જેા કોઈ એમ કહે કે યોગ કોઈ ધાર્મિક કૃત્ય નથી. તેની નાદાની પર હસવું આવી જાય અથવા કોઈ પણ જાતના ખચકાટ વિના એમ કહી શકાય કે આ નવા યુગના ફેલાઈ રહેલા પાખંડોના ષડ્યંત્રકારીમાંથી એક છે. દર વર્ષે સરકાર અબજેા રૂપિયાનો ખર્ચ કરીને માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરે છે. આ વાતને મોટી સરકારની સફળતાના બદલે એક નવા દષ્ટિકોણથી જેાવી જેાઈએ કે આ ઉજવણી દેશની પ્રજા પર બિનજરૂરી બોજ છે. આખરે યોગના પ્રચારપ્રસાર અને તેને સરકારી સ્તરે ઊજવવા માટે આપણા યોગાચાર્યોને હવે ખૂબ પૈસા મળી રહ્યા છે, થોડા સરકાર પાસેથી થોડા અંધભક્તો પાસેથી.
કારણ માત્ર એ જ છે કે ભારત માતાની જય બોલવાના ટુચકા પછી યોગ એક એવું ધાર્મિક કૃત્ય છે જે બાહ્યરૂપે કર્મકાંડથી મુક્ત છે એટલે કે એક એવું કામ છે જેના અવેજમાં તમારે પંડાઓને સીધી કોઈ ચુકવણી નથી કરવી પડતી. સરકાર એ જ બતાવવા ઈચ્છે છે કે કર્મકાંડ સિવાય હિંદુ ધર્મ છે જેને હવે શુદ્ધ ન હોય તેવો દુકાનદાર પણ વેચીને પોતાની રોજીરોટી કમાઈ શકે છે.

યોગની આડમાં બિઝનેસ
અહીં એક વાત જણવી ખૂબ રસપ્રદ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તાલમેલ એવા બાબા સાથે નથી બેસતો, જે પૂજાપાઠ, યજ્ઞ, હવન વગેરેનો પોતાનો ફૂલટાઈમ રોજગાર અથવા ઉદ્યોગ બનાવી ચૂક્યા છે, પરંતુ તેમનો તાલમેલ એવા બાબા સાથે બેસી રહ્યો છે, જે ધર્મના કારોબારમાં નવાનવા આઈડિયા લાવે છે અને તે પણ એવા કે ગ્રાહક હિંદુત્વથી પોતાનું મોં ન ફેરવે. આ બાબાઓમાં રામદેવ પણ સામેલ છે, જેમનો પ્રચાર ૨૦૧૪ માં મોદીને ખૂબ કામમાં આવ્યો હતો અને હવે પતંજલિ બ્રાન્ડ હેઠળ ખૂબ ફુલ્યોફાલ્યો છે.
ખુશી વેચનાર આર્ટ ઓફ લિવિંગ ના સ્થાપક શ્રીશ્રી રવિશંકર અને યોગની આડમાં હવે હેર રિમૂવર છોડીને તમામ વસ્તુ વેચી રહ્યા છે. યોગ ગુરુના નામે બિનજરૂરી પુરસ્કૃત કરવામાં આવેલા બાબા રામદેવ આમ તો કારણ વિના મોદીની પસંદ નથી, જે બિનહિંદુ પાસેથી પણ સૂર્યપૂજા કરાવવા અને ઓમ બોલાવડાવવાની તાકાત ધરાવે છે. વિશ્વભરમાં યોગનો ખૂબ પ્રચાર કરવામાં આવ્યો, પરંતુ જેા કસરતને યોગના નામે કરવામાં આવે છે તેનો પુરાણોમાં કોઈ ઉલ્લેખ નથી.

ધર્મના માપદંડ સંકુચિત કેમ
એ વાત સાચી છે કે ધર્મના માપદંડો એટલા સંકુચિત પણ ન હોવા જેાઈએ કે તે અગરબત્તીના ધુમાડા અને ૫-૧૦ રૂપિયાના ભગવાનના ફોટામાં કેદ થઈને રહી જાય. ધર્મની વ્યાપકતા દર્શાવવા માટે સરકાર યોગના રેપરને પણ એક પ્રોડક્ટની જેમ લઈ આવી છે, જેનું છેલ્લા કેટલાક વર્ષોથી શુદ્ધિકરણ કરવામાં આવી રહ્યું છે અને આશા રાખવી જેાઈએ કે યોગ પૈસાપાત્ર બની રહેલા શ્રીમંત હિંદુઓમાં પ્રચુરતાથી વેચાશે. હમણાં કરો યોગ, રહો નિરોગ નો દાવો ઠીક એક ચમત્કાર રૂપે કરવામાં આવી રહ્યો છે જેવું ક્યારેક એમ કહેવામાં આવતું હતું કે હનુમાનનું નામ લેવા માત્રથી પ્રેતાત્માઓ નજીક નથી ફરકતી. આ વાત પર અંધશ્રદ્ધાળુ લોકો સહજ ભૂતપ્રેતના અસ્તિત્વ પર ભરોસો કરવા લાગે છે. લોકવાયકા પ્રમાણે આજે પણ આ ખરાબ અને ભટકતી આત્મા ગામકસબાના પીપળા અને જૂના ઝાડ પર લટકતી હોવાની વાત સાંભળવા મળે છે, જેનાથી બચવાનો કોંટ્રાકટ પંડિતો, ભૂવા દક્ષિણાની અવેજમાં લઈ રાખ્યો છે.

ધાર્મિક લાલસા
યોગથી બીમારી થાય છે, તેથી કોવિડ-૧૯ દરમિયાન રામદેવે પોતાની ખાસ દવા બહાર પાડી હતી. જેા બીજા કોઈએ આવું કર્યું હોત તો ડ્રગ કંટ્રોલર તેમને જેલમાં બંધ કરી દેત. ખાનદાની અને શિક્ષિત બની ગયેલા નવાનવા હિંદુઓની ધાર્મિક લાલસાને પકડીને બેઠેલા મોદી એ દાવો કરી રહ્યા છે કે આ લાલસા મુક્તિ અને મોક્ષની છે, જે યોગથી શક્ય છે, સ્વાસ્થ્ય શરૂઆતી પ્રલોભન માત્ર છે. જેા તમે યોગ કરશો તો વહેલામોડા જરૂર ભગવાન સાથે કનેક્ટ થશો, પછી જીવનમાં કોઈ મોહ કે વાસના નહીં રહે. તમે દેહથી એક પ્રકાશપૂંજામાં પરિવર્તિત થશો, જે ગમે ત્યારે દેહધારણ અને ત્યાગ ઈચ્છાથી કરી શકશે. એટલે કે અતિમાનવ અથવા ઈશ્વર બનવા માટે હવે કોઈઐ પણ હિમાલય તરફ જવાની જરૂર નહીં પડે. આ યોગાસનને વેચવા માટે ડોક્ટરો અને વિચારકોની એક ફોજ પણ તૈયાર કરવામાં આવી છે. વિદેશમાં જે લોકો ઈસુ ખ્રિસ્તની મૂર્તિ સાથે બેસીને પોતાના દુખને દૂર કરવાની પ્રાર્થના કરે છે, તે યોગને એ રીતે કરવા લાગ્યા છે જાણે કે સંડેના ચર્ચમાં જવું. જેાકે સામાન્ય કસરત વધારે અસરકારક છે તેથી ફિઝિયોથેરપિ સેન્ટર અને જિમ ચલાવવામાં આવે છે જે શરીરવિજ્ઞાન અનુસાર કસરતો કરાવતા હોય છે.
– ભારત ભૂષણ.

વધુ વાંચવા કિલક કરો....