મારી ઉંમર ૩૭ વર્ષ છે અને મને ૭ મહિનાની પ્રીમેચ્યોર ડિલિવરી થઈ છે. હું પૂરી પ્રેગ્નન્સી દરમિયાન સતત મેડિસિન પર છું. મારું દૂધ બાળક માટે પૂરતું નથી થઈ રહ્યું, તેથી તેને હું ફોર્મ્યુલા મિલ્ક આપી રહી છું, પરંતુ તેનાથી બાળકનું પેટ સાફ નથી થઈ રહ્યું. સતત બાળકને કોન્સ્ટિપેશન રહે છે, પ્લીઝ જણાવો કે હું શું કરું?
તમારા બાળકનો જન્મ ૭ મા મહિને થયો છે. સમય પહેલાં જન્મ થવાથી આવા બાળકોનો શારીરિક તથા માનસિક વિકાસ સુનિશ્ચિત કરવા માટે પૂરતું પોષણ મળવું ખૂબ જરૂરી બની જાય છે, કારણ કે આવા બાળકોની જિંદગી ત્યાં સુધી સંકટમાં હોય છે જ્યાં સુધી તેની પૂરી ટર્મ એટલે કે ૩૬ અઠવાડિયા પૂરા ન થાય. આ સ્થિતિમાં બાળકની માના ગર્ભ સમાન ઉષ્ણતામાનમાં સંરક્ષિત રાખવા માટે જેટલું તેને નિયોનેટલ કેર યૂનિટમાં રાખવું આવશ્યક હોય છે, તેટલું જ જરૂરી છે તેને આવશ્યક ન્યૂટ્રિશન આપવું. તેથી બાળકને તેની માનું જ દૂધ આપવું જેાઈએ. જેા તમારામાં દૂધ બની રહ્યું ન હોય તો પોતાના માટે ન્યૂટ્રિશનિસ્ટની મદદથી સંપૂર્ણ આહાર સુનિશ્ચિત કરો. બાળકને ૮-૧૦ વાર ફીડિંગ કરાવવાની કોશિશ કરો, કારણ કે જ્યારે બાળક સ્તનપાન કરે છે ત્યારે એવા હોર્મોન્સ બને છે, જેનાથી સ્વયં દૂધ બનવા લાગે છે. તમારા ખોરાકમાં દૂધ, અળસી, ઓટ્સ અને ઘઉંનું સેવન વધારોે.

મારી ૨ મહિનાની બાળકી છે. મારા ઘરમાં બધા સભ્યો કોરોના પીડિત થઈ ગયા છે. હું થોડી ડરી ગઈ છું કે આ સ્થિતિમાં શું મારે મારી બાળકીને સ્તનપાન કરાવવું જેાઈએ? મારા ઘરના બધા સભ્યો આવું કરવાની મનાઈ કરી રહ્યા છે?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા સ્પષ્ટપણે દિશાનિર્દેશ બહાર પાડવામાં આવ્યા છે કે કોઈ પણ મા કોરોના પ્રભાવિત હોવા છતાં પોતાના બાળકને સ્તનપાન કરાવી શકે છે. અહીં તમે કોરોનાથી પ્રભાવિતા નથી તો પછી કોઈ પણ જાતના ડર વિના તમારે બાળકને સ્તનપાન કરાવતા રહેવું જેાઈએ. તમારું દૂધ જ બાળક માટે સુરક્ષાકવચનું કામ કરશે, પછી ભલે ને તે કોરોના હોય કે પછી બીજું કોઈ પણ સંક્રમણ. સાથે તમારે બાળકના આહારમાં ગોજાતીય દૂધ આધારિત પ્રોડક્ટ જેમ કે ફોર્ર્મ્યૂલા મિલ્કથી દૂર રહેવું જેાઈએ. અંતે ખૂબ જરૂરી છે કે તમે તમારા બાળકનું નિયમિત ચેકઅપ કરાવતા રહો. તેની દરેક એક્ટિવિટી પર નજર રાખો. કોઈ અસામાન્ય લક્ષણ દેખાય તો તરત ડોક્ટર પાસે જાઓ.

મેં ૪૦ વર્ષની ઉંમરે આઈવીએફની મદદથી ૨ જેાડકા બાળકને જન્મ આપ્યો છે. મારી ડિલિવરી ઓપરેશનથી થઈ છે અને તેના લીધે મારું શરીર ખૂબ નબળું પડી ગયું છે. હું બંને બાળકોને બરાબર ફીડ પણ કરાવી શકતી નથી. તેમને મહદ્અંશે ગાયનું દૂધ આપવું પડે છે. જેાકે બાળકો પણ ઉપરનું દૂધ પીવામાં વધારે સહજ રહે છે. જેા હું તેમને ફીડ કરાવવાની કોશિશ કરું તો પણ તેઓ પીતા નથી.
ઓપરેશનથી ડિલિવરી થવાથી ખરેખર તમે તમારા બાળકોને શરૂઆતના કલાકમાં પોતાનું દૂધ પિવડાવી શક્યા નહીં હોય. માનું પહેલું દૂધ બાળક માટે પ્રતિરક્ષાનું કામ કરે છે. આ સ્થિતિમાં તમારા માટે ખૂબ જરૂરી બની જાય છે કે તમે તમારા બાળકોને દૂધ આપો. જેા તેઓ તમારું દૂધ પીતા ન હોય તો પોતાના મિલ્કને પંપની મદદથી સ્ટરલાઈઝ કરેલા કંટેનરમાં કાઢો અને ત્યાર પછી બાળકોને ચમચીની મદદથી પિવડાવો.
બાળકને ગાય કે ભેંસનું દૂધ બિલકુલ ન આપો, કારણ કે આ દૂધથી બાળકને એલર્જી અને બીજા હેલ્થ રિસ્ક થઈ શકે છે. આ દૂધના સેવનથી બાળકમાં ઈંફેક્શનનું જેાખમ વધી જાય છે. જેા તમને લાગે છે કે ૨ બાળક માટે તમારું દૂધ પૂરતું નથી તો નિયોલેક્ટાનું ૧૦૦ ટકા હ્યૂમન મિલ્ક પણ તમે બાળકોને આપી શકો છો, કારણ કે આ પ્રોડક્ટ ડોનેટ કરવામાં આવેલા બ્રેસ્ટ મિલ્કને પેસ્ચ્યુરાઈઝ કરીને બનાવવામાં આવે છે, પરંતુ સૌપ્રથમ ડોક્ટરની સલાહ લો.

મારું બાળક ૪ મહિનાનું છે. તેને મારી મધર ઈન લો ચમચીથી સાધારણ પાણી અને બીજા ઘણા બધા પેયપદાર્થ પિવડાવે છે અને ક્યારેક-ક્યારેક બટાકા મેશ કરીને પણ આપે છે. આ સ્થિતિમાં હું મારા બાળકના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છું. મેં ઘણી જગ્યાએ વાંચ્યું છે અને ડોક્ટર પણ એવી જ સલાહ આપે છે કે ૬ મહિના સુધી બાળકને માત્ર માનું દૂધ આપો અને ઉપરનો કોઈ જ આહાર આપવો ન જેાઈએ. શું તેનાથી મારા બાળકની પાચનક્રિયા પર અસર થશે?
ઘરમાં ઘણું ખરું વડીલો પોતાના દેશી નુસખા બાળક પર અજમાવતા હોય છે. જેાકે તેમની ભાવના સારી હોય છે, પરંતુ એક ડોક્ટર હોવાથી હું તેનો સપોર્ટ નથી કરતી. બાળકની પાચનક્રિયા બરાબર વિકસિત થયા વિના તેને અનાજ અથવા બીજા કોઈ પણ ખાદ્ય પદાર્થ આપવા ન જેાઈએ. એટલું જ નહીં, જેા ગરમીની ઋતુ હોય તો પણ બાળકને વારંવાર અને જરૂરિયાત અનુસાર સ્તનપાન કરાવતા તેને પાણી અથવા બીજા પ્રવાહી પદાર્થની આવશ્યકતા નથી હોતી. તેથી દાયણ અથવા બીજા લોકોના કહેવા પર પાણી વગેરે બીજા પેયપદાર્થ આપવાની કોશિશ ન કરો. માનવદૂધ એન્ટિબોડી પ્રદાન કરે છે અને સરળતાથી પચવા યોગ્ય હોય છે. તેમાં એ બધા જરૂરી પોષક તત્ત્વો હોય છે, જે બાળકના સંપૂર્ણ વિકાસ માટે ખૂબ જરૂરી હોય છે.

હું ૭ મહિનાના બાળકની મા છું. મારું એટલું વધારે દૂધ બને છે કે ઘણી વાર ગમે ત્યાં વહેવા લાગે છે, જે સ્થિતિ મારા માટે ખૂબ મુશ્કેલભરી હોય છે. હું શું કરું?
જેા તમારામાં દૂધ ખૂબ વધારે પ્રમાણમાં બનતું હોય તો તેનો અર્થ છે તમે સંપૂર્ણ રીતે સ્વસ્થ છો. બ્રેસ્ટ મિલ્ક કુદરતના આશીર્વાદ સમાન છે. જેા પોતાના બાળકને ફીડ કરાવ્યા પછી પણ તમારામાં ખૂબ વધારે દૂધ બનતું હોય તો તમે પંપની મદદથી કાઢીને મધર મિલ્ક બેંકમાં ડોનેટ કરી શકો છો, કારણ કે દુનિયામાં લાખો બાળકો એવા હોય છે જેમને ઘણા કારણોસર માના દૂધનું પોષણ નથી મળી શકતું અને તેમને પોતાના પ્રાણ ગુમાવવા પડે છે. તેથી પોતાની નજીકની મધર મિલ્ક બેંકમાં જઈને પોતાના દૂધને જરૂર ડોનેટ કરો. તમે ત્યાં જવામાં અસમર્થ હોય તો મિલ્ક બેંકનો સંપર્ક કરો. તેઓ સ્વયં આવીને તમારી પાસેથી મિલ્ક કંટેનર નક્કી સમયે કલેક્ટ કરશે.
– ગીતિકા ગંગવાણી

વધુ વાંચવા કિલક કરો....