નોઈડામાં ૮૧ વર્ષનો એક પેઈરુફુટર મોરિસ રાઈડર એક છોકરી સાથે પોતાની આંગળીથી સેક્સ કરતો હતો. છોકરીએ પોતાના પેરન્ટ્સને આ વાત જણાવી અને ત્યારે આ ઘટના પોલીસ પાસે પહોંચી ગઈ. પોલીસે આ કેસને ડિજિટલ રેપની કલમ અંતર્ગત નોંધ્યો. ત્યાર પછી આ ડિજિટલ રેપ શબ્દ જાણીતો બન્યો. આ પહેલા દિલ્લી અને મુંબઈમાં આવા ૨ કેસ સામે આવી ગયા હતા, પરંતુ તે એટલા ચર્ચામાં આવ્યા નહોતા.
છોકરીઓના યૌન અંગ સાથે રમવાની ઘૃણાસ્પદ માનસિકતા ધરાવનાર એમ વિચારતા હોય છે કે રેપ ત્યારે કહેવાય છે જ્યારે પુરુષનું લિંગ છોકરી અથવા મહિલાની વજાઈનામાં પ્રવેશ કરે. આવી હલકી માનસિકતા ધરાવતા લોકો નાની ઉંમરની છોકરીઓની વજાઈનામાં આંગળી નાખીને સેક્સની અનુભૂતિ કરતા હતા. જેાકે નાની ઉંમરની છોકરીને આ વાત સમજમાં નથી આવતી. આ સ્થિતિમાં આવા લોકોનો અપરાધ છુપાઈ જાય છે.
કેટલાક એવા કાળજું કંપાવી દે તેવા કિસ્સા પણ હેડલાઈન્સમાં રહ્યા છે જેમાં અપરાધી મહિલાની વજાઈનામાં કોઈ રોડ અથવા બીજી કોઈ વસ્તુ નાખીને તેને પોતાની હલકી માનસિકતાનો શિકાર બનાવી લે. ઘણી વાર આવી ઘટનામાં પીડિત મહિલાનું મૃત્યુ સુધ્ધાં થયેલું છે. ભૂતકાળમાં દિલ્લીમાં નિર્ભયા કેસ વિશે બધા અવગત છે. માનવીય ક્રૂરતાની હદ વટાવતો આ ચર્ચાસ્પદ કિસ્સો જગજાહેર છે. પહેલા આ પ્રકારના અપરાધને રેપ માનવામાં નહોતા આવતા. આ સ્થિતિમાં અપરાધી સજાથી બચી જતા હતા. જેાકે હવે કાયદામાં આવેલા બદલાવ પછી આવા અપરાધને પણ ડિજિટલ રેપ માનવામાં આવશે. રેપની વ્યાખ્યામાં આવેલા બદલાવથી બાળકો સાથે થતા યૌન અપરાધમાં હવે સજા થશે.

ડિજિટલ રેપ શું છે
વાત જ્યારે ડિજિટલ રેપની આવે છે ત્યારે સામાન્ય રીતે લોકો એમ સમજતા હોય છે કે સોશિયલ મીડિયા પર નેકેડ ફોટો, વીડિયો અથવા અશ્લીલ મેસેજ કરીને જ્યારે છોકરીને પરેશાન કરવામાં આવે ત્યારે તેને ડિજિટલ રેપ કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે ડિજિટલ શબ્દ સામે આવતા જ સોશિયલ મીડિયા પર થતા યૌન અપરાધની તસવીર આંખ સામે આવી જાય છે. ડિજિટલ રેપનો અર્થ રિપ્રોડક્ટિવ ઓર્ગન ઉપરાંત કોઈ અંગ અથવા ઓબ્જેક્ટ જેમ કે અંગૂઠો, આંગળી અથવા બીજી કોઈ વસ્તુનો યૂઝ કરીને જબરદસ્તી સેક્સ કરવું. ઈંગ્લિશમાં ડિજિટનો અર્થ છે અંક. સાથે આંગળી, અંગૂઠો, પગની આંગળી જેવા શરીરના અંગોને પણ ડિજિટ શબ્દથી સંબોધવામાં આવે છે.
રેપ અને ડિજિટલ રેપમાં રિપ્રોડક્ટિવ ઓર્ગનના ઉપયોગનો ફરક છે. જેાકે એ વાત બીજી છે કે કાયદાની નજરમાં રેપ અને ડિજિટલ રેપમાં કોઈ ફરક નથી. ૨૦૧૨ પહેલાં ડિજિટલ રેપ છેડતીના પરિઘમાં આવતો હતો, પરંતુ દિલ્લીના નિર્ભયા કાંડ પછી મહિલાઓ વિરુદ્ધના અપરાધનો સામનો કરવા માટે કાયદાને વિસ્તૃત રીતે તપાસવામાં આવ્યો અને ત્યાર પછી રેપની કેટેગરીમાં બીજી એક કલમ જેાડવામાં આવી જેને ડિજિટલ રેપ કહેવામાં આવે છે.
ડિસેમ્બર, ૨૦૧૨ માં દિલ્લીમાં બનેલા નિર્ભયા કેસ પછી યૌન હિંસા સંબંધિત કાયદાની સમીક્ષા કરવામાં આવી હતી. ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ વર્માની અધ્યક્ષતા ધરાવતી કમિટીએ કેટલાક સૂચન રજૂ કર્યા હતા. તેમાંના ઘણા બધા સૂચનને સ્વીકારતા દાયકાઓ જૂના કાયદાને બદલવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૩ માં રેપની વ્યાખ્યાને ફોર્સ્ટ પીનો વજાઈનલ પેનિટ્રેશનથી આગળ લઈ જવામાં આવી. પછી આ નવી વ્યાખ્યા અનુસાર, મહિલાના શરીરમાં કોઈ પણ વસ્તુ અથવા શારીરિક કોઈ પણ અંગને જબરદસ્તી નાખવાને રેપ માનવામાં આવ્યો છે.

ડિજિટલ રેપના કિસ્સા
ડિજિટલ રેપનો પહેલો કિસ્સો મુંબઈમાં સામે આવ્યો હતો, જ્યાં ૨ વર્ષની નિર્દોષ બાળકી સાથે આ રીતે અપરાધ કરવામાં આવ્યો હતો. મુંબઈમાં લોહીથી લથપથ ૨ વર્ષની નિર્દોષ બાળકીને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. શારીરિક તપાસ પછી ડોક્ટરોને જાણવા મળ્યું હતું કે તેની વજાઈનામાં આંગળીઓના નિશાન છે. જેાકે આ દરમિયાન યૌન અત્યાચાર અથવા રેપના કોઈ સંકેત મળ્યા નહોતા, પરંતુ પાછળથી જાણ થઈ હતી કે તેનો પિતા બાળકી સાથે આવી હરકત કરતો હતો. ત્યાર પછી તે વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી, પરંતુ તેને આઈપીસીની કલમ ૩૭૬ અંતર્ગત દંડિત અથવા આરોપિત કરવામાં આવ્યો નહોતો, જે રેપ સંબંધિત કલમો છે.

કલમ ૩૭૬ માં બદલાવ
મુંબઈ અને દિલ્લીમાં થયેલ ૨ ડિજિટલ રેપની ઘટનામાં આઈપીસીની કલમ ૩૭૬ માં ખામીઓ જેાવા અને સમજવામાં આવી. ડિજિટલ રેપ અંતર્ગત થયેલા અપરાધમાં મૂળભૂત આંગળીઓ અથવા બીજી કોઈ બાહ્ય વસ્તુ અથવા માનવશરીરના કોઈ બીજા ભાગનો યૂઝ કરીને મહિલાના માનસન્માન સાથે રમત રમવામાં આવી હતી, પરંતુ તેને કોઈ પણ સેક્શન અંતર્ગત અપરાધ માનવામાં આવ્યો નહોતો. ત્યાર પછી રેપની વ્યાખ્યામાં બદલાવ લાવીને ડિજિટલ રેપને પણ તેમાં સામેલ કરવામાં આવ્યો અને આવી ઘટનાને ગંભીર અપરાધની શ્રેણીમાં મૂકવામાં આવી.
આ સુધારાનો પ્રભાવ નોઈડામાં થયેલા ડિજિટલ રેપમાં જેાવા મળ્યો. નોઈડા પોલીસે ૮૧ વર્ષના સ્કેચ આર્ટિસ્ટની ૧૭ વર્ષની સગીર યુવતી સાથે ડિજિટલ રેપના આરોપ હેઠળ ધરપકડ કરી લીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે પીડિત યુવતી શરૂમાં ફરિયાદ નોંધાવાથી ડરતી હતી, પરંતુ તેણે આરોપીના યૌન સંબંધને રેકોર્ડ કરવાનું શરૂ કરી દીધું અને મોટાપાયા પર પુરાવા એકત્ર કરી લીધા. ત્યાર પછી તેણે તેની જાણકારી પોતાના પેરન્ટ્સને આપી દીધી અને પેરન્ટ્સની ફરિયાદ પર પોલીસે ડિજિટલ રેપનો કેસ દાખલ કરી દીધો.
– શૈલેન્દ્ર.

વધુ વાંચવા કિલક કરો....