ડોગ શો જેાવા હું પહોંચી ત્યારે ત્યાં ઉપસ્થિત ડોગ જેઓ પોતાના માલિકો સાથે આવ્યા હતા, તેમને જેાઈને હું આશ્ચર્યમાં પડી ગઈ. એકએકથી ચડિયાતા, એકએકથી વધારે સુંદર અને સ્ટાઈલિશ રીતે સજેલા, કિંમતી કપડાથી લેસ, પર્ફ્યૂમથી મહેકતા અને જૂતા, કોલર, નેકટાઈ, રિંગ જેવી એક્સેસરિઝથી સજ્જ આ પેટ્સને જેાવા કોઈ સ્વપ્નલોકથી ઓછા નહોતા. તેમના નેમ ટેગ પણ ખૂબ આકર્ષક હતા અને એવી રીતે પોતાના માલિક સાથે ઊભા હતા જાણે કોઈ ફિલ્મના શૂટિંગમાં આવ્યા હોય અને પોતાનો વારો આવવાની રાહ જેાઈ રહ્યા હોય.

પગ, અમેરિકન પિટ, લેબ્રાડોર, બોક્સર, ડેશુંડ, અફઘાન હાઉન્ડ, કેરેવાન હાઉન્ડ, આઈરિશ વુલ્ફ હાઉન્ડ, જર્મન શેફર્ડ, ડોબરમેન, જેવા મોંઘા પેટ્સ ત્યાં હાજર હતા, જેઓ મોંઘી, શાનદાર ગાડીમાં બેસીને આવ્યા હતા. ડોગ શોમાં આવીને તેમને પ્રથમ નંબરે આવવાની કોઈ પણ પ્રકારની ટ્રિક બતાવવાની નહોતી, પણ તેમની પસંદગી કોટ સાઈઝ, આદત અને પસંદના હિસાબે થવાની હતી. એટલામાં ત્યાંથી પસાર થઈ રહેલી એક મહિલાને કહેતા સાંભળી, ‘‘કેટલી મજા છે આ પેટ્સને. આલીશાન ગાડીમાં ફરે છે, મોટામોટા બંગલામાં રહે છે અને આપણાથી પણ મોંઘું ખાવાનું ખાય છે. કેટલું મુશ્કેલ છે આજના જમાનામાં એક બાળકને ઉછેરવાનું જ્યારે અહીં તો લોકો પેટ્સ પાળે છે.’’ તેમના કહેવાના અંદાજ પરથી દેખાતું હતું કે પેટ્સ પર આટલા પૈસા ખર્ચવાની વાત તેને ખૂંચતી હતી.

સ્ટેટસ સિમ્બોલ બની ગયા છે
જેઓ એફોર્ડ કરી શકે છે, એકલતા અનુભવે છે તેઓ પેટ્સ પાળી રહ્યા છે અને તેમાં ખોટું પણ શું છે? તેમાં ઈર્ષા કરવા જેવી કઈ વાત છે? જેા સારી બ્રીડના મોંઘા પેટ્સ ખરીદવા ઈચ્છો તો તેને પાળવામાં લગભગ ૩૦ થી ૪૦ હજાર રૂપિયા પ્રતિ માસ ખર્ચ આવી શકે છે. હવે જેમની પાસે આટલા પૈસા છે તેઓ ખર્ચ પણ કરશે, કારણ કે આજની લાઈફ સ્ટાઈલમાં જે એક તરફ પેટ્સની સુરક્ષાની દષ્ટિએ જરૂર છે તો બીજી તરફ તે એક સ્ટેટસ સિમ્બોલ પણ છે.

ચીનમાં એક તિબેટિયન મસ્ટિફ પ્રજાતિનો ડોગ રૂપિયા ૧ કરોડ પાઉન્ડમાં વેચાયો હતો. આ ડોગ ખૂબ આક્રમક ગાર્ડ ડોગ છે. સ્પષ્ટ છે કે જેણે તેને ખરીદ્યો હશે તે કોઈ સામાન્ય વ્યક્તિ નહીં હોય. મોંઘા પેટ પાળવાની હેસિયત ધરાવતો હશે. કોઈ પણ પેટ જેટલો કિંમતી હોય છે અથવા ઉત્તમ પ્રજાતિનો, તેને પાળવામાં અને તેની સારસંભાળમાં રૂપિયા ૫૦ હજાર સુધીનો ખર્ચ થઈ શકે છે.

એક્સપર્ટ શું કહે છે
સમાજશાસ્ત્રીઓનું માનવું છે કે મર્સિડીઝ અને સોલિટેયર્સને પાછળ છોડતા લેટેસ્ટ સ્ટેટસ સિમ્બોલ બની રહ્યા છે અને તેમના માલિકોને તેમના માટે મોંઘી પ્રોડક્ટ અને સર્વિસિસ લેવામાં કોઈ અસુવિધા નથી. આ જ કારણસર અત્યારે ભારતમાં પેટ્સ અને તેમને સંબંધિત ચીજવસ્તુનું બજાર ૩૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે અને તેમના માટે બ્રાન્ડેડ ફૂડથી લઈને આ સમયે અહીં પપકેક, બેડ તો ઉપલબ્ધ છે, સાથે તેમની બર્થ-ડે પાર્ટી કોઈ લક્ઝરી રિસોર્ટમાં યોજવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આજકાલ દરેક બજારમાં અનેક દુકાનો પેટ્સનો સામાન બનાવી રહી છે અને વેચી રહી છે તે ખૂબ ચાલી રહી છે, કડકડાટ અંગ્રેજી બોલતી મહિલાઓ કિંમત પૂછ્યા વિના જ અનેક પેકેટ ખરીદતી હોય છે.

કાનન મલ્હોત્રા જે પોતાના પેટ લ્હાસા એપ્સો વિના એક પળ પણ નથી રહી શકતા, તેઓ જણાવે છે, ‘‘મારું પેટ મારી દીકરી સમાન છે અને તેની આદતો બિલકુલ મારા જેવી જ છે. મારા પતિએ મને ૫ વર્ષ પહેલાં તે ગિફ્ટમાં આપ્યું હતું. તે ઘરમાંથી બહાર જૂતા પહેર્યા વિના નથી નીકળતી. હું તેને ગ્રૂમિંગ માટે મહિનામાં ૨ વાર સ્પા લઈ જાઉં છું.’’

એક મોટું બજાર
મેટિંગ વેબસાઈટથી લઈને સ્પેશિયલ બેકરી તથા ઘરે જ આવીને ગ્રૂમિંગ સર્વિસની સુવિધાથી લઈને પેટ્સને સાથે લઈને રજાઓ વિતાવવા માટે ટ્રાવેલ એજન્ટના પેકેજ બધું જ સરળતાથી ઉપલબ્ધ છે. જેકબ અને ક્રિશ્ચિયન આડીગિયર જેવી ઈન્ટરનેશનલ બ્રાન્ડ પેટ્સ માટે કપડાથી લઈને જ્વેલરી અને ફર્નિચર સુધ્ધાની ડિઝાઈન કરે છે. આજે ઘણી બધી જગ્યાએ તેમના માટે એવા ફન રિસોર્ટ બની ગયા છે, જ્યાં પેટ્સના પેરન્ટ્સ એટલે કે માલિક બહાર જવા પર તેમને ત્યાં બધી જ સુવિધામાં મૂકી શકે છે.

સરળ નથી પાળવા
ટીવી પર દર્શાવવામાં આવતા પેડીગ્રી ફૂડની જાહેરાત પરથી એ વાત સાબિત થઈ જાય છે કે પેટ્સ પણ એક શાનદાર જિંદગી જીવવાનો હક ધરાવે છે અને તેમના માલિક પણ એ વાતને લઈને કોન્શિયસ થઈ ગયા છે કે તેમણે પોતાના પેટ્સને સારામાં સારી વસ્તુ તથા સુવિધા ઉપલબ્ધ કરાવવી જેાઈએ. પેડીગ્રીના ફૂડનું ૫૦૦ ગ્રામનું પેકેટ ૧૦૦ રૂપિયાનું આવે છે અને ૧૦૦૦ રૂપિયા સુધીની કિંમતના તે મળે છે. આ સિવાય ડોગ ચ્યૂ જેનો આકાર હાડકાં, જૂતા વગેરે જેવો હોય છે, તે પણ મળે છે. જેાકે તે પણ ૨૫ થી ૬૦૦ રૂપિયાની વચ્ચે મળે છે. પેટ્સ માટે હેર બ્રશ, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, નેલકટર, શેમ્પૂ, હેર ટોનિક, પર્ફ્યૂમ બધું મળે છે.

મોંઘા પેટ્સ રાખવાના શોખીન લોકો માટે તેમને પાળવા પણ મોંઘા સાબિત થશે, પરંતુ એ વાત પણ સાચી છે કે જે લોકો તેમને પાળવાની ક્ષમતા ધરાવે છે, તેઓ તેમને ખરીદતા હોય છે. જે રીતે તેઓ પોતાના બાળકો પર પૈસા ખર્ચતા હોય છે અને તેમને બધી જ સુવિધા આપવા માટે તત્પર રહે છે, બરાબર તે જ રીતે તેઓ પોતાના પેટ્સનું પણ ધ્યાન રાખે છે અને તેમના માટે સારામાં સારી વસ્તુ ખરીદવાથી પાછળ નથી રહેતા.
– સુમન બાજપેયી.

વધુ વાંચવા કિલક કરો....