લગ્ન કરવા જઈ રહેલી અથવા જસ્ટ મેરિડ છોકરીઓ માટે ખાસ અને બધી જ પત્નીઓ માટે સામાન્ય દજિએ ‘મનની વાત’ એ માટે કરવી પડે કારણ કે પહેલાં જે તૂતૂ મૈંમૈં, મારપીટ અને માથાકૂટ એક દોઢ વર્ષ પછી થતા હતા, તે હવે ૪-૫ મહિનામાં જ થવા લાગ્યા છે. આજે તો એડવાન્સ જમાનો છે ભાઈ બધું ફાસ્ટ થઈ ગયું. પતિઓ સાથે ખૂબ પ્રોબ્લેમ રહે છે અમને. તેમની વાતો તો થતી રહે છે. તો પછી એકવાર પોતાની વાત પણ કરી લઈએ તો કેવું રહે?

  • લગ્ન થયા છે, સારું છે, હંમેશાં બધાના થતા જ હોય છે. તો પછી સ્વયંને પૃથ્વી માનીને અને પતિને સૂર્ય માનીને તેમની પ્રદક્ષિણા ન કરવા લાગો. ન તો એ શંકા અથવા વહેમ રાખો કે તેના સૂર્યમંડળમાં બીજા ગ્રહ ચંદ્ર ટાઈપનો બીજેા કોઈ ઉપગ્રહ હશે જ હશે. દિવસરાત તેની આસપાસ ફરતા રહેવું, પોતાની લાઈફ તેની આસપાસ એટલી બધી ફોકસ કરી લેવી કે તેને પણ ગૂંગળામણ થવા લાગે, આમ ન કરો, ગિવ હિમ અ બ્રેક (અહીં સ્પેસ વાંચવું) પરંતુ પોતાના માટે પણ હંમેશાં એક ખૂણો રિઝર્વ રાખવો.
  • પોતાના સ્વજનો એટલે કે દોસ્ત, સખી સાહેલીઓને છોડીને આવવાનું દુ:ખ શું હોય છે તે વિશે તમારા કરતા વધારે સારી રીતે કોણ જાણી શકે છે. તો પછી તેને પણ તુરંત તેના જૂના મિત્રો અને ફેમિલી મેમ્બર્સ સાથે સંબંધ ન રાખવાનું ન કહો. બદલો શા માટે લેવો છે આખરે પોતાના ઘરને છોડવાનો? ‘તમે તો મને સમય જ ફાળવતા નથી’ નો અર્થ ‘તમે બસ મને સમય આપો’ નથી થતો તે વાત સમજે નહીં તો હંમેશાં બિચારા અને ઉપેક્ષાભાવમાં જ જીવશો.
  • જે કામ હાઉસહેલ્પ / ઘરના બીજા સભ્યો કરી રહ્યા હોય તેને જબરદસ્તી પોતાના હાથમાં લઈ લેવા એમ વિચારીને કે પોતે તેમના કરતા પરફેક્ટ કરીને બતાવશો, આ માનસિક્તા ક્યારેય સમજદારી ભરી નથી. જે સાસુનું દિલ જીતવા ટાઈપ કોઈ મસાલો ન હોય તો તેનાથી દૂર રહો, કારણ કે પુરુષ સામાન્યપણે આવી બાબતોમાં ધૂની હોય છે અને જ્યારે તમે આશા રાખી હોય તેવા વખાણ સાંભળવા ન પણ મળે, ત્યારે ડિપ્રેશન થશે. કારણવિના થાક અને વર્કલોડ અલગથી વધશે. તો પછી જેટલાથી કામ ચાલી રહ્યું હોય તેટલાથી જ ચલાવો.
  • લિસ્ટ એક્સપેક્ટેશનને અનુસરો. જેટલી ઓછી અપેક્ષાઓ તેટલું વધારે સુખી જીવન. જે એક્સપેક્ટેશન અથવા બિયોન્ડ એક્સપેક્ટેશન થોડું મળી ગયું તો તેને બોનસ ગણો.
  • ને પોતાની ખુશ રહેવાની પૂરી જવાબદારી પતિ પરમેશ્વરને સોંપી દો કે ન તો પોતાના દુ:ખી થવા માટેનું પરિબળ તેના માથે થોપો. પોતાની ખુશીઓને સ્વયં શોધો. પોતાના શોખનું બલિદાન ન આપો કે ન તો પોતાની પ્રતિભાને દબાવીને રાખો. વ્યસ્ત રહેશો, ખુશ રહેશો તો તમારા એ પણ ખુશ રહેશે. યાદ રાખો તમે તેમની સાથે ખુશ છો, જે મેટર કરશે તેમને. તેમના જ કારણે તમે ખુશ નથી. હું કેવી દેખાઈ રહી છું, ક્યાંક તેમનો રસ તો મારામાં ઓછો નથી થઈ રહ્યો ને, આ બધી એવી બાબતો છે, જેને લઈને ઘણીબધી મહિલાઓ મરીને ખપી જઈને જ બહાર આવી શકે છે, જ્યારે પતિ પાસે તો ઓફિસ અને ઘરના બીજા ઘણા બધાં દુ:ખ?અને મુશ્કેલી હોય છે.
  • શંકાનો ઈલાજ તો હકીમ લુકમાની પાસે પણ ન હતો. આશા રાખીએ કે કોઈ એવી સર્જરી શોધાય, જેના દ્વારા બ્રેનના એ ભાગને કાપીને ફેંકી શકાય જે શંકા પેદા કરે છે, અને તે જલદી ફેશનમાં પણ આવી જાય. આ શોધ થાય ત્યાં સુધી ઓવર પઝેસિવ અને ઈનસિક્યોરથી દૂર રહો. પતિ કોઈ ટોમ ક્રૂઝ તો નથી કે બધી મહિલાઓ તેમની પાછળ પાગલ બનીને ફરે. પછી ફેમિલીનું પણ ભરણપોષણ કરવાનું છે. ઓલરેડી તે ટોમ હોય, તો પણ બિચારાની શક્યતાના કીડા તો ઓલમોસ્ટ મરી ચૂક્યા જ સમજે.
  • લડાઈઝઘડા, ચિડાવું એ બધું તો મેરિડ લાઈફના કોમન અને એસેંશિયલ પાર્ટ છે. ત્યારપછી ફરીથી સમાધાન થઈ જવું પણ એટલું જ કોમન અને એસેંશિયલ છે. માત્ર કરવાનું એ છે કે જ્યારે બીજુ યુદ્ધ શરૂ થાય ત્યારે પાછલા સમયના બુઠ્ઠી ધારવાળા હથિયારોનો ઉપયોગ કરવાનો નથી. ગત વખતે પણ તમે એવું જ કર્યું હતું / કહ્યું હતું, અને તમે હંમેશાં એમ જ કરતા હશો, જે સંબંધમાં કડવાશ લાવવામાં ટોપ પર રહે છે. તેથી ભૂતકાળને યાદ ન કરો.
  • આપણે પરેશાન હોઈએ છીએ ત્યારે એકબીજા સાથે શેર કરીને હળવા થઈ જતા હોઈએ છીએ, જ્યારે પુરુષોને વધારે સવાલજવાબ પસંદ નથી હોતા. ક્યારેક તેઓ પરેશાન દેખાય અને તમારા પૂછવા પર કંઈ જ જણાવવા ઈચ્છતા ન હોય તો ઓવર કેરિંગ મમ્મા બનવાનો પ્રયત્ન તો બિલકુલ ન કરો. જણાવો મને, શું થયું છે, શા માટે આટલા પરેશાન છો, શું વાત છે, હું તમને કોઈ મદદ કરું, આ બધા શબ્દો પ્રેમ નહીં પરંતુ ચીડ વધારે છે. તેથી સૌથી ઉત્તમ તો એ જ છે કે તેમના હાથમાં ૧ કપ ચા પકડાવીને ૧ કલાક માટે ગાયબ થઈ જાઓ. તે પરેશાનીના કારણ પર ફોકસ કરશે અને સમાધાન પણ શોધી જ લેશે. વળી, તેમને કંઈ જણાવવા જેવું લાગશે તો તમને ચોક્કસ જણાવશે પણ ખરા અને ત્યારપછી તમારા બંનેનો મૂડ પણ સારો રહેશે.
  • ગમે તેટલી અને ગમે તેવી લડાઈ કેમ ન હોય, શારીરિક હિંસાનો બિલકુલ કડકાઈથી અને મક્કમતાપૂર્વક સામનો કરો. યાદ રાખો એકવાર ઊઠેલો હાથ ફરી નહીં અટકે. તેથી તેને શરૂઆતથી મજબૂતાઈથી અટકાવી દો. તેની સાથે જ માનહાનિ બધાની સામે અને માફી એકાંતમાં, એવું પણ ન થવું જેાઈએ. બંનેએ પોતાની સેલ્ફ રિસ્પેક્ટને જાળવી રાખવી, પરંતુ કોઈ પણ સંજેાગોમાં ઈગો અને સેલ્ફ રિસ્પેક્ટના ફરકને ધ્યાનમાં રાખીને.
  • પુરુષો ચહેરા અને એક્સપ્રેશંસને વાંચી લેવામાં મહિલાઓ જેટલા હોશિયાર નથી હોતા, તેથી મોં ફુલાવીને ફરવાના બદલે તેમજ ભૂખ હડતાલ વગેરે કર્યા વિના સ્પજ શબ્દોમાં જણાવી દેવું કે મુશ્કેલી શું છે.
  • કોઈ પણ એટલે કે કહેવાનો અર્થ એ છે કે કોઈપણ પુરુષ પાસેથી સ્પજ અને સાચા જવાબની અપેક્ષા ધરાવતા હો તો પ્રશ્ન પણ બિલકુલ સ્પજ જ હોવો જેાઈએ, જેનો તેઓ હા કે નામાં જવાબ આપી શકે.

આ વાતના ૨ ઉદાહરણ અહીં રજૂ કર્યાં છે- પ્રથમ ‘‘શું આપણે સાંજે મૂવી જેાવા જઈ શકીએ છીએ?’’ ‘‘હા, ઠીક છે, પ્રયત્ન કરીશ જલદી આવવાનો, કારણ કે કામ થોડું વધારે છે.’’ બીજું ‘‘શું સાંજે આપણે મૂવી જેાવા જઈએ? આવી જજે સમયસર?’’ ‘‘ના, મીટિંગ છે ઓફિસમાં, લેટ થઈ જઈશ તો તું ચિડાશે, કાલે જઈશું.’’ જ્યારે પુરુષનું મગજ ‘જઈ શકીએ છીએ’ ટાઈપના શબ્દ સાંભળે છે ત્યારે તેનો જવાબ પણ કન્ફ્યૂઝિંગ આપે છે. હવે પ્રથમની સ્થિતિમાં આશા તો આપી દીધી હતી. આ સ્થિતિમાં તૈયાર થઈને બેસી રહેવાની મહેનત વધારાની થાય છે, વળી સમય પણ વેસ્ટ થાય છે અને પતિના આગમન પર ઘમસાણ અલગ. તમે ક્યારેય કોઈ પુરુષને એમ કહેતા નહીં સાંભળ્યા હોય કે શું તું મને પ્રેમ કરી શકે છે અથવા મારી સાથે લગ્ન કરી શકે છે? તેઓ તો હંમેશાં સ્પજ જ હોય છે. ડૂ યૂ લવ મી, મારી સાથે લગ્ન કરીશ? તો પછી તેઓ તમારી પાસેથી પણ સ્પજ પ્રશ્નની જ અપેક્ષા રાખતા હોય છે. લાસ્ટ બટ નોટ લિસ્ટ, જે તેઓ જિંદગીની યાત્રામાં તમારી સાથે ઊભા છે, તમને સાથ આપી રહ્યા છે, તો આ બાબત જ સૌથી વધારે મહત્ત્વપૂર્ણ છે. તેથી તમે પણ માત્ર એ માટે જ સાથે નથી કે વૃદ્ધાવસ્થામાં તમને સાથીની જરૂર છે અને એકલા ન પડી જઓ, ન તો એ માટે કે વહાલા બાળકોના ભવિષ્યનો પ્રશ્ન છે, પરંતુ માત્ર એટલા માટે સાથે છે કે તમે બંનેએ એકબીજાનો સાથ પસંદ કર્યો છે, અને તે પણ અંતિમ શ્વાસ સુધી નિભાવવા માટે.

– ડો. નાજિયા નઈમ

વધુ વાંચવા કિલક કરો....