એક વાત વિચારવા યોગ્ય છે કે કેમ દરેક વ્રતનું પાલન માત્ર મહિલાઓ જ કરે છે પછી તે કરવા ચોથ હોય, અહોઈ અ્ટમી કે પછી વટસાવિત્રીનું? કેમ માત્ર પુરુષોની લાંબી ઉંમરની કામના માટે વ્રત રાખવામાં આવે છે? જેાકે દરેક વ્રત સાથે એક પૌરાણિક કથા જેાડાયેલી હોય છે, જેથી મોટાભાગની મહિલાઓ આ વ્રતને ખૂબ શ્રદ્ધા અને કડક નિયમો સાથે રાખતી હોય છે.
માન્યતા એવી પણ છે કે જેા પ્રથમ કરવા ચોથનું વ્રત નિર્જળા રાખ્યું હોય તો દરેક કરવા ચોથ પણ એવી જ રીતે રાખવી પડે છે, પછી ભલે ને આ વ્રતની મહિલાઓના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કેમ ન થાય.
શું હકીકતમાં દર મહિને પૂનમ અથવા નિર્જળા એકાદશી વ્રત કરવાથી ઘરમાં શાંતિ જળવાઈ રહે છે? શું આપણે પણ આ બધા વ્રતમાં ખૂબ શ્રદ્ધા ધરાવીએ છીએ? શું તે આપણા ડરને ઉજાગર નથી કરતા? જીવનમાં આવનારી મુશ્કેલીનો સામનો કરવાના બદલે આપણા ધર્મગુરુ આપણને આ વ્રત કરવાની સલાહ આપે છે.

ભણેલાગણેલા પણ છેતરાય છે
કેમ આપણે કોઈ પણ મુશ્કેલ સમયમાં કર્મના બદલે વ્રતને મહત્ત્વ આપીએ છીએ? કેમ આજે પણ ભણેલાગણેલા લોકો આ વ્રતની જાળમાંથી બહાર નથી આવી શકતા?
આ બધા પાછળનું કારણ છે તેમની અંધશ્રદ્ધા અથવા તેમની આળસ. કોઈ પણ સમસ્યાના સમાધાન માટે આપણે એક સુનિયોજિત રીતે કામ કરવું પડે છે, જેના માટે જરૂર પડે છે સખત મહેનત અને અથાગ પ્રયાસની, પરંતુ ઘણી વાર આપણને વ્રતનો માર્ગ વધારે સરળ લાગે છે, કારણ કે આપણને પણ હંમેશાંથી એવી વસ્તુ વધારે આકર્ષિત કરે છે, જે આપણને સપનાની દુનિયામાં ખેંચીને લઈ જાય છે.
વૈભવલક્ષ્મીનું વ્રત કરવાથી ધનનો લાભ થશે, આવું માનીને કોણ જાણે કેટલીય મહિલાઓ આ વ્રત કરે છે અને સાચી શ્રદ્ધાથી તેની ઉજવણી કરે છે. આ વ્રતના કડક નિયમોનું પાલન કરવામાં અને તેની ઉજવણીમાં સારો એવો ખર્ચ થાય છે. આ વ્રત આમ પણ આપણા ખિસ્સા પર ભારે પડે છે. સમય પર ખાણીપીણીનો ત્યાગ કરીને અને રાત્રે પચવામાં ભારે ભોજન કરવાથી આપણા સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે તે વિશે આપણે બધા જાણી ચૂક્યા હોઈશું.

આ મોટું ષડ્યંત્ર છે
મારા સાસુ હંમેશાં કરવા ચોથના ઉપવાસને ખૂબ શ્રદ્ધા સાથે રાખતા હતા, તેમનું દરેક વ્રત તેમના પતિના લાંબા આયુષ્ય માટે રહેતું હતું. તેમ છતાં તેમની ચિર સૌભાગ્યવતીની ઈચ્છા પૂરી ન થઈ શકી. ધ્યાનથી જેાઈએ તો જેાવા મળશે કે આ બધા વ્રતને માત્ર મહિલાઓ જ રાખતી હોય છે. પછી ભલે ને પૂર્ણમાસીનું વ્રત હોય, એકાદશીનું હોય, અજમીનું હોય કે પછી કરવા ચોથનું. દરેક વ્રત પાછળ મુખ્ય ભાવના હોય છે પરિવારના સુખશાંતિ અથવા પુત્ર કે પતિનું લાંબું આયુષ્ય. આ તમામ વ્રતપૂજાપાઠને માત્ર મહિલાઓ કેમ રાખી શકે છે, કારણ કે તેમને બાળપણથી પોતાની ઈચ્છાને કાબૂમાં રાખવાનું શિક્ષણ આપવામાં આવે છે. આપણા સમાજમાં પુરુષોની સત્તાનો દબદબો રાખવા માટે પણ આવું કરવામાં આવે છે.
આ તમામ વ્રત મહિલાઓ રાખતી હોય છે, પરંતુ આ વ્રતના નિયમ બનાવનાર બધા પંડિત પુરુષ છે. અહીં પ્રશ્ન એ થાય છે કે અત્યાર સુધી પંડિતાઈમાં પુરુષોનું વર્ચસ્વ કેમ રહ્યું છે? શું તેની પાછળ એ કારણ નથી કે આપણો ધર્મ આજે પણ મહિલાઓને એવા અંધકારમાં રાખવા ઈચ્છે છે, જ્યાં નારી મુક્તમને વિચારી પણ ન શકે. જેા વ્રત કરવાથી જિંદગી ખરેખર સરળ થઈ જાય, તો કદાચ જ આપણી આસપાસ આપણને કોઈ દુખી વ્યક્તિ જેાવા મળે.

જિંદગીને આ રીતે સરળ બનાવો
જેા સમય અને ઊર્જા આપણી મહિલાઓ આ બધા વ્રત રાખવામાં વેડફે છે, તે સમયમાં તેઓ કેટલા લાભદાયી કાર્યો કરી શકે છે, જેા સમય અને શક્તિને મહિલાઓ આ બધા વ્રત કરવામાં ખર્ચે છે તેટલા સમયમાં કોઈ લાભદાયી હુન્નર શીખી શકે છે, જે તેમની જિંદગીને સરળ બનાવી શકે છે. જેાકે હું અહીં વ્રત કે પૂજાપાઠ વિરુદ્ધ કોઈ ચળવળ નથી ચલાવી રહી. હું માત્ર એટલું જ કહેવા ઈચ્છુ છું કે તમે ભલે ને કોઈ પણ વ્રત રાખો, પરંતુ તેને તમારી ખુશી માટે રાખો. સમય અને સ્વાસ્થ્યના હિસાબે કડક નિયમ કાયદાનું પાલન કરો.
– રિતુ વર્મા.

વધુ વાંચવા કિલક કરો....