ભારતીય મધ્યમ વર્ગને સારા બચતકર્તાના રૂપે ઓળખવામાં આવે છે. વિભિન્ન રિપોર્ટ અનુસાર તેઓ પોતાની આવકનો લગભગ ૨૫ ટકા ભાગ બચાવે છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું આ વર્ગ પોતાની બચતનું સ્માર્ટ રીતે રોકાણ કરી રહ્યો છે? મોટાભાગના ભારતીય લોકર અથવા બેંકમાં રોકડ રાખવાનું પસંદ કરે છે. આ સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે આ રોકડને પોતાના લોકરમાં મૂકી રાખવાથી વધારે સારો વિકલ્પ બીજેા કયો છે?
સમયની સાથે એમ પણ રોકડ રકમ ઓછી મૂલ્યવાન બની જાય છે. ઉદાહરણ તરીકે જેાઈએ તો ૧૦ વર્ષ પહેલાંના ૧૦૦ રૂપિયાનું મૂલ્ય આજના રૂપિયા ૧૦૦ કરતા ગણું વધારે હતું. તેથી રોકડને પોતાની પાસે રાખવાના બદલે આપણે રોકડનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવું જેાઈએ, જેથી આપણે ફુગાવાને હરાવી શકીએ. તેમ છતાં મોટાભાગના રોકાણકારો ફુગાવાને ધ્યાનમાં નથી લેતા. મનોવૈજ્ઞાનિકો તેને ધનનો લાભ જણાવે છે.
જેા ફુગાવામાં ૭ ટકાનો વધારો થયો હોય તો વેતનમાં ૫ ટકાનો વધારો પ્રભાવી રૂપે આપણી પાસેના નાણાંમાં એક કાપ હોય છે. તેમ છતાં સામાન્ય રીતે લોકો આ પરિદશ્યમાં ૧ વર્ષ દરમિયાન ૧ ટકા વેતનમાં કાપ પસંદ કરે છે જ્યારે ફુગાવો શૂન્ય હોય છે. તેથી પોતાના રોકાણની સફળતાને એ વાતથી માપો કે ફુગાવા પછી તમે કેટલું પોતાની પાસે રાખી રહ્યા છો એ વાત વિચાર્યા વિના કે તમે પોતાના રોકાણમાંથી કેટલું કમાઈ રહ્યા છો.

રોકાણ કરવાનું કેવી રીતે શરૂ કરશો
શેરબજારમાં પગ મૂકતા પહેલાં કેટલીક પાયાની વાત જાણી લેવી જરૂરી રહે છે. તેથી યૂટ્યૂબ પરના વીડિયો જેાઈને અથવા પુસ્તકો વાંચીને સ્વયંને સૌપ્રથમ શિક્ષિત કરો. શેરબજારને સારી રીતે સમજી લેવાથી તમને ઉત્તમ નાણાકીય નિર્ણય લેવામાં મદદ મળશે. નવી ફાઈનાંસ પ્રોડક્ટની જાણકારી રાખો અને ઉદ્યોગોના જાણકાર દ્વારા રોકાણ પર લખેલા પુસ્તકો વાંચો. નાણાકીય સમાચાર વિશેની સામાન્ય જાગૃતિ પણ સ્માર્ટ રીતે રોકાણ કરવાની એક સારી રીત છે.
બીજું પગલું એ છે કે જલદી રોકાણ શરૂ કરવું, જે નિશ્ચિત રીતે બચત કરાવે છે અને ભલે ને તમે તમારા જીવનના આ બિંદુને પસાર કરી લીધું હોય, પરંતુ ક્યારેય ન કરવા કરતા ભલે ને થોડું મોડું, પણ રોકાણ કરવાનું છે. શરૂઆતનું રોકાણ એ વાતને સુનિશ્ચિત કરી શકે છે કે તમારા પૈસાને પર્યાપ્ત કોર્પસ ફંડમાં વિકસિત થવા માટે પૂરતો સમય મળી જાય છે, જે તમને જરૂરિયાતના સમયે અથવા જ્યારે તમે રિટાયર થવાનો નિર્ણય કરો છો ત્યારે તમને હેલ્પ કરશે.
જીવનમાં બીજી કોઈ પણ વસ્તુની જેમ નિરંતરતા મહત્ત્વ ધરાવતી હોય છે અને તેથી સ્માર્ટ રોકાણ કરવા માટે નિરંતરતા જાળવી રાખો. વર્ષમાં માત્ર એક વાર અથવા મન થાય ત્યારે રોકાણ ન કરો, કારણ કે આમ કરવું પૂરતું નથી. પૈસામાં સારી રીતે વૃદ્ધિ કરવા અને અનુશાસિત રોકાણ કરવા માટે દર મહિને એક નક્કી રકમને અલગ કરીને રાખો. આ અનુશાસનનું પાલન કરવા માટે વ્યવસ્થિત રોકાણ યોજના (એસઆઈપી) અને ઓટો ચુકવણીનો વિકલ્પ ઉત્તમ છે, જે સુનિશ્ચિત કરે છે કે યાદ રાખીને દર મહિને એક નિશ્ચિત રકમ રોકાણ માટે રાખવામાં આવે.

આગળ શું કરવું છે
તમારે એસઆઈપીથી ક્યાં રોકાણ કરવું જેાઈએ? તેનો સામાન્ય નિયમ છે વિવિધ પોર્ટફોલિયો બનાવવા. એક કહેવત છે કે પોતાની પાસેના બધા ઈંડાને ક્યારેય એક ટોપલીમાં ન મૂકો. બસ આ જ વિવિધતા છે. તે જેાખમના વ્યવસ્થાપનમાં મદદ કરે છે. માત્ર એક સ્ટોકમાં રોકાણ કરવા પર ધ્યાન કેન્દ્રિત ન કરતા અને વિવિધ પોર્ટફોલિયો રાખનાર રોકાણકારો માટે કોવિડ એક આંખ ખોલનારી સ્થિતિ છે. તેથી હંમેશાં સલાહ આપવામાં આવે છે કે તમે તમારા રોકાણને અલગઅલગ એસેટ ક્લાસમાં ડાયવર્સિફાઈ કરો. એસઆઈપીના માધ્યમથી રોકાણ કરવું તમારા રોકાણના દષ્ટિકોણમાં શિસ્ત લાવશે. સારા રોકાણકર્તા મોટાભાગે સલાહ આપે છે કે તમારી રોજબરોજની નાણાકીય પ્રવૃત્તિને એક સરળ ફોર્મ્યુલા (કમાણી, બચત બરાબર ખર્ચ) ની આજુબાજુ તૈયાર કરવી જેાઈએ. માની લો કે તમે દર મહિને રૂપિયા ૩૦ હજાર કમાઓ છો અને જેા તમે એક નિશ્ચિત બજેટની અંદર તમારા ખર્ચને નિયંત્રિત કરવામાં અસમર્થ હોય તો એવું બની શકે કે મહિનાના અંતે તમારી પાસે બચત કરવા માટે કંઈ જ ન રહે, પરંતુ જેા તમે એસઆઈપીમાં રોકાણ કરો છો, તો તમે એક શિસ્તબદ્ધ રોકાણ વ્યવસ્થાનું પાલન કરવા માટે વિવશ બનશો.
જેા તમને ખબર હોય કે તમારા ખર્ચા કયા છે તો તમે એક નિશ્ચિત બજેટમાં ખર્ચ કરવાની ટેવ પાડશો. તેમાં સૌપ્રથમ તમે બચત કરશો અને ત્યાર પછી ખર્ચ કરશો.
જેા તમે તમારી નાણાકીય પ્રવૃત્તિને તેની આજુબાજુ જાળવી રાખશો એટલે કે પહેલા બચત કરો અને ત્યાર પછી ખર્ચ કરો, તો તમારે ક્યારેય કોઈ પણ નાણાકીય મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે, કારણ કે તમે એક શિસ્તબદ્ધ રોકાણના દષ્ટિકોણનું પાલન કરી રહ્યા છો. તમારા રોકાણના દષ્ટિકોણમાં નિયમિતતા જાળવી રાખવાથી તમને તમારા નાણાકીય લક્ષ્ય અથવા નાણાકીય ઉદ્દેશને પ્રાપ્ત કરવામાં મદદ મળી રહેશે.

એસઆઈપી કેમ
આ બધું ગણિતમાં છે. ચક્રવૃદ્ધિ વ્યાજની શક્તિ ગણિતથી આપણને આપવામાં આવેલા સર્વોત્તમ ઉપકરણોમાંથી એક છે. જ્યારે સમય એક રોકાણકારો પાસે ઉપલબ્ધ સૌથી મોટી સંપત્તિમાંથી એક છે અને તેનો નાણાકીય લાભ માટે ઉપયોગ કરવો બુદ્ધિપૂર્વકનું કામ છે. ઉદાહરણ તરીકે જેાઈએ તો રૂપિયા ૫ હજારનું રોકાણ પ્રતિમાસ કરીને ૧૦ વર્ષ સુધી ૧૨ ટકાના રિટર્ન પર રોકાણ કરવાથી ૧૧.૫૦ લાખ રૂપિયાની રકમ એકત્રિત થઈ શકે છે.
અનુરૂપતા અને ધીરજ આવી છે. ઓછામાં ઓછા સમયમાં વધારેમાં વધારે શક્ય રિટર્ન પાછળ ન ભાગો. સ્માર્ટ રોકાણ ઓછા જેાખમ અને સ્થિર રોકાણ વિષયે છે જે લાંબા સમયગાળા માટે કરવામાં આવે છે. તે સૌથી સારું હોય છે.
શેર બજારમાં રોકાણ કરતી વખતે જેાખમ ઉઠાવવાની ક્ષમતા વિકસિત કરવાની જરૂરિયાત હોય છે. બધા રોકાણમાં આમ તો જેાખમ સામેલ હોય છે. આ રોકાણનું એક જરૂરી પાસું છે, જેાકે કોઈ કેટલું જેાખમ લેવા તૈયાર છે, તેને માપી શકાય છે. નાણાકીય લક્ષ્યને નિર્ધારિત કરતી વખતે જેાખમ સહન કરવાની તમારી ક્ષમતાને અચૂક ધ્યાનમાં રાખો.
નાણાકીય નુકસાનની તે સીમાને જાણી લેવી, જેા તમે સહન કરી શકો છો અને અશાંત બજાર માટે તમારી સહનશીલતા મહત્ત્વપૂર્ણ છે, જે તમારા નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદ કરશે. જેા જેાખમ ઉઠાવવાની ક્ષમતા ઓછી હોય તો ડિબેન્ચર અને બોન્ડમાં રોકાણ કરો.

ટોળાની માનસિકતાથી સુરક્ષિત રહો
‘‘ક્રિપ્ટોકરન્સી સારી છે. મારા એક પરિચિતે તેમાં ખૂબ પૈસાની કમાણી કરી છે.’’ આ પ્રકારની સલાહ ન અનુસરો. બેન્જામીન ગ્રેહામે પોતાના પુસ્તક ‘ધ ઈન્ટેલિજન્ટ ઈન્વેસ્ટર’ માં કહ્યું છે, ‘‘એક બુદ્ધિશાળી રોકાણકારને પણ ભીડનું અનુકરણ કરવાથી બચવા પૂરતી ઈચ્છાશક્તિની જરૂર પડે છે.’’
નાણાકીય રોકાણ કરતી વખતે બીજા બધા જે કરી રહ્યા હોય છે, પરંતુ હંમેશાં તે તમારા માટે યોગ્ય માર્ગ ન હોઈ શકે. નાણાકીય લક્ષ્ય ખૂબ વ્યક્તિગત હોય છે. તે તમારી જેાખમની સહનશીલતા, નાણાં પ્રત્યેના તમારા વિચાર અને તમારા પરિવારની જરૂરિયાત પર આધાર રાખે છે. પ્રત્યેક વ્યક્તિ અલગ હોય છે અને બધા દષ્ટિકોણ કોઈ એક પર ફિટ પણ નથી બેસતા, તેથી કોઈ હોટ ટિપનું અનુકરણ કરવું જેની પાછળ બધા લોકો દોડી રહ્યા હોય તે કદાચ સૌથી બુદ્ધિશાળી વિકલ્પ સાબિત ન પણ થઈ શકે.
‘ધીરજનું ફળ મીઠું હોય છે’ આ કહેવતને નાણાકીય દુનિયા પર પણ લાગુ કરી શકાય છે. મોટાભાગના રોકાણકારો તત્કાલ લાભની શોધમાં રહેતા હોય છે. જેાકે આ પ્રકારની ઉતાવળથી મહત્ત્વપૂર્ણ નુકસાન થઈ શકે છે. તેના બદલે રોકાણને લાંબા સમયની કવાયત રૂપે જેવું વધારે લાભદાયી રહેશે, કારણ કે સારો નફો બનવામાં સમય લાગતો હોય છે. તેથી ધીરજ એક મહત્ત્વપૂર્ણ ગુણ ગણાશે.

રોકાણને નિયમિત રીતે ટ્રેક કરો
રોકાણમાં ખૂબ વધારે જેાખમ સામેલ હોય છે. આ જ કારણસર પોતાના પૈસા પર નજર રાખવી ખૂબ મહત્ત્વપૂર્ણ બની જાય છે. ઉપલબ્ધિને ટ્રેક કરવા અને તેનું વિશ્લેષણ કરવા માટે તમારી પાસે સ્પ્રેડશીટ્સ બનાવવા નિ:શુલ્ક ટૂલ ઉપલબ્ધ છે જેમાં તમારા બધા રોકાણ સુચિબદ્ધ થઈ જાય છે. માસિક ખર્ચ રિપોર્ટ બનાવવાથી બચત રણનીતિને વધારવા અને એ વાતને સમજાવવામાં મદદ મળી શકે છે કે કેટલી પ્રવાહીતાની જરૂર છે. આ બધા નાના વિષયને જ્યારે એકસાથે મિક્સ કરી દેવામાં આવે છે ત્યારે તે તમારા સારા નાણાકીય ભવિષ્ય માટે એક મજબૂત સ્માર્ટ રોકાણ અને નાણાકીય પ્રણાલી બનાવી શકે છે.
– ડો. સમીર કપૂર.

વધુ વાંચવા કિલક કરો....