ફ્રેન્ડશિપ ક્યારે કઈ ઉંમરમાં કોની સાથે થઈ જય, તે વિશે કહી શકાતું નથી અને ત્યાર પછી તે પળથી જીવન એટલું સુંદર લાગે છે કે પોતાની આ મિત્ર માટે આપણે ચાંદતારા સુધ્ધાં તોડી લાવવાની વાતો કરીએ છીએ, કારણ કે વિપરીત લિંગ પ્રત્યે એટ્રેક્શન થતું હોય છે. એ વાત સાચી છે કે તમે આ સંબંધમાં એકબીજાને સમજે, એકબીજાની સાથે ઉત્તમ પળો પસાર કરો, એકબીજની ફીલિંગ્સની કદર કરો, એકબીજની સાથે દરેક વાત શેર કરો તેમજ એકબીજને મદદ કરો. પરંતુ જ્યારે તમારી પાર્ટનર આ સંબંધની આડમાં ધીરેધીરે તમારા પાસેથી મોંઘી ગિફ્ટ્સની ડિમાન્ડ કરવા લાગે તો આ સ્થિતિમાં તમારા માટે થોડું સાવચેત થવું જરૂરી થઈ જાય છે, જેથી આ મિત્રતા તમારા ખિસ્સા પર બોજારૂપ ન બને અને તમે તમારા પાર્ટનરની હકીકતને પણ જાણી શકો. તો આવો જાણીએ કે જ્યારે ગર્લફ્રેન્ડ ડિમાન્ડ કરે, ત્યારે તમારે શું કરવાનું છે અને કઈ વાતનું ધ્યાન રાખવાનું છે.

ફ્રેન્ડશિપ ડે પર રિંગની ડિમાન્ડ
ગિફ્ટ ભલે ને નાની હોય કે મોટી, તે જ સારી લાગતી હોય છે જે દિલથી આપવામાં આવી હોય, ન કે માંગીને લીધેલી હોય. તમે થોડા સમય પહેલાં તેને બ્રાન્ડેડ શોપિંગ કરાવ્યું હતું, પરંતુ હવે ફરીથી આગામી ફ્રેન્ડશિપ ડે માટે જેા તે રિંગની ડિમાન્ડ કરવા લાગે તો તમે તેને કહો કે રિંગ તો હું તને આ વખતે ત્યારે આપીશ જ્યારે તું પણ આ ખાસ દિવસ પર પોતાના હાથથી મને રિંગ પહેરાવશે અને તે પણ મારાથી પહેલાં. જેા તે માની જાય તો જ તેને રિંગ ગિફ્ટ કરો, કારણ કે આ સોદામાં તમને નુકસાન નથી, પરંતુ જેા તે તમને ગિફ્ટ આપવામાં સ્પષ્ટપણે ના પાડી દો તો તમારે પણ કોઈ પણ જાતની શરમ રાખ્યા વિના સ્પષ્ટ ઈન્કાર કરવો જેાઈએ, કારણ કે મિત્રતા માત્ર વન વે નહીં, પરંતુ ટૂ વે પર ચાલતી હોય છે.

આઈફોનની જિદ્દ
તમારા બંનેનો શોપિંગ પર જવાનો પ્લાન બનેલો હોય અને આ પ્લાન બનાવવાની પૂરી ક્રેડિટ તમારી ગર્લફ્રેન્ડને જતી હોય, કારણ તે તેણે જ તમારી પર શોપિંગ માટે દબાણ કર્યું હોય તો તમે અત્યારથી થોડા સાવચેત થઈ જાઓ, કારણ કે શોપિંગનો અર્થ છે તમારા પોકેટ પર બોજ પડવો. આ સ્થિતિમાં જે તે જબરદસ્તી તમારા પાસેથી આઈફોન લેવાની જિદ્દ કરવા લાગે એમ બોલીને કે તે પૈસા અને કાર્ડ લાવવાનું ભૂલી ગઈ છે, એટલે અત્યારે તમે તમારા કાર્ડથી પેમેન્ટ કરો, બાદમાં હું તમને ચૂકવી દઈશ, તો તમે પણ સ્માર્ટ બનીને સ્પષ્ટ ના પાડી દો કે હું આજે કાર્ડ નથી લાવ્યો, તેથી તને ફોન અપાવી શકું તેમ નથી, પરંતુ જેા તમે આ સમયે પેમેન્ટ કરી દેશો તો પછી સમજી લો કે તમારું ખિસ્સું કપાઈ ચૂક્યું છે. ભલે ને તે તમારા ઈન્કાર પર નારાજ થઈ જાય. યાદ રાખો પૈસાના જેારે કોઈ પણ સંબંધ લાંબો સમય નથી ચાલતો.

દરેક જરૂરિયાત માટે તમારી પર નિર્ભરતા
જે ફ્રેન્ડશિપ થયા પછી તે તમારી દરેક જરૂરિયાત માટે તમારી પર નિર્ભર રહેતી હોય, તો સમજી લો કે તેણે તમારી સાથે સંબંધ માત્ર પૈસા માટે રાખ્યો છે. ક્યારેક ફોન રિચાર્જ, તો ક્યારેક કેબનું બિલ તો ક્યારેક મોંઘી રેસ્ટોરન્ટમાં જવાનો શોખ, ત્યાં સુધી કે પ્રેમનો સહારો લઈને દર મહિને તમારી પાસેથી મોટી રકમ વસૂલ કરવી. જે આ તમારી ગર્લફ્રેન્ડની ટેવ પડી ગઈ હોય, તો સૌપ્રથમ તેને સમજવવાની કોશિશ કરો, પરંતુ જે તેની સમજમાં ન આવે તો તેની સાથે બ્રેકઅપમાં જ સમજદારી છે, કારણ કે જેા બ્રેકઅપ નહીં કરો તો તમે માત્ર લૂંટાતા જ રહેશો, કારણ કે તમારા આ સંબંધમાં પ્રેમ તો નથી જ.

ધ્યાન રાખો
શો ઓફથી દૂર રહો : છોકરાઓની ટેવ હોય છે કે તે પોતાની ગર્લફ્રેન્ડ પર રોફ જમાવવા માટે તેની પર ક્યારેક પૈસાનો રોફ જમાવતા હોય છે તો ક્યારેક તેમને મોંઘીમોંઘી રેસ્ટોરન્ટમાં લઈ જાય છે, જેને જેાઈને તેઓ બોયફ્રેન્ડને ખૂબ શ્રીમંત સમજીને તેમને લૂંટવા લાગે છે, જે બાદમાં તેમના માટે પરેશાનીનું કારણ બની જય છે, કારણ કે ગર્લફ્રેન્ડની રોજરોજની ડિમાન્ડ્સ પૂરી કરવી કોઈના વશમાં નથી હોતું. તેથી શરૂઆતથી સંબંધમાં શો ઓફ કરવાથી દૂર રહો, જેથી આગળ જતા આ સંબંધ બોજ ન બને.

તેને પણ તક આપો : તમે આ વાત જેાવા માટે અજમાવવા ઈચ્છતા હોય કે તમારો પ્રેમ સાચો છે કે પછી માત્ર પૈસાનો ખેલ છે તો તમે તમારી ગર્લફ્રેન્ડને પણ ખર્ચ કરવાની તક આપો. દરેક વાતમાં તમે જ આગળ વધીને તેને પૈસા ચૂકવતા ન રોકો, કારણ કે આમ કરવાથી તેની અસલિયત સામે નહીં આવે. જેા તમે રેસ્ટોરન્ટમાં ગયા હોય અને લંચ અથવા ડિનર પછી જ્યારે બિલ ચૂકવવાની વાત આવે તો તમે એમ કહીને પણ ગર્લફ્રેન્ડ પાસેથી પૈસા કઢાવી શકો છો કે અરે યાર સોરી, હું આજે ઉતાવળમાં પર્સ લાવવાનું ભૂલી ગયો છું. આ સમયે જેા તે ખુશીખુશી એમ કહીને પૈસા ચૂકવી દે કે કોઈ વાત નહીં ડિયર ક્યારેક તું ચૂકવે તો ક્યારેક હું, તો સમજી જાઓ કે તમારો સંબંધ થોડો સાચો છે અને જેા આ સમયે તે થોડા દુખ સાથે મજબૂરીમાં બિલ ચૂકવ્યા પછી તમારી સાથે ઉત્સાહ વિના બોલે તો સમજી જાઓ કે તે માત્ર તમારા પૈસા પર જલસા કરવા ઈચ્છે છે.

તમારી કમાણી માત્ર તમારી જ છે : બની શકે કે તમારા ઘરપરિવાર સારા હોય અને તમે કોઈ સારી જેાબ કરતા હોય, પરંતુ તેનો એ અર્થ બિલકુલ નથી કે તમે તમારી કમાણીને સમજ્યાવિચાર્યા વિના ગર્લફ્રેન્ડ પર ફાલતુમાં સમય બરબાદ ન કરો. તેથી તમારે ક્યારે, ક્યાં અને કેટલો ખર્ચ કરવો છે, તે વાતનો નિર્ણય તમારે લેવો પડશે અને જ્યારે પણ તમારી ગર્લફ્રેન્ડ કહે કે યાર તું તો કમાય છે, તેમ છતાં આટલી કંજૂસાઈ કેમ કરે છે, તો તમે તેને કહો કે આ મારી મહેનતની કમાણી છે અને જ્યારે જરૂર પડે છે ત્યારે તો હું ખર્ચ કરું છું. જેા હું મારી કમાણીને આજે જ ઉડાવી દઈશ તો ભવિષ્ય માટે શું બચાવીશ. આ વાત સાંભળીને તેની સમજમાં આવી જશે કે તમારી પાસે પૈસાનો ખર્ચ કરાવવો સરળ નથી.

સમજે જરૂરિયાતને : જરૂરી નથી કે દરેક ગર્લફ્રેન્ડ લૂંટનાર હોય અને દરેક સમયે ડિમાન્ડ તમને લૂંટવાના હેતુસર કરવામાં આવે. આ સ્થિતિમાં ઘણી વાર તમારે તેની પાસેથી જરૂરિયાતના કારણ પણ જાણવા પડી શકે છે. તમને લાગતું હોય કે તેની માગણી વાજબી છે અને તમે તેને એફોર્ડ કરી શકો તેમ છો તો હેલ્પ જરૂર કરો, કારણ કે જેા તમે તેની જરૂરિયાતના સમયે પણ જાણીજેાઈને મદદથી મોં ફેરવી લેશો તો તમારું આ વર્તન એક મજબૂત સંબંધ માટે સારું નહીં રહે.
– પારૂલ.

વધુ વાંચવા કિલક કરો....