મારા હોઠ બહુ નાના છે, જ્યારે મને પાઉટેડ લિપ્સ ખૂબ ગમે છે. જણાવો કે હું શું કરું?
તમે ૧ ચમચી એલોવેરા જેલમાં અડધી ચમચી કોકોનટ તેલ નાખો. હવે અડધી ચમચી ખાંડ મિક્સ કરો. કોઈ સોફ્ટ બ્રશથી હોઠ પર મસાજ કરો. થોડી વારમાં તમારા હોઠ પાઉટેડ લાગશે. નાના લિપ્સને જનરલી મોટા કરવા માટે પરમેનન્ટ લિપસ્ટિક લગાવી શકો છો. તેનાથી તમારા લિપ્સ હંમેશાં મોટા અને સુંદર દેખાશે અને સાથે પિંક દેખાશે.

મને લાંબા અને સુંદર નખ ગમે છે, પરંતુ મારા નખ જેવા વધે છે તૂટી જાય છે. હું શું કરું?
નખને મોટા કરવા માટે ખોરાકમાં પ્રોટીન, બાયોટિનનું પ્રમાણ વધારો. ઈંડાં, ચિકન, નટ્સ, ડેરી પ્રોડક્ટ, લીલા શાકભાજી, દાળ, મશરૂમ જેવી વસ્તુ ભોજનમાં સામેલ કરો. રોજ ક્યૂટિકલ્સને કોઈ સારી ક્યૂટિકલ ક્રીમ અથવા હળવા ગરમ ઓલિવ ઓઈલથી મસાજ કરીને પુશ કરો.
તેનાથી નખ લાંબા પણ થશે અને મજબૂત પણ. તેને હંમેશાં શેપ કરીને રાખો, જેથી તૂટે નહીં. નેલપોલિશ લગાવીને રાખવાથી નખની ઉંમર વધારે છે. જેા તમને નેલપોલિશ લગાવવી ગમતી નથી તો પારદર્શક નેલપોલિશ લગાવી
શકો છો.
નખને ક્યારેય બાઈટ ન કરો. જલદી નખને વધારવા અને તેને મજબૂત બનાવવા માટે પ્રોમિનેટ નેલ એક્સટેંશન કરાવો. તેનાથી નખ લાંબા લાગશે અને મજબૂત પણ થશે.

મારા ફેસ પર નાનાનાના ઓપન પોર્સ છે જેના લીધે મેકઅપ કરવો ખૂબ ખરાબ લાગે છે. મેકઅપ તેની અંદર ચાલ્યો જાય છે જે ખરાબ દેખાય છે. કોઈ ઉપાય જણાવો?
ઓપન પોર્સને ઘટાડવા માટે અઠવાડિયામાં એક વાર આ પેક લગાવો. તેનાથી તમને ફાયદો થશે-તમે ૨ મોટી ચમચી નવશેકું પાણી લો. તેમાં એક ડિસ્પ્રિનની ગોળી નાખો અને ૧ મોટી ચમચી ચોખાનો લોટ નાખો. આ પેકને ફેસ પર અડધો કલાક લગાવી રાખો અને પછી ધોઈ લો.
આવું અઠવાડિયામાં ૨ વાર કરવાથી ૨-૩ મહિનામાં તમને રિઝલ્ટ જેાવા મળશે. રોજ રાતે વિટામિન ઈના કેપ્સ્યૂલથી તેની મસાજ કરો. તેનાથી પણ ફાયદો થશે. જેા તેનાથી લાભ ન થાય તો કોઈ સારા ક્લિનિકમાં જઈને લેઝર યંગ સ્કિન માસ્કનું ફિટિંગ લોય ઈલાસ્ટિક માસ્ક પણ પોર્સને ઘટાડવામાં ફાયદો આપે છે.

મારા માથમાં ખંજવાળ થતી રહે છે. સમજાતું નથી કે શું કરું?
જેા તમારા માથામાં ખંજવાળ થઈ રહી છે તો તમે ચેક કરો કે ક્યાંક તમારા માથામાં ડેન્ડ્રફ તો નથી. ડેન્ડ્રફથી ખંજવાળ થાય છે સાથે તમારા કપડાં પર જ્યારે પડે છે ત્યારે ખરાબ લાગે છે. તેના માટે ૧૦૦ ગ્રામ દહીં લો અને તેને થોડી વાર હેંગ કરો. હવે તેની અંદર ૧૦ એમએલ એપલ સાઈડર વિનેગર નાખો અને તેને સ્કેલ્પ પર લગાવો. ૪૫ મિનિટ પછી ધોઈ લો. તેનાથી તમારો ડેન્ડ્રફ ઓછો થશે અને ખંજવાળ પણ.
તમારે વાળ સ્વચ્છ રાખવા ખૂબ જરૂરી છે. દરેક વખતે શેમ્પૂ કર્યા પછી કાંસકો, ટુવાલ અને તકિયાનું કવર ધોઈને કોઈ?એન્ટિસેપ્ટિક લોશનમાં પલાળો. અડધો કલાક પછી તડકામાં સૂકવો અને પછી ઉપયોગ કરો. વચ્ચેવચ્ચે કોઈ સારા તેલથી હેડ મસાજ કરવાથી લાભ થાય છે.

મારી ઉંમર ૨૫ વર્ષ છે, પરંતુ મારી સ્કિન પર ફાઈન લાયન્સ દેખાવા લાગી છે. હું તેને દૂર કરવા અને હંમેશાં યંગ રહેવા માટે શું કરું?
જેા સ્કિનની રેગ્યુલર કેર ન કરો તો ફાઈન લાયન્સ આવી જાય છે. તમે ક્લીનિંગ, મોઈશ્ચરાઈઝિંગ, ટોનિંગ અને નરીશિંગ કરવાનું ન ભૂલો. તેની સાથેસાથે ૧ચમચી ચોખાનો પાઉડર, ૧ ચમચી લાલ મસૂરની દાળને કાચા દૂધમાં પલાળો.
૧૦ મિનિટ પછી તેને ક્રશ કરો અને તેનો પેકની જેમ ઉપયોગ કરો. અડધો કલાક પછી ધોઈ લો. આવું સતત અઠવાડિયામાં ૨ વાર કરો.
૧ મહિનામાં તમને ફરક દેખાવા લાગશે. રાતે ઊંઘતા પહેલાં અલ્ફા હાઈડ્રોક્સી એસિડ વાળી ક્રીમ લગાવો તો તેનાથી પણ લાભ થશે. ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તેના માટે સ્પ્રાઉટેડ દાળ ફાયદાકારક રહે છે. દૂધ, દહીં, ઈંડાં, ચિકન પણ ફાયદો આપે છે. ઘરેથી નીકળતા પહેલાં સનસ્ક્રીન લગાવો.

મારી ઉંમર ૩૦ વર્ષ છે અને મારા હાથ પર ફાઈન લાયન્સ દેખાવા લાગી છે, જે મને પસંદ નથી. કોઈ ઉપાય જણાવો?
હાથ ધોયા પછી હંમેશાં કોઈ મોઈશ્ચરાઈઝિંગ ક્રીમ લગાવો. આવું સતત કરતા રહેશો તો ફાઈન લાયન્સ નહીં આવે. રાતે ઊંઘતા પહેલાં કોઈ ઓઈલથી માલિશ કરો. કોઈ એરોમેટિક ઓઈલનો ઉપયોગ કરી શકો છો. ફાઈન લાયન્સ માટે તમે અઠવાડિયામાં ૨ વાર આ પેક લગાવો – તો ફાઈન લાયન્સ ઓછી થશે. ૧ ચમચી મુલતાની માટી લો. અડધી ચમચી કોફી પાઉડર નાખો. થોડું હની લો અને રોજવોટર નાખીને પેસ્ટ બનાવો. તેને હાથ પર લગાવો. અડધો કલાક પછી ધોઈ લો. આ પેકથી ફાઈન લાયન્સમાં ફાયદો થશે.
– ડો. ભારતી તનેજા.

વધુ વાંચવા કિલક કરો....