આઈવીએફ આ પણ જાણો

આઈવીએફ એટલે ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન. તેમાં મહિલાના અંડકોશને પુરુષના શુક્રાણુ સાથે શરીરની બહાર એક લેબોરેટરી ડિશમાં ફર્ટિલાઈઝ કરાવવામાં આવે છે. તેની વિપરીત સામાન્ય રીતે ફર્ટિલાઈઝ મહિલાના શરીરમાં ફેલોપિયન ટ્યૂબની અંદર હોય છે. જે ફર્ટિલાઈઝ ઈંડું ગર્ભાશયની દીવાલ પર જેાડાઈ જાય છે અને સતત વિકસિત થતું રહે છે, ત્યારે ૯ મહિના પછી બાળકનો જન્મ થાય છે. આઈવીએફ અસિસ્ટિડ રીપ્રોડક્ટિવ ટેક્નિક (એઆરટી) નું એક રૂપ છે, જે કોઈ મહિલાને ગર્ભવતી થવામાં મદદરૂપ કરે છે. તેનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે, જ્યારે અન્ય ટેક્નિક નિષ્ફળ થાય છે. જ્યારે મહિલા ગર્ભધારણ કરી લે છે, ત્યારે આગામી કેટલાક અઠવાડિયામાં અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવે છે, જેથી ભ્રૂણના વિકાસની ખબર પડી શકે. તેના નિષ્ફળ થવાની શંકા તેના સફળ થવાથી વધારે હોય છે, તેથી તમારે માનસિક રીતે તૈયાર રહેવું જેાઈએ. જેા પહેલી વારમાં આ ટેક્નિક સફળ ન થાય, તો ફરીથી કોશિશ કરી શકો છો.

આઈવીએફ ખર્ચાળ ટેક્નિક નથી
આઈવીએફ ટેક્નિકનો સફળતા દર ૪૦ ટકા છે. સફળતા માત્ર ટેક્નિક પર જ નહીં, પરંતુ ત્યાર પછી મહિલાઓની ઉંમર, વંધ્યત્વનું કારણ, બાયલોજિકલ અને હોર્મોનલ કારણો પર પણ નિર્ભર કરે છે. કેટલીક અન્ય પ્રક્રિયા જેમ કે હાર્ટ સર્જરી અથવા જેાઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની સરખામણીમાં આઈવીએફ ટેક્નિકમાં ઓછો ખર્ચ આવે છે.

મા બનવામાં સહાયક છે
આઈવીએફ ટેક્નિક મહિલાઓને ગર્ભવતી થવામાં સહાયતા કરે છે. તેનો વંધ્યત્વના અનેક કારણોની સારવાર કરવામાં ઉપયોગ કરવામાં આવે છે. તેમાં કરિયરથી ઉપજેલી તાણ અને હોર્મોન્સ અસંતુલનના લીધે સમય પહેલાં મેનોપોઝ પહોંચી ચૂકેલી અને મોટી ઉંમરમાં મા બનવાનો નિર્ણય લેનારી મહિલાઓ પણ સામેલ છે. તે ઉપરાંત આઈવીએફ ટેક્નિક તે મહિલાઓ માટે પણ અસરકારક છે, જેા એંડોમેટ્રિઓસિસ, યૂટરિન ફાઈબ્રોયડ્સ કે ઓવલ્યૂશન ડિસઓર્ડરથી પીડિત છે. પેલ્વિક ઈનફ્લેમેટરી ડિઝિઝ અથવા પહેલા પ્રજનન સમયે થયેલી સર્જરીના લીધે જે મહિલાઓની ફેલોપિયન ટ્યૂબ ખરાબ અથવા બંધ થઈ ગઈ છે તે પણ સંતાનપ્રાપ્તિ માટે આ ટેક્નિકનો સહારો લઈ શકે છે. એટલું જ નહીં, શુક્રાણુઓની સંખ્યા ઓછી હોવાથી થતી પુરુષ નપુંસકતાના લીધે સામાન્ય રીતે ગર્ભધારણમાં થતી સમસ્યા અથવા પતિપત્નીમાંથી કોઈ એકથી બાળકમાં જેનેટિક ડિસઓર્ડર પાસ કરવાનું જેાખમ થવાની સ્થિતિમાં પણ આઈવીએફ ટેક્નિકનો સહારો લઈ શકાય છે.

જન્મજાત વિકૃતિ હોવાની શંકા
આઈવીએફ ટેક્નિક દ્વારા જન્મ લેતા બાળકોમાં જન્મજાત વિકૃતિ હોવાની શંકા સામાન્ય રીતે પ્રેગ્નન્સી દ્વારા જન્મ લેતા બાળકોની સમાન જ છે. આજ સુધી થયેલા કેટલાય સર્વેથી ખબર પડી છે કે આઈવીએફ ટેક્નિક દ્વારા જન્મજાત વિકૃતિની શંકા વધતી નથી.
અસિસ્ટિડ રીપ્રોડક્ટિવ ટેક્નિકમાં નિતનવી ટેક્નિક વિકસિત કરવામાં આવી રહી છે, જે ન માત્ર તે લોકોની મદદ કરી રહી છે જેા કોઈ કારણવશ સંતાનહીન છે, પરંતુ આનુવંશિક રીતે સ્વસ્થ બાળકને જન્મ આપવામાં પણ સહાયતા કરી છે. એવા કેટલાય દંપતી છે, જે સામાન્ય છે, પરંતુ તે એવા જીન્સના સંવાહક છે, જેા કોઈ આનુવંશિક રોગના કારણ છે જેમ કે થેલેસેમિયા, હનટિંગ્ટન ડિઝિઝ, ડાઉન સિંડ્રોમ, ટર્નર સિંડ્રોમ વગેરે. આ પ્રક્રિયા તે લોકોને પણ સ્વસ્થ બાળક પ્રાપ્ત કરવામાં સહાયતા કરી રહી છે. ભ્રૂણને વિકસિત કર્યા પછી તેમની લેબોરેટરીમાં તપાસ કરવામાં આવે છે. માત્ર તે જ ભ્રૂણ મહિલાના ગર્ભમાં ઈમ્પ્લાન્ટ કરવામાં આવે છે, જેમાં જેનેટિકલી કોઈ ખરાબ નથી હોતી.
પહેલા આઈવીએફનો સફળતા દર ૨૦ થી ૪૦ ટકા હતો, પરંતુ અનુસંધાનમાં આ વાત સામે આવી છે કે સર્વશ્રેષ્ઠ ભ્રૂણ પસંદ કરવાની જે ટેક્નિક છે તે તેની સફળતા દરને ૭૮ ટકા સુધી વધારે છે.

સંતાનપ્રાપ્તિનો અંતિમ વિકલ્પ
જેા મહિલાઓની ફેલોપિયન ટ્યૂબ ખરાબ અથવા બ્લોક થાય છે, તેમાં ઈંડાનું નિષેચન કે ગર્ભાશય સુધી ભ્રૂણનું પહોંચવું મુશ્કેલ થઈ જાય છે. આવી મહિલાઓ માટે આ અંતિમ નથી, પરંતુ સૌપ્રથમ વિકલ્પ છે. મોટી ઉંમરના પુરુષ માટે પણ આઈવીએફ પ્રથમ વિકલ્પ હોઈ શકે છે.

આઈવીએફ ટેક્નિકે સંતાનહીનતાની સમસ્યાથી ઝઝૂમી રહેલા લોકોને આશાનું એક નવું કિરણ બતાવ્યું છે. કેટલાય વર્ષ પહેલાં સુધી આઈવીએફ ટેક્નિક દ્વારા સંતાનપ્રાપ્તિનો દર ઓછો હતો, પરંતુ અનેક સંશોધનથી તેની સફળતાનો દર વધી ગયો છે.
– ડો. અરવિંદ વૈદ

પ્રેગ્નન્સી સમસ્યા અને બચાવ

મા બનવું એક ઘણો ખૂબસૂરત અહેસાસ હોય છે. જેને શબ્દોમાં વ્યક્ત કરવો ન માત્ર મુશ્કેલ, પરંતુ અસંભવ લાગે છે. કોઈ પણ મહિલા મા તે દિવસે નથી બનતી જ્યારે તે બાળકને જન્મ આપે છે, પરંતુ તેનો સંબંધ નાનકડા જીવ સાથે ત્યારે બની જાય છે જ્યારે તેને જાણ થાય છે કે પોતે પ્રેગ્નન્ટ છે. ગર્ભાવસ્થાદરમિયાન બધી મહિલાઓના અનુભવ અલગઅલગ રહેતા હોય છે, પરંતુ આજે આપણે સામાન્ય સમસ્યાની વાત કરીશું, જેને જાણવી ખૂબ જરૂરી છે. આમ તો ગર્ભાવસ્થાના પૂરા ૯ મહિના મહિલાએ પોતાનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે, પરંતુ શરૂઆતના ૩ મહિના પોતાના પર ખાસ ધ્યાન આપવાની જરૂર પડે છે. પહેલા ટ્રાઈમેસ્ટરમાં બાળકના શરીરના અંગ બનવા શરૂ થાય છે, આ સ્થિતિમાં તમારે તમારા શરીરમાં થતા બદલાવ પર નજર રાખવી જેાઈએ અને જેા કઈ ઠીક ન લાગે તો ડોક્ટર સાથે ચર્ચા જરૂર કરો.

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને ખૂબ સારા હોર્મોનલ અને શારીરિક બદલાવમાંથી પસાર થવું પડે છે, પરંતુ તમે કેવી રીતે આ બધી સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો, તે વિશે અહીં જણાવી રહ્યા છે ગાયનેકોલોજિસ્ટ ડો. વિનિતા પાઠક :

શરીર પર સોજેા
શરીર પર સોજેા આવવો પણ ગર્ભાવસ્થાનું એક સામાન્ય લક્ષણ છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ગર્ભાવસ્થામાં મહિલાનું શરીર લગભગ ૫૦ ટકા વધારે લોહીનું નિર્માણ કરે છે. ગર્ભમાં ઊછરી રહેલા બાળકને પણ માના શરીરમાંથી પોષણ મળતું હોય છે, જેથી માનું શરીર વધારે પ્રમાણમાં લોહી અને ફ્લૂઈડનું નિર્માણ કરે છે. આ દરમિયાન શરીર પર સોજેા આવવો એક સામાન્ય વાત છે, પરંતુ જેા સોજેા ખૂબ વધારે હોય તો તે ચિંતાજનક હોઈ શકે છે. સામાન્ય બોલચાલની ભાષામાં તેને ઓએડેમા કહે છે. આ દરમિયાન હાથ, પગ અને ફેસ પર સૌથી વધારે સોજેા દેખાય છે. સોજાને ઓછો કરવા માટે નવશેકા પાણીમાં મીઠું નાખીને પગને થોડો સમય ડુબાડેલા રાખો. રાત્રે પગની નીચે તકિયો મૂકવાથી પણ સોજામાં રાહત મળશે.

ગર્ભાવસ્થાની કબજિયાત ન કરી દે મસા
ગર્ભાવસ્થામાં યોગ્ય આહાર ન લેવાથી કેટલીક મહિલાઓને કબજિયાતની સમસ્યા થાય છે, જેથી આગલ જતા મસાની તકલીફ થવાનું જેાખમ વધી જાય છે. નિયમિત આહાર લેવાથી આ સમસ્યા થઈ શકે છે. તેનાથી બચવા માટે જરૂરી છે કે તમારે પોતાના આહારમાં સફરજન, કેળા, નાસપતી, શક્કરિયા, ગાજર, સંતરા, કોળું જેવા ફળ અને શાકભાજીને સામેલ કરવા જેાઈએ.

મસાલેદાર ભોજનથી બિલકુલ દૂર રહો અને શક્ય તેટલું વધારે પાણી પીઓ.
ગેસ, અપચો અને પેટના દુખાવાન સમસ્યા ગર્ભાવસ્થા દરમિયાન ગેસ, અપચો અને પેટના દુખાવાની સમસ્યા પણ સામાન્ય રીતે મહિલાઓમાં જેાવા મલતી હોય છે. તેનાથી બચવા માટે સૌપ્રથમ પોતાના આહારમાંથી તળેલી વસ્તુને દૂર કરો. મસાલેદાર ખાવાથી પણ બચો અને એક જ વારમાં વધારે ભોજન ન કરો. ગેસ અને અપચાની સમસ્યાની સારવાર માટે એક ગ્લાસ નવશેકા પાણીમાં અડધા લીંબુનો રસ મિક્સ કરીને પીઓ.

યૂરિન ઈંફેક્શન બને છે પરેશાનીનું કારણ
ગર્ભાવસ્થામાં યૂરિન ઈંફેક્શન થતા જરૂરી છે કે તમારે શક્ય તેટલું વધારે પાણી પીવું જેાઈએ, જેથી પેશાબ દ્વારા તમારા શરીરમાંથી બધા પ્રકારના હાનિકારક તત્ત્વો બહાર નીકળી જાય. તદુપરાંત વિટામિન સીથી ભરપૂર હોય તેવા ફળ અને શાકભાજી ખાઓ. દહીં અથવા છાશ પણ યૂરિન ઈંફેક્શનમાં ખૂબ લાભદાયી રહે છે.

સ્વસ્થ પ્રેગ્નન્સી માટે તૈયાર કરો ડાયટ ચાર્ટ
શરૂઆતના ૩ મહિનામાં પ્રોટીન, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર વસ્તુ વધારે ખાવી જેઈએ. પોતાના ભોજનમાં દાળ, પનીર, ઈંડા, દૂધ, નોનવેજ, સોયાબીન, દહીં, પાલક, ગોળ, દાડમ, ચણા, પૌંઆ, મમરા વગેરેને સામેલ કરો. ફળ અને લીલા પાંદડાવાળા શાકભાજી પણ ખૂબ ખાઓ. બાળક ફ્લૂઈડમાં રહેતું હોય છે, તેથી શરીરમાં પાણીની ઊણપ બિલકુલ ન થવી જેાઈએ. દર ૨ કલાકમાં નિયમિત પ્રમાણમાં કઈ ને કઈ જરૂર ખાતા રહો.

ઓમેગાયુક્ત આહાર લો
બાળકના મગજ, તંત્રિકા પ્રણાલી અને આંખના વિકાસ માટે ઓમેગા -૩ ફેટી એસિડનું સેવન પણ વધારો. બાળકના મગજના વિકાસ માટે ઓમેગા ૩ અને ઓમેગા ૬ ખૂબ જરૂરી છે. ફિશ, કોડ લિવર ઓઈલ, ડ્રાયફ્રૂટ્સ, લીલા પાંદડાવાળા શાકભાજી અને સરસવના તેલમાંથી તે સારા પ્રમાણમાં મળી જાય છે. આયર્ન અને ફોલિક એસિડની ગોળી ખાવી પણ શરૂ કરી દો. તેનાથી શરીરમાં લોહીની ઊણપ થતી નથી.
પ્રેગ્નન્સી દરમિયાન ખેંચ, હાઈપો-થાઈરાઈડ અને થેલેસેમિયા માટે પણ તપાસ કરાવવામાં આવે છે, જેા પેરન્ટ્સમાંથી કોઈ એકમાં પણ થેલેસેમિયાના લક્ષણ હોય તો બાળકની પણ તેનાથી પીડિત થવાની આશંકા ૨૫ ટકા વધી જાય છે. તપાસમાં બાળક ઈંફેક્ટેડ જેાવા મળે, તો ડોક્ટરની સલાહ લઈને એબોર્શન કરાવવું ઉત્તમ રહે છે.
– સોનિયા રાણા.

સારકોમા કેન્સર ઈલાજ છે ને

આજે આપણે એટલા બિઝી થઈ ગયા છીએ કે પોતાનું પણ બરાબર ધ્યાન નથી રાખી શકતા. આ વાતથી અજાણતા ઘણી બધી બીમારીની પકડમાં આવી જઈએ છીએ, પછી વાત કેન્સર જેવી જીવલેણ બીમારીની કેમ ન હોય. વિશ્વભરમાં વર્ષ ૨૦૨૦ માં લગભગ ૧૦ મિલિયન લોકોના મોત વિવિધ પ્રકારના કેન્સરના લીધે થયા હતા, કારણ કે આપણે બેદરકારીના લીધે કેન્સરના પ્રારંભિક લક્ષણોને ઈગ્નોર કરીએ છીએ અને જ્યારે સ્થિતિ આપણા અંકુશની બહાર જાય છે ત્યાં સુધીમાં તે અત્યંત જેાખમી બની ગઈ હોય છે.

સારકોમા કેન્સર ભલે ને સામાન્ય બીમારી નથી, પરંતુ તે ઝડપથી ફેલાતું કેન્સર છે. તેથી સમય રહેતા તેના લક્ષણોને ઓળખીને તેેની યોગ્ય સારવાર કરાવવી ખૂબ જરૂરી છે. આવો જણીએ, આ કેન્સર વિશે મણિપાલ હોસ્પિટલના કંસલ્ટંટ ઓર્થોપેડિક ઓન્કો સર્જન ડોક્ટર શ્રીમંત બેએસ પાસેથી :

શું છે સારકોમા કેન્સર
સોફ્ટ ટિશ્યૂ સારકોમા એક પ્રકારનું કેન્સર છે, જેા શરીરની ચારેય બાજુ રહેલા ટિશ્યૂમાં થઈ જાય છે. તેમાં માંસપેશીઓ, ફેટ, રક્તવાહિનીઓ, કોશિકાઓની સાથેસાથે જેાઈન્ટ્સ પણ સામેલ હોય છે. વયસ્કની સરખામણીમાં આ બીમારીની ઝપટમાં સૌથી વધારે બાળકો અને ત્યાર પછી યુવા વર્ગ આવી જાય છે અને આ કેન્સર ત્યારે વધારે ઘાતક બની જાય છે, જ્યારે તે અંગમાં ફેલાવાનું શરૂ થાય છે. તેથી તેના લક્ષણો દેખાતા તરત ડોક્ટરને બતાવો, નહીં તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

તે ક્યારે થાય છે
આમ તો તેના ખાસ કારણ વિશે હજી સુધી જાણ નથી થઈ, પરંતુ તે સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે કોશિકાઓ ડીએમએમાં વિકસિત થવા લાગે છે.

કેવી રીતે ઓળખશો
• હાડકામાં દુખાવો થવો તેમાં પણ ખાસ કરીને રાત્રિના સમયે, જેથી ઊંઘવામાં મુશ્કેલી થવી.
• સોજા સાથે મોટા આકારની ગાંઠ બનવા લાગે છે, જે ઝડપથી વધતી જાય છે.
• ચાલતી વખતે સામાન્ય પડી જવાથી અથવા કોઈ ઈજાના લીધે હાડકાનું તૂટવું.
• પેશાબ સાથે ઘણી વાર બ્લડનું આવવું.
• પેટમાં ખૂબ તીવ્ર દુખાવો થવો.
• ઊલટી જેવી ફીલિંગ થવી.
• હાડકામાં દુખાવો થવો.

જેા તમને ઉપરોક્તમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો તરત ડોક્ટરને બતાવો, જેથી જરૂરી તપાસથી બીમારી વિશે જાણીને સમયસર તેની સારવાર શરૂ કરી શકાય.

હાડકાના કેન્સરના પ્રકાર નીચે મુજબ છે :
• એસ્ટેઓમા
• ઈવિંગ સારકોમા
• કોન્ડ્રો સારકોમા
• એડમેન્ટીનોમા

હાડકાના કેન્સરના નિદાન માટે કયા ટેસ્ટ જરૂરી :
• એક્સ-રે (પ્લેન રેડિયોગ્રાફ)
• બ્લડ ટેસ્ટ
• એમઆરઆઈ અથવા સિટી સ્કેન
• બાયોપ્સી
• હોલ બોડી સ્કેન

કઈકઈ સારવાર ઉપલબ્ધ છે
સૌપ્રથમ કેન્સરના સ્ટેજ અને કેન્સરના ટાઈપને જેાઈને ડોક્ટરની ટીમ સારવાર શરૂ કરે છે. તેની સારવાર માટે કીમોથેરપિ, સર્જરી અથવા રેડિયોથેરપિની મદદ લેવામાં આવે છે. ૧૦ ટકાથી વધારે હાડકાના કેન્સરના કેસમાં લિંબ સાલ્વેજ સર્જરીથી ઈલાજ કરવામાં આવે છે. તેનાથી અવયવો એટલે કે અંગ બચી શકે, જ્યારે બીજા ઉપાયથી પણ તે ગાંઠને દૂર કરી શકાય છે, જેથી વ્યક્તિ ફરીથી સામાન્ય જીવન જીવી શકે.

– પારૂલ ભટનાગર

૫ વાત મેંસ્ટ્રુઅલ હાઈજીનની

માસિકધર્મ એટલે કે પી્રયડ દરમિયાન હાઈજીનનું ધ્યાન રાખવું પ્રત્યેક મહિલા માટે ખૂબ જરૂરી છે. વમુન હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરાવવામાં આવેલા એક સર્વેમાં ભારતમાં તમામ પ્રકારની પ્રજનન સંબંધી બીમારી પાછળનું મુખ્ય કારણ પીરિયડ દરમિયાન સ્વચ્છતાનું યોગ્ય રીતે ધ્યાન ન રાખવું જેાવા મળ્યું છે.

દેશના ગ્રામ્ય વિસ્તારમાં માસિકધર્મને લઈને કેેટલાય પ્રકારના ભ્રમ ફેલાયેલા છે. ગ્રામીણ વિસ્તારમાં આજે પણ માસિકધર્મ પર વાત કરવાની મનાઈ છે, જેથી માસિકધર્મ દરમિયાન સ્વચ્છતામાં ઊણપ રહી જાય છે, જે સમય જતા બીમારીનું કારણ બનતી હોય છે.

આજે પણ ખૂબ ઓછી મહિલાઓને સંપૂર્ણ હાઈજીન હોય તેવા સાધનો ઉપલબ્ધ છે. મોટાભાગની મહિલાઓ માસિકધર્મ અને હાઈજેનિક હેલ્થ પ્રક્ટિસના વૈજ્ઞાનિક પાસાથી અજાણ છે. માસિકધર્મ વિશેની જાણકારી ન હોવાથી ન માત્ર મહિલાઓના સ્વાસ્થ્ય પર અસર થાય છે, પણ તે મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય પર પણ જેાખમ ઊભું થઈ શકે છે. તેઓ તાણ, વિશ્વાસમાં અભાવ જેવી સમસ્યાનો શિકાર બની શકે છે.

માસિકધર્મ દરમિયાન બેઝિક હાઈજીન બાબતે પ્રત્યેક મહિલા અને છોકરીએ નીચે જણાવેલ વાત પર અચૂક ધ્યાન આપવું જેાઈએ.

સેનિટેશનની રીત : આજે તો બજારમાં કેટલાય પ્રકારના સાધનો ઉપલબ્ધ છે, જેમ કે સેનેટરી નેપ્કિન, ટેંપૂન્સ અને મેંસ્ટ્રુઅલ કપ જેના ઉપયોગથી માસિકધર્મ દરમિયાન સાફસફાઈ નક્કી થતી હોય છે. કેટલીક મહિલાઓ પોતાના પીરિયડ દરમિયાન અલગઅલગ દિવસે અલગઅલગ પ્રકારના સેનેટરી નેપ્કિનનો ઉપયોગ કરતી હોય છે, જેમ કે ટેંપૂનનો ઉપયોગ કરતી હોય છે અથવા તો નેપ્કિનનો ઉપયોગ કરે છે, પરંતુ કેટલાક તો કોઈ એક પ્રકારના અથવા બ્રાન્ડનો ઉપયોગ કરતી હોય છે. આ સ્થિતિમાં જાણવું જરૂરી છે કે આ સાધનો તમારી જરૂરિયાતના હિસાબે યોગ્ય છે કે નહીં.

દરરોજ સ્નાન કરો : કેટલાક સમાજમાં એ માન્યતા પ્રવર્તે છે કે પીરિયડ દરમિયાન મહિલાએ સ્નાન ન કરવું. આ માનસિકતા પાછળનું કારણ એ છે કે જૂના જમાનામાં મહિલાએ ખુલ્લામાં અથવા કોઈ નદી અથવા તળાવના કિનારે ખુલ્લામાં સ્નાન કરવું પડતું હતું. સ્નાન કરવાથી શરીરની સફાઈ થાય છે. સ્નાન કરવાથી માસિકધર્મ દરમિયાન સાંધાની પીડા, કમરનો દુખાવો વગેરેમાં રાહત મળે છે અને મૂડમાં સુધારો થવાની સાથેસાથે પેટ ફૂલવા જેવી સમસ્યાથી પણ રાહત મળે છે. આ લાભ માટે નવશેકા પાણીથી સ્નાન કરવું હિતાવહ છે.

સાબુનો ઉપયોગ ન કરો : માસિકધર્મ દરમિયાન સાબુનો ઉપયોગ ન કરો. યોનીની સફાઈ સાબુથી કરવા પર સારા બેક્ટેરિયા નાશ પામવાનું જેાખમ રહે છે, જે સમય જતા ઈંફેક્શનનું કારણ બની શકે છે. પરિણામે આ સમયગાળા દરમિયાન યોનીની સફાઈ માટે નવશેકું પાણી પૂરતું છે. હા, બાહ્યભાગની સફાઈ માટે તમે સાબુનો ઉપયોગ કરી શકો છો. માસિકધર્મ દરમિયાન સફાઈ માટે વજાઈનલ કેર લિક્વિડ વોશનો ઉપયોગ કરવો જેાઈએ અને તેનો ઉપયોગ માત્ર માસિકધર્મ દરમિયાન નહીં, પરંતુ બાકીના દિવસોમાં પણ કરવો જેાઈએ.

હાથ અવશ્ય ધુઓ : સેનેટરી પેડ ટેંપૂન અથવા મેંસ્ટ્રઅલ કપ બદલ્યા પછી હાથ અવશ્ય ધુઓ. હાઈજીનની આ વાતોનું હંમેશાં પાલન કરો. તદુપરાંત ઉપયોગ કરેલા પેડ અથવા ટેંપૂનને ડસ્ટબિનમાં નાખો. ફ્લશ ન કરો.

અલગ અંડરવેરનો ઉપયોગ કરો : માસિકધર્મ દરમિયાન અલગ અંડરવેરનો ઉપયોગ કરો. તેનો માત્ર પીરિયડ દરમિયાન ઉપયોગ કરો અને તેને અલગથી નવશેકા પાણીમાં સાબુથી ધુઓ. એક એક્સ્ટ્રા પેન્ટી પોતાની સાથે અચૂક રાખો, જેથી માસિક થતા તેનો ઉપયોગ કરી શકાય. જેા પેન્ટી પર ડાઘ પડી ગયા હોય તો લીંબુ અથવા બ્લીચિંગ પાઉડરથી તેને દૂર કરો.

– અમોલ પ્રકાશ માને.

અસ્થમા અને ઓરલ હાઈજીનનું મહત્ત્વ

અહીં અમે તમને તમારા મોંના સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક જરૂરી વાત જણાવી રહ્યા છીએ. દાંતના પેઢા અને દાંતને લગતી બીમારી તથા દમ વચ્ચેના સંબંધની તપાસ કરનાર અભ્યાસમાં જેાવા મળ્યું છે કે દમના દર્દીઓના દાંતના પેઢા અને દાંતનું સ્વાસ્થ્ય બીજા લોકોની સરખામણીમાં ખરાબ હોય છે. તમારા દાંતનું સ્વાસ્થ્ય ખરાબ થાય તે પહેલાં તેની કાળજી લેવા માટે અહીં કેટલીક ઉપયોગી વાત જણાવી રહ્યા છીએ, જેા મુખના રોગનો શિકાર બનવાની સંભાવનાને ઘટાડી શકે છે.

ઈન્હેલરનો ઉપયોગ કર્યા પછી મુખની કાળજી લો : ઈન્હેલરનો ઉપયોગ દમની સારવાર માટે કરવામાં આવે છે અને બની શકે કે તે તાળવામાં પરેશાની પેદા કરે જેથી લાલ રંગના ઘા પડી જાય અને મોંમાં અલ્સર તથા છાલા પણ પડી જાય. ઈન્હેલરનો ઉપયોગ કર્યા પછી તમારા મોંને સ્વચ્છ પાણીથી અવશ્ય ધુઓ. જેા દાંતને બ્રશ કરી શકો તો વધારે ઉત્તમ રહેશે અને નિયમિત રીતે ઈન્હેલરને બદલવાનું પણ ભૂલશો નહીં.

વધારે ફ્લોરાઈડનું સેવન ન કરો : એ વાત સાબિત થઈ ગઈ છે કે ફ્લોરાઈડ સપ્લિમેન્ટનો ઉપયોગ કરવાથી દમના દર્દીઓમાં દાંતના સડાને આગળ વધતો અટકાવી શકાય છે. ફ્લોરાઈડ દાંતને મજબૂતી પ્રદાન કરીને દાંતની તંદુરસ્તીને સુંદર બનાવે છે, જેથી દાંત દમની દવાઓની અસરથી દાંતના સડા અને દાંત પડી જવાની સમસ્યાનો મુકાબલો કરવા માટે વધારે સક્ષમ બની જાય છે.

દાંત જળવાઈ રહે તે માટેના ઉપાય : દમની દવાઓ દર્દીના દાંતની મજબૂતાઈને ઘટાડે છે. આ દવાઓના લીધે ખટાશ વિરુદ્ધ લાળ જે સુરક્ષા આપે છે તેમાં ઘટાડો થાય છે. દમના રોગીએ લોકોમાં સામેલ હોય છે જેમને દાંત પડી જવાનું વધારે જેાખમ રહે છે. દાંતની મજબૂતાઈ માટે દર્દીએ ઈન્હેલરનો ઉપયોગ કર્યાના તરત પછી પોતાનું મોં બરાબર ધોઈ લેવું જેાઈએ. એક્યૂટ અસ્થમા એટેક દરમિયાન મોંથી શ્વાસ લેવાની ક્રિયા વધી જાય છે, જેથી મોં સુકાઈ જતું હોય છે. મોંથી શ્વાસ લેવો વાંકાચૂકા દાંતના લીધો હોઈ શકે છે. જેા મોંથી શ્વાસ લેવા પડતા હોય તો કોઈ સારા દંત ચિકિત્સકને મળો અને સમસ્યા જેાવા મળે તો તેને દૂર કરવા માટે ઓર્થોડોન્ટિક સારવાર કરાવી શકાય છે.

હાઈજીન છે સ્વાસ્થ્યની ચાવી : દમના દર્દીઓએ યાદ રાખવું જેાઈએ કે તેમને મોંના રોગ થવાનું વધારે જેાખમ રહે છે, તેમણે કાળજી લેવી જેાઈએ કે હાઈજીન ઉત્તમ રહે અને પાણીની ઊણપ ન થાય.

જરૂરી ટિપ્સ : દમના દર્દીઓને દાંતના રોગ થવાનું વધારે જેાખમ રહે છે. તેથી દમ અને મોંના સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી હોવી જેાઈએ. જેા પૂરતી જાણકારી હશે તો તમે ભાવિ સમસ્યાથી સ્વયંને સુરક્ષિત રાખી શકશો અને હા, ઈન્હેલરનો ઉપયોગ કરતા પહેલાં મોંને સારી રીતે ધોઈ લેવાનું ભૂલશો નહીં.

રિમઝિમમાં બચો ૭ બીમારીથી

મોનસૂન એટલે કે બળબળતી ગરમી અને પરસેવાથી રાહત અપાવતા સુંદર મોસમ, જેમાં આપણને ખાવાની?અને ફરવાની ખૂબ મજા આવે છે. પરંતુ આ મોસમ પોતાની સાથે કેટલાય પ્રકારની બીમારીઓ પણ લાવે છે, જેનાથી બધી મજા બગડી જાય છે. મોનસૂન દરમિયાન વધારે બીમારીઓ દૂષિત પાણીના સંપર્કમાં આવવા અને મચ્છરના ડંખવાથી થાય છે. મુંબઈના જનરલ ફિજિશિયન ડો. ગોપાલ નેને જણાવે છે કે એવી કેટલીય બીમારીઓ છે, જે મુખ્યત્વે મોનસૂનમાં બેદરકારી રાખવાથી થાય છે અને શરૂઆતના લક્ષણોને ન ઓળખાતા ગંભીર રૂપ લે છે. તે નિમ્નલિખિત છે :

તાવ : મોનસૂન દરમિયાન તાવ એટલે કે શરદીતાવ થવા સામાન્ય વાત છે. આ એક ચેપી બીમારી છે જે હવામાં ફેલાયેલા વાઈરસના શ્વાસ દ્વારા અંદર જવાથી ઝડપથી ફેલાય છે. તે વાઈરસ આપણા શ્વસનતંત્રને ચેપ કરે છે, જેનાથી ખાસ તો નાક અને ગળું પ્રભાવિત થાય છે. નાક વહેવું, ગળામાં બળતરા, શરીરમાં દુખાવો, તાવ વગેરે તેના લક્ષણ હોય છે. તે થતા જલદીમાં જલદી ડોક્ટરની સલાહ લેવી જેઈએ.

સાવચેતી : શરદીતાવથી બચવા માટે સૌથી સારી રીત છે નિયમિત રીતે સ્વચ્છ, સંતુલિત અને પૌજિક આહાર લો, જે શરીરની ઈમ્યૂન સિસ્ટમને વિકસિત કરીને પ્રતિરોધક ક્ષમતા વધારે.

વાઈરલ ફીવર : અચાનક મોસમ પરિવર્તનના કારણે થાક, ઠંડી, શરીરમાં દુખાવો અને તાવને વાઈરલ તાવ કહે છે. આ તાવ એક ચેપી બીમારી છે, જે સંક્રમિત હવા કે સંક્રમિત શારીરિક સ્રાવના સંપર્કમાં આવવાથી ફેલાય છે. વાઈરલ તાવ સામાન્ય રીતે ૩થી ૭ દિવસ સુધી રહે છે. આ સામાન્ય રીતે ૩-૭ દિવસ સુધી રહે છે. આ સામાન્ય રીતે આપમેળે ઠીક થઈ જાય છે, પરંતુ ફરી સંક્રમણમાં એન્ટિબાયોટિક લેવાની જરૂર હોય છે.

સાવચેતી : વાઈરલ ફીવરથી બચવા માટે વરસાદમાં પલળવાથી બચો?અને લાંબા સમય સુધી ભીના કપડાંમાં ન રહો. હાથની સાફસફાઈ પર ખાસ ધ્યાન આપો. તે સિવાય વિટામિન સી યુક્ત ભોજન, લીલાં શાકભાજી?અને ફળ ખાઓ જેથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત બની રહે. સંક્રમિત વ્યક્તિથી દૂર રહો.

મચ્છરથી થતી બીમારી :
મેલેરિયા : ડો. નેનેના જણાવ્યાનુસાર મોનસૂનમાં થતી બીમારીઓમાંથી એક મેલેરિયા ગંદા પાણીમાં પેદા થતા માદા મચ્છર એનાફિલિઝના ડંખવાથી થાય છે, કારણ કે વરસાદની મોસમમાં પાણી જમા થવું એક ગંભીર સમસ્યા છે, જેનાથી મચ્છર પેદા થવાની શક્યતા વધારે રહે છે. તેના લક્ષણ તાવ, શરીરમાં દુખાવો, ઠંડી, ઊલટી, પરસેવો આવવો વગેરે લક્ષણ છે. જે તેનો યોગ્ય ઈલાજ ન કરાવવામાં આવે તો જોંડિસ, એનીમિયા, લિવર અને કિડનની નિષ્ફળતા જેવી જટિલતા વધવાની શંકા રહે છે. મેલેરિયાની તપાસ સામાન્ય રીતે રક્ત સ્લાઈડનો ઉપયોગ કરીને લોહીની માઈક્રોસ્કોપિક તપાસ કે એન્ટિજન આધારિત રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ પરથી થાય છે. મેલેરિયાનો એન્ટિમેલેરિયલ દવાથી સફળતાપૂર્વક ઈલાજ કરવામાં આવે છે. તમારી ઈચ્છાથી ભૂલથી પણ કોઈ દવા ન લો.

સાવચેતી : મચ્છરજન્ય ક્ષેત્રમાં રહેનારે પહેલાંથી જ ડોક્ટરની સલાહ પર એન્ટિમેલેરિયલ દવાઓ લેવી જેાઈએ. મચ્છરોથી બચવા માટે પ્રતિરોધક ક્રીમ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરો, સાથે મચ્છરના પ્રજનનને રોકવા માટે ઘરની આસપાસ ગંદું પાણી ભેગું ન થવા દો. તે સિવાય એ કપડાં પહેરવા, જેનાતી શરીર ઢંકાઈ રહે.

ડેંગ્યૂ : ડેંગ્યૂ તાવ મચ્છરોથી થતો એક વાઈરલ ચેપ છે. આ બીમારી ખાસ તો કાળા અને સફેદ ધારીવાળા મચ્છરના કરડવાથી થાય છે, જે સામાન્ય રીતે સવારે કરડે છે. ડેંગ્યૂને ‘બ્રેક બોન ફીવર’ કહેવાય છે. માંસપેશીઓ અને સાંધામાં દુખાવો, સોજેા, માથાનો દુખાવો, તાવ, થાક વગેરે ડેંગ્યૂના લક્ષણ છે. જે ડેંગ્યૂ તાવ ગંભીર થઈ જાય તો પેટનો દુખાવો, રક્તસ્રાવ થવાની સાથે સર્કુલેટરી સિસ્ટમ પણ ખરાબ થઈ શકે છે. સ્વાભાવિક છે કે ડેંગ્યૂના ઈલાજ માટે કોઈ ખાસ એન્ટિબાયોટિક કે એન્ટિવાઈરલ દવા નથી. આ સ્થિતિમાં શરૂઆતી લક્ષણની ઓળખ કરીને ઉપચાર કરાવવો યોગ્ય રહે છે. તેમાં વધારેમાં વધારે આરામ કરવો યોગ્ય રહે છે. તેમાં વધારેમાં વધારે આરામ અને પ્રવાહી પદાર્થનું સેવન કરવું મહત્વનું છે. આ દરમિયાન માથાનો દુસ્રવો, માંસપેશીઓ અને સાંધાના દુખાવાથી બચવા માટે ડોક્ટરની સલાહથી દવા લેવી જેઈએ.

સાવચેતી : ડેંગ્યૂ મચ્છર ચેપવાળી બીમારી છે. આ સ્થિતિમાં મચ્છરથી બચવા માટે પ્રતિરોધક ક્રીમનો ઉપયોગ કરો. બહાર નીકળતા કપડાંથી સરીરને ઢાંકો. ડેંગ્યૂના મચ્છર સામાન્ય રીતે દિવસે કરડે છે.

દૂષિત પાણીથી થતી બીમારીઓ :
ટાઈફોઈડ : ડો. નેનેના અનુસાર, ટાઈફોઈડ, સાલ્મોનેલા નામક બેક્ટેરિયાના લીધે થાય છે. આ બીમારી સંક્રમિત વ્યક્તિના મળની સાથે દૂષિત પાણી એટલે કે દૂષિત પાણી કે દૂષિત ભોજન?અને પીવાના પાણીના કારણે થાય છે. તેનો ઈલાજ રક્ત અને હાડકાંના વ્યાપક પરીક્ષણ સાથે કરવામાં આવે છે. લાંબા સમય સુધી ખબ તાવ, માથાનો દુખાવો, ઊલટી, પેટનો દુખાવો વગેરે ટાઈફોઈડના સામાન્ય લક્ષણ છે. આ બીમારીની સૌથી ખરાબ વાત એ છે કે દર્દી ઠીક થયા પછી પણ તેનો ચેપ મૂત્રાશયમાં રહી જાય છે.
ટાઈફોઈડ : સ્વચ્છ ભોજન, પાણી, ઘરની સાફસફાઈની સાથે હાથપગની સ્વચ્છતા તમને આ બીમારીથી બચાવી શકે છે. ટાઈફોઈડના ઈલાજ માટે ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. હેપેટાઈટિસ એ : આ મોનસૂનમાં થનારી એક ગંભીર લિવરની બીમારી છે. હેપેટાઈટિસ એ સામાન્ય રીતે વાઈરલ ચેપ છે, જે દૂષિત પાણીઅને માણસના સંક્રમિત સ્રાવના સંપર્કમાં આવવાથી થાય છે. આ મોટાભાગે માખીના માધ્યમથી ફેલાય છે. તે સિવાય સંગ્રહ દરમિયાન સંક્રમિત ફળ, શાકભાજી કે અન્ય ખાદ્યપદાર્થને ખાવાથી પણ થાય છે. તેની સીધી અસર કિડની પર થાય છે. તેના અનેક લક્ષણ છે જેમ કે જેંડિસ, પેટનો દુખાવો, ભૂખની કમી, મનની બેચેની, તાવ, ઝાઢા, થાક વગેરે. તેની તપાસ માટે બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે.

સાવચેતી : આ બીમારીથી બચવા માટે બેચેનીનો ઈલાજ અને લિવરને આરામ આપવો જરૂરી હોય છે. તે સિવાય સાફસફાઈ પર ખાસ ધ્યાન આપવું સૌથી શ્રેષ્ઠ રીત છે. વધારે જેાખમી લોકો માટે વેક્સિન ઉપલબ્ધ છે. આ બીમારીથી બચવા માટે બેચેનીનો ઉપચાર અને લિવરને આરામ આપવો આવશ્યક છે. તે સિવાય સાફસફાઈ પર ખાસ ધ્યાન આપવું સૌથી ખાસ રીત છે. વધારે જેાખમી લોકો માટે વેક્સીન ઉપલબ્ધ છે.

એક્યૂટ ગેસ્ટ્રોએન્ટેરાઈડિસ : આ વરસાદની મોસમમાં ગેસ્ટ્રોટરોરાઈટિસ કે ફૂડ પોઈઝનિંગ એક સામાન્ય બીમારી છે. વાતાવરણમાં ભીનાશના લીધે આ બીમારીના જવાબદાર બેક્ટેરિયા ઝડપથી વધે છે. ગેસ્ટ્રોટરોરાઈટિસના લક્ષણ છે પેટમાં આંટી, ઊલટી અને ઝાડા વગેરે. સતત તાવ અને ઝાડાથી બેચેની અને કમજેારી અનુભવાય છે. તેનાથી બચવા માટે વધારેમાં વધારે હાઈડ્રેટ રહો. ચોખા, દહીં, ફળ જેવા કેળા, સફરજન?અને બ્લેંડ આહાર લો. ચોખા અને નાળિયેરનું પાણી પણ હાઈડ્રેશન માટે યોગ્ય ઉપચાર છે. તાવ અને ડિહાઈડ્રેશનના ઈલાજ માટે ઓઆરએસ જરૂરી છે.

સાવચેતી : મોનસૂનમાં કાચું કે અધપાકેલું જેમ કે સેલડ ખાવાથી બચો. મોનસૂનમાં બહાર કંઈપણ ખાવાથી બચો.

– રીના જૈસવાર.

કેટલીક ખાસ ટિપ્સ :

  • ટાઈફોઈડ, જેંડિસ અને ડાયેરિયા જેવા પાણીથી ઉત્પન્ન બીમારીઓથી બચવા માટે પાણી ઉકાળીને કે શુદ્ધ જ પીઓ. શ્ર બેક્ટેરિયાના લીધે થનારી બીમારીથી બચવા માટે અલગ ટુવાલનો ઉપયોગ કરો. શ્ર ખાંસી કે છીંકતી વખતે મોં અને નાકને રૂમાલથી ઢાંકો. શ્ર ડેંગ્યૂ અને મેલેરિયાથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરો.
  • ફંગલ ઈન્ફેક્શનથી બચવા માટે હંમેશાં કપડાંને સૂકવીને જ પહેરો.
  • ઘરનું બનેલું તાજું ભોજન કરો.
  • હાથને સ્વચ્છ રાખવા માટે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરો.

મોટા થતાં બાળકોનો આહાર કેવો હોય

તમારાં બાળકોને પોષણયુક્ત ભોજન ખાવાની ટેવ પાડીને તમે તેમના માટે સ્વસ્થ જીવનની આધારશીલા મૂકી શકો છો. બાળકોને ૧ નહીં, પરંતુ અનેક પોષક તત્ત્વોની જરૂર પડે છે, જેથી તેમના શરીર અને મગજનો વિકાસ થઈ શકે. ૨ વર્ષ સુધી બાળક માટે સ્તનપાન જરૂરી છે. સ્તનપાન બંધ કરતા તેમને બધા પોષક તત્ત્વોની આપૂર્તિ ખોરાક દ્વારા કરવાની હોય છે. તેમનું શરીર ઝડપથી વિકસિત થઈ રહ્યું હોય છે, તેથી તેમના માટે માઈક્રો તથા માઈક્રોન્યૂટ્રિઅન્ટ્સ બંનેની ખૂબ આવશ્યકતા રહે છે.

માઈક્રોન્યૂટ્રિઅન્ટ :
વિટામિન : વિટામિન તે પદાર્થના સમૂહ હોય છે જેા કોશિકાઓની સામાન્ય ગતિવિધિ અને વિકાસ માટે જરૂરી હોય છે. પ્રત્યેક વિટામિનનું શરીરમાં મહત્ત્વનું કાર્ય કરે છે. બાળકોના શરીરમાં વિટામિનની ઊણપથી કેેટલીય સ્વાસ્થ્યને લગતી સમસ્યા થઈ શકે છે અને તેમનો વિકાસ પણ પ્રભાવિત થઈ શકે છે.

વિટામિન એ : આ વિટામિન હાડકાંના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, કોશિકાઓ અને તંતુસમૂહના વિકાસને વધારે છે. તેની ઊણપથી બાળકોના હાડકાંનો વિકાસ પ્રભાવતિ થાય છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારીને ઈંફેક્શનથી શરીરનું રક્ષણ કરે છે. વિટામિન એ આંખનું તેજ જાળવી રાખવા માટે પણ જરૂરી છે.

ક્યાંથી પ્રાપ્ત કરશો : ગાજર, શક્કરિયાં, મેથી, બ્રોકલી, કોબીજ, માછલીનું તેલ, ઈંડાનો પીળો ભાગ અને લીલાં પાંદડાંવાળા શાકભાજી જેમ કે પાલક, મેથી વગેરેમાં તેની ભરપૂર માત્રા હોય છે.

વિટામિન બી કોમ્પ્લેક્સ : લાલ રક્તકણોના નિર્માણમાં સંમિલિત હોય છે, જેા આપણા પૂરા શરીરમાં ઓક્સિજન લઈ જાય છે. શરીરના પ્રત્યેક ભાગને યોગ્ય રીતે પોતાનું કામ કરવા માટે ઓક્સિજનની જરૂર પડે છે, તે મેટાબોલિઝ્મ માટે પણ જરૂરી છે. તેની ઊણપથી બાળકોમાં એનીમિયા થઈ જાય છે.

ક્યાંથી પ્રાપ્ત કરશો : આખું અનાજ, માછલી, સીફૂડ, પોલ્ટ્રી, માંસ, ઈંડાં, દૂધ, દૂધમાંથી બનેલા ઉત્પાદન, લીલાં પાંદડાવાળા શાકભાજી, ફળીઓ વગેરે.

વિટામિન સી : બાળકોનું ઈમ્યૂનતંત્ર કમજેાર હોય છે, તેથી તેઓ ખૂબ જલદી ઈંફેક્શનનો શિકાર બને છે. વિટામિન સીનું સેવન બાળકોના ઈમ્યૂનતંત્રને મજબૂત બનાવીને તેમને ઈંફેક્શનથી બચાવે છે. વિટામિન સી વાળને સ્વસ્થ રાખે છે. તે લાલ રક્તકણોના નિર્માણ અને તેના રિપેરિંગમાં સહાયક છે તથા રક્તકણોને તાકાત આપે છે. આયર્નના અવશોષણમાં પણ સહાયક છે જેા મોટા થતા બાળકો માટે ખૂબ જરૂરી પોષક તત્ત્વો છે.

ક્યાંથી પ્રાપ્ત કરશો : ખાટાં ફળ જેમ કે સંતરાં, સ્ટ્રોબેરી, ટામેટાં, બટાકા, તરબૂચ, ટેટી, કોબીજ, પાલક, પપૈયું, કેરી વગેરેમાંથી પ્રાપ્ત થાય છે.

વિટામિન ડી : વિટામિન ડી બાળકોના સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તે શરીરમાં કેલ્શિયમના સ્તરને નિયંત્રિત કરે છે, કોશિકાતંત્રની કાર્યપ્રણાલી અને હાડકાંની મજબૂતાઈ માટે જરૂરી છે. વિટામિન ડી શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે.

ક્યાંથી પ્રાપ્ત કરશો : વિટામિન ડી નો સૌથી સારો સ્રોત છે સૂર્યનાં કિરણો. તદુપરાંત દૂધ, ઈંડાં, ચિકન, માછલી વગેરે પણ વિટામિન ડી ના સારા સ્રોત છે.

વિટામિન ઈ : તે લાલ રક્તકણોના નિર્માણમાં સહાયતા કરે છે. સમય પહેલાં જન્મેલા બાળકમાં જન્મજાત વિટામિન ઈની માત્રા ઓછી હોય છે, તેથી આવા બાળકોને વિટામિન ઈનો વધારાનો ડોઝ આપવો જેાઈએ, જેથી તેમનો વિકાસ પ્રભાવિત ન થાય, કારણ કે તે કંકાલતંત્રના વિકાસ માટે જરૂરી છે. તે એલર્જીને અટકાવવામાં પણ મદદરૂપ બને છે.

પ્રેગ્નન્સી અને સેક્સ

ઘણી વાર જેાયું હશે કે મહિલાઓ પ્રેગ્નન્સી દરમિયાન સેક્સથી દૂર રહે છે, પણ લાંબા સમય સુધી સેક્સથી દૂર રહેવું ન તો પતિ માટે સારું છે , ન પત્ની માટે. સેક્સોલોજિસ્ટ ડો. ચંદ્રકિશોર કુંદ્રા જણાવે છે કે આ સમસ્યાથી પરેશાન કેટલાય લોકો તેમની પાસે સલાહ લેવા આવે છે કે શું ખરેખર પ્રેગ્નન્સી દરમિયાન યૌન સંબંધથી દૂર રહેવું જેાઈએ? તે તેમને સલાહ આપે છે કે પ્રેગ્નન્સી સમયે પણ હેલ્ધિ સેક્સ્યુઅલ લાઈફનો આનંદ માણી શકાય છે.

પહેલા ૩ મહિના :
પહેલા ૩ મહિનામાં ગર્ભપાત થવાનું જેાખમ રહે છે. તેથી આ દરમિયાન સેક્સ સંબંધ સાવચેતીથી બનાવો. ફોરપ્લે વધારે કરો. સંબંધ એ રીતે બનાવો કે તેની અસર ગર્ભ પર ન થાય. એટલે કે પોઝિશન બદલીને સંબંધ બનાવો. ગર્ભધારણ પછી મહિલાઓની સેક્સમાં રુચિ વધી જાય છે કે પછી સેક્સમાં રુચિ ઘટી જાય છે.

બીજા ૩ મહિના :
આ પીરિયડમાં ડોક્ટરના જણાવ્યા મુજબ બધું નોર્મલ હોય તો સેક્સનો આનંદ માણી શકાય છે, પણ સાવચેતી રાખીને. જેા યોનિમાં ઢીલાશ, બ્લીડિંગ, પીડા અનુભવો તો સેક્સથી દૂર રહો.

છેલ્લા ૩ મહિના :
પ્રેગ્નન્સીમાં પહેલા ૩ મહિના જેવી સાવચેતી રાખો. ફોરપ્લે વધારે કરીને સેક્સનો આનંદ માણો. લાસ્ટ ટ્રાઈમેસ્ટરમાં બાળકની ચારેય બાજુ એમનીઓટિક ફ્લૂઈડ રહે છે, જેથી લીકેજ અને રક્તસ્રાવ થવાની શક્યતા રહે છે.

અપનાવો યોગ્ય રીત :

  • ગર્ભ દરમિયાન સીધા ઊંઘીને સેક્સ કરવાના બદલે પડખું ફેરવીને કરો. તેનાથી ઓવરી પર દબાણ ઓછું આવે છે.
  • પાર્ટનરને તમારી પર ઊંઘાડીને સેક્સ કરો.
  • બેસીને સેક્સ સંબંધ બનાવવો પણ સેફ છે.

સાવચેતી :

  • પહેલાં ગર્ભપાત થયો હોય તો સંબંધ ન બનાવો.
  • ઓરલ સેક્સથી દૂર રહો, કારણ કે આ દરમિયાન પાર્ટનરના મોંથી હવા યોનિ સુધી પહોંચે છે, જેથી ઓવરીનું મોં બંધ થઈ શકે છે અને બાળકને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય છે.
    શ્ર સેક્સ સંબંધ બનાવતી વખતે પેટ પર વજન ન આવવા દો.
  • સેક્સ સંબંધ દરમિયાન ક્રીમ ન લગાવો.
  • કન્ડોમનો ઉપયોગ કરો.
  • ડોક્ટરે સેક્સ સંબંધ બનાવવાની ના પાડી હોય તો સેક્સ ન કરો.

– રુચિ સિંહ.

જ્યારે ઊંઘ ન આવે અને બેચેની સતાવે

તમે ઊંઘવા ઈચ્છો છો, પણ મગજ ક્યાંક ભટકી રહ્યું છે. પછી ઊંઘ ન આવતા વિવશ બનીને તમે તમારા ફ્રેન્ડ સાથે ચેટિંગ કરવા લાગો છો અથવા બિનજરૂરી ફેસબુક અથવા યૂટ્યૂબ પર કોઈ વીડિયો જેાવા લાગો છો. ઊંઘવાનો પ્રયત્ન કરવાના બદલે તમે સોશિયલ મીડિયાને વળગી જાઓ છો. ઊંઘ ન આવવાની આ બીમારીને અનિદ્રા કહેવામાં આવે છે. જીવનશૈલી સંબંધિત રોગ સૌકોઈને પ્રભાવિત કરે છે અને તેમાં હાઈપરટેન્શન, તાણ, ડિપ્રેશન, અનિદ્રા વગેરેનો સમાવેશ થાય છે.

ઊંઘ ન આવવાની સમસ્યા :
હકીકતમાં જરૂર કરતા વધારે પ્રમાણમાં કામ કરવાથી મગજ તથા શરીરમાં થાક, ઉતાવળમાં ભોજન કરવું અને જંક ફૂડ પર વધારે નિર્ભરતાથી લાઈફસ્ટાઈલમાં આ પ્રકારની અનિયમિતતા આવે છે. અનિદ્રા અનેક કારણસર મનુષ્યને અસર કરી શકે છે. તે વ્યક્તિની માનસિકતા અને શારીરિક સ્વાસ્થ્યને બગાડી શકે છે. એક અભ્યાસ અનુસાર અમેરિકામાં ૩૦ થી ૪૦ ટકા વયસ્ક ઊંઘ ન આવવાની બીમારીથી પીડિત છે, જ્યારે ૧૦ થી ૧૫ ટકા વયસ્કોને આ સમસ્યા પોતાના પરિવાર પાસેથી વારસામાં મળી છે. ભારતમાં ૧ કરોડથી વધારે લોકો ઊંઘ ન આવવાની સમસ્યાથી પીડાય છે. આ બધાનું મુખ્ય કારણ એ છે કે દરેક વ્યક્તિ વધારે પૈસા કમાવવા ઈચ્છે છે, તેથી તે મોડી રાત સુધી ઓફિસમાં રોકાય છે. તેમને પાર્ટીમાં પણ જવું પડે છે, તેથી તે ઓફિસ પછી પાર્ટી પણ એટેન્ડ કરે છે. આજે તેમની જિંદગીમાં દરેક બાબત પરફેક્ટ છે, પણ એક વસ્તુ ગાયબ છે અને તે છે ઊંઘ.

જિંદગી પર ઘેરો પ્રભાવ :
અનેક લોકો એ વાત નથી જાણતા કે આપણા મગજમાં એક ઊંઘવાની અને એક જાગવાની સાઈકલ હોય છે. જેા સ્લીપ સાઈકલ વર્કિંગ મોડમાં હોય ત્યારે વેકઅપ સાઈકલ ઓફ રહે છે, કારણ કે તે ત્યારે એક્ટિવ થાય છે જ્યારે સ્લીપ સાઈકલ કામ કરવાનું બંધ કરી દે છે. તેથી જ્યારે કોઈ અનિદ્રાગ્રસ્ત હોય છે ત્યારે તેની બાયોલોજિકલ સિસ્ટમમાં બંને સાઈકલ એક જ સાઈડ કામ કરે છે. સ્વાસ્થ્યને હાનિકર્તા ઊંઘ ન આવવાની આ ટેવ જીવન પર ઘેરો પ્રભાવ પાડે છે, તેથી કોઈ પણ વ્યક્તિને ઊંઘવામાં મુશ્કેલી થાય છે, જેથી તેની એનર્જીમાં પણ ઘટાડો થાય છે અને તેનું મન કોઈ એક જગ્યાએ લાગતું નથી. તેનો મૂડ સતત બદલાતો રહે છે. તેની સાથે તેના પર્ફોર્મન્સ પર પણ અસર થાય છે.

કેટલી જરૂરી છે ઊંઘ :
ઊંઘ ન આવવાની સમસ્યાથી પીડિત મોટાભાગના લોકો પોતાની રોજબરોજની જિંદગીમાં અનેક પરેશાનીનો સામનો કરતા હોય છે. ઊંઘ ન આવવાથી લોકો તાણગ્રસ્ત રહે છે. તેમને ખૂબ જ ગુસ્સો આવી જાય છે. તેમનું મગજ યોગ્ય રીતે કામ નથી કરી શકતું. કેટલાક લોકો તો મોડે સુધી ઓફિસમાં બેસી રહેતા હોય છે. તેઓ એક જ ચેર પર બેઠાંબેઠાં મોડા સુધી કામ કર્યા કરે છે, જેથી તેમની કરોડરજ્જુનાં હાડકાંમાં દુખાવો થવા લાગે છે અને તે કમરના દુખાવાની સમસ્યાનો પણ શિકાર બને છે. જેા ઊંઘ ન આવવાની સમસ્યા ૩-૪ અઠવાડિયાથી વધારે રહે તો તે વ્યક્તિએ ડોક્ટરનો સંપર્ક કરવો જેાઈએ. કેટલાક લોકો ઊંઘ ન આવવાની સમસ્યાની સારવાર કરાવવાથી પણ ડરે છે, કારણ કે તેઓ વિચારે છે કે આ બીમારીની દવા લેવાથી સાઈડ ઈફેક્ટ સહન કરવી પડશે, પરંતુ આ બીમારીને કુદરતી સારવારથી પણ ઠીક કરી શકાય છે. આપણને બધાને ૮ કલાકની ભરપૂર ઊંઘની જરૂર પડે છે. ઊંઘ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે.

શું કરશો :
જેા તમને અનિદ્રાની બીમારી હોય તો તમે ઘરે જ તેનો ઉપાય અજમાવી શકો છો – ઊંઘતા પહેલાં ગરમ પાણીથી સ્નાન કરો. સ્નાન એક એક્સર્સાઈઝ જેવું રહેશે. ગરમ પાણીથી સ્નાન કર્યા પછી બેડ પર જતા જ તમને ઊંઘ આવી જશે. દિવસભરની મહેનત પછી તમારે તમારી માંસપેશીઓને આરામ આપવા અને યોગ્ય ઊંઘ લેવા શરીરને કૂલડાઉન કરવાની જરૂર પડે છે. તેના માટે તમે કોઈ ટબ અથવા ડોલમાં નવશેકા પાણીમાં પગને ડુબાડીને રાખી શકો છો. શરીરની માંસપેશીઓ અને કોશિકાઓને આરામ આપવા માટે તમે ૧ ચમચી એપ્સોમ સોલ્ટ અથવા ડેડસી સોલ્ટને પાણીમાં નાખી શકો છો. ફૂટ બાથ તમારી સ્કિનને બેક્ટેરિયાથી બચાવે છે અને દિવસભરના થાકથી થતા પગના દુખાવાને પણ ઘટાડે છે. ગરમ પાણીમાં તમે કેટલાક તેલ પણ નાખી શકો છો, જેનાથી રિલેક્સ થવામાં મદદ મળશે. અનિદ્રાના રોગમાં કેટલાક તેલ પણ ખૂબ ફાયદાકારક છે. તમે તુલસીનું તેલ, દેવદારનું તેલ, લવન્ડર તેલ, રોઝમેરીનું તેલ, વિન્ટર ગ્રીન ઓઈલ વગેરેનો ઉપયોગ પણ કરી શકો છો. માત્ર તમારે કોઈ પણ તેલના ૧-૨ ટીપાં પાણીની ડોલમાં નાખવાના છે.

ઘરેલુ ઉપચાર :
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લવન્ડરના તેલથી માલિશ કરવાથી આ તેલ લગાવ્યાની ૫ મિનિટમાં જ તે શરીરની કોશિકાઓમાં પહોંચી જાય છે. આ તેલનો શાંત પ્રભાવ ઊંઘ ન આવવાની બીમારીથી બચાવે છે. તેની સુગંધ સીધી મગજ સુધી પહોંચે છે અને તેલના બાષ્પીકૃત આંતરિક તત્ત્વો સીધા શ્વાસમાં પ્રવેશે છે. જેા ઊંઘવા જતા પહેલાં ગરમ પાણીથી નહાવાનો સમય ન હોય તો નવશેકા પાણીમાં પગ ડુબાડો. દિવસભરના થાક પછી આ રિલેક્સ કરનાર ઉત્તમ ઉપાય છે. આ ઉપાય દ્વારા સ્કિન હાઈડ્રેટ થાય છે, માંસપેશીઓ ઢીલી પડે છે. તેનાથી રિલેક્સ થવામાં મદદ મળી રહે છે, જેથી પથારીમાં તરત જ ઊંઘ આવી જાય છે.

– ડો. નરેશ અરોરા.

તાજગી અને સ્વાસ્થ્યપ્રદ ચાનો કપ

ઘણી વાર જ્યારે આપણને આળસ આવે છે ત્યારે ચા પીએ છીએ. ચાથી ભલે આળસ દૂર થાય, પરંતુ તેનાથી પાચન સંબંધિત અનેક સમસ્યા પણ પેદા થાય છે જેમ કે કબજિયાત, છાતીમાં બળતરા થવી, એસિડિટી, ભૂખ ન લાગવી વગેરે. તે સમયે આપણે કેટલીક વાર વિચારીએ છીએ કે ચા પીવાનું જ બંધ કરી દઈએ, પરંતુ ટેવ પડવાથી બંધ નથી થતી. આ સ્થિતિમાં જેા તમને એવી ચા મળે, જે પીવાથી તાજગીની સાથે-સાથે અન્ય સમસ્યા ન થાય તો તમે શું કરશો? ના, અમે ગ્રીન ટી વિશે નહીં, પરંતુ હર્બલ ચા વિશે વાત કરી રહ્યા છીએ. આ ચા કેલરી ફ્રી હોય છે અને દેખાવે સામાન્ય ચા જેવી જ હોય છે, પરંતુ સામાન્ય ચામાં જે કમી હોય છે તે હર્બલ ચામાં નથી હોતી. આ કેટલાય પ્રકારનાં ફૂલ, બીજ, પાંદડાં, મૂળ અને અન્ય ઔષધિને સૂકવીને તૈયાર કરવામાં આવે છે. હર્બલ ચા ન માત્ર આપણને ફિટ રાખે છે, પરંતુ તેના નિયમિત સેવનથી અન્ય ફાયદા પણ થાય છે.

ઉદાહરણ :

  • હર્બલ ચામાં એન્ટિઓક્સિડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે હૃદયરોગમાં લાભદાયક હોય છે, તેથી હર્બલ ચા પીવાથી હૃદય સંબંધિત બીમારીનું જેાખમ ઘટી જાય છે. તેની સાથે ફ્લેવોનોઈડ રક્ત જામતા પણ અટકાવે છે.
  • હર્બલ ચા શારીરિક ઊર્જા વધારે છે.
  • આ ચા ઊલટી, ઝાડા, કબજિયાત, ગભરામણ થવી વગેરે સમસ્યામાં રાહત આપે છે અને આપણી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે.
  • હર્બલ ચામાં વિટામિન ડી હોય છે, જે હાડકાં મજબૂત બનાવે છે અને વા અથવા આર્થ્રાઈટિસમાં રાહત પ્રદાન કરે છે.
  • હર્બલ ચામાં વધારે પ્રમાણમાં મિનરલ, આયર્ન, કેલ્શિયમ અને સિલિકા હોય છે. ચામાં રહેલા આયર્ન લાલ રક્ત કોશિકાને બનવામાં મદદ કરે છે. કેલ્શિયમ અને સિલિકા સ્વસ્થ હાડકાં, વાળ, નખ અને દાંત માટે ખૂબ જરૂરી છે.
  • હર્બલ ચા સ્ટ્રેસ લેવલને ઘટાડીને બોડીને રિલેક્સ કરે છે. આ ચિંતા, અનિદ્રા બીમારીમાં લાભદાયક છે, સાથે પ્રારંભિક સંક્રમણને પણ દૂર કરે છે.
  • અત્યારે હાઈ બ્લડપ્રેશર મોટાભાગના લોકોની સમસ્યા છે. હાઈ બ્લડપ્રેશરથી કિડની પર ખરાબ અસર થાય છે. હર્બલ ચા કુદરતી રીતે કોઈ નકારાત્મક અસર વિના હાઈ બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.
  • હર્બલ ચા ડાયાબિટીસ, સ્થૂળતા અને કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત કરવા અને પેટની આસપાસની ચરબીને ઘટાડવામાં પણ અસરકારક છે.

અનેક વેરાઈટીમાં ઉપલબ્ધ છે હર્બલ ચા પણ કેટલીય અલગઅલગ ફ્લેવરમાં ઉપલબ્ધ છે, જેમ કે આદું, લેમન ગ્રાસ, પિપરમિંટ, કેમોમાઈલ, લવેન્ડર, તમાલપત્ર ઈલાયચી, લોંગ વગેરે. કેટલીય કંપનીએ વજન ઘટાડવાના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને પણ સ્પેશિયલ હર્બલ ચા તૈયાર કરી છે. તમે તમારી જરૂર પ્રમાણે પસંદ કરી શકો છો. ઘણી વાર મહિલાઓ દિવસમાં ૩ વાર હર્બલ ચા પીવાનું શરૂ કરી દે છે, જેથી વજન જલદી ઘટી જાય, પરંતુ આવું કરવું હેલ્થ માટે નુકસાનકારક છે. ડાયેટિશિયન અંકિતા સહગલ જણાવે છે, ‘‘હર્બલ ચા લેવાનો સૌથી યોગ્ય સમય ભોજન પછીનો છે, પરંતુ મોટાભાગની મહિલાઓ ખાલી પેટ લેતી હોય છે, તેમને લાગે છે કે ખાલી પેટ લેવાથી વજન જલદી ઘટશે. તમે આવી ભૂલ ન કરો, કારણ કે આવું કરવાથી તમે ફિટ નહીં, પરંતુ કમજેાર થઈ જશો. તેથી સંતુલિત આહાર સાથે હર્બલ ચા લો.’’

– પ્રતિનિધિ

વાંચવા માટે અમર્યાદિત વાર્તાઓ-લેખોસબ્સ્ક્રાઇબ કરો