મારી ઉંમર ૩૪ વર્ષ છે. કોવિડ-૧૯ થયા પછી મારા ધ્યાનમાં આવ્યું છે કે વાળની સારી રીતે કાળજી લેવા છતાં અને તેમાં તેલ નાખ્યા પછી પણ તે ખૂબ ખરી રહ્યા છે. પ્લીઝ સલાહ આપો કે હું મારા આહારમાં શું શું લઈ શકું છું, જેથી મારા વાળ ખરતા બંધ થઈ જાય?
આ સ્થિતિને ટેલોજેન એફિયૂવિયમ કહેવામાં આવે છે. કોરોના પછી આ સમસ્યા થઈ શકે છે. વાળને ખરતા અટકાવવા માટે તમે પ્રોટીન અને ઝિંકયુક્ત આહાર લો. તેમ છતાં કોઈ ફરક પડતો ન હોય તો ફેરિટિન અને વિટામિન ડીનો ટેસ્ટ કરાવો, કારણ કે તેની ઊણપથી વાળ ખરી શકે છે.

મારી ઉંમર ૩૦ વર્ષ છે અને હું પીસીઓડીની પેશન્ટ છું. મારે આહારમાં શું લેવું જેાઈએ?
આજકાલ દર ૫ માંથી ૧ મહિલાને પીસીઓડી હોય છે. તેનું કારણ છે આપણી ખરાબ જીવનશૈલી. તેથી જીવનશૈલીમાં ડેલી રૂટિનને વ્યવસ્થિત કરો. રોજિંદા આહારમાંથી ખાંડ, મેંદો, તળેલી વસ્તુ, પેકિંગ મિલ્ક, રિફાઈન્ડ તેલ વગેરેને દૂર કરો. શક્ય તેટલા વધારે તાજા (ફાઈબરયુક્ત), શાકભાજી, ફળ અને આખા અનાજને ખાઓ.

મારા દીકરાને પૌષ્ટિક ભોજન ખાવામાં બિલકુલ રસ નથી. તે માત્ર પિઝા અને પાસ્તાને પસંદ કરે છે. પ્લીઝ?એવો આહાર જણાવો, જે પૌષ્ટિક પણ હોય અને મારા બાળકને ગમે પણ ખરો?
બાળકોને પૌષ્ટિક આહાર ખવડાવવો ખૂબ જરૂરી છે. જેાકે તે આહાર દેખાવમાં સુંદર અને સ્વાદિષ્ટ પણ હોવો જેાઈએ તો જ તે ખાશે. તેના માટે શાકભાજીને બનાવીને રોટલી અથવા પાસ્તામાં નાખો. ઉપરાંત નોર્મલ બ્રેડના બદલે મલ્ટિગ્રેન બ્રેડ, સેન્ડવિચ અથવા મલ્ટિગ્રેન પાસ્તાનો ઉપયોગ કરો. તેમને નટ્સ તથા સીડ્સ શેક બનાવીને પણ પિવડાવો.

મારી ઉંમર ૪૨ વર્ષ છે અને હું શુગર પેશન્ટ છું. શું તમે ગળ્યાનો કોઈ વિકલ્પ જણાવી શકો છો, જેથી મને જ્યારે ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો તેને હું લઈ શકું?
શુગર આપણી ખરાબ જીવનશૈલીના લીધે થતી હોય છે, તેથી સૌપ્રથમ પોતાની દિનચર્યાને વ્યવસ્થિત કરો અને દરરોજ થોડી કસરત પણ કરો. ઉપરાંત જ્યારે તમને ગળ્યું ખાવાનું મન થાય ત્યારે તમે ૧ ખજૂર, ૧૦૦ ગ્રામ ફળ, ફ્રૂટ સ્મૂધિ, ડાર્ક ચોકલેટ વગેરે ખાઈ શકો છો.

મારા મમ્મી શુગરના પેશન્ટ છે. શું તેમને ચોખા આપવા ઠીક રહેશે? દિવસમાં કેટલી વાર અને કયા ચોખા સારા રહેશે? સફેદ કે બ્રાઉન?
કોઈ પણ કુદરતી આહાર ખરાબ નથી હોતો. જેાવાનું એ હોય છે કે આપણે તેનું સેવન કેવી રીતે કરી રહ્યા છીએ. તમે તેમને ચોખા આપી શકો છો, પરંતુ તેનું ઓસામણ કાઢીને તેમાં જેટલી ચોખાની માત્રા છે તેટલા જ પ્રમાણમાં દાળ અને શાકભાજી મિક્સ કરી દો. સફેદ ચોખાની સરખામણીમાં બ્રાઉન ચોખા વધારે હેલ્ધિ હોય છે.

હું ૩૦ વર્ષની છું. મારું વજન ૪૫ કિલોગ્રામ અને કદ ૫ ફૂટ ૭ ઈંચ છે. મારું વજન ખૂબ ઝડપથી ઘટી રહ્યું છે. પ્લીઝ મને સલાહ આપો કે ખાવામાં હું એવું શું લઉં, જેથી મારું વજન વધે?
પહેલાં તો ખૂબ જરૂરી છે કે વજન ઘટવાના કારણ જાણી લેવા. તેના માટે તમે તમારો થાઈરોઈડ ટેસ્ટ કરાવો. ઉપરાંત તમારા આહારમાં પૌષ્ટિક તત્ત્વોનું ખાસ ધ્યાન રાખો. પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને સ્વસ્થ ફેટયુક્ત ભોજન લો.

મારા નખ ખૂબ નબળા છે. અઠવાડિયામાં જેટલા વધે છે તે તૂટી જાય છે. મેં નખ વધારતા તેલનો પણ ઉપયોગ કર્યો છે, પરંતુ તેનાથી પણ કોઈ લાભ થયો નથી. પ્લીઝ જણાવો કે મારે આહારમાં શું લેવું જેાઈએ, જેનાથી મારા નખ સ્વસ્થ રહે અને વધે પણ ખરા?
તમારે ડાયટમાં પ્રોટીન લેવું જેાઈએ. ઓછામાં ઓછું ૧ અથવા ૧.૫ ગ્રામ પ્રતિ ૧ કિલોગ્રામ શરીરના વજનના હિસાબે પ્રોટીન લો. તેના માટે દાળ, સોયાબીન, પનીર, ચિકન, દૂધ અને અન્ય મિલ્ક પ્રોડક્ટ લઈ શકો છો. સાથે ઝિંકયુક્ત જેમ કે બીજ, નટ્સ, દહીં, આખું અનાજ વગેરે વસ્તુ લો.

મારી ઉંમર ૨૬ વર્ષ છે અને હાલમાં કોવિડ-૧૯ માંથી બહાર આવી છું. મને પૂરો સમય ખૂબ આળસ આવે છે. પ્લીઝ જણાવો કે હું આહારમાં શું લઈ શકું છું?
કોવિડ ૧૯ પછી આ પ્રકારની નબળાઈ આવવી સામાન્ય છે, પરંતુ તમારા ડાયટમાં થોડો બદલાવ લાવીને તમે તમારા એનર્જી લેવલને વધારી શકો છો. તમારા આહારમાં એનર્જી વધારતા ખાદ્યપદાર્થને વધારે લો, જેમ કે આખા ખાદ્યપદાર્થ, શક્કરિયા, દાળ, ફળ, ઈંડાં, ચિકન, માછલી, સત્તુ વગેરેને તમારા આહારમાં સામેલ કરો. કોઈ પણ બીમારી સમયે શરીરમાં ઈન્ફ્લેમેશન વધી જાય છે ત્યારે તેને ઓછું કરવા માટે ઓમેગા – ૩ ફેટી એસિડવાળી વસ્તુનું સેવન તમારા ડાયટમાં કરો. ઓમેગા ૩ ફેટી એસિડ અખરોટ અને અળસીના બીજમાં હોય છે. તેમ છતાં તમને એમ લાગતું હોય કે તમને રાહત નથી મળી રહી, તો તમે તેના સપ્લિમેન્ટ પણ લઈ શકો છો.
– શિવાની કંડવાલ.

વધુ વાંચવા કિલક કરો....