મારા પતિને ગત મહિને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. તેઓ હજી સુધી સંપૂર્ણ રીતે રિકવર નથી થયા. મેં સાંભળ્યું છે કે ફરીથી સ્ટ્રોકની ઝપેટમાં આવવાનું જેાખમ ખૂબ વધારે રહે છે?
એ વાત સાચી છે કે બ્રેન સ્ટ્રોકની અસરમાંથી રિકવર થવામાં ખૂબ વધારે સમય લાગે છે અને જેા જરૂરી સાવચેતી રાખવામાં ન આવે તો ફરીથી તેની ઝપેટમાં આવી જવાનું જેાખમ ખૂબ વધારે રહે છે. પહેલા અઠવાડિયામાં સ્ટ્રોકની પુન:ઝપેટમાં આવવાનું જેાખમ ૧૦-૧૨ ટકા અને પહેલા ૩ મહિનામાં ૨૦-૨૫ ટકા રહે છે. તેથી ડોક્ટરના સતત સંપર્કમાં રહો અને તેમણે સૂચવેલી દવા નિયમિત તમારા પતિને આપતા રહો. તેમને સંપૂર્ણ રીતે બેડ રેસ્ટ પર ન રાખો, પરંતુ હળવી એક્સર્સાઈઝ કરવા અથવા ચાલવા જવા કહો. તેમના આહારનું ખાસ ધ્યાન રાખો. સંતુલિત, સુપાચ્ય અને પોષક ભોજન ખવડાવો.
મારા સસરાની ઉંમર ૫૮ વર્ષ છે, તેમને થોડા દિવસ પહેલાં સ્પાઈનલ સ્ટ્રોક આવ્યો હતો. હવે ડોક્ટરે સર્જરી કરાવવાની સલાહ આપી છે. શું સર્જરી વિના તેની સારવાર શક્ય છે?
સ્પાઈનલ સ્ટ્રોકમાં સ્પાઈનલ કોર્ડ તરફ લોહીનો સપ્લાય અવરોધાતો હોય છે. સ્પાઈનલ સ્ટ્રોક એક ગંભીર સ્થિતિ છે અને તેના માટે તરત સારવારની જરૂર રહે છે. જેા સમસ્યા વધારે ગંભીર ન હોય તો સોજાને ઓછો કરવાની, લોહીને પાતળું કરવાની, બ્લડ પ્રેશર ઘટાડવાની અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરતી દવાથી આરામ મળી જાય છે. તમારા સસરાની સ્થિતિ ગંભીર હશે, તેથી ડોક્ટરે સર્જરીની સલાહ આપી હશે. સર્જરીથી ડરવાની કોઈ જરૂર નથી. મિનિમલી ઈનવેસિવ સર્જરીને ટેક્નિક સર્જરીએ ખૂબ સરળ બનાવી દીધી છે. આ સર્જરીમાં પરંપરાગત સર્જરીની તુલનામાં તકલીફ ઓછી થાય છે અને હોસ્પિટલમાં વધારે સમય રહેવાની જરૂર નથી.
હું ૪૬ વર્ષની શિક્ષિકા છું. છેલ્લા ઘણા દિવસથી મને માથામાં તીવ્ર દુખાવો થઈ રહ્યો છે. આરામ કરવા અને દવા લેવા પર પણ માથાના દુખાવામાં રાહત નથી મળી રહી. ઘણી વાર માથાના દુખાવાની સાથે ઊલટી થાય છે. શું આ કોઈ ગંભીર બીમારીનો સંકેત છે?
આમ તો માથાનો દુખાવો એક ખૂબ સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા છે, જે ઘણા બધા કારણોસર થાય છે. સામાન્ય માથાના દુખાવાને થોડો સમય આરામ કરવાથી અથવા પેઈન કિલર લઈને ઠીક કરી શકાય છે. ક્યારેક ક્યારેક માથાનો દુખાવો થાય તો ચિંતાની કોઈ વાત નથી, પરંતુ જેા આ દુખાવો સતત રહેતો હોય, રાત્રે અથવા સવારે તીવ્ર દુખાવો થવાથી ઊંઘ ખૂલી જાય, ચક્કર આવવા લાગે, માથાના દુખાવા સાથે ગભરામણ થતી હોય અને ઊલટી થતી હોય તો સમજી લો કે તમારા મગજમાં પ્રેશર વધી રહ્યું છે. મગજમાં પ્રેશર વધવાથી બ્રેન ટ્યૂમર થઈ શકે છે. જેા તમે છેલ્લા થોડા દિવસથી આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો સતર્ક થઈ જાઓ અને તરત ડાયગ્નોસિસ કરાવો.