દિનેશ પટેલ ક્યારેય નહોતો ઈચ્છતો કે તેની પત્ની કૃતિ નોકરી કરે. તે પૂરો સમય કૃતિને પોતાની નજર સામે રાખવા ઈચ્છતો હતો. કૃતિ તેના માટે એ અણમોલ હીરો હતી જેને ગુમાવી દેવાના ડરથી તે પોતાના કામ પર પણ ધ્યાન આપી શકતો નહોતો. તેની ચોકીદારીના ચક્કરમાં અંતે ઘરની આર્થિક સ્થિતિ એટલી વણસી ગઈ કે કૃતિએ નોકરી કરવા ઘરમાંથી બહાર નીકળવું પડ્યું.
કૃતિ ૨૪ વર્ષની ભણેલીગણેલી, સમજદાર, સુંદર અને વ્યવહારુ છોકરી હતી. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી તેણે નર્સિંગની ટ્રેનિંગ પણ લીધી હતી. તેના લગ્ન દિનેશ સાથે થયા ત્યારે તેણે નોકરી કરવાના બદલે ઘરગૃહસ્થીને પ્રાથમિકતા આપી હતી. જેાકે દિનેશ પણ એ જ ઈચ્છતો હતો કે કૃતિ ઘરે રહે. તે વિચારતો હતો કે ક્યાંક તેની સુંદર પત્નીને કોઈ પટાવી ન લે. તે કૃતિને ઘરના દરવાજા પર ઊભા રહેવા માટે ટોકતો હતો. ક્યારેક તે કહેતી કે થોડી વાર છત પર ફરીને આવું ત્યારે દિનેશ પણ તેની સાથે જતો. એમ જેાઈએ તો દિનેશ એક સુંદર મહિલાને પરણીને લાવ્યો, પરંતુ તેની સુંદરતાએ તેનામાં અસલામતીનો ભાવ પેદા કરી દીધો હતો.
શંકા અને સલામતીની ભાવના
વર્ષ ૨૦૧૫ માં જ્યારે દિનેશના લગ્ન કૃતિ સાથે થયા હતા, ત્યારે સગાંસંબંધી, મિત્રો અને સોસાયટીના લોકોના મોંથી પોતાની પત્નીની સુંદરતાના વખાણ સાંભળીને તેની છાતી ગર્વથી ફૂલી જતી હતી કે અરે, કેટલી સુંદર પત્ની લાવ્યો છે દિનેશ. ખૂબ ઓછા લોકોને આટલી સુંદર પત્ની મળે છે. આ બધી વાત સાંભળી સાંભળીને તે ખૂબ ખુશ થતો હતો. દિનેશ પ્રાઈવેટ જેાબ કરતો હતો અને તેની સેલરી પણ સારી હતી. કામની બાબતમાં તેને ક્યારેક-ક્યારેક ટૂર પર પણ જવું પડતું હતું. ઘરમાં તે અને કૃતિ ઉપરાંત મા અને નાનો ભાઈ રાઘવ હતા. રાઘવ દિનેશથી ૨ વર્ષ નાનો હતો અને ગ્રેજ્યુએશન કરી રહ્યો હતો. ભાભી સાથે રાઘવ ખૂબ હસીમજાક પણ કરતો હતો. કૃતિ રાઘવથી ઉંમરમાં ઘણી નાની હતી, તેથી ક્યારેક-ક્યારેક તેની વાતથી શરમાઈ જતી હતી. આ વાતને દિનેશે ધ્યાનમાં લીધી હતી. કૃતિના આવ્યા પછી રાઘવના મિત્રોની પણ તેમના ઘરે આવ-જા વધી ગઈ હતી. કૃતિ પણ બધા સાથે હસીને વાત કરતી અને એક સંસ્કારી વહુની જેમ બધાની સેવા અને આદરસત્કારમાં વ્યસ્ત રહેતી, પરંતુ બહારના છોકરાઓનું આ રીતે ઘરમાં ભેગા થવું દિનેશને ગમતું નહોતું.
કૃતિની સુંદરતાએ દિનેશમાં શંકા અને અસલામતીની લાગણી ભરી દીધી હતી. તે જેટલો સમય ઓફિસમાં રહેતો તેની નજર ફાઈલમાં ઓછી ને દીવાલ પરની ઘડિયાળ પર વધારે રહેતી કે ક્યારે ૬ વાગે અને તે ઘરે ભાગે. હવે દિનેશ રજાઓ પણ વધારે લેવા લાગ્યો હતો. અવારનવાર કોઈ ને કોઈ બહાનું લઈને મેનેજર પાસે પહોંચી જતો. ઓફિસના કામથી તે પહેલા દર મહિને ટૂર પર જતો હતો, પરંતુ લગ્ન પછી તે ટૂર પર નહોતો જવા ઈચ્છતો, બહાના બનાવી દેતો હતો. મેનેજર જબરદસ્તી મોકલી દે તો ઊંધાસીધા કામ પતાવીને બીજા દિવસે પરત આવી જતો હતો. ૬ મહિના મેનેજરે દિનેશને સમજવવાનો ખૂબ પ્રયાસ કર્યો અને આખરે નોકરીમાંથી કાઢી મૂક્યો. પત્નીની ચોકીદારીના ચક્કરમાં દિનેશે ન માત્ર પોતાની કરિયર બરબાદ કરી દીધી, પરંતુ મિત્રો અને પરિવારજનોની નજરમાં પણ પત્નીના દીવાના તરીકે ઓળખાવા લાગ્યો.
જ્યારે દેવું વધવા લાગ્યું
ઘરમાં કમાનાર માત્ર દિનેશ હતો. તેના પગારથી ઘરનો ખર્ચ અને નાના ભાઈનો અભ્યાસ ઠીકઠાક ચાલી રહ્યો હતો. જેાબ છૂટી ગયા પછી દિનેશે ઘણી બધી જગ્યાએ ઈન્ટરવ્યૂ આપ્યા, પરંતુ તેને નોકરી ન મળી. બીજી તરફ બચતના પૈસા પણ પૂરા થવા લાગ્યા અને કૃતિની ડિલિવરીની તારીખ પણ નજીક આવી ગઈ હતી. દિનેશની આર્થિક સ્થિતિ એટલી કમજેાર પડી ગઈ હતી કે ઘરમાં બાળકના જન્મની ખુશીની મીઠાઈ સોસાયટીના લોકોને તેણે એક મિત્ર પાસેથી ઉધારે પૈસા લઈને ખવડાવી. ધીરેધીરે દિનેશના માથા પર દેવું વધી રહ્યું હતું. જેાકે કૃતિ આ વાતને સારી રીતે જાણતી હતી. ઘરનું ગુજરાન ચલાવવા માટે તે પોતાની સોનાની ચેન દિનેશને આપી ચૂકી હતી. માએ પણ પોતાની ચેન ગિરવે મુકાવી હતી, કારણ કે નાના દીકરાની ફી ભરવાની હતી. થોડા દિવસ પછી કૃતિએ પોતાની સોનાની બંગડીઓ પણ આપી દીધી અને દિનેશે તેને દુખી મને વેચી દીધી.
આ રીતે આર્થિક સંકડામણમાં દોઢ વર્ષ પસાર થઈ ગયું, પરંતુ દિનેશને કોઈ સારી નોકરી ન મળી. ક્યારેક ટ્યૂશન કરાવીને તો ક્યારેક કોઈ બીજી રીતે તે થોડા ઘણા પૈસા કમાઈ રહ્યો હતો, પરંતુ આ નાનકડી આવકમાં ઘર ચલાવવું શક્ય નહોતું.
એક દિવસે કૃતિએ દિનેશને કહ્યું કે જેા તેને જેાબ ન મળે તો તે નોકરી કરવા જાય તો કેવું રહેશે. આખરે લીધેલી નર્સિંગની ટ્રેનિંગ ક્યારે કામમાં આવશે. દિનેશને જ્યારે કોઈ સારી જેાબ મળશે તો તે નોકરી છોડી દેશે. દિનેશ રાજી થઈ ગયો ત્યારે કૃતિએ ૨-૩ ખાનગી હોસ્પિટલમાં પોતાની અરજી મોકલી દીધી. થોડા સમયમાં એક હોસ્પિટલમાંથી ઈન્ટરવ્યૂ કોલ પણ આવી ગયો અને પહેલા જ ઈન્ટરવ્યૂમાં તેની પસંદગી પણ થઈ ગઈ. ઈન્ટરવ્યૂ લેનાર પર તેની ડિગ્રીથી વધારે પ્રભાવ તેની સુંદરતાનો પડ્યો હતો. મા બન્યા પછી કૃતિ પહેલાંથી વધારે નિખરી ગઈ હતી.
શંકા ઘેરાતી ગઈ
કૃતિ નોકરી પર જવા લાગી ત્યારે દિનેશના મનમાં અસલામતીની ભાવના વધી ગઈ. હોસ્પિટલમાં બધા યુવાન ડોક્ટર છે. ક્યાંક કોઈની સાથે કૃતિના સંબંધ ગાઢ તો નહીં બની જાય ને. સવારે જ્યારે કૃતિ હોસ્પિટલ જવા તૈયાર થઈને નીકળતી ત્યારે દિનેશ તેના સુંદર દેહલાલિત્યને આંખો ફાડીને જેાઈ રહેતો અને વિચારતો કે આ હીરાને કોઈ ઉઠાવીને તો નહીં લઈ જાય તે ચિંતામાં ઓગળતો જઈ રહ્યો હતો. કૃતિને હોસ્પિટલ લેવા-મૂકવા તે જાતે જતો હતો.
હવે સ્થિતિ એવી આવી કે દિનેશ પોતાના માટે નોકરી શોધવાના બદલે દિવસમાં કેટલાય ચક્કર કૃતિની હોસ્પિટલમાં લગાવવા લાગ્યો. ૧-૨ વાર તેને ફોન પણ કરી લેતો. તેના આવા વર્તનથી કૃતિને ગૂંગળામણ પણ થતી. જેા કોઈ ગંભીર કેસના લીધે કૃતિને હોસ્પિટલમાં મોડું થતું ત્યારે દિનેશની બેચેની સાતમા આસમાને પહોંચી જતી. કહેવું ખોટું નહીં ગણાય કૃતિની સુંદરતાએ દિનેશની જિંદગીની શાંતિ હણી નાખી હતી. દિનેશની ૨૪ કલાકની ચોકીદારીથી કૃતિ પણ ખૂબ પરેશાન રહેતી હતી. પહેલાં તેને લાગતું કે તેનો પતિ તેને ખૂબ પ્રેમ કરે છે, તેથી તે પૂરો સમય સાથે રહેવા ઈચ્છે છે, પરંતુ પાછળથી તેને અહેસાસ થવા લાગ્યો કે તે તેની ચોકીદારી કરે છે, તેના ચારિત્ર્ય પર શંકા કરે છે. હકીકતમાં, પત્નીની વધારે પડતી સુંદરતા એવા પતિને અસલામત કરી દે છે, જેા શંકાશીલ અને સંકીર્ણ માનસિકતા ધરાવતા હોય છે. પછી ભલે ને પત્નીનું ચારિત્ર્ય સ્વચ્છ હોય, પરંતુ પતિને પૂરો સમય શંકા રહેતી હોય છે કે ક્યાંક તેની પત્નીનો બીજા કોઈ પુરુષ સાથે સંબંધ તો નથી ને. બીજું કોઈ તેને ફસાવવાની કોશિશ તો નથી કરી રહ્યું ને.
ભૂતકાળમાં શોધખોળ
આ પ્રકારે શંકાશીલ પતિના મનમાં એ કીડો પણ સળવળાટ કરતો રહે છે કે આટલી સુંદર છે તો કોલેજ લાઈફમાં નક્કી તેનો કોઈ ને કોઈ પ્રેમી રહ્યો હશે. પત્નીની ભૂતકાળની જિંદગીમાં પણ તે ડોકિયું કરવાનો પ્રયાસ કરતો રહે છે અને આડીઅવળી વાતોથી તેના કોલેજ ફ્રેન્ડ્સ વિશે પૂછતો રહે છે. પછી આ શંકાનું પરિણામ એ આવે છે કે તે પોતાનો કામધંધો છોડીને પત્નીની જાસૂસી કરવા લાગે છે. જેા પત્ની ફોન પર કોઈની સાથે વધારે સમય સુધી વાત કરે તો તરત પૂછી લેશે કે કોનો ફોન હતો. એક જૂની કહેવત છે કે સુંદર કન્યા સાથે લગ્ન કરવાનો અર્થ છે રસ્તાના કિનારે ધાણા ઉગાડવા અથવા બંને કિસ્સામાં અસલામતી રહે છે. દરેક પાડોશમાં કેટલાક દિયર ટાઈપના લોકો પણ હોય છે. સુંદર પત્ની દરવાજા અથવા ગેટ પર ઊભી રહીને હસીને તેમની સાથે વાત કરી લે તો પછી આવી જ બન્યું સમજેા. શંકાશીલ પતિ સુંદર પત્નીને કોઈની સાથે ન તો ખૂલીને હસવાબોલવા દે છે કે ન ક્યાંય એકલી જવા દે છે.
સુંદરતાને વધારે મહત્ત્વ
સમાજ ભલે ને ગમે તેટલો આધુનિક બની ગયો હોય, પરંતુ કેટલાક કિસ્સામાં આજે પણ મહિલાના શિક્ષણ કે લાયકાત, યોગ્યતાથી વધારે તેની સુંદરતાને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. સુંદર છોકરીઓના લગ્ન પણ તરત નક્કી થઈ જતા હોય છે, પરંતુ આ સુંદરતા ક્યારેક-ક્યારેક પતિને ખૂબ ભારે પડી જાય છે. પતિ જે સામાન્ય દેખાવનો હોય અને પત્ની હીરોઈન જેવી દેખાતી હોય તો પતિ ચોકીદાર બનીને રહી જાય છે.
શંકાશીલ પતિ
પત્ની સુંદર હોય તો પતિ તેને ક્યાંય એકલી જવા દેતો નથી, પરંતુ સ્વયં સાથે જતો હોય છે અને ક્યારેક-ક્યારેક એવું થાય છે કે જ્યાં પત્નીને જવાની જરૂર પણ નથી હોતી ત્યાં તે એમ વિચારીને પત્નીને સાથે લઈ જાય છે કે તે ઘરમાં એકલી રહેશે તો ક્યાંક કોઈ દુર્ઘટના ન બની જાય. ક્યાંક કોઈ પાડોશી કે નાના અથવા મોટા ભાઈ સાથે તેના સંબંધ ન બંધાઈ જાય. સુંદર અને હંમેશાં યુવાન પત્ની પતિના હાથમાં એટમ બોમ્બની જેવી હોય છે જેના પ્રત્યે તે હંમેશાં શંકાશીલ રહેતો હોય છે કે ખબર નહીં ક્યારે દુર્ઘટના બની જશે.
સ્વયંને ફિટ રાખવાની મજબૂરી
સુંદર પત્ની હોય તો પતિને પણ પોતાના જીવનમાં ઘણા બધા બદલાવ લાવવા પડે છે. પોતાની ફિટનેસ તરફ વધારે ધ્યાન આપવું પડે છે. મનગમતા ભોજનનો ત્યાગ કરીને એવું ડાયટ લેવું પડે છે જેનાથી તેનું પેટ બહાર ન આવી જાય. કેટલાક પતિ પોતાને સ્લિમ ટ્રિમ રાખવાના ચક્કરમાં માત્ર સેલડ અથવા બેસ્વાદ ભોજનથી કામ ચલાવવા લાગે છે. જેાવા મળ્યું છે કે સુંદર પત્ની ધરાવતા પતિના પરિવારમાં લગ્ન અથવા કોઈ બીજા ફંક્શન હોય તો તેઓ ૧-૨ મહિના પહેલાંથી એક્સર્સાઈઝ અથવા ગ્રૂમિંગ સેશનમાં જઈને સ્વયંને ફિટ બનાવવા લાગે છે, જેથી કોઈ તેમની જેાડીને મેળ વિનાની ન કહી દે.
જાહેર સ્થળે અસુવિધા
એક સુંદર પત્ની સાથે જવાથી તમને જાહેર સ્થળે અસમંજસની સ્થિતિનો સામનો કરવો પડે છે. ઘણા બધા નવયુવાનો અને તરસ્યા લોકોને પોતાની પત્ની તરફ ઘૂરતા જેાઈ શકશો. જેા તમને અસલામતી અને હીનતાનો આભાસ કરાવશે. સુંદર પત્ની સાથે હોવાથી તમે આવા લોકોને પોતાની આસપાસ ભાભી, ભાભી કહેતા ફરતા જેાઈ શકશો, જે નજરે જેાવા પણ તમને નથી ગમતા. પત્ની સુંદર મળી જાય તો સગાંસંબંધી અને મિત્ર પણ તમારામાં હીનભાવના ભરવાનું કામ કરે છે પછી ભલે ને તમે તમારા કાર્યક્ષેત્રમાં ગમે તેટલા સફળ કેમ ન હોય.
સુંદરતા નહીં ગુણ જરૂરી
આ બધી વાત છતાં લગભગ દરેક વ્યક્તિની એ જ ઈચ્છા હોય છે કે તેના લગ્ન કોઈ સુંદર કન્યા સાથે થાય. માત્ર લગ્ન કરનાર છોકરો જ નહીં, પણ તેની મા અને પિતા પણ એ જ ઈચ્છે છે કે તેમના ઘરમાં અત્યંત સુંદર વહુના પગલાં પડે. આજના જમાનામાં ઘરમાં સુંદર પત્ની કે વહુ રાખવી શોઓફ સ્ટેટસ થઈ ગયું છે. લોકો છોકરીની યોગ્યતા, શિક્ષણને બદલે તેની સુંદરતા પાછળ દોડે છે, જ્યારે હકીકતમાં સુંદરતા સર્વસ્વ નથી, આંતરિક સુંદરતા અને યોગ્ય વ્યવહાર એટલું જ મહત્ત્વ ધરાવે છે.
– નસીમ અંસારી કોચર.





