‘ગૂસીગૂસી જેન્ડર...’, ‘જેક એન્ડ જિલ...’, ‘રિંગ એ રિંગ ઓ રોસીઝ...’, ‘બાબા બ્લેક શીપ...’, ‘લંડન બ્રિજ ઈઝ ફોલિંગ ડાઉન...’, ‘હંપ્ટીડંપ્ટી...’, ‘ઈનામીની મો...’, ‘ઓલ્ડ મધર હબ્બર્ડ...’, ‘રબ એ ડબડબ...’, ‘યાનકી ડૂડલી...’, ‘થ્રી બ્લાઈન્ડ માઈસ...’
આ પ્રકારની નર્સરી રાઈમ્સને ભારતમાં પણ ભણાવવામાં આવે છે, જ્યારે પણ ઘરે કોઈ આવે છે ત્યારે બાળકોને આવેલા આંટી અથવા અંકલ સામે સમય સંભળાવતા ખૂબ શાબાશી મળતી હોય છે. પછી ભલે ને માતાપિતા અથવા ઘરે આવેલા મહેમાનને તે સમયનો અર્થ સમજમાં ન આવે.
રાઈમ્સને શીખવવા પર ભાર આપવા પાછળની માનસિકતા એ હોય છે કે આ ઈંગ્લિશની નર્સરી રાઈમ્સ બાળકોની અંગ્રેજીની પકડ અને તેમની સારી મોંઘી સ્કૂલનો અભ્યાસ અપાવે છે. મહેમાનને આ ઈંગ્લિશ રાયમ્સ સાંભળીને પૂછવું પડે છે કે તમારું બાળક કઈ સ્કૂલમાં ભણવા જાય છે. આ તક રુઆબ જમાવવા માટે હોય છે. પેરન્ટ્સને લાગતું હોય છે કે જેા તેમના બાળકો આ રાયમ્સ શીખશે તો જ તેઓ મોડર્ન દેખાશે. તેઓ જુનવાણી નહીં દેખાય.
ઈંગ્લેન્ડની બ્રિસ્ટલ રોયલ બાળ ચિકિત્સાલયની ટીમને જેાવા મળ્યું છે કે ટીવી કાર્યક્રમોની સરખામણીમાં અથવા પરંપરાગત નર્સરી રાઈમ્સમાં હિંસા ૧૦ ઘણી વધારે થાય છે.
સાહિત્યિક ઈતિહાસકારોની રોમાંચક શોધ છે કે ‘બાબા બ્લેક-શીપ...’ ‘લંડન બ્રિજ ઈઝ ફોલિંગ...’, ‘હંપ્ટીડંપ્ટી...’, ‘જેક એન્ડ જિલ...’, ‘મેરીમેરી...’, ‘લિટલ બોય બ્લૂ...’,‘ઈ વર્લ્ડ કોક રોબિન...’, ‘ઈટ્સ રેનિંગ ઈટ પોરિંગ...’, ‘ગોંગીપોંર્ગી...’, જેવી પ્રસિદ્ધ રાયમ્સ નેગેટિવ છે. આ બધી રાઈમ્સ ઈંગ્લેન્ડ તથા અમેરિકાના દાયકા પહેલાંના સમયના રીતરિવાજ, અત્યાચાર, વેશ્યાવૃત્તિ, અંધશ્રદ્ધા, અસમાનતા તથા ધાર્મિક કુરિવાજના સંદર્ભમાં બનાવવામાં આવી હતી. જેાકે તે અનૈતિકતાનું મૂળ છે.

કેટલીક રાઈમ્સ પર એક નજર નાખીએ
બાબા બ્લેક શીપ : એવું માનવામાં આવે છે કે આ રાયમ્સ ઈંગ્લેન્ડના સામંતી કાળના જીવનની વાસ્તવિકતા પર આધારિત છે, જે ઘેટાના ઊન સંબંધિત છે. તે સમયે રાજના દરબારીઓએ ખેડૂતો પાસેથી ભારે કર વસૂલ્યો હતો. ઊનથી ભરેલી બેગ ખેડૂતો પાસેથી છીનવીને પહેલા વિસ્તારના લોર્ડને મોકલવામાં આવતી હતી, પછી તેમાંનો કેટલોક ભાગ ચર્ચ પાસે અને અંતે જે બચતો હતો તે જ માત્ર ખેડૂતનો રહેતો હતો, જે ખૂબ ગરીબીમાં જીવતો હતો, પરંતુ રાજ અને ચર્ચના ગુણગાન ગાતો હતો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....