મોટાભાગની મહિલાઓ ઈચ્છતી હોય છે કે તેમના કેટલાક સેક્સ સીક્રેટ્સ તેમના પતિએ પોતે પણ જાણી લેવા જેાઈએ. નોર્થવેસ્ટ યુનિવર્સિટી ઈલિનોયસની સેક્સ્યુઆલિટી પ્રોગ્રામની થેરપિસ્ટ પામેલા શ્રોક જણાવે છે કે મોટાભાગના પરિણીત પુરુષ પત્નીની સેક્સ્યુઅલ જરૂરિયાત અને ઈચ્છાને સમજતા નથી. પામેલાએ આ વિશે પત્નીઓના મનને જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને એવા સેક્સ સીક્રેટ્સ જાણવા મળ્યા, જેને મહિલાઓ પોતાના પતિને કહેવા ઈચ્છતી હતી, પરંતુ કહી શકતી નહોતી. મહિલાઓ માટે ઉત્તમ સેક્સ માત્ર ઈન્ટરકોર્સ નથી : મહિલાઓને આનંદદાયક સેક્સ માટે માત્ર ઈન્ટરકોર્સ નહીં, પણ પતિ સાથે વિતાવેલા દિવસ દરમિયાનની બીજી ક્ષણની સારી ફીલિંગ્સ અને અનુભવની જરૂર પણ રહે છે. મહિલાઓને એ વાત ક્યારેય નથી ગમતી કે પતિ પૂરો દિવસ માત્ર પોતાના કામમાં વ્યસ્ત રહે, રાત્રે ઘરે આવતા ભોજન કરીને મોડે સુધી ટીવી જેાઈને પથારીમાં આવીને પત્નીને જકડી લે. આમ થતા પત્નીના મનમાં પોતાની એક ઓબ્જેક્ટ સમજવાની ભાવના આવી જાય છે. તે તેના પતિને ખૂબ સ્વાર્થી અને પોતાના ઉપભોગની વસ્તુ સમજવા લાગે છે. દરેક પત્ની ઈચ્છતી હોય છે કે તેનો પતિ તેને માત્ર પથારીમાં નહીં, પણ પથારીની બહાર પણ એટલો પ્રેમ કરે, તેની કાળજી લે, તેની સાથે પોતાની વાત શેર કરે, પ્રેમપૂર્વક વાત કરે અને તેની લાગણીને જાણવાનો પ્રયત્ન પણ કરે વગેરે. સમાજશાસ્ત્રી ડાલિયા ચક્રવર્તી જણાવે છે, ‘‘પત્નીઓ જિંદગીમાં દરેક પાસાને એકબીજા સાથે જેાડીને જેાતી હોય છે જ્યારે પતિ એમ સમજતા હોય છે કે સ્ટ્રેસ અને ઝઘડાને સેક્સના સમયે એક તરફ મૂકી દો અને વસ્તુને સેક્સ સાથે જેાડવા પણ ન જેાઈએ, પરંતુ સત્ય એ છે કે સેક્સની સાચી મજા અફેક્શનના લીધે આવે છે. માનસિક રીતે આત્મીયતા, પ્રેમ અને લાગણી હોય છે ત્યારે સેક્સ સંબંધ સાચા અર્થમાં ઉત્તેજનાપૂર્ણ બને છે. જ્યારે કોઈ પતિ પત્નીને નાનીમોટી ભેટ?આપે છે. પત્ની અને બાળકોને ઘરની બહાર ફરવા માટે લઈ જાય છે. પરિવારની કાળજી લે છે અને પોતાની પત્નીને સ્પેશિયલ ફીલ કરાવીને ઘરનું વાતાવરણ ખુશીઆનંદનું રાખે છે, ત્યારે સેક્સની મજા અનેકગણી વધી જતી હોય છે.

મહિલાઓને ટર્નઓન કરવા માટે પ્રેમભરી વાત જરૂરી : રાત્રિના ભોજન સમયે મીઠીમીઠી છેડછાડ, રોમેન્ટિક વાત અને રસપ્રદ કિસ્સા પત્નીને અંદર સુધી ભીંજવી દે છે. આમ કરવાથી તેમનો મૂડ બની જાય છે અને સેક્સ દરમિયાન પત્નીની પ્રશંસા, તેની સમક્ષ પ્રેમની અભિવ્યક્તિ અને તેનું નામ લેવું પત્નીને ઉત્તેજનાથી ભરી દે છે. સેક્સ થેરપિસ્ટ લિન એટવોટર જણાવે છે, ‘‘મહિલાઓને શારીરિક સંબંધ કરતા વધારે રસ માનસિક ઉત્તેજના અને માનસિક સંબંધમાં હોય છે.’’ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા મેડિકલ સ્કૂલના સાઈકોલોજિસ્ટ લોની બારબચ જણાવે છે, ‘‘ઘણી વાર ઘરના કામકાજ, બાળકોનો ઉછેર, પતિના ખૂબ સારા કામ અને ઓફિસના દબાણ વચ્ચે કોઈ પણ પત્નીને સૌથી વધારે જરૂર સહાનુભૂતિ અને પ્રેમાળ વાતની હોય છે. તેને શરીર પંપાળવામાં જેટલો આનંદ મળે છે. તેના કરતા અનેક ગણો વધારે આનંદ મનને ખુશ રાખવામાં મળતો હોય છે. પ્રત્યેક પત્ની ઈચ્છતી હોય છે કે તેનો પતિ તેની સાથે રોમેન્ટિક વાત કરે.’’

મહિલાઓમાં પણ હોય છે પર્ફોર્મન્સ એક્ઝાઈટી : ઘણા બધા અભ્યાસમાં આ વાત સામે આવી છે કે માત્ર ૬૦ ટકા પત્ની એવી છે. જેમણે ગમે તેટલી વાર સંભોગ કર્યો તેમાં ઓછામાં ઓછું અડધી વાર ચરમ આનંદ અનુભવ્યો છે, પરંતુ તેમને માત્ર પતિને ખુશ કરવા માટે સેક્સ દરમિયાન ચરમ આનંદનો દેખાવ કરવો પડ્યો હતો. ઘણી વાર તેમના મનમાં અપરાધબોજ આવી જતો હોય છે કે ક્યાંક પોતાનામાં તો કોઈ ખામી નથી ને. પત્નીઓમાં પણ પોતાના અંગની રચના, આકાર અને સાફસફાઈને લઈને તુલનાત્મક હીનતાની ભાવના પેદા થતી હોય છે તેથી તેઓ અંધારામાં નિર્વસ્ત્ર થવા ઈચ્છતી હોય છે. આ સ્થિતિમાં તેઓ પતિ પાસેથી પ્રોત્સાહન, પોતાના શારીરિક અંગની પ્રશંસા અને સૌંદર્યના વખાણની અપેક્ષા રાખતી હોય છે. કેટલાક પતિને તો પત્નીની પ્રશંસા કરતા આવડતું નથી હોતું અને ઘણા તો સેક્સ દરમિયાન તેના અંગમાં પણ ખામી કાઢતા હોય છે. પત્નીને સ્થૂળ, ગંદી ન જાણે શું શું કહેતા હોય છે. આ સ્થિતિમાં પત્નીની ઈચ્છા મરી જવી અને તાણગ્રસ્ત થવું સ્વાભાવિક બની જાય છે. આવી પત્ની પોતાના પતિ સાથે સેક્સ સંબંધ બાંધવાથી દૂર રહેવા લાગે છે. ત્યાર પછી સ્પજ છે કે તેમનું જાતીય જીવન નીરસ અને કંટાળાજનક બની જાય છે. અહીં ખોટી પ્રશંસાની જરૂર નથી, પરંતુ સમજદાર પતિ તે જ છે, જે પત્નીની સ્કિનની કોમળતા, આંખ અથવા તેનું જે કંઈ પણ સારું લાગે તેના વખાણ કરીને પત્નીનો આત્મવિશ્વાસ વધારે અને હસીમજાક કરે જેથી પત્ની એક્ઝાઈટીથી ગ્રસ્ત ન બને.

સેક્સ પછી પણ જેાઈએ એટેન્શન : કેટલાક પતિ પત્ની સાથે અંતરંગ પળનો ભરપૂર આનંદ ઉઠાવતા હોય છે અને ત્યાર પછી ચરમસીમાએ પહોંચીને સ્ખલિત થતા એવી રીતે મોં ફેરવીને ઊંઘી જતા હોય છે જાણે તેને પત્ની સાથે કોઈ લેવાદેવા ન હોય. આ સ્થિતિમાં પત્ની પોતાને ખૂબ એકાકી અને ઉપેક્ષિત સમજવા લાગે છે, તેને લાગતું હોય છે કે પતિનો તો માત્ર આ અંતિમ ઉદ્દેશ હતો. પત્ની ઈચ્છતી હોય છે કે સેક્સ અને સ્ખલન પછી પણ પતિ તેની સાથે પ્રેમચેજા કરે, ચૂમે તેના અંગને છેડે. સાથે તેનો આભાર માને અને પ્રેમ વ્યક્ત કરે, ત્યારે આ ક્રિયાઓ કરતાંકરતાં પત્નીને આલિંગનમાં લઈને તેની ઊંઘ આવી જાય. આમ કરવાથી પત્નીને પણ ખૂબ આત્મસંતોષનો અહેસાસ થાય છે.

નોનસેક્સ્યુઅલ ટચ : પત્નીઓને એ વાત બિલકુલ નથી ગમતી કે પૂરા દિવસ દરમિયાન પતિ તેમને એક વાર પણ સ્પર્શ ન કરે કે ન ચૂમે. માત્ર પથારીમાં ફોરપ્લે માટે તેમના હાથ આગળ વધતા હોય છે. પત્નીઓ ઈચ્છતી હોય છે કે દિવસના સમયે પણ પતિ તેમને પ્રેમથી સ્પર્શ કરે, પરંતુ આ સ્પર્શ નોનસેક્સ્યુઅલ હોવો જેાઈએ. પતિ છેડછાડ અથવા હસીમજાક માટે સ્પર્શ કરે. ક્યારેક વાળમાં હાથ ફેરવે અથવા પીઠ પર પ્રેમથી હાથ ફેરવે, ગાલને ચૂમે કે ગાલ થપથપાવે. મનોવૈજ્ઞાનિક જણાવે છે કે પતિ અને પત્નીના સંબંધ માત્રને માત્ર સેક્સ માટે હોવા જેાઈએ. સેક્સ સિવાયમાં દુનિયામાં બીજું ઘણું એન્જેાય કરવા માટે હોય છે. સંબંધમાં પ્રગાઢતા અને કેરિંગ હોવું ખૂબ જરૂરી છે. પત્નીના કુકિંગના વખાણ કરતા તેના હાથને ચૂમી લેવા, તેના ડ્રેસિંગ સેન્સની પ્રશંસા કરવી, તેની વાત કરવાની રીતને વખાણવી વગેરે પત્નીના મનને ઊંડે સુધી અસર કરે છે. સંબંધમાં મજબૂતાઈ માટે આ બધી વાત પણ ખૂબ જરૂરી છે. પત્નીને વિશ્વાસ અપાવો કે તમે માત્ર તેને સેક્સ માટે પ્રેમ નથી કરતા.

– અંજુ જૈન

વધુ વાંચવા કિલક કરો....