હું ૨૫ વર્ષની મહિલા છું અને તાજેતરમાં મારા લગ્ન થયા છે. પતિ ઘરના એકમાત્ર સંતાન છે અને સરકારી બેંકમાં કાર્યરત છે. ઘર સાધનસંપન્ન છે, પરંતુ સૌથી મોટી મુશ્કેલી સાસુમા બાબતે છે. તેમને મારું આધુનિક કપડાં પહેરવું, ટીવી જેાવું, મોબાઈલ પર વાતો કરવું અને ત્યાં સુધી કે ઊંઘવા સુધ્ધાં પર મૂકેલા પ્રતિબંધ મને ખૂબ ખૂંચે છે. તમે જણાવો કે હું શું કરું?

તમે ઘરના એકમાત્ર વહુ છો તો સ્પષ્ટ છે કે આગળ જતા મારે મોટી જવાબદારી નિભાવવી પડશે. આ વાત તમારા સાસુ સારી રીતે સમજતા હશે, તેથી તે ઈચ્છતા હશે કે તમે પણ જલદીથી તમારી જવાબદારી સમજીને ઘર સંભાળી લો. સારું તો એ જ રહેશે કે સાસરીમાં બધાને વિશ્વાસમાં લેવાની કોશિશ કરો. સાસુમાને મા સમાન સમજશો, તેમને માન આપશો તો તે જલદી તમારી સાથે હળીમળી જશે અને ત્યાર પછી તે પોતે તમને આધુનિક કપડાં પહેરવા પ્રેરિત કરશે. ઘરના કામકાજ પૂરા કરીને ટીવી જેાવા પર સાસુમાને પણ કોઈ મુશ્કેલી નહીં રહે. તેથી ઉત્તમ એ રહેશે કે તમે સાસુમા સાથે શક્ય તેટલો વધારે સમય પસાર કરો, તેમની સાથે શોપિંગ કરવા જાઓ, ઘરની જવાબદારીઓ સમજેા અને નિભાવો, પછી જુઓ તમે બંને એકબીજાનો પર્યાય બની જશો.

હું ૨૬ વર્ષની છું અને મારો બોયફ્રેન્ડ મારાથી ૫ વર્ષ મોટો છે. શું આ કારણસર સેક્સ સંબંધમાં કોઈ સમસ્યા આવી શકે છે? હું તેની સાથે સેક્સ કરવા ઈચ્છુ છું, પરંતુ ક્યારેક લાગે છે કે મને બરાબર સાથ નથી આપી શકતો, કારણ કે એક વાર જ્યારે લાંબા સમય સુધી ફોરપ્લે કર્યા પછી તે પોતાનું પેનિસ ઈન્સર્ટ કરવાની કોશિશ કરી રહ્યો હતો. ત્યારે વારંવાર કોશિશ કરવા છતાં તે સફળ નહોતો થઈ રહ્યો. શું તેને કોઈ સમસ્યા હોઈ શકે છે? પ્લીઝ સલાહ આપો?

તમારા પાર્ટનરની ઉંમર એટલી પણ નથી કે તે સેક્સ કરવામાં સક્ષમ ન હોય. હકીકત તો એ છે કે તે પૌષ્ટિક આહાર લેશે અને નિયમિત કસરતની ટેવ પાડશે તો સેક્સનો આનંદ મોટી ઉંમર સુધી માણી શકશે. જેાકે આવું સામાન્ય રીતે સેક્સ્યુઅલ ઈંટર કોર્સની જાણકારીના અભાવે થાય છે. શક્ય છે કે ઉતાવળે અથવા કોઈ ભયના લીધે તે સેક્સ સંબંધ બાંધવામાં નિષ્ફળ રહ્યો હોય. સેક્સ શાંતિથી કરવાની પ્રક્રિયા છે, જેમાં બંનેનું મન શાંત અને ઉત્સાહિત હોવું જેાઈએ અને વાતાવરણ પણ એકાંતમય હોવું જરૂરી છે. ઉત્તમ એ જ રહેશે કે સેક્સ માણતા પહેલાં બંને લાંબો સમય ફોરપ્લેનો આનંદ લો. જ્યારે તમે સંપૂર્ણ રીતે સેક્સ માટે તૈયાર થઈ જાઓ ત્યારે તેને પોતાના પેનિસને ઈંસર્ટ કરવા માટે કહો. વિશ્વાસ રાખો આમ કરવાથી તમને બંનેને ચરમસુખની પ્રાપ્તિ થશે, પરંતુ ધ્યાન રાખો, તમારા સાથીને સેક્સ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરવાનું જરૂર કહો.

હું ૨૮ વર્ષની મહિલા છું. ગત વર્ષે મારા લગ્ન થયા હતા. લગ્ન પછી સાસરીમાં આવી તો ૨-૩ દિવસમાં સમજી ગઈ કે પતિ તો ‘મમ્માઝ બોય’ છે. તેઓ પોતાની માને પૂછીને બધા કામ કરે છે અને મારું કંઈ જ સાંભળતા નથી. ખાવાથી લઈને પડદાના રંગ સુધ્ધાની પસંદગી મારા સાસુ કરે છે અને મારી વાતને બિલકુલ પણ મહત્ત્વ નથી આપતા. આ વાતના લીધે હું ખૂબ તાણમાં રહું છું. સમજમાં નથી આવી રહ્યું કે હું શું કરું?

હજી તમારા નવાનવા લગ્ન થયા છે. તમારા પતિ સમજદાર છે, તેથી તેઓ ઈચ્છતા નહીં હોય કે અચાનક માની અવગણના કરીને તમારી વાતોને તેમની સામે વધારે મહત્ત્વ આપે. તેઓ તમને વધારે મહત્ત્વ આપશે તો ઘરમાં બિનજરૂરી તાણભર્યું વાતાવરણ બની જશે. તમારે પણ ધીરેધીરે ઘરમાં પોતાની જગ્યા બનાવવાનો પ્રેમથી પ્રયત્ન કરવો જેાઈએ. તેથી સારું તો એ જ રહેશે કે તમે તમારી સાસુને સાસુ નહીં, પરંતુ મા સમજેા. નવરાશના સમયમાં તેમની સાથે બેસો, ટીવી જુઓ, શોપિંગ કરવા જાઓ, તેમને ગમતો ડ્રેસ ખરીદી આપો. ઘરના કામકાજમાં તેમને મદદ કરો. જ્યારે તમારા સાસુને વિશ્વાસ થઈ જશે કે હવે તમે પણ સારી રીતે ગૃહસ્થી સંભાળી શકો છો, ત્યારે ધીરેધીરે તે તમને ઘરની પૂરી જવાબદારી સોંપી દેશે.

હું ૪૮ વર્ષની છું. સેક્સની ઈચ્છા થાય છે, પરંતુ યોનિમાં ભીનાશ ઓછી થાય છે. એવું નથી કે હું ચરમ પર નથી પહોંચતી. જણાવો કે હું શું કરું?

શક્ય છે કે આ સમસ્યા તમને મેનોપોઝના લીધે થતી હોય, કારણ કે મેનોપોઝ પછી શરીરમાં ફીમેલ હોર્મોન્સ એસ્ટ્રોજનની ઊણપ ઊભી થાય છે અને તેનાથી આ સમસ્યા થાય છે. શરીરમાં એસ્ટ્રોજનની માત્રા વધારવા માટે તમે આહાર સંબંધિત જરૂરિયાત પર ધ્યાન આપો. ખોરાકમાં સીઝનેબલ ફળો, લીલા શાકભાજી, દૂધ, પનીર વગેરેનું નિયમિત સેવન કરો અને નિયમિત ચાલવા જાઓ, થોડીક કસરત કરો. સેક્સ કરતી વખતે ક્રીમનો પ્રયોગ કરી શકો છો. તેનાથી ચીકાશ રહેશે અને સેક્સમાં તમને આનંદ પણ મળશે. સારું એ રહેશે કે સેક્સ પહેલાં થોડો વધારે સમય ફોરપ્લે કરો. તેનાથી પણ શુષ્કતાની સમસ્યાથી બચી શકાશે.

હું ૫૨ વર્ષની મહિલા છું. પતિના મૃત્યુના ૫ વર્ષ થયા છે. છેલ્લા થોડાક મહિનાથી એક ૨૭ વર્ષના કુંવારા છોકરા સાથે મારે શારીરિક સંબંધ છે. તે મારું ખૂબ ધ્યાન રાખે છે અને અમે એકબીજાની સંમતિથી સેક્સ પણ માણીએ છીએ. હું તેની સાથે આત્મીયતા અનુભવું છું. તે ન માત્ર સેક્સમાં પરંતુ મારા દુખ અને મુશ્કેલીમાં પૂરો સાથ આપે છે. તે ખૂબ ઉત્સાહી છે, પરંતુ સેક્સ સમયે તેને કોન્ડોમ લગાવવું પસંદ નથી. જેાકે હું પરિવાર નિયોજન કરાવી ચૂકી છું. શું સેક્સ કરવામાં કોઈ જેાખમ તો નથી ને? પ્લીઝ યોગ્ય સલાહ આપો?

તમારા સેક્સ પાર્ટનરનું સેક્સ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ ન કરવાને પરિવાર નિયોજન સાથે કોઈ સંબંધ નથી. સેક્સ સંબંધ દરમિયાન ગર્ભ રહેશે તેની શક્યતા પણ ન બરાબર છે, પરંતુ કોન્ડોમ ન માત્ર ગર્ભનિરોધમાં પરંતુ યૌનજન્ય ઈંફેક્શનથી પણ બચાવે છે. તેથી તમારા સેક્સ પાર્ટનરને કહો કે સેક્સ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરે. તેનાથી તમે બંને યૌન ઈંફેક્શનથી સલામત રહેશો અને કોઈ પણ જાતની તાણ વિના સેક્સનો ભરપૂર આનંદ માણી શકશો. •

વધુ વાંચવા કિલક કરો....