પેરન્ટ્સ પોતાના બાળકોની ખુશી માટે શું નથી કરતા. ત્યાં સુધી કે તેમના શિક્ષણ માટે પોતાની બચત કરેલી ફિક્સ ડિપોઝિટને પણ તોડી નાખે છે, કારણ કે પોતાનું બાળક ભણીગણીને સારી નોકરી કરે, પરંતુ ક્યારેક બાળકના શિક્ષણ માટે પોતાની એફડી, મ્યૂચ્યુઅલ ફંડથી બચત કરેલી રકમ ઓછી પડી જાય ત્યારે તેમને એજ્યુકેશન લોન લેવી પડે છે, જેથી તેઓ પોતાના બાળકના સપના પૂરા કરી શકે.
આવું જ રોહનના માતાપિતાએ પણ કર્યું હતું. તેમણે પોતાના દીકરાને ટોપની યુનિવર્સિટીમાં મેડિકલમાં એડમિશન અપાવ્યું. ડોક્ટરના આ કોર્સ માટે તેમણે પોતાની પૂરી બચતની સાથેસાથે એજ્યુકેશન લોન લેવી પડી, પરંતુ જ્યારે રોહનના પિતાને એજ્યુકેશન લોન ચૂકવવામાં મુશ્કેલી થવા લાગી ત્યારે તેમણે રોહનને આ એજ્યુકેશન લોનના ઈએમઆઈ જાતે ચૂકવવાનું કહી દીધું. આ વાત પર રોહને જવાબ આપ્યો હતો કે લોનના હપતા ચૂકવવા એ મારી જવાબદારી નથી, પરંતુ મને ભણાવવાની તમારી ફરજ હતી. આવું માત્ર તમે નથી કર્યું, પરંતુ બધા પેરન્ટ્સ પોતાના બાળકો માટે કરે છે.
રોહનની વાત સાંભળીને તેના પિતાને ખૂબ દુખ થયું કે જે દીકરા માટે અમે પોતાની પૂરી બચત તેના અભ્યાસ પાછળ ખર્ચી નાખવાની સાથે એજ્યુકેશન લોન પણ લીધી, તે જ રોહન આજે લાખો રૂપિયા કમાવા છતાં લોનનો ઈએમઆઈ ચૂકવવાની ના પાડી દીધી, જ્યારે તે પણ પિતાની સ્થિતિથી સારી રીતે વાકેફ છે.
આવું માત્ર રોહનના પિતા સાથે નહીં, પરંતુ ઘણા બધા પેરન્ટ્સ સાથે થાય છે. આ સ્થિતિમાં બાળકોએ પણ પોતાના માતાપિતાની પરિસ્થિતિ સમજીને તેમના શિક્ષણ માટે લીધેલી લોન ચૂકવવી જેાઈએ. આમ કરવાથી તમે પણ તમારા માતાપિતાનો સહારો બની શકશો ન કે તેમના બોજામાં વધારો કરો.
કઈકઈ પરિસ્થિતિમાં પેરન્ટ્સ લોન ચૂકવવા પુત્રને કહી શકે છે, તે વિશે જાણીએ :

નોકરી જવા પર
તમારા ઘરમાં કમાનાર જેા એકમાત્ર પિતા હોય અને કોઈ કારણવશ તેમની નોકરી જતી રહે અથવા કોઈ એક્સિડન્ટના લીધે તેઓ કામ કરવા અસમર્થ બની જાય, તો તેઓ તમને એજ્યુકેશન લોનના ઈએમઆઈ ભરવાનું કહી શકે છે. આ સ્થિતિમાં તમે રિએક્ટ ન કરો, પણ પિતાની સ્થિતિને સમજેા કે તેમણે તમારા શિક્ષણ માટે લોન લીધી છે. તેથી હવે તેના ઈએમઆઈ ભરવાની તમારી ફરજ બને છે.

બહેનના લગ્ન સમયે
બની શકે કે તમારા પેરન્ટ્સે તમારી બહેન કરતા વધારે તમારા સપનાને પૂરા કરવા પર ધ્યાન આપ્યું હોય, જેથી તેઓ તમારી બહેનના લગ્ન માટે એટલા પૈસા ન બચાવી શક્યા હોય, જેટલા પૈસાની તેમને જરૂર હોય.
આ સ્થિતિમાં હવે જ્યારે તેમને તમારી બહેનના લગ્ન માટે પૈસાની જરૂર છે અને તમને તમારી એજ્યુકેશન લોનના ઈએમઆઈ ભરવા માટે કહી રહ્યા છે તો આ સ્થિતિમાં તમે ઈન્કાર ન કરો, પરંતુ તેમને હિંમત આપો કે હવે તમારે મારી એજ્યુકેશન લોન ચૂકવવાની કોઈ જરૂર નથી, કારણ કે હું હવે લોનના પૈસા ચૂકવવા સક્ષમ થઈ ગયો છું. તેની સાથે હું તમને બહેનના લગ્નમાં પણ પૂરેપૂરી મદદ કરીશ.

બીમારીની સ્થિતિમાં
પરિવારમાં ક્યારે કોણ બીમાર પડશે, ક્યારે પરિવારમાં ઈમર્જન્સીની સ્થિતિ આવી જશે તેની કોઈને ખબર નથી હોતી. આ સ્થિતિમાં શક્ય છે કે અચાનક તમારી મા બીમાર પડી જાય અને તેની સારવાર માટે પૈસાની જરૂર હોય અથવા મેડિકલ ઈન્શ્યોરન્સ લેવાથી તેમની સારવાર થઈ ગઈ, પરંતુ હવે તેમની દવાના વધી રહેલા ખર્ચના લીધે પિતા પર આર્થિક બોજ વધી રહ્યો હોય, જે તેમને પરેશાન કરી રહ્યો હોય.
આ સ્થિતિમાં જેા પિતાએ તમને તમારી એજ્યુકેશન લોનના ઈએમઆઈ ચૂકવવાનું કહ્યું હોય, તો નારાજ ન થાઓ, પરંતુ તેમની પરિસ્થિતિને સમજવાની કોશિશ કરો. આમ પણ હવે લોન ચૂકવવાની તમારી ફરજ છે જ, તેથી તેને મજબૂરી અથવા બોજ ન સમજે. સાથે આ સ્થિતિમાં તમારા પેરન્ટ્સને ફુલ સપોર્ટ કરો.
જેા પેરન્ટ્સે તમને કંઈક બનાવવા માટે પોતાનું બધું ખર્ચી નાખ્યું હોય, તેમને જ્યારે જરૂર પડી છે ત્યારે તમે પણ ન માત્ર ઈએમઆઈ ભરો, પરંતુ તેમના ઘરખર્ચ તથા માની બીમારી પર પણ ખર્ચ કરો, જેથી તમારા પિતા પર બધો બોજ ન આવી જાય. આમ કરીને તમે પણ ફેમિલીનો સહારો બની શકશો.

તમે આર્થિક રીતે સક્ષમ હોવા પર
જિંદગીભર પેરન્ટ્સ પોતાના શોખ મારીને બાળકોની ઈચ્છા પૂરી કરે છે, પરંતુ હવે જ્યારે તેમને લાગતું હોય કે તમે સારી જેાબમાં સેટલ થઈ ગયા છો, તો તેઓ તમને તમારા શિક્ષણ માટે લીધેલી એજ્યુકેશન લોનના પૈસા ચૂકવવાની વાત કહી શકે છે, કારણ કે તમે જવાબદારીને સમજવાની સાથેસાથે પેરન્ટ્સના બોજને પણ ઓછો કરી શકો. આવું સુરેશ સાથે થયું હતું. સુરેશને તેને ગમતા કોર્સમાં એડમિશન અપાવવા માટે તેના પપ્પાએ લાખોની લોન લીધી હતી અને સમય જતા તેનું પરિણામ એ આવ્યું કે સુરેશને પણ ખૂબ ઊંચા પગારની નોકરી મળી ગઈ.
તેમ છતાં એક સામાન્ય નોકરી કરનાર સુરેશના પિતા એજ્યુકેશન લોનના હપતા ચૂકવી રહ્યા હતા. પિતાએ જ્યારે જેાયું કે સુરેશ માત્ર ને માત્ર પોતાના વિશે વિચારી રહ્યો છે અને હવે માત્ર પોતાની ઈચ્છાને પૂરી કરવા પર ધ્યાન આપી રહ્યો છે, ત્યારે તેમણે તેને તેની જવાબદારીનું ભાન કરાવવા માટે હવેથી લોનના ઈએમઆઈ ચૂકવવા માટે કહ્યું. જેાકે તેમનો આ નિર્ણય એક રીતે સાચો છે, કારણ કે સક્ષમ થઈ ગયા પછી બાળકોએ પોતાની લોન ચૂકવવી જેાઈએ.

એકલા છોડી જવાની સ્થિતિમાં
મોટાભાગના બાળકો ત્યાં સુધી પોતાના પેરન્ટ્સનો હાથ પકડી રાખવાનું પસંદ કરે છે, જ્યાં સુધી તેમને તેમની જરૂર હોય છે, પરંતુ જેવા તેઓ પોતાના જીવનમાં સ્થિર થઈ જાય છે ત્યારે તેમને પોતાના પેરન્ટ્સ બોજારૂપ લાગે છે અને ત્યારે તેઓ તેમને તેમના હાલ પર છોડી દેતા ખચકાટ નથી અનુભવતા.
આ સ્થિતિમાં કેટલાક પેરન્ટ્સ આ પીડા સહન નથી કરી શકતા અને મનોમન બસ એમ વિચારતા હોય છે કે જે બાળક માટે અમે આટલો ત્યાગ કર્યો, તે જ બાળક નોકરી મળી જતા અને અમારા હાલ પર છોડીને ચાલ્યો ગયો છે. આ સ્થિતિમાં તેઓ દુખી હૃદયે બાળકને કહી દેતા હોય છે કે હવે તમારી એજ્યુકેશન લોનના ઈએમઆઈ જાતે ચૂકવો. આમ કરવાથી બાળકોને પેરન્ટ્સના ત્યાગ અને બલિદાન સમજશે, સાથે પોતાની ફરજ અને ભૂલનો અહેસાસ થશે.
– પારૂલ ભટનાગર.

વધુ વાંચવા કિલક કરો....