આ વાત તો સૌ કોઈ જાણે છે. માતાપિતા, સગાંસંબંધી, સમાજ, જાતિ, ધર્મ આ બધાની દીવાલને તોડીને એકબીજામાં ઓતપ્રોત થઈ જવું સરળ તો નથી હોતું, પરંતુ આ બધી સીમાઓને પાર કરીને જેઓ એક થઈ જાય છે તેઓ પોતાનો મુકામ પ્રાપ્ત કરી શકે છે. પછી તેઓ અનુભવવા લાગે છે કે પોતે તે બધું પ્રાપ્ત કરી લીધું છે, જે ઈચ્છ્યું હતું. પરંતુ જેમજેમ ગૃહસ્થીની જવાબદારી તેમના ખભા પર આવવા લાગે છે, ત્યારે તેમને પોતાના લગ્ન એક બંધન જેવા લાગે છે તેમને લાગે છે કે આના કરતા તો લગ્ન ના કર્યા હોત તો સારું હતું. બિનજરૂરી લગ્નની ઝંઝટમાં ફસાઈ ગયા. રિસામણાંમનામણાં, એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવો આ ફાલતુની વાત લાગવા લાગે છે. લગ્નના ૨-૩ વર્ષ પછી તેમનું લગ્નજીવન ઠંડું પડવા લાગે છે અને ત્યાર પછી પ્રેમીપ્રેમિકા ન રહેતા સામાન્ય પતિપત્ની બની જાય છે અને નાનીનાની વાત પર ઝઘડવા લાગે છે, જેમ કે આ ઝઘડા પણ પ્રેમનું એક સ્વરૂપ હોય છે અને થોડી ઘણી બોલચાલ તો દરેક સંબંધમાં થતી હોય છે, પરંતુ વાત જ્યારે વધારે વણસી જાય, ત્યારે ડિવોર્સ સુધી પહોંચી જાય છે અને ત્યાર પછી બધું સમાપ્ત થઈ જાય છે. પ્રિયા અને સમીર સાથે પણ આવું થયું હતું. પરિવાર અને સમાજ સામે બળવો પોકારીને બંને એક થયા હતા. જિંદગીમાં નવા રંગ પણ ભર્યા, પરંતુ ધીરેધીરે તેમના પરથી પ્રેમના રંગ ઊતરવા લાગ્યા. પોતાના સંબંધથી કંટાળવા લાગ્યા. પછી તો પ્રેમબેમ બધું બકવાસ લાગવા લાગ્યું. તેમને લાગતું હતું કે પ્રેમ સુધી તો બધું બરાબર હતું, પરંતુ લગ્નના બંધનમાં બંધાઈને તેમણે મોટી ભૂલ કરી દીધી છે.

સંબંધમાં રોમાન્સ જાગૃત કરો : લગ્ન પહેલાં તો ૨ પ્રેમી એકબીજા પર પોતાના પ્રાણ ન્યોછાવર કરતા હોય છે, તેમને એકબીજાની વાતો ગમતી હોય છે, પરંતુ લગ્ન પછી આ વાત તેમને બોર કરવા લાગે છે, પરંતુ આ સ્થિતિ તો દરેક પતિપત્નીના સંબંધમાં હોય છે. તેનો અર્થ એ નથી કે તમે લડીઝઘડીનેે એકબીજાથી અલગ થઈ જાઓ અને સમય જતા પસ્તાવો થાય, પરંતુ અહીં જણાવેલ કેટલીક વાત પર અમલ કરીને સંબંધને પહેલાં જેવો રોમેન્ટિક બનાવી શકો છો.

  • દાંપત્યજીવનમાં નવી ઊર્જાનો સંચાર કરવો કોઈ મુશ્કેલ કામ નથી. માત્ર જરૂર છે થોડા બદલાવ અને સમજદારીની. આમ કરવાથી ન માત્ર તમારા પાર્ટનરને ખુશી મળશે, પણ તમારા સંબંધમાં નવીનતા દેખાવા લાગશે. તમારો જીવનરૂપી બાગ ફરી મહેકવા લાગશે. સંબંધ તો નિભાવવા માટે સ્થાપિત કરવામાં આવે છે. નાનીનાની વાતને મન પર લઈને તોડવા માટે નહીં. પતિપત્ની બંનેએ આ વાતસમજવી ખૂબ જરૂરી છે.
  • લગ્ન પછી દરેક પતિપત્નીની જવાબદારી વધે છે. આ વાત પણ એટલી સાચી, જેટલો તમારો પ્રેમ, પણ હા, માની લીધું કે કામની વ્યસ્તતાના લીધે બંને એકબીજાને પર્યાપ્ત સમય ન આપી શકતા હોય અને તેના લીધે લાગતું હોય કે પાર્ટનર હવે પહેલાં જેેવો નથી રહ્યો, પરંતુ આ વાત ખોટી છે. તમે પણ એ જાણો છો, પરંતુ હા, ગમે તેટલું બિઝી શિડ્યુઅલ કેમ ન હોય, તમારા સાથી માટે અચૂક સમય ફાળવો. દરરોજ નહીં, પણ અઠવાડિયામાં ૧ વાર બંને ડેટ પર અચૂક જાઓ. સ્પર્શ કરવો, ચૂમવું, પકડવું, ઈશારામાં વાતો કરવી, શારીરિક સ્પર્શ આ બધું તમારા સંબંધને વધારે મજબૂત બનાવશે અને દિવસેદિવસે તમારો પ્રેમ વધારે નિખરશે.
  • પહેલાં તમે બંને પ્રેમીપ્રેમિકા હતા, પરંતુ હવે પતિપત્ની બની ચૂક્યા છો, ત્યારે જીવનમાં થોડો ઘણો બદલાવ આવવો સ્વાભાવિક છે, આ વાત ભૂલશો નહીં. નાનીનાની વાતમાં રિસાવુંમનાવવું તો બરાબર છે, પણ વાતને મોટું સ્વરૂપ આપવું યોગ્ય નથી. આમ કરવાથી સંબંધમાં કડવાશ વધશે અને સંબંધ બોજરૂપ બનશે. લગ્ન પહેલાં, પરિવારની ચિંતા કર્યા વગર ૨ પ્રેમી એક થઈ જાય છે. તે લગ્ન પછી એ જ પરિવારને લઈને, તો ક્યારેક પોતાના ઈગોના લીધે બંને વચ્ચે મતભેદ પેદા થાય છે. આ બધી નકારાત્મકથી દૂર રહો, કારણ કે તમારી વચ્ચેનો સંબંધ અણમોલ છે તે સમજી લો.
  • સવારની શરૂઆત તમારા પાર્ટનરને એક ચુંબન આપીને કરો. પછી જુઓ કેવી રીતે તમારો પૂરો દિવસ તાજગીથી ભરેલો રહે છે અને આ તાજગી ત્યાં સુધી જળવાઈ રહેશે, જ્યાં સુધી તમે બંને ફરીથી એકબીજાને ન મળો. એક ચુંબનમાં માત્ર ૬ સેકન્ડ લાગે છે, પરંતુ તે તમારા સંબંધને ઉત્સાહથી ભરશે.
  • પતિપત્નીનો પોતાનો એક અલગ રૂમ હોવો જેાઈએ. પાર્ટનરને ખુશ કરવા માટે બેડરૂમ સજાવો. ફૂલોની ડિઝાઈનવાળી ચાદર પાથરો. સુગંધીદાર નાનીનાની કેન્ડલ્સ સળગાવો. જેથી રૂમ મહેકી ઊઠે અને તમારા પાર્ટનર તમારા આલિંગનમાં આવવા ઉતાવળા બને.
  • તમારા પાર્ટનરને આલિંગનમાં લઈને ભૂતકાળના દિવસની યાદો તાજી કરો. યાદ કરો કે જ્યારે એક દિવસ પણ એકબીજાને નહોતા મળી શકતા ત્યારે મળવા કેવા બેચેન થતા. ઘરમાં બધાના ઊંઘી ગયા પછી ધીરા અવાજે ફોન પર વાતો કરવી, કલાકો સુધી એકબીજા સાથે ચેટિંગ કરવું, ડેટ પર જવું, એકબીજા માટે તડપવું, આ વાતો યાદ કરો. પછી જુઓ આજે પણ આ બધી વાત તમારા મનને કેવું પ્રફુલ્લિત બનાવે છે. શ્ર પથારીમાં જતાં પહેલાં તમારા પાર્ટનરનો મૂડ જાણી લો, પછી ચુંબન અને સ્પર્શથી પંપાળતા એકબીજા સાથે આંખ મિલાવો. તેનાથી તમારો પ્રેમ ગાઢ બનશે.
  • ચરમસુખ પ્રાપ્ત કરી લીધા પછી ઘણી વાર પતિપત્ની પડખું ફેરવીને ઊંઘી જતા હોય છે, પરંતુ એવું ન કરો. ચરમસુખ પ્રાપ્ત કરી લીધા પછી પણ પાર્ટનરથી અલગ થઈને ન ઊંઘો, પણ આલિંગનમાં લઈને ચુંબન કરો, પ્રેમભરી વાતો કરો અને બીજા દિવસે શું અને કેવી રીતે કામ કરવાનું છે તેનું પ્લાનિંગ કરો.
  • શક્ય તેટલો સમય એકબીજાસાથે વિતાવો. સવારે સાથે ફરવા જાઓ અને સવારની ચા પણ સાથે પીવો. સાથે મૂવી જેાવા જાઓ જેવું પહેલાં જતા હતા. એકબીજાના હાથમાં હાથ નાખીને ડિનર કરતી વખતે આંખમાં આંખ પરોવીને વાતો કરો, પહેલાંની જેમ. ભૂતકાળમાં સાથે વિતાવેલી પળો યાદ કરીને આનંદ માણો. પછી જુઓ આજે પણ તમારા પાર્ટનરના ગાલ પર કેવી લાલચ આવી જાય છે.
  • પતિપત્ની વચ્ચેના સંબંધમાં સેક્સ સૌથી વધારે મહત્ત્વપૂર્ણ હોય છે. સેક્સ સંબંધને તો મજબૂત બનાવે જ છે, સાથે જિંદગીને પણ ખુશીથી ભરી દે છે. તેથી સેક્સને નજરઅંદાજ ક્યારેય ન કરો. જ્યારે પણ તક મળે પ્રેમને એન્જેાય કરો.

સેક્સ સ્પેશિયાલિસ્ટના જણાવ્યા મુજબ પતિપત્ની વચ્ચે બેડનું પોતાનું એક ખાસ મહત્ત્વ હોય છે, પરંતુ જ્યારે તે અલગ થઈ જાય છે ત્યારે સંબંધનું મહત્ત્વ બદલાઈ જાય છે, તેથી એ વાતનું અચૂક ધ્યાન રાખો કે ગમે તેટલું સંબંધમાં મનદુખ કેમ ન થયું હોય, પરંતુ બંનેના બેડ ક્યારેય અલગ ન થવા જેઈએ.

સુખી જીવન માટે આ પણ જરૂરી : અભ્યાસ જણાવે છેે કે સંબંધમાં જેટલી ઓછી અપેક્ષાઓ હશે તેટલી ઓછી નિરાશા મળશે અને લગ્નની સફળતાની શક્યતા પણ એટલી વધશે. ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં થયેલા એક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે વધારે અપેક્ષાઓ સંબંધને નુકસાન પહોંચાડે છે. અભ્યાસના તારણમાં કહેવામાં આવ્યું છે કે પ્રત્યેક નવપરિણીત યુગલના મગજમાં શરૂથી એક વાત સ્પજ હોવી જેાઈએ કે લગ્ન સંબંધથી શું જેાઈએ છે? તેમને તાકાત અને નબળાઈની ઓળખ હોવી જેાઈએ, જે આ થશે તો તે લગ્નજીવનને આગળ વધારી શકશે.

– મિની સિંહ.

વધુ વાંચવા કિલક કરો....