હું ૨૪ વર્ષની યુવતી છું. ૩-૪ મહિના પછી મારા લગ્ન થવાના છે. મેં હજી સુધી સેક્સ સંબંધ નથી બનાવ્યા, પરંતુ હું નિયમિત માસ્ટરબેશન કરું છું. મને લાગે છે કે તેનાથી મારા પ્રાઈવેટ પાર્ટની સ્કિન ઢીલી પડી ગઈ છે. આ કારણસર હું ખૂબ તાણમાં રહું છું. હું શું કરું?
જે રીતે સેક્સ કરવાથી પ્રાઈવેટ પાર્ટની સ્કિન લૂઝ નથી થતી, તે જ રીતે માસ્ટરબેશનથી પણ સ્કિન પર કોઈ ફરક નથી પડતો અને તે ઢીલી પણ નથી પડતી. આ તમારો એક ભ્રમ છે. હકીકત એ છે કે કોઈ અંગના ઓછા ઉપયોગથી તેનામાં શિથિલતા આવે છે ન કે તેના નિયમિત ઉપયોગથી. તમે તમારા લગ્નની તૈયારી જેારશોરથી શરૂ કરી દો અને મનમાંથી ડરને સંપૂર્ણ રીતે દૂર કરી દો. તમારા દાંપત્યજીવન પર તેની કોઈ ખરાબ અસર નહીં થાય.

હું ૨૩ વર્ષની યુવતી છું અને એક પરિણીત માણસને પ્રેમ કરું છું. અમારી વચ્ચે ફિઝિકલ રિલેશન પણ છે. તેઓ મને ખૂબ પ્રેમ કરે છે અને કહે છે કે આપણે લગ્ન કરી લઈશું. હું શું કરું?
તમે જે આગ સાથે રમી રહ્યા છો તે એકસાથે બે પરિવારને સળગાવી શકે છે. તમારો આ તથાકથિત પ્રેમી તમને મૂર્ખ બનાવી રહ્યો છે. તેથી આ સંબંધ પર અહીં પૂર્ણવિરામ મૂકી દો અને ભવિષ્યને સજાવવામાં લાગી જાઓ. બાકી રહી વાત એક પરિણીત વ્યક્તિ સાથે લગ્ન કરવાની, તે કાયદા અનુસાર ગેરકાનૂની છે.

હું ૨૫ વર્ષની પરિણીત મહિલા છું. સાસરી અને પિયર નજીક નજીકમાં છે. આ કારણસર મારી મા અને બીજા સંબંધી સાસરીમાં આવતા જતા રહે છે. જેાકે તેમાં પતિને કોઈ આપત્તિ નથી, પરંતુ મારા સાસુને આ વાત પસંદ નથી. તેઓ કહે છે કે તું તારી મા સાથે વાત કરી લે કે તે વારંવાર અહીં તને મળવા માટે ન આવે. જેાકે અહીં મારા પિયરના લોકોનું પૂરું ધ્યાન રાખવામાં આવે છે અને તેમને પૂરા માનસન્માન પણ આપવામાં આવે છે, પરંતુ મારા સાસુનું માનવું છે કે સંબંધમાં થોડું અંતર જાળવવાથી તાજગી રહે છે. આ કારણસર ઘરમાં ઘણી વાર ઝઘડા થાય છે. આ સ્થિતિમાં હું મારી માને કહું તો પણ શું કહું? એક દીકરી હોવાથી હું તેમના દિલને દુખી કરવા નથી ઈચ્છતી. પ્લીઝ કોઈ યોગ્ય સલાહ આપો.
આમ તો તમારા સાસુનું કહેવું સાચું છે. સંબંધો પૂરા દિલથી નિભાવો, પરંતુ તેમાં યોગ્ય અંતર રાખવું પણ જરૂરી છે. આમ કરવાથી સંબંધ લાંબો ચાલે છે અને સંબંધમાં ઉષ્મા પણ જળવાઈ રહે છે.
મોટાભાગના કિસ્સામાં જેાવા મળ્યું છે કે જ્યારે દીકરીની સાસરી નજીક હોય છે ત્યારે તેના પિયરના સગાંસંબંધી અવારનવાર તેની સાસરીમાં આવતાજતા રહેતા હોય છે અને ઘણું ખરું તેના પારિવારિક પ્રશ્નોમાં પણ ચંચુપાત કરતા રહેતા હોય છે. તેનાથી દીકરીની ગૃહસ્થી પણ ઘણી વાર ઉજડી જતી હોય છે. ભલે ને દરેક સુખદુખમાં એકબીજાનો સાથ નિભાવો, પરંતુ સંબંધમાં એક ચોક્કસ અંતર જરૂર રાખો. આમ કરવાથી બધાના દિલમાં પ્રેમ અને સંબંધની મીઠાશ જળવાઈ રહેશે.
તમે આ વિશે તમારી મા સાથે ખૂલીને વાત કરો. તેઓ તમારી મા છે અને ક્યારેય એવું ઈચ્છશે નહીં કે આ કારણસર પોતાની દીકરીના ઘરમાં પ્રશ્નો ઊભા થાય, પરંતુ હા, તમારે પણ એક દીકરી હોવાની પોતાની ફરજને નિભાવવી પડશે, તેથી એક નક્કી કરેલા દિવસે અથવા નવરાશના દિવસે તમે પોતે પણ પિયરમાં જઈને તેમના ખબરઅંતર લેતા રહો. વળી, તેમની સાથે ફોન પર નિયમિત સંપર્કમાં રહો. પિયરના લોકોના સુખદુખમાં સામેલ થાવ. વિશ્વાસ રાખો, આમ કરવાથી ઘરમાં ઝઘડા બંધ થઈ જશે અને સંબંધમાં મીઠાશ પણ જળવાઈ રહેશે.

હું ૩૨ વર્ષની પરિણીત મહિલા છું. સાસુસસરા નથી રહ્યા, તેથી ૧૭ વર્ષના દિયર સાથે રહું છું. હું તેને મારા દીકરા જેટલો જ પ્રેમ કરું છું, પરંતુ થોડા દિવસથી હું જેાઈ રહી છું કે તે ટીવી પર ઘણું ખરું ક્રાઈમ શો જેાતો હોય છે અને તેના વિશે ચર્ચા કરતો રહે છે. થોડા દિવસ પહેલાં તેનો ૨-૪ છોકરા સાથે ઝઘડો થયો હતો. મેં તેને ઠપકો આપ્યો ત્યારે તેણે સામે કોઈ દલીલ કરી નહોતી, પરંતુ તે દિવસથી મારી સાથે ઓછી વાત કરે છે. ક્રાઈમ શો જેાવાની મનાઈ કરવા છતાં તે પોતાની આ ટેવને છોડવા તૈયાર નથી. તેની આ ટેવ ક્યાંક તેને ખોટા રસ્તે તો નહીં લઈ જાય ને? પ્લીઝ યોગ્ય સલાહ આપો?
ટીવી પર દર્શાવવામાં આવતા મોટાભાગના ક્રાઈમ શો કાલ્પનિક હોય છે, જે સમાજમાં જાગૃતિ તો નથી ફેલાવતા, પરંતુ લોકોને ભ્રમિત કરવાનું કામ કરે છે.આવા શોમાં મોટાભાગે છેતરપિંડી, એક મિત્ર દ્વારા બીજા મિત્રની હત્યા, પૈસા માટે હત્યા, લગ્નમાં દગો, અનૈતિક સંબંધ, પતિપત્નીના સંબંધમાં અવિશ્વાસ, આ બધી બાબતો લોકોને ઉશ્કેરતી હોય છે. ટીવી પર દર્શાવવામાં આવતા મોટાભાગના ક્રાઈમ શો ન માત્ર સંબંધોને પ્રભાવિત કરતા હોય છે, સાથે અપરાધી માટે પ્રેરણારૂપ પણ બનતા હોય છે. તાજેતરમાં એક સમાચાર ચર્ચામાં આવ્યા હતા, જેમાં એક માણસે પોતાની પત્નીની નિર્દયતાપૂર્વક હત્યા કરી હતી. જ્યારે તે પકડાઈ ગયો ત્યારે તેણે પોલીસને જણાવ્યું હતું કે આ હત્યા તેણે ટીવી પર આવતા ક્રાઈમ શોને જેાયા પછી કરી હતી. આ કોઈ એક જ કિસ્સો નથી. અવારનવાર આવી ઘટના આપણી આસપાસ બનતી રહે છે.
મોટાભાગના ક્રાઈમ શોમાં દર્શાવવામાં આવે છે કે અપરાધી ગુનો કરતી વખતે કઈકઈ સાવચેતી રાખે છે, જેથી તે કાયદાની પકડમાં આવી ન જાય. તેનાથી ક્યાંક ને ક્યાંક અપરાધિક માનસિકતા ધરાવતા લોકોને ખોટું માર્ગદર્શન મળતું હોય છે. તેમાં પણ બાળકોને આવી સીરિયલથી દૂર રાખવા જ સારા. રહી વાત તમારા દિયરની તો હજી તેની ઉંમર ખૂબ નાની છે. તેને સમજાવો કે આ ઉંમર ભણીને કરિયર બનાવવાની છે. તેને સારા પુસ્તકો, સાહિત્ય કે મેગેઝિન લાવીને વાંચવા પ્રોત્સાહન આપો. ઈચ્છો તો પતિ સાથે વાત કરો, જેથી સમય રહેતા તેને યોગ્ય દિશામાં વાળી શકાય.

વધુ વાંચવા કિલક કરો....