સમયસર લગ્ન ન થવા, જીવનરૂપી યાત્રામાં સાથી દ્વારા અધવચ્ચે સાથ છોડી દેવો અથવા તો પતિપત્નીમાં એકબીજા સાથે તાલમેલ ન બેસી શકવાથી જ્યારે ડિવોર્સ થાય છે ત્યારે આ સ્થિતિમાં એક મહિલા એકલી જિંદગી જીવવા લાગે છે. લગભગ ૧ દાયકા પહેલાં સુધી એકાકી જીવન વિતાવનાર મહિલાને સમાજ માનની નજરથી જેાતો નહોતો અને સામાન્ય રીતે તે પણ પિતા, ભાઈ અથવા સાસરીના લોકો પર નિર્ભર રહેતી હતી, પરંતુ આજે પરિસ્થિતિ તેનાથી વિપરીત છે. આજે એકલી રહેતી મહિલા આત્મનિર્ભર, સ્વતંત્ર અને જીવનમાં આવનાર દરેક પરિસ્થિતિનો પોતાની તાકાત પર સામનો કરવામાં સક્ષમ બની ગઈ છે. ‘‘એ વાત પણ સાચી છે કે દરેક સંબંધની જેમ પતિપત્નીના સંબંધનું પણ જીવનમાં પોતાનું એક અલગ મહત્ત્વ છે, પરંતુ જે આ સંબંધ તમારી પાસે ન હોય તો તેના માટે પૂરી જિંદગી પરેશાન અને તાણગ્રસ્ત રહેવું પણ યોગ્ય નથી? આ એકલતા માત્ર મનનો વહેમ છે, બીજું કંઈ નથી. એક માનવી અને મહિલા હોવાનું ગૌરવ જે માત્ર એક વાર મળે છે તેને હું મારી મરજી મુજબ જીવવા માટે આઝાદ છું.’’ આ શબ્દો છે એક કંપનીમાં મેનેજર તરીકે કાર્યરત ૪૧ વર્ષની કુંવારી મહિલા નેહા ગોયલના. તેઓ આગળ જણાવે છે,?‘‘હું આત્મનિર્ભર છું. પોતાની ઈચ્છા મુજબ ખાઉં છું, પહેરું છું એટલે કે જિંદગી જીવું છું. ઘરની સ્થિતિ એવી હતી કે મારા લગ્ન થઈ ન શક્યા, પરંતુ મને ક્યારેય જીવનસાથીની ગેરહાજરી અનુભવાઈ નથી, પરંતુ મને તો લાગે છે કે જે મારા લગ્ન થયા હોત તો કદાચ હું આટલી આઝાદ અને બિનધાસ્ત ન હોત. લગ્ન થયા હોત તો મારી પ્રગતિમાં મારી જવાબદારી વચ્ચે આવી ગઈ હોત. હું અત્યાર સુધીમાં ૮ પ્રમોશન લઈ ચૂકી છું. તે રવાર હોત તો લઈ શક્યા ન હોત.’’ કેન્દ્રીય વિદ્યાલયમાંથી પ્રિન્સિપાલના પદ પરથી રિટાયર થયેલા નીતા શ્રીવાસ્તવના પોતાના પતિ સાથે કસમયે ડિવોર્સ થયા હતા. જ્યારે તેઓ ૪૫ વર્ષના હતા અને તેમનો દીકરો ૧૫ વર્ષનો હતો. તેઓ જણાવે છે, ‘‘એકલતા કેવી? હું તો આત્મનિર્ભર હતી અને સારું કમાઈ રહી હતી. દીકરાને સારી રીતે ઉછેરીને ડોક્ટર બનાવ્યો છે. સારું ખાધું, પહેર્યું અને ખૂબ ફરી, પૂરી જિંદગી પોતાની મરજી મુજબ જીવી છું. ક્યારેય મનમાં વિચાર આવ્યો નથી કે હું એકલી છું. જે મારી પાસે નથી કે છોડીને ગયું છે તેના માટે મારી પાસે જે છે, તેની કદર ન કરવી તે સમજદારીભરી વાત તો નથી ને?’’ રીમા તોમરના પતિ તેમને છોડીને ગયા ત્યારે તેમનો દીકરો ૧૦ વર્ષનો અને દીકરી ૮ વર્ષની હતી. તે સમયે તેમની ઉંમર ૪૮ વર્ષની હતી. તેમના પતિ ડીએસપી હતા. અચાનક એક દિવસ તેમને એટેક આવ્યો અને તેમનું મરણ થયું. પોતાના તે દિવસને યાદ કરતા તેઓ જણાવે છે, ‘‘ખરેખર, મારા માટે તે દિવસો ખૂબ મશ્કેલ હતા. પોતાને સ્વસ્થ કરવામાં થોડો સમય તો થયો, પરંતુ ત્યાર પછી મેં જિંદગી પોતાની રીતે જીવી. આજે મારો દીકરો એક સ્કૂલ સ્કૂલનો માલિક છે અને કરી અમેરિકામાં છે. જેાકે પોતાની સાથે વિતાવેલી પળ યાદ તો આવે છે, પરંતુ ક્યારેય મને કોઈ પુરુષની ઊણપ અનુભવાઈ નથી. હું મારા જીવનમાં ખૂબ ખુશ હતી અને આજે પણ છું.’’ મનોવૈજ્ઞાનિક કાઉન્સેલર નિધિ તિવારી જણાવે છે, ‘‘એકલતા મનના વહેમ સિવાય બીજું કંઈ નથી. ખૂબ સારી મહિલાઓ જીવનસાથી અને સુખી પરિવાર હોવા છતાં પણ પોતે તો એકલતા અનુભવતી હોય છે. વંશને વધારવા અને શારીરિક જરૂરિયાત માટે એક પતિની આવશ્યકતા તો હોય છે, પરંતુ જે મન અને વિચાર મળતા ન હોય તો ને એકલી ગણી શકાય ને? તેથી એકલતા જેવી ભાવના મનમાં ક્યારેય આવવા દેવી ન જેાઈએ.’’ એકાકી મહિલા વધારે સફળ : થોડા સમય પહેલાં એક દૈનિક પેપરમાં એક સર્વે પ્રકાશિત થયો હતો, જે અપરિણીત, ડિવોર્સી અને વિધવા મહિલા પર કરવામાં આવ્યો હતો, આ સર્વે મુજબ :

  • એકલી રહેતી ૯૩ ટકા મહિલાઓનું માનવું હોય છે કે તેમની એકલતા ગૃહસ્થ મહિલાઓની સરખામણીમાં જીવનના બધા ક્ષેત્રમાં સફળ રહેવામાં વધારે સહાયક સાબિત થઈને છે. એકલતાના લીધે તેમને આઝાદીથી જીવન જીવવાનો અધિકાર મળ્યો છે.
  • ૬૫ ટકા મહિલાઓ જીવનમાં પતિની આવશ્યકતાને બિનજરૂરી માને છે અને તેઓ લગ્ન માટે બિલકુલ પણ ઈચ્છુક નથી.
  • જરૂરિયાત જણાતા લગ્ન કરવાના બદલે તેમણે કોઈ અનાથ બાળકને દત્તક લેવું વધારે સારું સમજ્યું હતું. શ્ર તેમને ક્યારેય ખાલીપણું ખૂંચતું નથી. તે પોતાની રુચિ અનુસાર સામાજિક તથા સાંસ્કૃતિક મનોરંજનના સાધનોનો લાભ ઉઠાવે છે. ચિંતામુક્ત બનીને ભરપૂર ઊંઘે છે. આ સર્વેક્ષણ અનુસાર જીવન જીવતા પુરુષની સંખ્યા મહિલાઓની સંખ્યાની સરખામણીમાં ખૂબ ઓછી જેાવા મળી હતી.

વધી રહ્યો છે સિંગલ વુમન ટ્રેન્ડ : છેલ્લા દાયકા સાથે જે સરખામણી કરવામાં આવે તો એકાકી જીવન જીવતી મહિલાઓની સંખ્યામાં ૩૯ ટકાનો વધારો નોંધાયો છે. વિદેશમાં એકાકી જીવન જીવનાર મહિલાઓની હાજરી તો સમાજમાં ખૂબ પહેલાંથી રહી છે. જેાકે વિદેશમાં આવી મહિલાએ ઉપેક્ષા અને ઉત્પીડનનો શિકાર પણ નથી થતી, પરંતુ હવે તો છેલ્લા ૧ દાયકામાં ભારતીય સમાજમાં પણ મહિલાઓની સ્થિતિમાં ઝડપથી સુધાર થયો છે. તાજેતરમાં આવેલા પુસ્તક ‘ઓલ ધ સિંગલ લેડીઝ અનમેરિડ વુમન એન્ડ રોઈઝ ઓ એન ઈન્ડિપેંડન્ટ નેશન’ ની લેખિકા રિબેકા ટેસ્ટરના જાણાવ્યા મુજબ વર્ષ ૨૦૦૯ ની સરાસરીમાં આ દાયકામાં સિંગલ મહિલાઓની વધી રહેલી સંખ્યા સમાજમાં તેમના મહત્ત્વની નોંધ અચૂક કરાવી જાય છે. એ વાત પણ સાચી છે કે પ્રત્યેક સંબંધની પોતાની એક ગરિમા અને મહત્ત્વ હોય છે. એકાકીપણું માત્ર મનનો વહેમ તો છે, પરંતુ તેના માટે સૌથી મોટી જરૂરી શરત એ છે કે મહિલાની આત્મનિર્ભર ન હોય તો તેને પોતાની જરૂરિયાતની પૂર્તિ માટે બીજા પર આધાર રાખવો પડે છે. જેાકે પરાધીનતા તો હંમેશાં પીડાદાયક હોય છે. આત્મનિર્ભર હોવાની સ્થિતિમાં તેના પર કોઈનો દબાવ નથી રહેતો અને પોતાના તરફ આંગળી ચીંધનારને બરાબર જવાબ આપવામાં તે સક્ષમ હોય છે. નીતા શ્રીવાસ્તવનું કહેવું છે, ‘‘એકાકી રહેનાર મહિલાઓએ પોતાની આત્મશક્તિને મજબૂત રાખવી જેાઈએ. જેા જિંદગીને તમે પસંદ કરી છે તેમાં ખુશ રહેવું જેાઈએ. ક્યારેય કોઈને તેમના પતિ સાથે જેાઈને પોતાના મનને નબળું પાડે તેવા વિચાર આવવા ન જેાઈએ.’’ જ્યારે પણ આવો કોઈ પ્રસંગ જીવનમાં આવે ત્યારે તેને માત્ર પોતાના મનનો વહેમ માની લો અને હકીકતનો સ્વીકાર કરીને જીવનને આગળ વધારો. જીવન તો ઝિંદાદિલીનું નામ છે. ન કે કોઈના સહારાના આધારિત હોવું. સ્વયંને અંદરથી મજબૂત બનાવીને પોતાની શક્તિને સામાજિક તથા રચનાત્મક કાર્યમાં વાપરવી જેાઈએ. સાથે કેટલાક એવા સંસાધનને પણ શોધવા જેાઈએ, જેમાં તમે વ્યસ્ત રહી શકો છો.

– પ્રતિભા અગ્નિહોત્રી.

વધુ વાંચવા કિલક કરો....