અમેરિકાની ‘ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન’ (એફબીઆઈ) દ્વારા ૨૦ વર્ષ પછી શોધી કાઢેલા એક બળાત્કારીને કેસ્ટ્રેશનની સજા આપવાનો ઈન્કાર કરતા અમેરિકાની ફેડરલ કોર્ટના જજે લખ્યું હતું કે કેસ્ટ્રેશન બળાત્કારની સમસ્યાથી મુક્તિનો વૈજ્ઞાનિક માર્ગ નથી, કારણ કે કેસ્ટ્રેશનથી બળાત્કારની ઈચ્છા નાબૂદ નથી થતી અને બળાત્કાર એક્ટથી વધારે ઈંસ્ટિક્ટ છે, એટલે કે કરતૂતથી વધારે પ્રવૃત્તિ છે.

આપણા દેશમાં બીભત્સ બળાત્કાર કાંડ પછી એક મોટા વર્ગ દ્વારા બળાત્કારીઓને કેસ્ટ્રેશનની સજા આપવાની માગણી ઉઠાવવામાં આવે છે અને છાપામાં નવા અને જૂના હવાલાની સાથે આ સંબંધમાં એક મત બનાવવાની કોશિશ જેાવા મળે છે, ત્યારે પણ જસ્ટિસ વર્મા સમિતિએ પોતાના આ સલાહ રિપોર્ટમાં આ જેાગવાઈને સામેલ નથી કરી, જેના આધારે બળાત્કારને અટકાવવા માટે કડક કાયદો બનાવવામાં આવે છે.
જેાકે મનોવૈજ્ઞાનિકો આ વાતને દલીલો દ્વારા સાબિત કરી ચૂક્યા છે કે બળાત્કાર એક માનસિક ઉન્માદ છે. તે શક્તિશાળી ગતિવિધિના રૂપે ભલે ને દેખાતો હોય અને ઓળખાતો હોય, પરંતુ વાસ્તવમાં તે એક માનસિક ગુસ્સો અને માનસિક ભૂખ છે. આ જ કારણસર બળાત્કાર કરનારા વિશે જે ખુલાસા થાય છે, તેમાં બધા ખુલાસા એવા હોય છે જે પહેલી નજરે આશ્ચર્ય પમાડનાર હોય છે.

સીરિયલ બળાત્કારીનો ડર
વર્ષ ૧૯૯૭-૯૮ માં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં એક સીરિયલ બળાત્કારીનો ખૂબ ડર હતો જેા નાનીનાની બાળકી સાથે બળાત્કાર કરીને તેમને બીભત્સ રીતે મોતને ઘાટ ઉતારી દેતો હતો. જ્યારે આ માનસિક રીતે વિકૃત બળાત્કારી હરિયાણાના બહાદુરગઢમાં પકડાઈ ગયો ત્યારે જાણ થઈ કે તેની અંદરની ગૂંગળામણ હતાશા અને હીનભાવનાને વ્યક્ત કરતી હતી. હકીકતમાં તે દરેક સમયે એ વાતને ચકાસવાની કોશિશ કરતો હતો કે તેના માટે સંબંધ બનાવવો શકય છે કે નહીં અને જ્યારે તે નિષ્ફળ રહેતો ત્યારે નાની બાળકીઓની પણ હત્યા કરતો હતો.

નોઈડાના ખૂબ ચર્ચિત નિઠારી હત્યાકાંડમાં કોલી વિશે આ હકીકત સામે આવી હતી. કહેવાય છે કે આ જ ગૂંગળામણમાં પોતાના માલિક સાથે મળીને નાના બાળકોનું યૌન શોષણ કરતો હતો અને ત્યાર પછી તેમની ખૂબ નિર્દયતાથી હત્યા કરી નાખતો હતો.
કેસ્ટ્રેશન કયા પ્રકારના બળાત્કારને અટકાવવામાં અસમર્થ સાબિત થઈ શકે છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મોટા પાયે હિજડા, જે કેસ્ટ્રેશનનો શિકાર હોય છે, સેક્સ પ્રવૃત્તિમાં લિપ્ત હોય છે, પછી ભલે ને સક્રિય હોય કે નિષ્ક્રિય.
આ વાત પરથી એ પણ સાબિત થાય છે કે કેસ્ટ્રેશનનું બળાત્કારમાં અસરકારક હોવું મુશ્કેલ છે. બળાત્કાર જેવા સામાજિક દૂષણથી મુક્તિ ત્યારે પ્રાપ્ત કરી શકાય, જ્યારે સેક્સ એક સામાજિક બહિષ્કાર ન હોય. હકીકતમાં, બળાત્કારની સમસ્યાથી બચવા માટે કેસ્ટ્રેશનનો વિચાર નિર્ભયા કાંડ અથવા હાથરસની ઘટના પરથી આવ્યો નહોતો, પરંતુ તે પહેલા આ વિશે ચર્ચા અને દલીલો તે સમયે જેારદાર રીતે શરૂ થઈ ગઈ હતી, જ્યારે ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૨ ના રોજ દિલ્લીની એક તે સમયની અતિરિક્ત જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું હતું, ‘‘મારા હાથ બંધાયેલા છે, તેથી હું એ જ સજા સંભળાવી શકું છું, જેની જેાગવાઈ છે, પરંતુ મારી સંવેદના મને એમ કહેવા મંજૂરી આપે છે કે હવે સમય આવી ગયો છે કે દેશના કાયદા બનાવનાર વિદ્વાનો બળાત્કારની વૈકલ્પિક સજા રૂપે રાસાયણિક અથવા સર્જિકલ ખસ્સીકરણ વિશે વિચારે જે રીતે બીજા દેશમાં જેાગવાઈ છે.’’

યૌન અપરાધ અને કાયદા
રોહિણી જિલ્લા અદાલતના એડિશનલ સેશન જજ કામિની લો ની આ ટિપ્પણી પછી તેમણે યૌન અપરાધના એક કેસમાં ૩૦ વર્ષના બળાત્કારી નંદનને આજીવન કારાવાસની સજા સંભળાવતા કરી હતી, પરંતુ તે સમયે દલીલો ખૂબ ઉગ્ર થઈ ગઈ હતી કે કેમ મેજિસ્ટ્રેટની ઈચ્છાનુસાર બળાત્કારીને કેસ્ટ્રેશનની સજા આપવામાં ન આવે.
આ વિષય પર ચર્ચા દરેક ગેંગરેપ પછી ફરીથી સમાચારોમાં આવી જાય છે. જે તે ન તેની પર સુપ્રીમ કોર્ટ કે સંસદે ધ્યાનમાં લીધું છે. તેમ છતાં આ માંગ તમામ મહિલાવાદી સંગઠન, સામાન્ય જનતા, રાજકીય પાર્ટીના સભ્યો તેમજ અંગત રીતે ઘણા બધા મોટા ગજના રાજનેતા પણ કરી રહ્યા છે. જેાકે પ્રોફેશનલ ડોક્ટરો તરફથી આ સંબંધમાં હંમેશાં આપત્તિ ઉઠાવવામાં આવી છે. જેા ડોક્ટરોને કેસ્ટ્રેશન એટલે કે ખસ્સીકરણ પર આપત્તિ છે, તેમાંથી મોટાભાગનાને કેમિકલ અથવા રાસાયણિક ખસ્સીકરણથી આપત્તિ છે. તેમનું કહેવું છે કે દુનિયામાં હજી સુધી કોઈ એવી દવા બની નથી, જે સ્થાયી રીતે કોઈને હંમેશાં માટે નપુંસક બનાવી શકે એટલે કે રાસાયણિક રીતથી નપુંસક બનાવવામાં આવેલી વ્યક્તિ વધારેમાં વધારે ૩ મહિના નપુંસક રહી શકે છે. ત્યાર પછી તે પહેલા જેવી સ્થિતિમાં આવી જશે. ઘણી વાર માત્ર ૧ મહિના સુધી રસાયણની અસર રહેતી હોય છે. કહેવાનો અર્થ એ છે કે જેા વ્યક્તિને આ સજા આપવામાં આવશે તેણે દર ૧ મહિના પછી તેના પૌરુષત્વને નિષ્ક્રિય રાખતા ઈંજેક્શન લગાવવું પડશે. પહેલી વાત એ છે કે આ કામ ખૂબ મુશ્કેલ હશે અને બીજી વાત એ કે આ બાબત માથાના દુખાવા સમાન રહેશે કે સરકારી એજન્સી સુનિશ્ચિત કરે કે તે વ્યક્તિ દર મહિને યોગ્ય સમયમાં કોઈ સજજન પુરુષની જેમ પોતાને નપુંસક બનાવનાર ઈંજેક્શન લગાવે. સાથે આપત્તિ દર્શાવનાર ડોક્ટરોને એ પણ આશંકા છે કે આ ઈંજેક્શનથી ઘણા બધા પ્રકારની સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. દાખલા તરીકે, આ ઈંજેક્શનની અસરથી વ્યક્તિ ખૂબ વધારે સ્થૂળ થઈ શકે છે અને તેને ડાયાબિટીસ અથવા અન્ય બીમારી થઈ શકે છે.

કાયદો અને દલીલ
આ પ્રકારની બીજી પણ ઘણી બધી આશંકા ડોક્ટરોએ વ્યક્ત કરી છે. તેથી ચિકિત્સક સમુદાય કેમિકલ કેસ્ટ્રેશનના પક્ષમાં નથી. આ જ રીતે કેટલાક ડોક્ટર તથા માનવાધિકાર સંગઠનોએ પણ સર્જિકલ રિમૂવલ એટલે કે લિંગને કાપી નાખવા જેવી સજા પણ અમાનવીય નિર્દયી અને મધ્યકાલીન જણાવી છે. આ કારણસર સર્જિકલ અથવા કેમિકલ કેસ્ટ્રેશન પર વિવાદ છેડાઈ ગયો છે. કાયદા બનાવવાના સંબંધમાં એક જૂની કહેવત છે કે કાયદો તે સમયે બનાવવો જેાઈએ, જ્યારે તત્કાલ તેની જરૂર ન હોય. તેનો અર્થ એ કે જ્યારે આપણે કોઈ ઘટનાના ભાવુક આવેશમાં કોઈ કાયદો બનાવવો છો ત્યારે તેમાં તટસ્થ નથી રહી શકતા. આપણો ઝુકાવ અથવા વલણ જે તરફ હોય છે તેને અનુરૂપ આપણે કાયદા બનાવીએ છીએ.

પૂરા દેશમાં દિલ્લી ગેંગરેપ પછી પેદા થયેલા આક્રોશના લીધે પૂરો દેશ બધા બળાત્કારીથી અને મહિલાઓ વિરુદ્ધ અપરાધ કરનારાથી ખૂબ નારાજ અને ગુસ્સામાં છે. બધા ઈચ્છે છે કે આવા બળાત્કારીઓને કોઈ પણ સ્થિતિમાં ફાંસીની સજા મળવી જેાઈએ, પરંતુ જ્યારે નિર્ભયા ગેંગરેપના આરોપી રામસિંહનું તિહાર જેલમાં શંકાસ્પદ હાલતમાં મોત થયું ત્યારે તમામ સંગઠનના કાર્યકર્તા તેના મોત પર કાયદાનું સંકટ જેાવા લાગ્યા.
કેસ્ટ્રેશનની માંગ સાથે પણ આ જ સ્થિતિ બની શકે છે. દિલ્લી ગેંગરેપ પછી ગુસ્સે ભરાયેલી સામાન્ય જનતા જે જેારશોરથી આ કડક સજાની માગણી કરી રહી હતી, તે હવે ગાયબ થઈ ગઈ છે. તે જેાઈને એ વાત સાબિત થાય છે કે કાયદો હંમેશાં શાંતિપૂર્ણ વાતાવરણમાં બનાવવો જેાઈએ અને શાંતિપૂર્ણ વાતાવરણ કેસ્ટ્રેશનથી ન સમસ્યાનું સમાધાન જુએ છે કે ન તેને ખૂબ પ્રભાવશાળી માની શકે છે. તેથી તેના વિશે વિચારવામાં ન આવે તો સારું છે.

સમસ્યા અને સમાધાન
એ વાતમાં કોઈ બેમત નથી કે બળાત્કાર જેવા કિસ્સામાં મહિલાઓ પ્રત્યે સકારાત્મક અને સહાનુભૂતિપૂર્વક વિચારવાની જરૂર છે, કારણ કે સામાન્ય રીતે તેઓ પીડિત હોય છે, પરંતુ કોઈ એવો કાયદો બનાવવો જેાખમથી ખાલી નથી, જેના દુરુપયોગની ભરપૂર આશંકા હોય. જેાકે વિશ્વના ઘણા બધા દેશમાં આ પ્રકારના કાયદા છે, પરંતુ ક્યારેય નથી જેાવા મળ્યું કે આવા કાયદા બનાવી દેવા માત્રથી બળાત્કાર જેવા યૌન હિંસાના અપરાધમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો જેાવા મળ્યો હોય. આ સમયે દુનિયામાં જે દેશોમાં સર્જિકલ અને કેમિકલ કેસ્ટ્રેશનની સજાની જેાગવાઈ છે, તેમાં અમેરિકા, બ્રિટન, રશિયા, પોલેન્ડ અને જર્મની જેવા વિકસિત દેશ પણ સામેલ છે. અમેરિકાના કેટલાક રાજ્યમાં સ્વેચ્છાએ કેમિકલ કેસ્ટ્રેશન માટે તૈયાર થનાર યૌન અપરાધીઓને ઓછી સજા આપવામાં આવે છે. ઈઝરાયેલે પણ બાળ યૌન ઉત્પીડકોને આવી સજા આપવાની જેાગવાઈ કરી છે. અમેરિકાના લુસિયાનાના ગવર્નર ભારતીય મૂળના બોબી જિંદલે સેનેટ બિલ-૧૪૪ પર હસ્તાક્ષર કરતા જજેાને દુષ્કર્મીઓ વિરુદ્ધ કેસ્ટ્રેશનની સજા સંભળાવવાની મંજૂરી આપી હતી. કેલિફોર્નિયા, અમેરિકાનું આ એકમાત્ર રાજ્ય છે, જેણે પોતાને ત્યાં કેસ્ટ્રેશનની જેાગવાઈને લાગુ કરવા માટે પોતાના પરંપરાગત કાયદા બદલી નાખ્યા છો.

આ ઉપાય કેવી રીતે ચાલશે
ભારતમાં જે રાજકીય પાર્ટીમાં વ્યાપક રીતે આ કાયદા પ્રત્યે સમર્થન નથી દેખાઈ રહ્યું તો તેનો અર્થ એ છે કે બળાત્કારની બંને સજા કેસ્ટ્રેશન એટલે કે ખસ્સીકરણ અને ફાંસીની સજાને લઈને કાયદાના જાણકારો અને રાજકીય પાર્ટીમાં ખચકાટ જરૂર છે. જે લોકો વર્તમાન વાતાવરણના પ્રભાવમાં આ બંને વસ્તુ સાથે ઊભેલા દેખાય છે, તે પણ ભવિષ્યમાં તેમાંથી છટકી શકે છે, કારણ કે ત્યાં સુધી શક્ય છે કે તેમનામાં આ ભાવનાત્મક આવેશ શાંત થઈ જાય, તેથી ઉતાવળમાં આ સંદર્ભે કાયદો બનાવવાની કોઈ જરૂર નથી.

વિશ્વભરમાં માત્ર ઈંડોનેશિયા, યૂક્રેન, ચેક રિપબ્લિક અને પાકિસ્તાને કેસ્ટ્રેશનને સજાના રૂપમાં કાયદામાં સામેલ કર્યું છે, પરંતુ દરેક અપરાધીને આ સજા માટે યોગ્ય માનવામાં આવશે, તેમાં શંકા જરૂર છે. બળાત્કારના દરેક કિસ્સામાં એવીડન્સની ભારે અછત હોય છે અને માત્ર પીડિતાના નિવેદનના આધારે દોષિતને સજા આપવામાં જજ ખચકાટ અનુભવતા હોય છે. બળાત્કારોની સંખ્યા જેટલી બતાવવામાં આવે છે, વાસ્તવમાં તેના કરતા અનેકગણી વધારે હોય છે, કારણ કે મોટાભાગના કિસ્સામાં છોકરી મૌન રહેવામાં પોતાની ભલાઈ સમજતી હોય છે. આ જ વાત અપરાધીને રક્ષણ પૂરું પાડતી હોય છે અને ખસ્સીકરણ એટલે કે કેસ્ટ્રેશન આ સ્થિતિમાં નિષ્ફળ સાબિત થશે. વર્ષ ૨૦૦૦ માં ૨૮,૦૪૬ કેસ નોંધાયા હતા, જે ખૂબ ઓછા પ્રતીત થાય છે. ઘરોમાં થતા બળાત્કારને મહદ્અંશે છુપાવી લેવામાં આવતા હોય છે. આમ પણ મુશ્કેલીથી ૧૦-૧૫ ટકા કિસ્સામાં સજા થતી હોય છે, તો પછી આ ઉપાય કેવી રીતે અસરકારક રહી શકશે.
– મીરા રાય.

વધુ વાંચવા કિલક કરો....