હું ૨૫ વર્ષની નોકરિયાત યુવતી છું. ૨ મહિના પછી મારા લગ્ન થનાર છે. મને ખાવાનું બનાવતા નથી આવડતું, જ્યારે ટીવી સીરિયલમાં મેં જેાયું છે કે વહુને ખાવાનું બનાવતા ન આવડતું હોય ત્યારે સાસરીના લોકો ન માત્ર તેની મજાક ઉડાવે છે, પરંતુ તેને પરેશાન પણ કરતા હોય છે. આ સ્થિતિમાં જણાવો હું શું કરું?
નાના પડદા પર પ્રસારિત થતી મોટાભાગની સીરિયલનો વાસ્તવિક જીવન સાથે દૂરદૂર સુધી કોઈ સંબંધ નથી હોતો. સાસુવહુ ટાઈપની કેટલીક સીરિયલ તો એટલી અવાસ્તવિક હોય છે કે તે જાગૃતિ ફેલાવવાના બદલે તે સમાજમાં ભ્રમ અને અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરે છે. કદાચ જ કોઈ એવી સીરિયલ હશે જેમાં સાસુવહુના સંબંધને ઉત્તમ રીતે પ્રસ્તુત કરવામાં આવી હોય. વાસ્તવિક દુનિયા આમ પણ સીરિયલની દુનિયાથી બિલકુલ અલગ હોય છે. આધુનિક સાસુઓ વધારે સમજદાર અને આધુનિક વિચારોની હોય છે. તેઓ જાણતી હોય છે કે એક નોકરિયાત વહુને કેવી રીતે ગૃહસ્થજીવનમાં ઢાળવાની છે. તેમ છતાં તમે તમારા મંગેતર સાથે વાત કરીને આ વિશે જાણકારી આપી દો. હજી તમારા લગ્નમાં ૨ મહિના બાકી છે, તેથી રસોઈ બનાવવાનું અત્યારથી શરૂ કરી દો. ખાવાનું બનાવવું પણ એક કલા છે, જેમાં નિપુણ મહિલાને બીજા પર આરશ્રત નથી રહેવું પડતું, સાથે તેને પોતાના પતિ તથા બાળકો સહિત ઘરના બધા સભ્યોનો ભરપૂર પ્રેમ પણ મળે છે.

હું ૨૯ વર્ષની મેરિડ વુમન છું અને અમારો સંયુક્ત પરિવાર છે. લગ્ન પહેલાં અમને જણાવી દેવામાં આવ્યું હતું કે મારે સંયુક્ત પરિવારમાં રહેવાનું છે. આમ તો સાસરીમાં કોઈ પણ વસ્તુની અછત નથી, પરંતુ સાસરીના મોટાભાગના લોકો સંકુચિત માનસિકતાના છે, જ્યારે હું ખૂબ ખુલ્લા વિચારો ધરાવું છું. આ કારણસર મારે ક્યારેક-ક્યારેક તેમની નારાજગીને પણ સહન કરવી પડે છે અને મારી આ આધુનિકતાના લીધે મારી નણંદ અને જેઠાણી પણ મને વિચિત્ર નજરથી જેાતી રહે છે. પતિને પણ હું બીજે ક્યાંક ફ્લેટ લેવા માટે કહી શકતી નથી. જણાવો કે હું શું કરું?
ઘરપરિવારમાં ક્યારેક-ક્યારેક બોલચાલ, ઝઘડા અને વાદવિવાદ સામાન્ય વાત હોય છે, પરંતુ પરિવાર ફેસબુક કે વોટ્સએપ જેવો હોતો નથી, જેમાં તમે સેંકડો લોકોને જેાડીને રાખ્યા હોય છે, પરંતુ જેા કોઈ તમને પસંદ ન હોય તો એક જ ક્લિક કરીને એક ઝાટકે તેને બહાર કરી દો. એ વાતની જરા પણ ચિંતા ન કરો કે પરિવારના કેટલાક સભ્યો તમને કઈ નજરથી જુએ છે અને કેવો વ્યવહાર કરે છે. તેથી સારું એ જ રહેશે કે સ્વયંને એવી રીતે વ્યવસ્થિત કરો કે તમે હંમેશાં એક સુંદર વ્યક્તિ બનીને રહી શકો. કોઈ કેવી રીતે જુએ છે, તે તેની પર છોડી દો.
આજકાલ મોટાભાગના લોકો વિભક્ત પરિવારમાં રહીને ઘણી બધી મુશ્કેલીમાંથી પસાર થતા હોય છે, જ્યારે તમને આધુનિક સમયમાં પણ સંયુક્ત પરિવારમાં રહેવાની તક મળી છે. તેથી જેા થોડીક સમજદારી બતાવશો તો આગળ જતા બધા સાથે રહેવાનો નિર્ણય તમને ખૂબ લાભદાયી રહેશે. આ સ્થિતિમાં ઉત્તમ એ જ રહેશે કે નાનીનાની વાતને નજરઅંદાજ કરો અને ઘરના બધાને સાથે લઈને ચાલવાની કોશિશ કરો. પછી ભલે ને સમય લાગે, પરંતુ ઘરના બધા લોકો તમને દરેક સ્થિતિમાં સ્વીકારી લેશે અને તમે પણ બધાના મનગમતા બની જશો.

હું ૨૭ વર્ષની અપરિણીત યુવતી છું અને રિલેશનશિપમાં છું. હાલમાં મારી લગ્નની કોઈ ઈચ્છા નથી. સેક્સ દરમિયાન બોયફ્રેન્ડ કોન્ડોમનો ઉપયોગ કરે છે. હું જણવા ઈચ્છુ છું કે પ્રેગ્નન્સીને અટકાવવામાં શું કોન્ડોમ અસરકારક ઉપાય છે? શું એકસાથે ૨ કોન્ડોમનો ઉપયોગ કરી શકાય છે, જેથી સેક્સ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે?
કોન્ડોમ ગર્ભને અટકાવવાનો સરળ અને ઉત્તમ વિકલ્પ છે. વળી તે બજારમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. તેનો પ્રયોગ ન માત્ર પ્રેગ્નન્સી પણ એસટીડી જેવી સમસ્યાથી પણ શરીરને સુરક્ષિત રાખે છે. સેક્સ દરમિયાન કોન્ડોમનો પ્રયોગ કરવા છતાં ત્યારે જ ગર્ભ રહી જાય છે જ્યારે કોન્ડોમ ફાટી ગયો હોય. જેાકે હલકી ક્વોલિટીના કોન્ડોમનો ફાટી જવાનો ડર રહે છે. તેથી તમે તમારા બોયફ્રેન્ડ સાથે આ વિશે ખૂલીને વાત કરો. તેને કહો કે તે બ્રાન્ડેડ કોન્ડોમનો ઉપયોગ કરે. બ્રાન્ડેડ કોન્ડોમ લોંગલાસ્ટિંગ હોય છે અને જલદી ફાટતા પણ નથી. હવે બજારમાં ઘણી બધી ફ્લેવરના કોન્ડોમ ઉપલબ્ધ છે, જે સેક્સને વધારે રોમાંચક બનાવે છે. રહી વાત ૨ કોન્ડોમનો એકસાથે પ્રયોગ કરવાની તો તેને યોગ્ય ન કહી શકાય, કારણ કે સેક્સ દરમિયાન અંગ એકબીજા સાથે ઘસાતા તે ફાટી શકે છે. એટલું જ નહીં. કોન્ડોમનું ફાટી જવું એકબીજાને ચરમસુખથી પણ વંચિત કરી શકે છે. જેાકે કોન્ડોમ ગર્ભનિરોધનું એક ઉત્તમ સાધન જરૂર છે, તેમ છતાં તમે ઈચ્છો તો સેક્સ દરમિયાન વુમન વજઈનલ કોંટ્રાસેપ્ટિવ પિલ્સનો પ્રયોગ કરી શકો છો. તેના પ્રયોગથી કોઈ પણ જાતના ડર વિના સેક્સનો ભરપૂર આનંદ માણી શકો છો. તેની સાથે બોયફ્રેન્ડને કોન્ડોમ પહેરવાનું જરૂર કહો.

હું ૨૫ વર્ષનો કુંવારો યુવક છું. મારી સમસ્યા મારી ગર્લફ્રેન્ડ બાબતે છે, જે સ્વભાવની સારી છે અને મને પ્રેમ પણ કરે છે, પરંતુ નાનીનાની વાતે રિસાઈ જાય છે. તે ઈચ્છે છે કે હું તેને વારંવાર ફરવા લઈ જાઉં, મૂવી બતાવું અને શોપિંગ કરાવું. તે વારંવાર ફોન કરીને મને પરેશાન પણ કરે છે. તે કહે છે કે ગમે તે કરો, પરંતુ મને કહીને જ કરો. ક્યારેક-ક્યારેક લાગે છે કે હું ખૂબ ખરાબ રીતે ફસાઈ ગયો ન હોઉં. જણાવો કે હું શું કરું?
દરેક ગર્લફ્રેન્ડ એ જ ઈચ્છતી હોય છે કે તેનો બોયફ્રેન્ડ તેને પ્રેમ કરે, તેને ફરવા લઈ જાય, સમય આપે, શોપિંગ કરાવે, મૂવી બતાવે અને ભેટ લાવીને આપે. તમારી ગર્લફ્રેન્ડ પણ તમારી પાસેથી આ બધી આશા રાખતી હશે. જેા તમે નોકરિયાત છો અને તમારી પાસે સમયનો અભાવ હોય તો અઠવાડિયાના અંતે અથવા રજાના દિવસે ગર્લફ્રેન્ડને સમય જરૂર આપો. હા, બાકીના દિવસોમાં તેના ખબરઅંતર પૂછતા રહો. તે તમને કારણ વિના વારંવાર ફોન કરતી રહે છે, તો આ વિષયે તેની સાથે ખૂલીને વાત કરો અને મળવા તથા ફરવા જવાનો પ્રોગ્રામ અનુકૂળતા મુજબ નક્કી કરો. તેમ છતાં જેા તે ન માનતી હોય અને તમને પરેશાન કરતી રહેતી હોય તો તેનાથી દૂર થવામાં જ તમારી ભલાઈ છે.

વધુ વાંચવા કિલક કરો....