તો તે ના પાડી દેશે, પરંતુ તમે એમ કહેશો કે ચાલ હવે આપણે ઊંઘવા જઈએ અને આજે તારે સિંહની વાર્તા સાંભળવી છે કે પછી રાજકુમારની વાર્તા સાંભળવી છે? આ સ્થિતિમાં બાળક ક્યારેય ઊંઘવાની ના નહીં પાડે, પરંતુ તમારી પાસે ખુશીખુશી ઊંઘવા માટે આવશે.

યોગ્ય ઉદાહરણ રજૂ કરો
આમ પણ બાળક જે જુએ છે, તે જ કરે છે. તેથી તમારે એ વાતને સુનિશ્ચિત કરવી પડશે કે તેને યોગ્ય વાતાવરણ મળે છે કે નહીં. જેા તમે ઘરના વૃદ્ધોવડીલો પર કોઈ વાત પર ચિડાઈને ગુસ્સો કરો છો કે ઊંચા અવાજે બોલો છો, તો તમારું બાળક પણ તે જ શીખશે. આ સ્થિતિમાં તમારે જિદ્દી બાળકને સંભાળવા માટે તમારા ઘરનું વાતાવરણ એવું બનાવવું પડશે, જેનાથી તે સમજી શકે કે ઘરના વડીલોની વાત માનવી જેાઈએ.

તેમની જિદ્દ પૂરી ન કરો : મોટાભાગે બધી જિદ્દ પૂરી થવાના લીધે બાળકો વધારે જિદ્દી બની જાય છે. બાળકોને અહેસાસ અપાવો કે તેની જિદ્દને હંમેશાં પૂરી કરી શકાય તેમ નથી. જેા તમારું બાળક કોઈ દુકાનમાં અથવા કોઈ બીજાના ઘરે જઈને કોઈ રમકડાની માગણી કરે અને રમકડું ન મળતા ચીસો પાડીને ગુસ્સો કરવા લાગે, ત્યારે તેની તરફ બિલકુલ ધ્યાન ન આપો. તમારા એમ કરવાથી તેની સમજમાં આવશે કે તેની જિદ્દથી તેને કંઈ મળવાનું નથી.

ક્યારેક-ક્યારેક સજા પણ આપો
બાળકોને શિસ્તમાં રાખવા કેટલાક નિયમ બનાવવાની પણ જરૂરી છે. જેા તે કંઈ ખોટું કરે અથવા જિદ્દ કરતા અનૈતિક વ્યવહાર કરે તો તેમને સજા કરવાનું ન ભૂલો. તમે તેમને પહેલાંથી જણાવો કે જેા તે એવું કરશે તો તેણે તેનું પરિણામ ભોગવવું પડશે. બાળકને સજા આપવાનો હેતુ એ નથી કે તમે તેની પર ગુસ્સે થાઓ અથવા તેની ધોલાઈ કરો, પરંતુ તેને કોઈ વસ્તુ અથવા સુવિધાથી વંચિત કરીને પણ તેને સજા આપી
શકો છો.
– ગરિમા પંકજ.

સરળ નથી ડિવોર્સ

ધોમધખતી ગરમીમાં ૨૮ વર્ષની શિક્ષિકા મલ્લિકા અદાલતની બહાર બેસીને પોતાના કેસની સુનાવણીની રાહ જોઈ રહી હતી. છેલ્લા થોડાક મહિનામાં તેની આ ૧૩મી સુનાવણી હતી. તે પોતાના પતિ પાસેથી ડિવોર્સ, માસિક ખર્ચ અને ૩ વર્ષના દીકરાની કસ્ટડી ઈચ્છતી હતી. મલ્લિકાને ખબર હતી કે અંતિમ નિર્ણય આવવામાં હજી ઘણા મહિના અથવા તો એકાદ વર્ષ લાગી શકે છે. આ લાંબી પ્રક્રિયામાં સ્કૂલમાંથી રજા લેવી સમય અને નાણાં એમ બંનેનો વ્યય હતો. આમ તો આ કેસ લાંબો ખેંચાયો ન હોત, પરંતુ ક્યારેક જજ આવતા નહોતા, તો ક્યારેક તેનો પતિ. મલ્લિકાનું કહેવું હતું, ‘‘લગ્નજીવનમાં એક દિવસ આવ્યો જ્યારે મારી ધીરજે જવાબ આપી દીધો અને અમે અદાલતમાં પહોંચી ગયા. અદાલતે મને સૌમ્ય વ્યવહાર રાખવા કહ્યું અને અમને કાઉન્સેલિંગ માટે મોકલી દીધા. કારણ કે ફેમિલી કોર્ટની આ એક જરૂરી પ્રક્રિયા છે. કાઉન્સેલરે મંગળસૂત્ર ન પહેરવા પર મને કહ્યું કે હું હજી પણ પરિણીત છું અને મંગળસૂત્ર ન પહેરીને ભારતીય સંસ્કૃતિનો અનાદર કરી રહી છું. કાઉન્સેલરે મારા પતિને પૂછ્યું કે શું તેઓ મને પ્રેમ કરે છે. ત્યારે તેમણે હામાં જવાબ આપ્યો. ત્યાર પછી કાઉન્સેલરે મને પૂછ્યું કે હવે તમને બીજું શું જોઈએ? ત્યારે મેં કહ્યું કે મારે સન્માન જોઈએ છે. જ્યારે પણ હું સન્માનની વાત કરું છું ત્યારે કોઈ કંઈ બોલતું નથી, બધું એકતરફી છે.’’ ૨૦૧૧માં વેલેન્ટાઈન ડે પર મુંબઈ નિવાસી ૪૦ વર્ષની સિમરને પણ મુંબઈ ફેમિલી કોર્ટમાં પોતાનો કેસ દાખલ કરી દીધો હતો. તે પોતાના પતિ પાસેથી ડિવોર્સ અને પોતાની દીકરીની કસ્ટડી ઈચ્છતી હતી, પરંતુ અદાલતના ન્યાયાધીશ પણ પિતૃસત્તાત્મક સલાહ આપતા તેને કહ્યું હતું કે તારે કોઈ રેસ્ટોરન્ટમાં બેસીને તારા પતિ સાથે ભોજન કરવું જોઈએ અને એકબીજા સાથે વાતચીત કરીને સમાધાન શોધી લેવું જોઈએ. આમ કરવું બાળકોના ભવિષ્ય માટે પણ જરૂરી છે. આ કેસમાં સિમરને ઘરેલુ અને યૌન હિંસાનો આરોપ મૂક્યો હતો. તેનું કહેવું છે કે કાઉન્સેલિંગ માટે પણ અમે ઘણા ચક્કર લગાવી ચૂક્યા હતા, પરંતુ આ માત્ર સમયની બરબાદી છે. સપ્ટેમ્બર, ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે એક વાર જ્યારે કોઈ યુગલ વચ્ચે ડિવોર્સ અનિવાર્ય બની જાય અને પતિપત્ની બંને તેના માટે તૈયાર હોય તો તેમના માટે ૬ મહિના રાહ જોવાનો સમયગાળો જરૂરી નથી. આપણા દેશમાં આ નિર્ણયને ન્યાય પ્રણાલીમાં મોટી પ્રગતિ રૂપે જોવામાં આવ્યો છે. કારણ કે અહીં ડિવોર્સ લેવામાં ૨ થી ૧૨ વર્ષ સુધીનો સમય લાગી શકે છે જે ડિવોર્સ ઈચ્છનાર વ્યક્તિ માટે એક દુ:સ્વપ્ન બની જાય છે. ૩ દાયકા પહેલાં લગ્ન સંબંધિત કેસને સિવિલ કોર્ટથી અલગ કરીને ફેમિલી કોર્ટમાં સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા હતા. જેમા મધ્યસ્થતા અને સલાહસૂચન દ્વારા કેસનો ઉકેલ લાવવામાં આવતો હતો, પરંતુ ફેમિલી કોર્ટની પ્રણાલીમાં પણ વિલંબ થવા લાગ્યો. જેનું મુખ્ય કારણ ન્યાયાધીશથી લઈને ટાઈપિસ્ટ તથા બીજા કર્મચારી સુધ્ધાંની અછત હતું, જેથી બંને પક્ષકારોને બીજી તારીખ આપી દેવામાં આવે છે. ચેન્નઈની પ્રત્યેક અદાલતમાં સરેરાશ ૭૦-૮૦ કેસ સુનાવણી માટે લિસ્ટમાં હોય છે, જેમાંથી થોડા જ કેસની સુનાવણી થઈ શકે છે. જ્યારે બાકીનાને સ્થગિત કરી દેવામાં આવે છે. બેંગલુરુ નિવાસી એડવોકેટ રમેશ કોઠારીનું કહેવું છે કે ફેમિલી કોર્ટમાં સુધારાની આવશ્યકતા છે, જેથી કેસ વધારે લાંબા ન ખેંચાય. આપણે જરૂર છે કેસની સમયસીમા નિર્ધારિત કરવાની જે ફરિયાદીના પક્ષમાં હોય. યોગ્ય સમયમાં કેસનો નિકાલ આવવો જોઈએ. તેમાં પણ ખાસ ઘરખર્ચ અને બાળકના અધિકારોની વાત હોય. આ કેસમાં યુગલનો ખૂબ વધારે સમય બરબાદ થતો હોય છે. રમેશ કોઠારીની વાતને સમર્થન આપતા ચેન્નઈના એક વરિષ્ઠ આઈટી અધિકારી રવિ પ્રસાદનું કહેવું છે, ‘‘છેલ્લા ૫ વર્ષથી હું મારા કિશોર બાળકના અધિકાર માટે લડી રહ્યો છું, જે પોતાની મરજીથી મારી સાથે રહેવા ઈચ્છે છે, પરંતુ તારીખ અને કોર્ટ મુલતવીના ચક્કરમાં ૨૦૧૨થી અત્યાર સુધી અંતિમ ચુકાદો આવ્યો નથી. આ કેસમાં અપહરણ અને ઘરેલુ હિંસા સામેલ નથી. જોકે મેં અદાલતની બહાર પણ કેસના સમાધાન માટે પ્રયત્ન કર્યા હતા, પરંતુ મને લાગે છે કે મારી પત્નીનો વકીલ સમાધાન થાય તેવું ઈચ્છતો નથી. વાસ્તવિકતા એ છે કે નવી તારીખ મળવી, કોર્ટનું મુલતવી થવું તથા સુનાવણીમાં વિલંબ, આ બધું વકીલની તરફેણમાં જતું હોય છે. બીજી સુનાવણીનો અર્થ છે વધારાની ફી, આ કારણસર વકીલ કેસને લાંબો ખેંચતા હોય છે, જે ફરિયાદી માટે દુષ્ચક્ર બની જાય છે. જેમજેમ કેસ લાંબો ખેંચાય છે તેમતેમ ન્યાયાધીશ પણ બદલાતા રહે છે. આમ થવાથી દરેક સમયે પૂરા કેસને ફરીથી વાંચવામાં આવે છે, જેમાં સમય લાગે છે.

ક્યારેય પૂરી ન થનારી પ્રક્રિયા : જ્યાં સુધી ન્યાયમાં વિલંબની વાત છે તો ક્યાંક ને ક્યાંક તેમાં આપણા સમાજના આદર્શ પણ જવાબદાર છે. જેમાં ડિવોર્સને ખરાબ સમજવામાં આવે છે. ફેમિલી કોર્ટ પણ પ્રથમ લગ્નને બચાવવા માટે પરસ્પર સમાધાનને પ્રોત્સાહન આપે છે, જે ભારતીય સંસ્કાર પર આધારિત છે. વરિષ્ઠ વકીલ સુધા રામલિંગમનું કહેવું છે કે સલાહકાર અને ન્યાયાધીશ લગ્નને તોડતા પહેલાં તેને બચાવવાનો પ્રયત્ન કરતા હોય છે, કારણ કે ન્યાયશીલતા આખરે સમાજનો અરીસો છે, જેમાં લગ્નને એક અતૂટ બંધન માનવામાં આવ્યું છે ન કે કાનૂની સમજૂતી. મલ્લિકા અને સિમરન જેવી ફરિયાદી ક્યારેય પૂરી ન થનારી સલાહ અને મધ્યસ્થતામાંથી પસાર થઈ રહી છે. પછી ભલેને તે તેને સ્વીકારે કે ન સ્વીકારે. વકીલ સુધાનું કહેવું છે કે કાઉન્સેલિંગ જો પ્રોફેશનલ્સ દ્વારા આવે તો તે ઉત્તમ રહે છે. કારણ કે ક્યારેક યુગલ પુનર્મિલન અથવા સમજૂતી સુધી પહોંચવા નથી ઈચ્છતા. તેમને આવી સ્થિતિ દ્વિધામાં મૂકી દે છે. તામિલનાડુ ફેડરેશન ઓફ વુમન લોયર્સની અધ્યક્ષા સાંતાકુમારીએ પોતાના એક કેસ વિશે જણાવ્યું છે, ‘‘મારી ક્લાયન્ટ ૫૫ વર્ષની એક ઘરેલુ મહિલા હતી, જેણે પોતાના પતિ પાસેથી ડિવોર્સ લીધા હતા. આ કેસ અદાલતમાં ૧૦ વર્ષ ચાલ્યો. બધાનો અહીં એ પ્રશ્ન હતો કે આ ઉંમરમાં તે ડિવોર્સ કેમ લેવા ઈચ્છે છે? આ સમયે મહિલાનો એક જવાબ હતો કે તે પોતાનાં બાળકોને સલામત જોવા ઈચ્છે છે તેમજ હવે પોતાની રીતે જિંદગી જીવવા ઈચ્છે છે.’’ જોકે આજની કાનૂની પ્રક્રિયામાં અલગ થવું એટલું સરળ નથી. જો લગ્ન એક કર્મ છે અને તમારા સાથી તમારાથી અલગ થવા ઈચ્છતા ન હોય તો તમારી પાસે વ્યભિચાર, ક્રૂરતા, પરિત્યાગ અને માનસિક અસ્થિરતા સાબિત કરવા સિવાય બીજો કોઈ માર્ગ નથી રહેતો, પરંતુ તેને સાબિત કરવામાં ખૂબ લાંબો સમય લાગતો હોય છે. ચેન્નઈ નિવાસી વકીલ પૂંગખુલાલી બીનું કહેવું છે કે ૨૦૧૩માં મદ્રાસ મેરેજ એક્ટ સુધાર બિલને ડિવોર્સના મૂળભૂત માળખા પર અસાધ્ય ગણવામાં આવ્યું હતું. વિરભન્ન સંગઠન દ્વારા આ બિલનો વિરોધ એટલા માટે કરવામાં આવ્યો હતો કે તેને પારિવારિક મૂલ્યો અને લગ્નની પરંપરાની વિરુદ્ધ માનવામાં આવ્યું હતું અને ત્યાર પછી સંસ્કારની વાત આવીને ઊભી રહી ગઈ હતી. જો આ બિલ પાસ થઈ ગયું હોત તો ૨ હજાર યુગલ માટે ડિવોર્સ લેવા સરળ થઈ જતા. અહીં ચિંતાની વાત માત્ર એક એ હતી કે જો વ્યક્તિ એકતરફી નિર્ણય લે તો મહિલા અને બાળકોને ખર્ચ મળવો મુશ્કેલ હતો. સમય સાથે ચાલો ઓક્ટોબર, ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે ડિવોર્સ લેવા ઈચ્છનારને વીડિયો કોન્ફરેસિંગની સુવિધા મળવી જોઈએ તથા કોર્ટે પોતાને અધીન અદાલતનો આદેશ આપ્યો હતો કે ડિવોર્સની સુનાવણી માટે યુગલોને વીડિયો કોન્ફરેસિંગની સુવિધા ઉપલબ્ધ કરાવો જેથી યુગલને એક શહેરથી બીજા શહેર સુધી ધક્કા ખાવા ન પડે. કોર્ટે ફેમિલી કોર્ટના પેટાનિયમ ૧૯૯૪માં સમકાલીન સામાજિક પ્રવૃત્તિ બાબતે પણ સ્પષ્ટતા કરી હતી, પરંતુ બીજી એક બેન્ચે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આ નિર્ણયથી કેસનો આત્મા મરી જશે. કારણ કે ફેમિલી કોર્ટ યુગલને એકબીજા સાથે સમાધાન કરી લેવાની વાત કરે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે સ્પીચ આપતા કહ્યું હતું કે નવી ટેક્નોલોજીના પ્રયોગથી કેસની વિલંબતામાં ઘટાડો કરી શકાય છે અને તે લોકોને મદદ મળી શકે છે, જેમને કોર્ટમાં આવવામાં મુશ્કેલી પડે છે. બેંચમાં આ વાત કહેનાર જસ્ટિસ ચંદ્રચૂડ એકલા હતા, પરંતુ આ સંદેશ તો કોર્ટ માટે મહત્ત્વનો હતો. તેમનું કહેવું હતું કે યુગલની ખુશીથી જીવન પસાર કરવાની વાત સ્કૂલમાં સાંભળેલી પરીઓની વાત જેવી છે, પરંતુ અમે જણાવીએ છીએ કે જીવન જીવવું એટલું સરળ નથી હોતું તેમજ બધાના દાંપત્ય સંબંધ પણ એટલા સારા નથી હોતા. ખાસ તો આજના સમયમાં. પારિવારિક ન્યાય જેવી સંસ્થાનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે તેઓ સંકટ સમયે પરિવારને પોતાની સેવા ઉપલબ્ધ કરાવે તથા સમાજની સમસ્યાના નિરાકરણ માટે સ્વયંને કાર્યાન્વિત કરે. જસ્ટિસ ચંદ્રચૂડે પોતાની વાત પૂરી કરતા કહ્યું હતું કે અદાલતે જડતાને નાબૂદ કરી દેવી જોઈએ. જો તે કરી શકતા ન હોય તો ભવિષ્યમાં આ ડિજિટલ યુગમાં તે આપણું પછાતપણું બની રહેશે. સુપ્રીમ કોર્ટના જાણીતા ઈન્દિરા જયસિંહ ધ્વનિમત સાથે જસ્ટિસ ચંદ્રચૂડની ભાવના સાથે સહમતી દર્શાવતા જણાવે છે કે લોકોએ પણ ઉદાર બનવું જોઈએ. લોકો ડિવોર્સ માટે જીવનભર રાહ ન જોઈ શકે. સમય બદલાતો રહે છે. આપણે બધા જાણીએ છીએ કે જિંદગીની શરૂઆત અથવા અંત માત્ર લગ્ન નથી.

રાજ્ય મુજબ ડિવોર્સની ટકાવારી :
ભારતમાં વધી રહેલા ડિવોર્સના દર જોખમની ઘંટડી સમાન છે. વકીલોનું કહેવું છે કે છેલ્લા દાયકામાં ડિવોર્સના કેસમાં ખૂબ વધારો થયો છે. ‘ભારતમાં લગ્ન વિચ્છેદન’ નામનો એક અભ્યાસ ૨૦૧૬માં ઈકોનોમિસ્ટ સૂરજ જેકલ અને હ્યુમન સાયન્ટિસ શ્રીપરણા ચટ્ટોપાધ્યાયે રજૂ કર્યો હતો. તેમણે ૨૦૧૧ની વસ્તીગણતરીના આંકડાને જોયા ત્યારે આશ્ચર્યજનક વાત એ નજરે પડી કે શહેરી અને ગ્રામીણ ક્ષેત્રમાં ડિવોર્સની ટકાવારીમાં કોઈ ફરક નહોતો. ગ્રામીણ ક્ષેત્રમાં ડિવોર્સની ટકાવારી ૦.૮ ટકા અને શહેરી વિસ્તારમાં ૦.૮૯ ટકા હતી. જ્યારે રાજ્યમાં ડિવાર્સની ટકાવારી ખૂબ ઓછી જોવા મળી હતી. દક્ષિણ અને ઉત્તરના વિસ્તારમાં ડિવોર્સની ટકાવારી વધારે જોવા મળી હતી. પૂરા ભારતમાં જોઈએ તો ડિવોર્સનો દર ૦.૨૪ રહ્યો છે. સૌથી વધારે ડિવોર્સ દર ૪.૦૮ ટકા મિઝોરમમાં છે. ત્રિપુરામાં ૦.૪૪ ટકા અને કેરળમાં ૦.૩૨ ટકા રહ્યો છે. અનુસૂચિત જાતિ ક્ષેત્ર છત્તીસગઢમાં ૦.૩૪ ટકા અને ગુજરાતમાં ૦.૬૩ ટકા છે.

– ડો. પ્રેમપાલસિંહ વાલ્યાન

તમે ડેમીસેક્સ્યુઅલ તો નથી

તમે અત્યાર સુધી સેક્સ્યુઅલિટી વિશે કેટલાય શબ્દ સાંભળ્યા હશે, જેમ કે બાઈસેક્સ્યુઅલ, પેનસેક્સ્યુઅલ, પોલિસેક્સ્યુઅલ, અસેક્સ્યુઅલ, સેપોસેક્સ્યુઅલ અન્ય કેટલાય શબ્દ, પણ હવે એક અન્ય નવો શબ્દ સેક્સ્યુઅલિટી માટે એક નવા સ્વરૂપે આવી રહ્યો છે અને તે ડેમીસેક્સ્યુઅલ છે. આ તે લોકો છે જે અસેક્સ્યુઅલિટીના આરે હોય છે, પણ સંપૂર્ણ રીતે અલૈંગિક નથી. જેા તમે કોઈ વ્યક્તિના, સેક્સ્યુઅલી આકર્ષિત થતા પહેલાં સારા મિત્ર બનવાનું પસંદ કરો છો તો તમે નિશ્ચિત ડેમીસેક્સ્યુઅલ છો.

સેક્સ્યુઅલિટીની ઓળખ : આ જાણવાના અનેક પ્રકાર છે કે તમે ડેમીસેક્સ્યુઅલ છો કે નહીં. સૌથી મુખ્ય રીત એ છે કે જ્યાં સુધી તમે કોઈની સાથે ભાવનાત્મક રીતે ન જેાડાઓ, તમે સેક્સ્યુઅલ ફીલિંગ્સ ન અનુભવો. તમારા માટે ભાવના મહત્ત્વની છે. તમે આજીવન એક જ વ્યક્તિ સાથે સંબંધ બનાવીને રહી શકો છો. તમે પ્રયોગ કરવાથી ડરો છો. તમે સેક્સ્યુઅલ વ્યક્તિ નથી. તેમાં કોઈ બૂરાઈ નથી. સેક્સની પાછળ ભાગવાથી વધારે તમને જીવંત, વાસ્તવિક વાતચીત કરવી વધારે ગમે છે. જેા તમે કોઈની સાથે રિલેશનશિપમાં છો અને તેની સાથે ઈમોશનલી જેાડાયેલા છો તો જ તમે તમારા પાર્ટનર પ્રત્યે સેક્સ્યુઅલ આકર્ષિત થશો. જેા તમે સિંગલ છો, તો તમને નિશ્ચિત સેક્સથી વધારે પાર્કમાં સહેલ કે ભાવતી વસ્તુ ખાવી ગમશે. જે તમને ગમે છે, તેને મળીને તમે તેના વ્યક્તિત્વથી પ્રભાવિત થશો, તેના લુકથી નહીં, કોઈ પણ વસ્તુથી પહેલાં તમારી તેની સાથે મિત્રતા થશે. તમે કોઈને મળીને સેક્સ્યુઅલ થવા કે ફ્લર્ટિંગમાં વિશ્વાસ નથી કરતા. જેા એક વ્યક્તિએ તમને તેના વ્યક્તિત્વથી પ્રભાવિત કર્યા છે તો તમે પહેલાં મિત્રતા કરવા ઈચ્છશો. કલાક, અઠવાડિયાં, મહિનામાં જ ડેટિંગ શરૂ કરવાનું તમે વિચારી પણ નથી શકતા. ફ્લર્ટિંગની વાત તમારા મગજમાં આવતી જ નથી.

આકર્ષણના પ્રકાર : આકર્ષણના ૨ પ્રકાર હોય છે – પ્રાઈમરી અને સેકન્ડરી. પ્રાઈમરી આકર્ષણમાં તમે કોઈના લુકથી આકર્ષિત થાઓ છો અને સેકન્ડરી આકર્ષણમાં તમે કોઈના વ્યક્તિત્વથી પ્રભાવિત થાઓ છો. જેા તમે ડેમીસેક્સ્યુઅલ છો તો તમે નિશ્ચિત રીતે સેકન્ડરી પર્સનાલિટી ટાઈપમાં ફિટ બેસો છો. હવે તેનો અર્થ એ નથી કે તમે આકર્ષિત નથી થતા. કેટલાય લોકો તમને આકર્ષક લાગે, પણ તમે લુક પર જ સંબંધ ન બનાવી શકો. તમે ત્યારે આગળ વધો છો જ્યારે કોઈનું વ્યક્તિત્વ તમને પ્રભાવિત કરે છે. જ્યારે તમારા દિલમાં કોઈના માટે ફીલિંગ્સ પેદા થાય છે, ખાસ સેક્સ્યુઅલ ફીલિંગ, તો તમે મુશ્કેલીમાં પડી જાઓ છો, કારણ કે તમે એટલા સેક્સ્યુઅલ પર્સન નથી. તમે નથી જાણતા કે આ ફીલિંગ્સ પર કેવી પ્રતિક્રિયા આપવી કે તે વ્યક્તિ સાથે કેવી રીતે શારીરિક કનેક્શન બનાવવું. એક વાર તમે ડર અને દુવિધાની સ્થિતિમાંથી બહાર આવી જશો, ત્યારે તમારા પાર્ટનર સાથે જ સેક્સ કરવાનું મન થશે, બીજા સાથે નહીં. કોઈની સાથે સેક્સ્યુઅલી ખૂલવા માટે તેને જણાવો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો, કારણ કે તમે ખૂબ જ લાગણીશીલ છો અને પછી સેક્સ બંને માટે ખૂબ જ કંફર્ટેબલ બનશે.

લોકોનો તમારા પ્રત્યે દષ્ટિકોણ : તમે સેક્સ વિશે વધારે વિચારતા નથી, લોકો વિચારે છે કે તમે લગ્ન થવાની રાહ જેાઈ રહ્યા છો. તે તમને ઘમંડી અને જુનવાણી વિચારોના સમજે છે, પણ તેનાથી તમે દુખી ન થશો. જેવા છો તેવા જ રહો. તમે કોઈ સ્વિચને ઓનઓફ કરવાની જેમ કોઈની સાથે પણ સેક્સ ન કરી શકો. લોકોને તમારા મનની ભાવના પર સ્પષ્ટીકરણ આપવાની ચિંતા ન કરો. તમને તમારી આસપાસ હાઈલી સેક્સ્યુઅલ લોકોથી કોઈ સમસ્યા નથી થતી. બસ તમે સ્વયં આ સ્થિતિથી દૂર રહો, કારણ કે તમે ઐવા નથી. તમે યોગ્ય વ્યક્તિની રાહ જેાઈ રહ્યા છો અને તમારું જીવન તેની સાથે જ સેક્સ કરવાનું વિચારે છે. તેમાં કંઈ ખોટું નથી. ડેમીસેક્સ્યુઅલ હોવાનો અર્થ એ નથી કે તમને સેક્સ કરવું ગમતું નથી. તમને સેક્સ કરવું ગમે છે, બધાને સેક્સ કરવું ગમે છે, પણ તમે તેની સાથે સેક્સ કરવા માંગો છો , જેની સાથે તમે ભાવનાત્મક રીતે જેાડાઓ. જ્યારે યોગ્ય વ્યક્તિ તમને મળશે, તમે સેક્સ્યુઅલી તેની સાથે જેાડાઈ જાઓ છો. વાતચીત અને બોંડિંગ બંને તમારા માટે વધારે મહત્ત્વ ધરાવે છે. તમે ડેમીસેક્સ્યુઅલ છો તો તમારે આ વાત ન વિચારવી જેાઈએ કે આ કંઈ ખોટું છે. તમે લાગણીશીલ છો, મનના મિલન વગર તનથી ન જેાડાઓ, તો તેમાં ખોટું શું છે અને મનનું મિલન થતા તમે ખુશીથી જીવો છો. આ સારી વાત છે. તો તમને ગમતી વ્યક્તિ મળતા જીવનનો આનંદ માણો, ખુશ રહો.

– પૂનમ અહમદ

ભાગીદારીમાં સમજદારી

તે જમાનો હવે ગયો, જેમાં દીકરો શ્રવણની જેમ પોતાનો પૂરો પગાર માતાપિતાના હાથમાં મૂકી દેતો હતો અને ત્યાર પછી પોતાના ખિસ્સાખર્ચ માટે માતાપિતા સામે જેાઈ રહેતો હતો એટલે કે તેને પોતાની કમાણી પોતાની મરજીથી ખર્ચવાનો હક પણ નહોતો. પછી પરિવાર સીમિત થવા લાગ્યા ત્યારે બાળકોના અધિકાર વધતાવધતા એટલા થઈ ગયા કે તેમને સંપૂર્ણ રીતે આર્થિક સ્વતંત્રતા ભલે ને કેટલીક અઘોષિત શરતો પર પરંતુ મળી ગઈ છે. આ એકાકી પરિવારમાં પત્નીનો રોલ, દખલ તેમજ આવક અને ખર્ચ વધ્યા છે, સાથે તેનું મહત્ત્વ પણ વધવા લાગ્યું છે. ભોપાલના જયંત એક સંપન્ન જૈન પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને પુણેની એક સોફ્ટવેર કંપનીમાં રૂપિયા ૧૮ લાખની વાર્ષિક સેલેરી પર કામ કરી રહ્યા છે. જયંતના લગ્ન જલગાવની શ્વેતા સાથે નક્કી થયા ત્યારે લગ્નના ખૂબ મોટા ખર્ચ એટલે કે રૂપિયા ૨૦ લાખમાંથી તેમણે રૂપિયા ૧૦ લાખ પોતાની બચતમાંથી આપ્યા. શ્વેતા પોતે પણ નોકરિયાત છે. તે જયંત કરતા થોડા પગારમાં એક બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરે છે. લગ્ન નક્કી થયા પહેલાં બંને મળ્યા ત્યારે ટ્યૂનિંગ સારું રહ્યું હતું. તેમના શોખ અને ટેવ સમાન હતા. બંનેએ લગભગ ચાર દિવસ એકબીજાને સમજવા સાથે પસાર કર્યા અને ત્યાર પછી પરિવારને મંજૂરી આપી હતી. જયંતને શ્વેતાની સાદગીભરી સુંદરતા સ્પર્શી, જ્યારે શ્વેતા ભાવિ પતિના સરળ સ્વભાવ અને હોશિયારીથી પ્રભાવિત થઈ. આ ૪ દિવસ હરવાફરવાનો અને હોટલિંગનો ખર્ચ પુરુષ હોવાથી સ્વાભાવિક રીતે જયંતે ઉઠાવ્યો હતો. જેાકે બંનેએ એકબીજાની સેલેરી વિશે કોઈ વાત કરી નહોતી. માત્ર સેલેરી જ નહીં, પણ ભવિષ્યની કોઈ આર્થિક યોજના તેમણે તૈયાર ન કરી કે ન તો એકબીજાનો ખર્ચ કરવાની ટેવને બંને સમજ્યા. પરિવારજનો પાસેથી મળેલી જાણકારીના આધારે બંનેએ એકબીજા વિશે માત્ર અંદાજ લગાવ્યો કે પગાર સારો છે, તેથી સેવિંગ એકાઉન્ટમાં પૈસા પણ સારા એવા હશે.

ચોંકવું કેમ : લગ્ન પછી હનીમૂન મનાવવા પૂર્વોત્તર રાજ્યની પસંદગી કરી. તેમણે પોતાના હનીમૂનને યાદગાર બનાવવા માટે દિલ ખોલીને ખર્ચ કર્યો. પ્રેમમાં ડૂબેલા આ નવદંપતીએ પછી તો એ જ ભૂલ ફરી એક વાર કરી કે એકબીજાની ખર્ચ કરવાની ટેવ ઉપરાંત બચત અને ભવિષ્યની કોઈ વાત ન કરી. હનીમૂન દરમિયાન મોટાભાગનો ખર્ચ જયંતે કર્યો અને ત્યાર પછી બંને પુના પાછા આવ્યા, જ્યાં જયંત ભાડાના ફ્લેટમાં રહેતો હતો. શ્વેતાએ પણ પોતાની ટ્રાન્સફર પુના કરાવી લીધી, અહીં તેની પણ કંપનીની બ્રાન્ચ હતી. રૂપિયા ૧૦ લાખ લગ્નમાં આપ્યા પછી અને લગભગ ૪ લાખ હનીમૂન પર ખર્ચ કર્યા પછી જયંત પાસે પૈસા ઓછા રહ્યા હતા. મોંઘી હોટલના બિલ તેણે ક્રેડિટ કાર્ડથી ચૂકવ્યા હતા. આધુનિક અને સમજદાર ગણાવનાર આ બંને એવી પૂર્વાગ્રહી ભારતીય માનસિકતાના શિકાર હતા, જેમાં પૈસાની બાબતે ખૂલીને વાત કરવામાં નથી આવતી, પરંતુ તે બંને વચ્ચે એવું થઈ રહ્યું હતું કે હજી પરંપરાગત ભારતીય પતિની જેમ ઘરખર્ચ જયંત જ ઉઠાવી રહ્યો હતો. જ્યારે શ્વેતા માત્ર પોતાનો ખર્ચ ઉઠાવતી હતી. તેનું ધ્યાન એ વાત તરફ ગયું જ નહીં કે જયંત વધારે ખર્ચ કરી ચૂક્યો છે. લગ્નના ખર્ચમાં પોતાની ભાગીદારીની વાત જયંત તેને એમ વિચારીને જણાવી ચૂક્યો હતો કે શ્વેતા વાતને સમજીને સ્વયં મદદ કરવાની પહેલ કરશે, પરંતુ તેનો આ અંદાજ માત્ર અંદાજ રહ્યો. ક્રેડિટ કાર્ડના મોટા બિલ અને રૂપિયા ૪૦ હજારના ભાડાવાળા લક્ઝરી ફ્લેટનું ભાડું જ્યારે ભારે પડવા લાગ્યું ત્યારે જયંત પરેશાન થઈ ગયો. ઘરેથી પૈસા મંગાવે તો તેની ફજેતી થાય. પરિણામે, હાર માનીને તેણે શ્વેતાને નાણાકીય મુશ્કેલીની વાત જણાવી ત્યારે શ્વેતાને પણ થોડું આશ્ચર્ય થયું, પણ સમજદારી દર્શાવતા પોતાના ખાતામાંથી તેણે પૈસા ઉપાડીને જયંતને આપી દીધા. જિંદગીના આ મુશ્કેલીભર્યા વળાંક પર આવીને લગ્નના ૫ મહિના પછી બંનેનું ધ્યાન પોતપોતાની ભૂલ તરફ ગયું અને ત્યાર પછી તેમણે ન માત્ર પૈસા બાબતે ખૂલીને વાત કરી, પણ ભવિષ્યની યોજનાનું પણ પ્લાનિંગ કર્યું કે હવે આગળ શું કરવું છે. જેાકે શ્વેતાએ જયંતને કહ્યું પણ ખરું કે જેા પહેલાં જ જણાવી દીધું હોત તો દોઢ લાખ રૂપિયા બચી જતા ને. હકીકતમાં, શ્વેતા તો એમ જ સમજતી હતી કે જયંત પાસે પૈસા હશે તેથી તે ખુલ્લા હાથે ખર્ચ કરી રહ્યો છે. બીજી તરફ લગ્ન અને હનીમૂનને યાદગાર બનાવવાના ઉત્સાહમાં ડૂબેલો જયંત એમ માની બેઠો હતો કે શ્વેતા પણ સમજતી હશે કે આ ખર્ચ તે સંયુક્ત રીતે કરી રહ્યો છે જ્યારે એવું કંઈ નહોતું. હવે આ બંનેની આર્થિક રેલગાડી પાટા પર આવી ગઈ છે અને બંનેએ નક્કી કરી લીધું છે કે આગામી ૩ વર્ષ સુધી તેઓ શક્ય તેટલા પૈસાની બચત કરશે. બંને અન્ય નવા કપલની જેમ બાળકનું પણ પ્લાનિંગ કરી રહ્યા છે કે બાળકનું આ દુનિયામાં અને ઘરે આવવું ક્યારે યોગ્ય રહેશે. બહાર રહીને પોતાની ગૃહસ્થીની ગાડી ચલાવતા દીકરાદીકરીની જિંદગીમાં માબાપ હવે કોઈ દખલ નથી કરતા. આ એક સારી બાબત છે, પણ વાત જ્યારે પૈસાની છે તેમનું ચિંતિત થવું પણ સ્વાભાવિક છે કે ક્યાંક એવું તો નથી ને કે વહુની પસંદગીમાં કોઈ ભૂલ થઈ છે. વિપરીત છોકરીના માતાપિતા પણ એવું વિચારે છે કે ક્યાંક ખરાબ જમાઈ તો માથે નથી પડ્યો ને.

આ રીતે બનાવો આર્થિક ભાગીદારી : ખુશહાલ દાંપત્યજીવન માટે ખૂબ જરૂરી છે કે પતિપત્ની વચ્ચે આવકને લઈને પારદર્શક હોય, તેથી લગ્ન નક્કી થતા અથવા લગ્નના તરત પછી જીવનસાથી સાથે આ મુદ્દે ખુલીને વાત કરી લેવી ખૂબ અસરકારક સાબિત થાય છે. નવદંપતી માટે ઈચ્છનીય છે કે તેમણે પોતાનું ફાઈનાન્શિયલ પ્લાનિંગ જલદી કરી લેવું જેાઈએ અને તેના માટે જરૂરી છે :

  • એકબીજાથી પોતાની આવક અને બચત ન છુપાવો, પણ સાથીને તેની જાણ કરતા રહો.
  • લગ્ન પહેલાંનું કોઈ દેવું હોય તો તે વિશે પણ ભાવિ જીવનસાથીને જણાવો.
  • એકબીજાથી છુપાવીને ઉધારીની લેવડદેવડ અને તમારા સંબંધીને મદદ ન કરો.
  • લગ્ન પછીના શરૂઆતના સમયગાળામાં જીવનસાથીની આવક અને ખર્ચના કિસ્સામાં આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો તેમજ તેની ટેવને પણ સમજેા.
  • ક્રેડિટ કાર્ડ નહીં ડેબિટ કાર્ડનો ઉપયોગ કરો.
  • ઓછી આવક હોય તેણે નિમ્ન અને વધારે આવક હોય તો શ્રેભ કે બુદ્ધિશાળી ન સમજતા બીજા પર હાવિ ન થાઓ.
  • ખાનગી કંપનીની નોકરી ભલે ને સારા પગારની હોય, પણ તેમાં ગમે ત્યારે ચાલ્યા જવાનો કે કોઈ કારણસર તેને છોડવાનું જેાખમ તો રહે છે, તેથી એમ માનીને ન ચાલો કે આજે જે આવક છે તે હંમેશાં જળવાશે.
  • બચત માટે ક્યાં રોકાણ કરવું તે બાબતે જેા બંને વચ્ચે મતભેદ હોય તો કોઈ સારા આર્થિક સલાહકારની મદદ લેવી. સામાન્ય રીતે પત્નીઓ જ્વેલરીમાં તો પતિ મ્યૂચ્યુઅલ ફંડમાં નિયમિત રોકાણને પ્રાથમિકતા આપે છે. પૈસાનું રોકાણ એવી જગ્યાએ કરો, જ્યાંથી રિટર્ન વધારે મળવાની શક્યતા હોય.
  • ઘરખર્ચમાં કોની કેટલી ભાગીદારી હશે તે નક્કી કરવામાં કોઈ વાંધા કે શરમની વાત નથી. તેના માટે જરૂરી છે કે એકબીજાના પૈસાને પોતાના સમજવામાં આવે. યાદ રાખો કે પતિપત્નીનો સંબંધ ખૂબ નાજુક હોય છે અને વાત જ્યારે પૈસાની આવે તો એકબીજાથી કંઈ છુપાવીને અથવા છુપાઈને ખર્ચ કે બચત કરવી વધારે જેાખમી સાબિત થાય છે.

બચત કરવામાં રાખો પ્રતિસ્પર્ધા : કહેવત ખોટી નથી કે બચાવેલા પૈસા ખરી કમાણી છે, તેથી નિયમિત રીતે બચતની ટેવ પાડો. આ વાત માટે એક રસપ્રદ રીત અપનાવી શકો છો કે પતિપત્ની બંને પોતાની આવકમાંથી શક્ય તેટલી વધારે બચત કરવાની પ્રતિસ્પર્ધા કરે. સ્પષ્ટ છે કે આમ કરતા બંને પોતાના નકામા ખર્ચને બંધ કરવાનો વધારે પ્રયત્ન કરો. હોટલિંગ, પેટ્રોલ, ઈલેક્ટ્રોનિક્સ આઈટમ, મોબાઈલ વગેરે પર ખર્ચ કરવા પર નિયંત્રણ આવશે ઐટલે કે આ બધી બાબત પર જરૂરિયાત પ્રમાણે ખર્ચ કરો. સતત નાનીનાની બચત થાય તો તે જેાતજેાતામાં મોટી બચતમાં ફેરવાય છે. બચત પ્રતિસ્પર્ધા માટે ૧ વર્ષનો સમયગાળો નક્કી કરો કે બંને કેટલા પૈસા બચાવી શકો છો. જેા ઈમાનદારીથી બચત કરશો તો જાણીને આશ્ચર્યમાં પડી જશો કે તમે જ વર્ષભરમાં એક મોટી રકમની બચત કરી છે, જેને કોઈ મોટા કામ અથવા રોકાણમાં લગાવી શકાય છે. એક એ વાત પણ યાદ રાખો કે આજકાલ પૈસા કમાવા કરતા બચત નું કામ ખૂબ મુશ્કેલ બની ગયું છે, તે જેાતા આપણા માતાપિતાના જીવનને યાદ કરો કે તેઓ કેવી રીતે બચત કરતા હતા. થોડા પૈસાનું રોકાણ બચત ખાતામાં અને થોડા બીજી કોઈ જગ્યાએ રોક્યા હોય તો દાંપત્યની ગાડી સડસડાટ દોડવા લાગશે અને બંને વચ્ચે કોઈ અણબનાવ કે અવિશ્વાસ નહીં રહે.

– ભારત ભૂષણ શ્રીવાસ્તવ.

લવ ઈન સિક્સટી શું કરવું શું નહીં

૬૦ વર્ષના વર્મા આજકાલ ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા. આ વર્ષે સરકારી ડોક્ટરના પદ પરથી રિટાયર થયા પછી તેમણે પોતાનું ક્લિનિક શરૂ કર્યું હતું, જેમાં તે એક મહિલા ડોક્ટર સાથે બેસતા હતા. તે મારા પતિના સારા મિત્ર પણ છે. એક દિવસ જ્યારે તે ઘરે આવ્યા ત્યારે મારા પતિએ મજાકિયા અંદાજમાં પૂછ્યું, ‘‘શું વાત છે ગુરુ આજકાલ તો ખૂબ ખુશ દેખાઈ રહ્યા છો, કેવી પસાર થઈ રહી છે જિંદગી?’’ ‘‘અરે, ખૂબ જ સુંદર રીતે પસાર થઈ રહી છે. હવે પોતાનું ક્લિનિક શરૂ કરી દીધું છે. જેમાં હું અને બીજા એક લેડી ડોક્ટર મિસિસ ગુપ્તા સાથે બેસીએ છીએ. ખૂબ સમજદાર મહિલા છે યાર, મેં તો આજદિન સુધી આવી મહિલા નથી જેાઈ, બિલકુલ ફિટ અને હોશિયાર. મોટાભાગના દર્દી તો તેની મીઠી વાણી સાંભળીને સ્વસ્થ થઈ જાય છે.’’ વર્મા તેની ડોક્ટર મિત્રના વખાણ પર વખાણ કરી રહ્યા હતા અને હું અને મારા પતિ મંદમંદ હસી રહ્યા હતા, કારણ કે અમે જાણતા હતા કે તેમની પત્ની એટલે કે મિસિસ વર્માને તેમનું ક્લિનિક પર બેસવું પસંદ નહોતું.

ન તો તને નવરાશ કે ન મને : આ વાતને લઈને બંને વચ્ચે ખટરાગ થતો રહેતો હતો. બાળકો બહાર હોવાથી બંને પતિપત્ની એકલા રહેતા હતા. જ્યાં વર્મા પોતાને ક્લિનિકમાં વ્યસ્ત રાખીને બહાર સુખ અને પ્રેમ શોધતા રહે છે. જ્યારે બીજી તરફ તેમના પત્નીની પોતાની અલગ ભજનમંડળી છે જેમાં તે હંમેશાં વ્યસ્ત રહે છે. બંનેની વ્યસ્તતાની સ્થિતિ એ છે કે કેટલાય દિવસો સુધી બંને વચ્ચે કોઈ વાર્તાલાપ થતો નથી. એક વાર જ્યારે તેમની દીકરીઓ વિદેશથી આવી ત્યારે માતાપિતા વચ્ચેનો વ્યવહાર જેાઈને આશ્ચર્યમાં પડી ગઈ હતી. જેાયું તો બંને પોતપોતાની જિંદગીમાં મસ્ત, દીકરીઓને આ વાત ન ગમી. તેથી માને પૂછ્યું, ‘‘મા, આ વાત બરાબર નથી, અમે તો તમારાથી દૂર વિદેશમાં રહીએ છીએ. આ સ્થિતિમાં તમારે બંનેએ એકબીજાની કાળજી લેવી જેાઈએ. જેા તમે કહેતા હોય તો હું પપ્પા સાથે વાત કરું. તમે બંનેએ અહીં પોતાની એક અલગ જિંદગી વસાવી લીધી છે, ત્યાં સુધી કે તમારા બંને વચ્ચે ઘણા બધા દિવસો સુધી એકબીજા સાથે કોઈ વાત નથી થતી.’’ જેાકે મિસિસ વર્માને પણ થોડે ઘણે અંશે તેમને પોતાને જ હવે અહેસાસ થવા લાગ્યો કે ‘‘કદાચ ભક્તિમાં તે પોતાના પતિને ભૂલવા લાગ્યા છે અને તેથી પતિ ઘરની બહાર પ્રેમ શોધવા લાગ્યા છે.’’ ખૂબ સમજ્યાવિચાર્યા પછી એક દિવસ તેમણે પોતાના પતિને કહ્યું, ‘‘તમે ક્લિનિક શરૂ કરીને યોગ્ય કર્યું છે. કમ સે કમ વ્યસ્ત અને ફિટ તો રહો છો. ઘરમાં રહીને તો માણસ પોતાની ઉંમર પહેલાં વૃદ્ધ થઈ જાય છે. તમારા ક્લિનિકની બાજુની દુકાન ખાલી છે ને, તેમાં હું પણ એક બૂટીક ખોલી દઉં છું. બોલો, બરાબર છે ને.’’ સાંભળીને વર્મા તેની પત્નીને આશ્ચર્યભાવથી જેાવા લાગ્યા અને ધીરેથી કહ્યું, ‘‘તો પછી ભોજન કોણ કરશે.’’ ‘‘હકીકતમાં, દીકરીઓએ મને સમજાવ્યું હતું કે મમ્મી લાંબા સમયથી એક બૂટીક શરૂ કરવાનું તમારું સપનું હતું, તો હવે શરૂ કરી દો. બસ તે વાત મને ગમી ગઈ. તમે પણ બાજુમાં હશો, તેથી મને કોઈ ટેન્શન નહીં રહે અને હું આ બધું સંભાળી પણ શકીશ.’’ મિસિસ વર્માએ સ્પષ્ટતા કરતા કહ્યું. થોડા દિવસો પછી વર્માએ પોતાની બાજુની શોપમાં શ્રીમતીનું બૂટીક શરૂ કરાવી દીધું. ત્યાર પછી આ બહાના હેઠળ બંને એકબીજાને પૂરતો સમય આપવા લાગ્યા ત્યારે થોડા સમયમાં બંને વચ્ચે ગુમાવી દીધેલી નીકટતા પાછી આવવા લાગી. બીજેા એક કિસ્સો. ૫૫ વર્ષના ગુપ્તા અવારનવાર પોતાના સ્કૂટર પર ઓફિસની મહિલા કર્મચારીઓને બેસાડીને ફરતા જેાવા મળતા હતા. ઘણી વાર તે પોતાની એક મહિલા મિત્ર સાથે કોફી શોપમાં પણ જેાવા મળતા હતા. જેાકે સમાજમાં પણ આવી વાતો ખૂબ ઝડપથી ફેલાતી હોય છે. તેથી મિસિસ ગુપ્તાને પણ આ વાતો સાંભળવા મળી ગઈ. એટલામાં એક દિવસ તેમની પાડોશણ, જેના પતિ ગુપ્તાની ઓફિસમાં કામ કરતા હતા, તેમણે મિસિસ ગુપ્તાને કટાક્ષમાં કહ્યું, ‘‘શું વાત છે આજકાલ ભાઈસાહેબ ઓફિસની મહિલાઓના ખૂબ સારા કામ કરાવે છે.’’ મિસિસ ગુપ્તાને અંદરથી તો ખૂબ દુખ થયું, પરંતુ સ્વસ્થતા લાવીને કહ્યું, ‘‘હવે તે ઓફિસ હેડ છે તો ઓફિસના કર્માચારીઓનું ધ્યાન તો રાખવું જ પડશે ને. તમે ચિંતા ન કરો, તેમની ચિંતા કરવા માટે હું છું ને.’’ પાડોશણના ગયા પછી તે ઊંડા વિચારમાં પડી ગયા કે આખરે તેનો પતિ આવું કેમ કરી રહ્યો છે? પછી વિચારવા લાગ્યા કે બૂમો પાડવાથી કે ઝઘડા કરવાથી તો વાતનું સમાધાન આવવાનું નથી, પરંતુ પ્રેમ જ એક માર્ગ છે જેના દ્વારા ગુપ્તાને પાછા લાવી શકાય છે જેથી તે ઘરના થઈને રહે.

શોધ સાચા સાથીની : ૫૫ વર્ષના મિસિસ સિંહા ઊંચા કદકાઠી અને ખૂબ સુંદર દેખાવ ધરાવતા હતા. ઓફિસના દરેક પુરુષ તેમની સાથે વાત કરવા આતુર રહેતા હતા. નવા આવેલા અધિકારી મિશ્રાની પત્નીનું થોડા સમય પહેલાં મૃત્યુ થયું હતું. થોડા દિવસ પછી જ્યારે તેમણે મિસિસ સિંહાને કોફી માટે પૂછ્યું ત્યારે મિસિસ સિંહાનું દિલ બાગબાગ થઈ ગયું. આખરે તે પણ પોતાના દારૂડિયા પતિની રોજબરોજની કચકચથી પરેશાન થઈ ગયા હતા. તેથી દિલમાં ધરબાયેલો રોમાન્સ જાણે હિલોળા લેવા લાગ્યો. પછી તો મિશ્રાની ઓફર તેમણે ખુશીખુશી સ્વીકારી લીધી. બસ, અહીંથી બંનેના પ્રેમની રેલગાડી ચાલી નીકળી પછી મિસિસ સિંહાના પોતાના પતિ સાથેના ડિવોર્સ અને મિશ્રા સાથેના લગ્ન પર જઈને અટકી આખરે તે પણ ક્યાં સુધી દરરોજ પતિના અપશબ્દો, અપમાન અને મારપીટ સહન કરતા રહે. પ્રેમ અને શાંતિથી જીવવાનો હક સંસારમાં બધાને છે ને. ૩૪ વર્ષની તનુજા એક સ્કૂલમાં શિક્ષિકા છે. એક છોકરીને ભણાવવા તે તેના ઘરે જાય છે. થોડા દિવસ સુધી આ છોકરીને ભણાવ્યા પછી તેણે નોટીસ કર્યું કે તે જેટલો સમય છોકરીને ભણાવતી હતી તે સમય દરમિયાન છોકરીના ૬૦ વર્ષના દાદા ગમે તે બહાના હેઠળ રૂમમાં આવજ કરતા રહેતા હતા. એક દિવસ જ્યારે પૌત્રી અંદર કોઈ કામ અર્થે ગઈ ત્યારે દાદાએ તનુજાને કહ્યું, ‘‘હું તમને કંઈ કહેવા ઈચ્છુ છું. પ્લીઝ સાંજે ૪ વાગે બાજુમાં આવેલી કોફી શોપમાં આવી જજે.’’ પહેલા તો તનુજા ડરી ગઈ પછી સ્વસ્થ થતા પૂછ્યું, ‘‘કેમ અંકલ?’’ ‘‘ડરશો નહીં, હું તો આમ જ તમને મળવા ઈચ્છુ છું.’’ સાંજે કોફી શોપમાં બંને સામસામે બેઠા હતા. તનુજાને જેાતા જ તેમણે કહ્યું, ‘‘કોણ જાણે કેમ તમે મને ખૂબ ગમવા લાગ્યા છો. તમે ખૂબ હોશિયાર છો અને મારી પૌત્રીને સારી રીતે ભણાવો છો. મારી પત્ની મને હંમેશાં ધૂત્કારતી રહે છે, પણ તમને જેાવા અને તમારી સાથે વાત કરવી મને ગમે છે.’’ વખાણ સાંભળીને તનુજાના ગાલ શરમથી લાલ થઈ ગયા. ત્યાર પછી તો તે બંને અવારનવાર એકબીજાને મળવા લાગ્યા. તનુજાને પણ તેમને મળીને ખૂબ શાંતિ મળતી હતી અને તે બમણાં ઉત્સાહથી પોતાનું કામ કરવા લાગતી, પરંતુ થોડા સમયમાં તેને એક પત્ની અને મા હોવાનો અહેસાસ થવા લાગ્યો. જ્યારે પોતાના પતિ સાથે તેણે દાદાની સમસ્યા શેર કરી ત્યારે પહેલાં તો તેના પતિ ચોંકી ગયા, પણ થોડું વિચારીને કહ્યું, ‘‘આપણે બંને સાથે મળીને તેમની સમસ્યાનો ઉકેલ લાવીશું.’’ ત્યાર પછી તનુજા અને તેના પતિએ એક અનુભવી કાઉન્સેલર પાસે દાદા અને તેમના પત્નીનું કાઉન્સિલિંગ કરાવ્યું. આજે આ દાદાદાદી તો એકબીજાનો સાથ મેળવીને ખુશ છે, સાથે તનુજા અને તેમના પરિવાર વચ્ચે પણ ઘનિભ પારિવારિક સંબંધ છે.’’

પ્રેમ ઉંમર નથી જેાતો : હકીકતમાં પ્રેમ એક એવી લાગણી છે જે ન તો ઉંમર જુએ છે કે ન જાતિ કે ધર્મ. તે કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે અને કોઈની પણ સામે થઈ શકે છે. જે રીતે કિશોરાવસ્થા અથવા યુવાવસ્થામાં વ્યક્તિ વશીભૂત થઈને બધું ભૂલી જતો હોય છે તે જ રીતે આ ઉંમરમાં પણ પ્રેમનો અહેસાસ વ્યક્તિને માનસિક અને ભાવનાત્મક શાંતિ પ્રદાન કરે છે. કિશોરાવસ્થાનો પ્રેમ માત્ર આકર્ષણ હોય છે જ્યારે યુવાવસ્થાના પ્રેમમાં ઊંડાણ અને મજબૂતાઈ હોય છે. તેનાથી વિપરીત ૬૦ વર્ષના પ્રેમમાં બધા ભાવ જેાવા મળે છે, કારણ કે આ ઉંમરની વ્યક્તિ સંબંધના ઘણા બંધનમાં બંધાઈ ચૂકેલી હોય છે અને પ્રેમના ઘણા રૂપ પણ જેાઈ ચૂકેલી હોય છે. આ ઉંમરમાં બાળકો પોતપોતાના રસ્તા પકડી ચૂક્યા હોય છે. પતિપત્નીમાં જેા મનમેળનો અભાવ હોય તો તે બહાર કોઈ વ્યક્તિ પાસેથી મળતા પ્રેમ અને આત્મીયતાના કારણે માનસિક શાંતિ અને ઊર્જાથી ઓતપ્રોત થઈ ઊઠે છે. સામાજિક દષ્ટિકોણથી જેાવામાં આવે તો આ પ્રકારનો વ્યવહાર અશોભનીય અને મર્યાદાવિહીન છે, પરંતુ તેનાથી ઉપર આપમેળે તેના પગ ચાલવા લાગશે. આખરે ખુશીઆનંદમાં જીવવાનો અધિકાર તો બધાને છે. હકીકતમાં ઘરની જવાબદારી, બાળકો અને કામના બોજાના લીધે ઘણી વાર પતિપત્ની વચ્ચેનો પહેલાં જેવો પ્રેમ ગાયબ થઈ જતો હોય છે. જ્યારે ૬૦ની ઉંમરમાં પતિ અથવા પત્ની કોઈ બીજી વ્યક્તિ તરફ આકર્ષિત થવા લાગે તો શું કરવું, આવો જાણીએ તે વિશે :

  • જેા પતિપત્નીમાંથી કોઈને પણ પોતાના સાથીના પ્રેમના આ અદ્ભુત માર્ગ પર હોવાનો અહેસાસ થાય છે, ત્યારે એક વાર તો તેનું મન બેકાબૂ થવા લાગે છે, પણ તેનો ઉકેલ તમારે પોતે જ શોધવો પડશે, જેથી ઘરની વાત ઘરમાં જ રહે.
  • પ્રેમી પતિ અથવા પત્નીને પાછા પોતાની નજીક લાવવા માટે ક્યારેય પરિવાર, પાડોશ અથવા બાળકોનો સહારો ન લો, કારણ કે આ પ્રકારની સમસ્યાને જેટલી સારી રીતે તમે હેન્ડલ કરી શકો છો એટલી સારી રીતે બીજું કોઈ હેન્ડલ નથી કરી શકતું.
  • તમારી દિનચર્યાનું મૂલ્યાંકન કરો કે શું તમે તમારા જીવનસાથીને પર્યાપ્ત સમય અને હૂંફ આપી રહ્યા છો. ક્યાંક એવું તો નથી કે પ્રેમ અને હૂંફના અભાવમાં તેમણે બહારનો માર્ગ પકડી લીધો હોય.
  • જ્યારે સાથીની કોઈની સાથેની અંતરંગતાની જાણ થાય ત્યારે વ્યવહારને શાંત, મધુર અને પ્રેમથી ઓતપ્રોત રાખો, જેથી આ સમસ્યાનું સમાધાન તમે સારી રીતે શોધી શકો.
  • આ ઉંમર સુધી પહોંચતાં-પહોંચતાં સામાન્ય રીતે મહિલા અને પુરુષ બંને જવાબદારીથી મુક્ત થઈ જતી હોય છે. શરીર પર ચરબીના જાડા થર, કઢંગુ વ્યક્તિત્વ કોઈને પણ પોતાની તરફ આકર્ષિત નથી કરતું. જરૂર છે સ્વયંને ફિટ, સ્વસ્થ, ખુશમિજાજ અને આકર્ષક જાળવી રાખવાની, જેથી પરસ્પર પ્રેમ જળવાઈ રહે. તમે તમારા જીવનસાથીને તમારા પ્રયાસથી પાછા લાવવામાં સફળ ન થઈ રહ્યા હોય તો સગાંસંબંધી, પાડોશી અથવા મિત્રોની મદદ લીધા વિના કોઈ સારા પ્રોફેશનલ કાઉન્સિલરનો સહારો લો, જેા તમારી સમસ્યાને સારી રીતે સમજીને તેનો ઉકેલ શોધી આપશે.

– પ્રતિભા અગ્નિહોત્રી.

દાંપત્યમાં દીવાલ ન બને ઈન્ટરનેટ

ઈન્ટરનેટ એવી ટેક્નોલોજી છે, જેના લાભ ગણવા જઈએ તો સમય ઓછો પડે, પરંતુ આ ઈન્ટરનેટે સામાન્ય માણસની જિંદગીમાં ખળભળાટ મચાવી દીધો છે તે પણ કંઈ ઓછું નથી. એક જમાનો હતો જ્યારે ૪ લોકો પણ સાથે બેસતા તો કોલાહલ મચી જતો હતો, જ્યારે આજે તો ૪૦ બેસી જાય તો પણ બરાબર અવાજ નથી નીકળતો. ઈન્ટરનેટની ક્રાંતિએ પૂરી વ્યવસ્થાને હચમચાવી નાખી છે. તેનો સૌથી વધારે નકારાત્મક પ્રભાવ પતિપત્નીના સંબંધ પર પડ્યો છે, કારણ કે આજે મોબાઈલે બેડરૂમમાં પણ પોતાનું મજબૂત સ્થાન બનાવી લીધું છે. પહેલાં જે સમય પતિપત્ની એકબીજાની વાત સાંભળવા અને લડવાઝઘડવામાં પસાર કરતા હતા, આજે તે સમયને મોબાઈલ ખાઈ રહ્યો છે. એક તરફ દૂરના લોકો સાથે વાતો કરવી, હસીમજાક કરવા ખૂબ ગમતા હોય છે, જ્યારે બીજી તરફ પોતાના જ સાથીની વાત કડવી લાગતી હોય છે. પતિપત્નીની વચ્ચે કોઈનું આવવું નુકસાનકારક હોય છે. પછી ભલે ને તે મોબાઈલ જ કેમ ન હોય. બેડરૂમનો સમય પતિપત્ની બંનેનો ખૂબ અંગત હોય છે. તમે દિવસભર જે કંઈ કરો, ગમે તેટલા વ્યસ્ત રહો, પરંતુ બેડરૂમમાં જેા એકબીજાને સમય આપશો તો પણ સ્થિતિ નિયંત્રણમાં રહેશે અને ઘરમાં ખુશીઆનંદ જળવાઈ રહેશે. બેડરૂમ ઉપરાંત ક્વોલિટી ટાઈમ પસાર કરવાની કેટલીક રીત અહીં રજૂ કરીએ છીએ :

લેટ નાઈટ ડ્રાઈવ : મોટાભાગનાં પતિપત્ની ડિનર પછી બેડ પર જતા નેટની દુનિયામાં ખોવાઈ જાય છે. ક્યારેક-ક્યારેક નેટને છોડીને પાર્ટનરની સાથે નાઈટ ડ્રાઈવ પર જવાનું વિચારો. ક્યારેક આઈસક્રીમ ખાવાના બહાને તો ક્યારેક ખુલ્લી હવામાં ફરવાના બહાને.

કોફી અને અમે બંને : ડિનર પછી બહાર જવા માટે અથવા બાલ્કનીમાં હોટ કોફી સાથે રોમેન્ટિક ગપસપ કરો. એકબીજા સાથે ન કરેલી વાતો શેર કરો.

ક્વિક આઉટિંગ : ઘરમાંથી બહાર જવા માટે વીકેન્ડની રાહ કેમ જેાવી? ક્યારેક-ક્યારેક વીક ડે માં જ્યારે સાંજે ઓફિસેથી જલદી નીકળો, ત્યારે પહેલાંથી નક્કી કરેલા પોઈન્ટ પર પાર્ટનરને બોલાવો અને મોલ અથવા નજીકના માર્કેટમાં ફરવાની મજા માણો.

સર્ફિંગ પણ શોપિંગ પણ : નેટ પર એકલા વ્યસ્ત રહેવાના બદલે પાર્ટનર સાથે ક્યારેક-ક્યારેક શોપિંગ સાઈટ્સની વિઝિટ કરો. વિશ્વાસ કરો આ વાત પાર્ટનર સાથે સમય વિતાવવાની એક ઉત્તમ રીત સાબિત થશે. મોટાભાગના લોકો એન્જેાય કરવા માટે પ્રસંગ અથવા તો યોગ્ય સમયની રાહ જેાતા હોય છે જ્યારે નાનીનાની પળ જ તેમને ખુશી આપવાના ખૂબ સારા પ્રસંગ આપતી હોય છે. માત્ર જરૂર છે આ પળનો યોગ્ય ઉપયોગ કરવાની.

– સરિતા પંથી

લગ્નજીવન સુખી બનાવવાની ૧૧ રીત

શું તમે તમારા રિલેશનને લઈને ચિંતિત રહો છો? જેા જવાબ હા હોય તો આ વાત પર ગંભીરતાપૂર્વક તમારે વિચારવાની જરૂર છે. તમારી ચિંતાનું કારણ તમારો પોતાનો એટિટ્યૂડ અથવા તમારા બંનેની કેમેસ્ટ્રી હોઈ શકે છે. આ સ્થિતિમાં કેટલીક વાતનું ધ્યાન રાખીને તમે તમારા લગ્નજીવનને સુચારુ રૂપે ચલાવી શકો છો :

કમ્યૂનિકેશન : તમારી લાગણી, વિચારો, સમસ્યા એકબીજાને જણાવો. વર્તમાન અને ભવિષ્ય વિશે ખૂલીને એકબીજા સાથે વાત કરો. પાર્ટનરને જણાવો કે તમે બંને વિશે કેવા પ્લાન કરી રહ્યા છે. જેાકે બોલવાની સાથેસાથે સાંભળવું પણ જરૂરી છે. મૌન પણ પોતાનામાં એક સંવાદ હોય છે. હાવભાવ, સ્પર્શમાં પણ સાથી પ્રત્યે પ્રેમ અને સન્માન વ્યક્ત કરતા રહો.

બધી આશાઓ એક પાસેથી ન રાખો : જેા તમે તમારા સાથી પાસેથી ગેરવાજબી આશા રાખશો તો તમારું નિરાશ થવું ઉચિત કહેવાશે. તેથી પાર્ટનર પાસેથી એટલી જ આશા રાખો જેટલી તે પૂરી કરી શકે. પાર્ટનરને પૂરતી સ્પેસ આપો. તેના સારા-ખરાબ પાસાનેે પણ સ્વીકારો.

ચર્ચાથી ભાગો નહીં : સ્વસ્થ સંબંધ માટે ચર્ચા સારી રહે છે. વાતને ટાળતા રહેવાથી વિવાદ વધારે ઉગ્ર બને છે. મનમાં દબાયેલી ચિંતાને વધારશો નહીં, ખુલ્લા દિલે કહી દો. તમારો સાથી જ્યારે તમારી સાથે ઝઘડી રહ્યો હોય ત્યારે મૌન ધારણ ન કરો કે ન તો ખૂબ જ ઉગ્રતાથી પ્રતિભાવ આપો. ધ્યાનથી સાંભળો અને વિશ્વાસપૂર્વક સમજેા. ઝપાઝપી અથવા અપશબ્દોનો ઉપયોગ ક્યારેય ન કરો.

ખરાબ વ્યવહારને આપો પડકાર : ક્યારેય પણ સાથીના ખરાબ વ્યવહારથી દુખી થઈને પોતાનું સ્વાભિમાન ગુમાવશો નહીં. ઘણી વાર આપણે સાથીના વ્યવહારથી એટલા પરેશાન થઈ જતા હોઈએ છીએ કે પોતાનું દુખ વ્યક્ત કરવાના બદલે સ્વયંને જ અપરાધી અનુભવવા લાગીએ છીએ અથવા તો પોતાની ભૂલ માની લેતા હોઈએ છીએ. સાથી તમને શારીરિક કે માનસિક રીતે ઈજા પહોંચાડે તો પણ તમે તેને ના નથી કહી શકતા. જેાકે આ ખોટું છે. ખરાબ વ્યવહારનો વિરોધ કરો. આમ કરવાથી સંબંધમાં એવી તિરાડ પડે છે જે ક્યારેય પુરાતી નથી.

એકબીજાને સમય આપો : એકબીજા સાથે સમય વિતાવવાથી અને ક્વોલિટી ટાઈમ શેર કરવાથી પ્રેમમાં વધારો થાય છે. સાથી સાથે ટ્રિપનું પ્લાનિંગ કરો. ઘરે પણ નવરાશની પળ વિતાવો. આ સમયને માત્ર સારી વાતો યાદ કરવા માટે રાખો, આ સમયે લડાઈઝઘડાની વાત ન કરો. પછી જુઓ આ સમયને જ્યારે પણ તમે યાદ કરશો ત્યારે મને ખૂબ સારું લાગશે.

વિશ્વાસ કરો અને માન પણ આપો : શું તમે તમારા સાથીને મહેણાં મારીને તેની મજાક ઉડાવો છો? શું તમે તેની પર હંમેશાં શંકા રાખો છો? જેા આવું હોય તો સંબંધ ક્યારેય બરાબર નહીં ચાલે. એકબીજા પર વિશ્વાસ કરવો સંબંધમાં સૌથી વધારે મહત્ત્વનું છે. એકબીજાને માન આપવું પણ ખૂબ જરૂરી છે. વિશ્વાસ અને માન-સન્માન કોઈ પણ સંબંધનો પાયો હોય છે, તેથી તેને મજબૂત રાખો.

ટેકન ફોર ગ્રાન્ટેડ ન લો : લગ્ન થઈ ગયા પછી પણ ટેકન ફોર ગ્રાન્ટેડ ન લો. સાથીની પસંદનાપસંદ પર ખરા ઊતરવાનો પ્રયાસ કરતા રહો. તેની ઈચ્છા અનુસાર પોતાને ઢાળવાનો પ્રયત્ન કરો. જે રીતે એક છોડ સારી રીતે સિંચાઈ થયા પછી જ મજબૂત વૃક્ષ બને છે. યોગ્ય સારસંભાળથી જ તે વિકાસ પામે છે. બરાબર તે જ રીતે લગ્નજીવનને પણ બે લોકો સાથે મળીને સફળ બનાવી શકે છે.

આ એક ટીમવર્ક છે : પતિપત્ની ત્યારે જ આનંદમય જીવન જીવી શકે છે જ્યારે બંને એક ટીમની જેમ કામ કરે. બંને સમજે કે એકબીજા સાથે જીવવા માટે સાથે મળીને મુશ્કેલીઓ સામે જીતવું જરૂરી છે. લગ્નજીવન બંને પક્ષની મહેનતનું પરિણામ હોય છે.

એકબીજાની કાળજી લો : જીવનની પ્રત્યેક બાબત ઉપર જેા તમે એકબીજાને રાખશો તો સુરક્ષાની ભાવના વિકસિત થશે અને આ ભાવના સંબંધને મજબૂત બનાવે છે. તેથી પ્રત્યેક પતિપત્નીએ એકબીજાને દિલ ખોલીને પ્રેમ કરવો જેાઈએ અને માનસન્માન પણ આપવા જેાઈએ.

કાળજીપૂર્વક પસંદ કરો મિત્ર : તમારા મિત્ર તમારા જીવનને સારું અથવા ખરાબ બનાવી શકે છે. મિત્રોનો પ્રભાવ તમારા વ્યક્તિત્વ અને વ્યવહાર પર પણ ખૂબ વધારે પડે છે. તેથી એવા મિત્ર પસંદ કરો, જે સારા હોય.

વાણી પર સંયમ : લગ્નજીવનમાં ઘણી વાર તમારા શબ્દો જ તમારા લગ્નજીવનને છિન્નભિન્ન કરી દે છે. તેથી તમારા શબ્દોનો પ્રયોગ કટાક્ષ, અપશબ્દો અથવા મહેણાંટોણાં મારવા માટે ન કરો, પરંતુ આ બધાથી દૂર રહી સાથીના વખાણ કરો અને વાણીમાં મીઠાશ રાખો. આમ કરવાથી તમારું લગ્નજીવન સારું રહેશે.

– પૂનમ મહેતા.

જેથી નેપીમાં પણ રહે બાળક હેપી

બાળક માટે નેપીની પસંદગી હંમેશાં સમજીવિચારીને કરો. નેપી ખરીદતી વખતે ધ્યાન રાખો કે તે યોગ્ય ફિટિંગનું હોય, તેની શોષવાની ક્ષમતા ઉત્તમ હોય અને તેનું ફેબ્રિક બાળકની સંવેદનશીલ સ્કિનને નુકસાન ન પહોંચાડે. ઋતુ ગમે તે હોય, લિનેનના નેપી સૌથી વધારે સારા રહે છે. તેનું ફેબ્રિક ભેજને શોષી લે છે અને સ્કિનથી રિએક્શન નથી કરતા. આજે બજારમાં સારી ક્વોલિટીના ડિસ્પોઝેબલ નેપી પણ ઉપલબ્ધ છે. જેાકે નેપીને દર ૩-૪ કલાકમાં બદલી નાખવા જેાઈએ, મહત્તમ ૬ કલાકમાં. નેપી જેટલા ઓછા સમયમાં બદલશો, તેટલું ઈંફેક્શનનું જેાખમ પણ ઓછું રહેશે. યોગ્ય નેપીની પસંદગી કરો નેપી બાળકની સ્કિનને ભીનાશથી બચાવે છે. નેપીથી બળતરા અને રેશિઝથી રક્ષણ મળે છે. કાપડના નેપી બાળકને સૂકા અને કંફર્ટેબલ રાખે છે. આ બાળકોને એટલા સૂકા રાખે છે જેટલા ડિસ્પોઝેબલ નેપી. નેપીની ખરીદી કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખો :

શોષવાની ક્ષમતા : નેપીની શોષવાની ક્ષમતા સારી હોવી જેાઈએ, જેથી તે બાળકના મળમૂત્રને અવશોષિત કરી શકે.

મુલાયમ : નેપી મુલાયમ હોવા જેાઈએ, જેથી બાળકની મુલાયમ સ્કિનને નુકસાન ન પહોંચે. નેપીમાં એટલું ખેંચાણ હોવું જેાઈએ કે તે સારી રીતે ફિટ થઈ જાય.

વેટનેસ ઈન્ડિકેટર : વેટનેસ ઈન્ડિકેટર નેપી પર એક રંગીન રેખા હોય છે, જે પીળામાંથી વાદળી થઈ જાય છે, તેનો અર્થ એ થાય છે કે નેપી ભીનું થઈ ગયું છે અને હવે તેને બદલવાનો સમય થઈ ગયો છે.

કયા વધારે સારા નેપી છે : કેટલાક માતાપિતા પરેશાન રહેતા હોય છે કે બાળક માટે કયા પ્રકારના નેપીનો ઉપયોગ કરવામાં આવે. આમ તો કોટનના નેપીને ઉત્તમ ગણવામાં આવે છે, પરંતુ આજકાલ અનેક પ્રકારના સારામાં સારા ડિસ્પોઝેબલ નેપી પણ બજારમાં ઉપલબ્ધ છે. જેા મોંઘી બ્રાન્ડના નેપી તમારા બજેટની બહાર હોય તો તમે કોટનના નેપીનો પણ ઉપયોગ કરી શકો છો. બ્રાન્ડેડ નેપીનો ઘરની બહાર અને રાત્રે ઉપયોગ કરી શકો છો. જ્યારે દિવસે ઘરે હોય ત્યારે સામાન્ય કોટન નેપીનો ઉપયોગ કરી શકો છો.

કેમ થાય છે રેશિઝ : સતત નેપી પહેરી રાખવાથી બાળકના નિતંબ અને જાંઘ પર રેશિઝ થઈ જાય છે. જે કોઈ જગ્યાએ રેશિઝ થઈ જાય છે ત્યાં સ્કિન ફોલ્ડ થાય છે. રેશિઝ થવાનું મુખ્ય કારણ ભેજ છે. આ સિવાય અન્ય મુખ્ય કારણોમાં નેપીને ટાઈટ બાંધવા, બરાબર ન ધોવા, આ કારણસર ડિટર્જન્ટ અથવા સાબુ નેપીમાં રહી જાય છે. જ્યારે બાળકને ડાયેરિયા થઈ જાય છે, ત્યારે તેનામાં રેશિઝ થવાનું જેાખમ વધી જાય છે, કારણ કે મળનો સંપર્ક સ્કિનને મૂત્રના સંપર્ક કરતા વધારે નુકસાન પહોંચાડે છે.

  • નહીં પડે રેશિઝ : બાળકને રેશિઝથી બચાવવાની સૌથી ઉત્તમ રીત એ છે કે નેપીવાળા એરિયાને સાફ અને સૂકો રાખો. ભીના નેપીને તરત બદલો. નેપી બદલ્યા પછી હંમેશાં બાળકના બોટમને હૂંફાળા પાણીથી સાફ કરો. રેશિઝ ઠીક કરવાના ઘરેલુ ઉપાય સામાન્ય રીતે નેપીના રેશિઝને ઘરેલુ ઉપાયથી ઠીક કરી શકાય છે. તમે પણ આ ઘરેલુ ઉપાયને અજમાવી શકો છો :
  • રેશિઝ પર એલોવેરા જેલ લગાવો.
  • બાળકને થોડો સમય નેપી વિના પણ રાખો, જેથી રેશિઝ ઝડપથી હીલ થવામાં મદદ મળશે.
  • રેશિઝ પર પેટ્રોલિયમ જેલી લગાવો.
  • રેશિઝ પર ટેલ્કમ પાઉડરનો ઉપયોગ પણ કરી શકાય છે, પરંતુ તેના વધારે ઉપયોગથી દૂર રહો, નહીં તો તે બાળકના ફેફસામાં પહોંચીને તેને નુકસાન પહોંચાડી શકે છે.

આ વાતનું પણ ધ્યાન રાખો :

  • બાળકને હૂંફાળા પાણી અને માઈલ્ડ સાબુથી નવડાવો.
  • કોટનના મુલાયમ ટુવાલથી હળવા હાથે લૂછો. સ્કિન સંપૂર્ણ રીતે સુકાઈ જાય ત્યાર પછી બાળકને કપડાં અને નેપી પહેરાવો.
  • ભીના અથવા ગંદા નેપીને તરત બદલી નાખો.
  • રાતના સમયે પણ ૧ વાર નેપી અચૂક બદલો.
  • ૨૪ માંથી ૮ કલાક બાળકને નેપી વિના રાખો, જેથી સ્કિનને ખુલ્લી હવા લેવાની તક મળે.
  • એવા નેપીનો ઉપયોગ કરો, જેમાં એરટાઈટ પ્લાસ્ટિકનું કવર હોય. ડોક્ટરનો સંપર્ક ક્યારે કરવો જેા બાળકના નિતંબ, જાંઘ અને ગુપ્તાંગ પર લાલ રેશિઝ વધારે પ્રમાણમાં થઈ ગયા હોય, તો ઘરેલુ ઉપાય અજમાવી તેને સૌપ્રથમ ઠીક કરવાનો પ્રયત્ન કરો, પરંતુ જેા ૭ દિવસમાં આ રેશિઝ ઠીક ન થાય અને તેમાં બળતરા થાય, ખંજવાળ આવે, લોહી નીકળે અથવા બાળકને તાવ આવે તો તરત ડોક્ટરને બોલાવો. નેપી કેવી રીતે બદલશો નેપી બદલતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે નેપીની ગંદકી બાળકના શરીર પર ન ફેલાય. ગંદા નેપીને કાઢી લીધા પછી બીજી નેપી પહેરાવતા પહેલાં નેપીવાળા ભાગને બરાબર સુકાવા દો. તે સિવાય નીચે જણાવેલી વાત પર પણ ધ્યાન આપો :
  • બાળકને એક હાથથી ઘૂંટીથી પકડીને થોડું ઉપર ઉઠાવીને ગંદા નેપીને બાળકની કમરની નીચેથી વાળી દો. ધ્યાન રાખો કે સાફ ભાગ ઉપર તરફ હોવો જેાઈએ.
  • બાળકનું નેપી ખૂબ જ ગંદું હોય તો એક મુલાયમ ટુવાલ મૂકો અથવા ડિસપોઝેબલ પેડ લગાવો.
  • બાળકના આગળના ભાગને બેબી વાઈપથી સાફ કરો. હંમેશાં આગળથી પાછળની તરફ સાફ કરો.
  • બેબીના બોટમને મુલાયમ ટુવાલ અથવા કોટનથી ધીરેધીરે સાફ કરો, પરંતુ તેને ઘસશો નહીં.
  • સૌપ્રથમ નવા નેપીને ખોલો અને અડધી કમરને તેની પર મૂકો. પછી બાળકને બરાબર ઊંઘાડી દો અને આગળથી નેપીને બરાબર બાંધો.
  • નેપી બદલ્યા પછી તમારા હાથને બરાબર ધોઈ લો, જેથી બેક્ટેરિયાને બીજા ભાગમાં ફેલાતા અટકાવી શકાય.
  • નેપી પહેરાવતી વખતે બાળકના પગ એટલા જ પહોળા કરો જેટલા કંફર્ટેબલ હોય. પગને વધારે પહોળા કરવાથી બાળકને મુશ્કેલી થઈ શકે છે.
  • નેપીને એટલું ટાઈટ ન બાંધો કે તે સ્કિન સાથે ઘસાય.
  • જેા નવજાત હોય તો ગર્ભનાળને ઢાંકશો નહીં, ત્યાં સુધી જ્યાં સુધી તે સુકાઈને ખરી ન જાય. નેપી ધોવાની ટિપ્સ ડિસ્પોઝેબલ નેપીને ધોવાની જરૂર નથી પડતી, પરંતુ જેા તમે કપડાના નેપીનો ઉપયોગ કરી રહ્યા છો તો તેને સાવચેતીપૂર્વક ધુઓ, જેથી બાળકને સ્વચ્છ અને સંક્રમણરહિત રાખી શકાય.
  • નેપીને નવશેકા પાણીમાં માઈલ્ડ ડિટર્જન્ટથી ધુઓ.
  • સુગંધિત સાબુ અથવા ડિટર્જન્ટનો ઉપયોગ ન કરો, નહીં તો રેશિઝ થવાનું જેાખમ વધી શકે છે.
  • વધારે ગંદા નેપીને ધોતા પહેલાં તેને થોડો સમય ઠંડા પાણીમાં પલાળી રાખો.
  • ફેબ્રિક સોફ્ટનરનો ઉપયોગ ન કરો, કારણ કે તેમાં સુગંધ હોઈ શકે છે, જેથી બાળકની સ્કિનમાં બળતરા થાય છે.
  • નેપીને ધોયા પછી સિરકાના પાણીમાં તેને થોડો સમય રાખો. આમ કરવાથી તેમાંથી વાસ દૂર થઈ જશે અને સાબુ પણ નીકળી જશે. ત્યાર પછી નેપીને ફરી એક વાર ઠંડા પાણીથી ધોઈ લો.

– ડો. નુપુર ગુપ્તા.

પ્રથમ મિલનને યાદગાર બનાવો

જેા તમે તમારા જીવનસાથી સાથેના પ્રથમ મિલનને યાદગાર બનાવવા ઈચ્છો છો તો તમારે માત્ર કેટલીક તૈયારી કરવી પડશે, સાથેસાથે કેટલીક વાતનું ધ્યાન રાખો. આ રીતે જ પ્રથમ મિલન તમારા જીવનમાં યાદગાર ક્ષણ બની જશે.

ખાસ તૈયારી કરો : પ્રથમ મિલનમાં એકબીજાને ખુશ કરવા માટે ખાસ તૈયારી કરો, જેથી એકબીજાને ઈમ્પ્રેસ કરી શકો.

ખાસ ડેકોરેશન : તે જગ્યા જ્યાં તમારું પહેલી વાર એકબીજા સાથે શારીરિક રીતે મિલન થવાનું છે, ત્યાંનું વાતાવરણ એવું હોવું જેાઈએ કે તમે તમારા સંબંધને એન્જેાય કરી શકો. રૂમમાં ખાસ પ્રકારનો રંગ અને સુગંધનો પ્રયોગ કરો. તમે ઈચ્છો તો રૂમમાં એરોમેટિક ફ્લોરિંગ કેન્ડલથી રોમેન્ટિક વાતાવરણ બનાવી શકો છો. તે ઉપરાંત રૂમમાં બંનેને ગમતું મ્યૂઝિક અને ઓછો પ્રકાશ પણ વાતાવરણને રોમેન્ટિક બનાવવામાં મદદ કરે છે. રૂમને તમે રેડ હાર્ટશેપ બલૂન અને રેડ હાર્ટશેપકુશનથી સજાવો. ઈચ્છો તો રૂમમાં સેક્સી પેઈન્ટિંગ પણ લગાવી શકો છો. ફૂલથી પણ રૂમ સજાવી શકો છો. આ તમામ તૈયારીથી સેક્સ હોર્મોન્સના સ્રાવને વધારવામાં મદદ મળશે અને તમારું પ્રથમ મિલન હંમેશાં માટે તમને યાદ રહેશે. સેફ્લ ગ્રૂમિંગ : પ્રથમ મિલનનો દિવસ નિશ્ચિત થયા પછી તમે તમારી ગ્રૂમિંગ પર ધ્યાન આપો. શારીરિક અને માનસિક રીતે પોતાને તૈયાર કરો. તેનાથી ન માત્ર આત્મવિશ્વાસ વધે છે, પરંતુ તમે સ્ટ્રેસ ફ્રી થઈને સારું પ્રદર્શન કરશો. પ્રથમ મિલનથી પહેલા પર્સનલ હાઈજીનને મહત્ત્વ આપો, જેથી તમને સંબંધ બનાવતી વખતે ખચકાશો નહીં અને તમે પ્રથમ મિલનને એન્જેાય કરી શકો.

આકર્ષક ગિફ્ટ : પ્રથમ મિલનને યાદગાર બનાવવા માટે તમે એકબીજા માટે ગિફ્ટ પણ ખરીદી શકો છો. જેા તમારા બંનેનો પર્સનલાઈઝ્ડ ફોટો ફ્રેમ, રિંગ કે સેક્સી ઈનરવેર પણ હોઈ શકે છે. આ રીતે તમે રોમેન્ટિક અને ઉત્તેજક વાતાવરણ બનાવી શકો છો.

સ્પષ્ટ વાત કરો : પ્રથમ મિલનને રોમાંચક અને યાદગાર બનાવવા માટે માનસિક રીતે તૈયાર રહો. તમારા પાર્ટનર સાથે આ વિશે સ્પષ્ટ વાત કરો. તમારા મનમાં થતા પ્રશ્નોના જવાબ પૂછો. એકબીષ્ટની પસંદનાપસંદ પૂછો. શક્ય હોય તો પોઝિટિવ રહેવાનો પ્રયાસ કરો. સેક્સ સુરક્ષા : સંબંધ બનાવતા પહેલાં સેક્સ્યુઅલ સુરક્ષાની તૈયારી રાખો. સેક્સ્યુઅલ પ્લેઝરને એન્જેાય કરતા પહેલાં સેક્સ પ્રીકોશંસ પર ધ્યાન આપો. તમારો જીવનસાથી કંડોમનો ઉપયોગ કરી શકે છે. તેનાથી ગર્ષ્ઠ રહેવાનો ડર નથી રહેતો અને તમે યૌન બીમારીથી પણ બચી શકશો. સેક્સ દરમિયાન :

  • સેક્સની શરૂઆત સેક્સી ફૂડ જેમ કે સ્ટ્રોબેરી, દ્રાક્ષ કે ચોકલેટથી કરો.
  • વધારે રાહ ન જેાવડાવો.
  • મિલન દરમિયાન કોઈ પણ એવી વાત ન કરો, જે એકબીજાનો મૂડ ખરાબ કરે અથવા એકબીજાને દુખ લાગે. આ દરમિયાન વર્જિનિટી કે જૂની ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ વિશે કોઈ વાત ન કરો.
  • સંબંધ દરમિયાન કલ્પનાઓને એક તરફ રહેવા દો. પોર્ન મૂવીની સરખામણી પોતાની સાથે કે પાર્ટનર સાથે ન કરો અને એકબીજાને ખુશ કરવાનો પ્રયાસ કરો.
  • બેડરૂમમાં બેડ પર જતા પહેલાં જેા તમે ઘરમાં કે હોટલના રૂમમાં એકલા હોય તો થોડી મસ્તી, તોફાન તમે કાઉચ પર પણ કરી શકો છો. આ રીતે સેક્સનો રોમાંચ વધી જશે.
  • સેક્સ સંબંધ દરમિયાન આંગળીઓથી છેડતી કરો. પાર્ટનરના શરીરના ઉત્તેજિત કરનાર અંગને પંપાળો અને મિલનને ચરમસીમા પર લઈ જઈ પ્રથમ મિલનને યાદગાર બનાવો.
  • મિલન પહેલાં ફોરપ્લે કરો. પાર્ટનરને કિસ કરો. તેના અંગ પર તમારો સ્પર્શ સેક્સ પ્લેઝરને વધારવા મદદ કરે છે.
  • સેક્સ દરમિયાન સેક્સી ટોક કરો. ઈચ્છો તો સેક્સ્યુઅલ ફેંટેસીઝની મદદ લો. આ રીતે તમે બંને સેક્સનો ષ્ઠરપૂર આનંદ માણી શકશો, પરંતુ ધ્યાન રાખો સેક્સ્યુઅલ ફેંટેસીઝ માટે પાર્ટનર પર દબાણ ન આપો.
  • સંયમ રાખો. આ પ્રથમ મિલન દરમિયાન સૌથી વધારે ધ્યાન રાખવાની વાત છે, કારણ કે પ્રથમ મિલનમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ ન માત્ર તમારા માટે નુકસાનકારક છે, પરંતુ તમારી પ્રથમ સેક્સ નાઈટને પણ ખરાબ કરી શકે છે. સેક્સ દરમિયાન વાત કરતાંકરતાં ધીરેધીરે સંબંધ બનાવો.

આ રીતે તમે પ્રથમ મિલનને યાદગાર બનાવી શકો છો. સંબંધ દરમિયાન એકબીજા સાથે આઈ કોન્ટેક્ટ બનાવો. આ રીતે પાર્ટનરને લાગશે કે તમે સંબંધને એન્જેાય કરી રહ્યા છો.

– પ્રતિનિધિ

વાંચવા માટે અમર્યાદિત વાર્તાઓ-લેખોસબ્સ્ક્રાઇબ કરો