ધર્મના નામે રાખવામાં આવતા કોઈ પણ વ્રત અથવા ઉપવાસથી આજ દિન સુધી કોઈનું ભલું થયું નથી, પરંતુ હા. વ્રતઉપવાસ દરમિયાન થતા કથાપૂજનથી ધર્મના દુકાનદારોને મોજ જરૂર પડી જાય છે. આ કથાપૂજનથી ન માત્ર તેમને દાનદક્ષિણા મળે છે, પરંતુ પકવાનયુક્ત મફતનું ખાવાનું પણ મળી જાય છે. દરેક ધર્મના પંડિત, મૌલવી, પાદરી એ વાતને સારી રીતે સમજી ગયા છે કે મહિલાઓને ધર્મનો ભય સરળતાથી બતાવી શકાય છે અને આ જ કારણ રહ્યું છે કે ધર્મના આ ઠેકેદારો તેમને પાપનો ભય બતાવીને વ્રત અથવા ઉપવાસમાં ગૂંચવીને પોતાનો વાસ્તવમાં સ્વાર્થ સાધી રહ્યા હોય છે. આશારામ, રામપાલ અને રામરહીમ જેવા ધર્મગુરુ મહિલાઓને ધાર્મિક કર્મકાંડ, કથા પ્રવચન અને વ્રતઉપવાસ વગેરેનો ડર બતાવીને તેમનું યૌન શોષણ કરતા પણ ખચકાટ નથી અનુભવતા. ધાર્મિક કથાપુરાણો અને પંડાપૂજારીની વાતની અસર ભારતીય નારીના મગજ પર એ હદે છવાઈ ગઈ છે કે તેઓ વર્ષના બારે મહિના સંતોષી માતાનું વ્રત, મહાલક્ષ્મી વ્રત, સંતાન સપ્તમી, છઠ, દુર્ગા પૂજા જેવા કેટલાય પ્રકારના વ્રતઉપવાસની જાળમાં ફસાયેલી રહેતી હોય છે.

કરવાચોથનું વ્રત
આ બધા વ્રતઉપવાસમાંથી એક વ્રત છે કરવાચોથનું વ્રત. જુનવાણી પરંપરાના નામે ઊજવવામાં આવતું કરવાચોથનું વ્રત સૌભાગ્યવતી માટે ભલે ને સાર્વજનિક રૂપે પોતાને મહિમામંડિત કરવાનું હોય, પરંતુ અપરિણીત, ત્યક્તા, ડિવોર્સી અને વિધવા મહિલાઓને અપમાનિત કરનાર પર્વ રહ્યું છે.
મધ્ય પ્રદેશમાં ગત ભાજપા સરકારમાં મંત્રી રહી ચૂકેલા કુસુમ મહદેલેએ કરવા ચોથના તહેવાર પર સોશિયલ મીડિયા પર કરેલી ટિપ્પણીમાં તેમણે લખ્યું હતું કે હિંદુસ્તાનમાં હિંદુ મહિલાઓ પોતાના પતિ અથવા પુત્રોની સલામતી અથવા તેમના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે. તો શું બધા પુરુષો એટલા નબળા પડી ગયા છે? તેમણે આ ટિપ્પણીના માધ્યમથી સમાજ પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે પુરુષ પ્રધાન સમાજમાં એવું કોઈ વ્રત નથી જેને પુરુષ મહિલાના ભલા માટે કરે. જેટલા પણ ઉપવાસ બનાવવામાં આવ્યા છે તે બધા મહિલાઓએ પુરુષની સલામતી માટે રાખવા પડે છે. હરિતાલિકા વ્રતથી લઈને કરવાચોથ સુધીના બધા વ્રત પતિના લાંબા આયુષ્ય માટે રાખવામાં આવે છે.
કરવા ચોથ આમ તો વધારે ઉત્તર ભારતમાં પ્રચલિત છે. પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પૂરા દિવસનું વ્રત રાખે છે. આ દિવસે તે સવારથી રાત સુધી ચંદ્ર નીકળતા સુધી કંઈ જ ખાતી નથી, સાથે પાણી પણ નથી પીતી. રાત્રે ચંદ્રને જેાયા પછી પતિના હાથે પાણી પીને વ્રતને સમાપ્ત કરે છે.
જેાકે દક્ષિણ ભારતમાં આ પ્રકારના વ્રત અથવા તહેવારને મહત્ત્વ આપવામાં નથી આવતું. કરવાચોથના વ્રતની કહાણી અંધશ્રદ્ધાની સાથે એક ભય પેદા કરવાનું કામ કરે છે કે કરવાચોથનું વ્રત ન રાખવાથી અથવા વ્રત તૂટવાથી પતિનું જીવન જેાખમમાં મુકાઈ શકે છે. વ્રતઉપવાસની આ પરંપરા મહિલાઓને અંધશ્રદ્ધાની બેડીમાં જકડી રાખવા પ્રેરિત કરે છે.

શું છે આ કરવાચોથના વ્રતની કથા
ફૂટપાથ પર ૨૦-૨૦ રૂપિયામાં વેચાતી કરવાચોથના વ્રતની કથાની ચોપડીમાં જણાવવામાં આવ્યું છે કે એક શાહુકારના ૭ દીકરા અને તેમની એક બહેન કરવા હતી. સાતેય ભાઈ પોતાની બહેનને ખૂબ પ્રેમ કરતા હતા કે પહેલા તેને ખાવાનું ખવડાવ્યા પછી પોતે ખાતા હતા. એક વાર તેમની બહેન સાસરીમાંથી પિયરમાં આવી હતી. સાંજે જ્યારે ભાઈઓ કામધંધા પરથી ઘરે આવ્યા ત્યારે જેાયું તો તેમની બહેન ખૂબ વ્યાકુળ હતી.
બધા ભાઈઓ ખાવાનું ખાવા બેઠા અને બહેનને પણ ખાવા માટે આગ્રહ કર્યો, પરંતુ બહેને જણાવ્યું કે તેનું આજે કરવાચોથનું નિર્જળા વ્રત છે અને તે માત્ર ચંદ્રને જેાયા પછી તેમને અર્ધ્ય આપીને ખાઈ શકે છે. સૌથી નાના ભાઈથી બહેનની આ હાલત ન જેાવાઈ અને તેણે દૂર આવેલા પીપળા પર એક દીવો પ્રગટાવીને ચારણીની આડમાં મૂકી દીધો. દૂરથી જેાતા તે ચતુર્થીના ચંદ્ર જેવો દેખાવા લાગ્યો.
પછી બહેન તેને ચંદ્ર સમજીને અર્ધ્ય આપીને જમવા બેસી જાય છે. જેવો તે પહેલો કોળિયો મોંમાં મૂકે છે કે તેને છીંક આવી જાય છે. જ્યારે બીજેા કોળિયો મૂકે છે ત્યારે તેમાં વાળ આવી જાય છે અને જેવો ત્રીજેા કોળિયો મોંમાં મૂકવાની કોશિશ કરે છે ત્યારે તેના પતિના મૃત્યુના સમાચાર તેને મળે છે. તે સમયે તેની ભાભી તેને જણાવે છે કે કરવાચોથનું વ્રત ખોટી રીતે તૂટવાથી દેવતા તેનાથી નારાજ થયા છે.
પછી કરવા નિશ્ચય કરી લે છે કે તે તેના પતિના અંતિમ સંસ્કાર નહીં થવા દે અને પોતાના સતીત્વથી તેને પુન:જીવન અપાવીને રહેશે. તે પૂરા ૧ વર્ષ સુધી પતિ કેશવ પાસે બેસી રહે છે. ૧ વર્ષ પછી ફરીથી કરવા ચોથનો દિવસ આવે છે. તેની બધી ભાભીઓ કરવાચોથનું વ્રત રાખે છે. જ્યારે ભાભીઓ તેની પાસે આશીર્વાદ આપવા આવે છે ત્યારે તે દરેક ભાભી પાસેથી પોતાના જેવી સૌભાગ્યવતી બનવાનો આશીર્વાદ માંગે છે, પરંતુ દરેક ભાભી તેને બીજી ભાભી પાસે આશીર્વાદ માંગવાનું કહીને ત્યાંથી ચાલી જાય છે. પછી છઠ્ઠા નંબરની ભાભી આવે છે ત્યારે તેને પણ પોતાને આ આશીર્વાદ આપવા આગ્રહ કરે છે.

કાલ્પનિક કહાણી
આ ભાભી તેને જણાવે છે કે સૌથી નાના ભાઈના લીધે તેનું વ્રત તૂટ્યૂ હતું. તેથી તેની પત્નીમાં જ શક્તિ છે કે તે તારા પતિને ફરીથી જીવિત ન કરી દે, ત્યાં સુધી તેને છોડતી નહીં. આમ કહીને તે ત્યાંથી ચાલી ગઈ.
અંતે સૌથી નાની ભાભી આવે છે. કરવા તેને પણ સૌભાગ્યવતી બનવાનો આશીર્વાદ આપવા આગ્રહ કરે છે, પરંતુ તે ટાળવાનો પ્રયત્ન કરે છે. આ જેાઈને કરવા તેને મજબૂતાઈથી પકડી લે છે અને પોતાના પતિને જીવિત કરવા માટે કહે છે. આ જેાઈને નાની ભાભી પીગળી જાય છે અને પોતાની સૌથી નાની આંગળીને ચીરીને તેમાંથી નીકળતા અમૃતને કરવાના પતિના મોંમાં નાખે છે અને કરવાનો પતિ જીવિત થઈને તરત બેઠો થઈ જાય છે.
કરવાચોથની આ કાલ્પનિક કહાણીને વાંચીને અંધશ્રદ્ધાળુઓને વિશ્વાસ થઈ જાય છે કે આંગળી ચીરવાથી લોહીની જગ્યાએ અમૃત નીકળે છે અથવા મરેલો માણસ ૧ વર્ષ પછી પણ જીવિત થઈ શકે છે? જેાકે પોતાને આધુનિક માનનાર મહિલાઓ પણ કેવી રીતે આવી તથાકથિત કથાકહાણી પર વિશ્વાસ કરે છે તે સમજની બહાર છે.
બેંકમાં કામ કરતી સોનાલી શર્મા જણાવે છે કે ‘‘મને આવા વ્રતઉપવાસ બિલકુલ પસંદ નથી, પરંતુ ઓફિસની અન્ય સહકર્મી અને કોલોનીમાં રહેતી મહિલાઓ આ વ્રત રાખે છે. તેથી મજબૂરીમાં મારે પણ વ્રત રાખવા પડે છે, કારણ કે આવું ન કરવા પર લોકો એમ સમજી લે છે કે આને તેના પતિની કોઈ ચિંતા નથી.

શારીરિક અત્યાચાર
કેટલીક મહિલાઓ આ પ્રકારના વ્રતને પતિપત્ની વચ્ચેના પ્રેમના સંબંધની વકીલાત કરતા કહે છે કે અમારી સાથે અમારા પતિ પણ આ વ્રત રાખે છે. તેમનું કહેવું હોય છે કે આ વ્રતના બહાને પતિ પાસેથી તેમને સારી સાડી અથવા જ્વેલરીની ગિફ્ટ મળી જાય છે, પરંતુ ગામકસબાની મોટાભાગની મહિલાએ આ વ્રતને પોતાની લાચારી જણાવી હતી. ગામડામાં રહેતી સરકારી સ્કૂલની ટીચર અનુરાધા જણાવે છે કે તે આ પ્રકારનું કોઈ વ્રત રાખતી નથી. ૨ વર્ષ પહેલાં તેના પતિને મોટરબાઈક સ્લિપ થવાથી પગમાં ફ્રેક્ચર થયું હતું. તેની સાસુએ તેને કહ્યું હતું કે પતિની સલામતી માટે કરવાચોથનું વ્રત રાખ, તેથી તેણે વ્રત રાખવું પડે છે. તેનું માનવું છે કે આ પરંપરાગત અને રૂઢિવાદી વ્રત છે, જેને ઘરના વડીલોના આગ્રહ પર રાખવું પડે છે, કારણ કે કાલે જેા પતિ સાથે કોઈ અઘટિત થયું તો પછી દોષનો પૂરો ટોપલો તેના માથે આવી જશે.
અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે પત્નીના ભૂખ્યાતરસ્યા રહેવાથી શું પતિ દીઘાર્યુ અને સ્વસ્થ રહી શકે છે? જે ખરેખર જેાઈએ તો આ વ્રતઉપવાસને રાખવા છતાં પોતાના પતિને ગુમાવીને પત્નીઓ વિધવા થાય છે. સૌભાગ્યવતી માટે બનાવવામાં આવેલા અનેક પર્વ-તહેવારમાં મહિલાઓ વ્રતઉપવાસ રાખે છે, તેમ છતાં વિધવા મહિલાઓની સંખ્યા હિંદુ ધર્મમાં સૌથી વધારે છે.

પાપપુણ્યનો વહેમ
દિવસભર ભૂખ્યા રહેવું પણ એક પ્રકારનો શારીરિક અત્યાચાર જ છે. ધર્મના નામે મોજ કરનાર દુકાનદારોએ આ પ્રકારના વ્રતની કાલ્પનિક કથાઓ ઘડીને દેશની મહિલાઓને ભાવનાત્મક રીતે પાપપુણ્યની જાળમાં ફસાવીને પર્વ અને વ્રતતહેવારને પ્રોત્સાહન આપવાની કોશિશ કરી છે. વાસ્તવમાં આ પ્રકારના વ્રતતહેવાર આજના સમયમાં અર્થહીન છે.
વ્યવહારિક દષ્ટિકોણથી જેાઈએ તો પતિની સલામતીની ચિંતા એ જ મહિલાઓને વધારે રહેતી હોય છે, જે આર્થિક રીતે નબળી હોય છે અને પતિના સંરક્ષણમાં રહેતી હોય છે. તેમને પૂરો સમય એ જ ડર રહેતો હોય છે કે પતિના ન રહેવા પર ત પોતાનું અને બાળકોનું ભરણપોષણ કેવી રીતે કરશે, મફતના, મહેનત વિનાના દાનદક્ષિણા પડાવનાર આ પંડાપૂજારી મહિલાઓને વિવિધ પ્રકારના ડર બતાવીને વ્રત અથવા ઉપવાસ માટે ઉશ્કેરતા હોય છે.
આપણી પૌરાણિક કથાઓ પણ એ જ કહે છે કે સતી, સીતા, ઉર્મિલા, દ્રૌપદી અને અહલ્યા જેવી નદીઓ પતિના સંરક્ષણમાં રહીને તેમના દરેક આદેશનો ગુલામ બનીને સ્વીકાર કરી રહી હતી, જ્યારે શૂર્પણખા અને હિડિંબા જેવી મહિલાઓ કોઈના સંરક્ષણના બદલે પોતાની તાકાત પર જંગલમાં એકલી રહેતી હતી. આજે પણ દેશવિદેશમાં સફળતાના ઝંડા લહેરાવી એકલી રહેતી હજારો મહિલાઓ શું એવી જ છે, જેમણે વ્રત, ઉપવાસ અને ખોટી માન્યતામાંથી બહાર નીકળીને પોતાની યોગ્યતા, લગન અને મહેનતથી સફળતા પ્રાપ્ત કરી છે.

સ્વાસ્થ્ય સાથે રમત
આ નવાનવા વ્રત, પર્વ અને તહેવારને પ્રોત્સાહન આપવામાં આપણી ટીવી ચેનલોની સીરિયલની પણ ખાસ ભૂમિકા રહી છે. મહિલાઓના આ વ્રતઉપવાસ પર આધારિત સીરિયલોએ નિમ્ન મધ્યમ વર્ગની મહિલાઓને પોતાની જાળમાં ફસાવી લીધી છે, પરંતુ અહીં ચિંતાનો વિષય એ છે કે ઉચ્ચ વર્ગની મહિલાઓનો આ આધુનિક વર્ગ કરવાચોથના વેપારીકરણથી પ્રભાવિત થઈને વધારે પાખંડી બની ગયો છે. કરવાચોથ પહેલાંની પાર્ટીઓ, શોપિંગ અને શણગાર સજવાના નામે બ્યૂટિપાર્લરમાં મોટી રકમ ખર્ચીને દિવસભર નિર્જળા ઉપવાસ કરીને પોતાના શરીર પર અત્યાચાર કરીને સ્વાસ્થ્ય સાથે વાસ્તવમાં રમત રમી રહી હોય છે.
પુરુષવાદી માનસિકતા પણ મહિલાઓ પ્રતિ બદલાઈ નથી. નિમ્ન મધ્યમવર્ગની સાથે ભણેલાગણેલા ઉચ્ચ વર્ગમાં પણ મહિલાઓના શોષણ અને ઉત્પીડનની કહાણી અવારનવાર સમાચારમાં ચમકતી રહે છે. સમાજમાં મહિલાઓને માનસિક અને શારીરિક ઉત્પીડનનો સામનો કરવો પડે છે. વાસ્તવમાં આ પ્રકારના ઉપવાસથી ન કોઈ દેવીદેવતા પ્રસન્ન થાય છે કે ન તેનાથી કોઈને દીર્ઘાયુષ્ય મળે છે.
મહિલાઓએ વ્રત, ઉપવાસ અથવા કથાપુરાણમાં ફસાઈને પંડાપૂજારીઓને જલસા કરવાની તક આપવાના બદલે પોતાના પતિ અથવા પરિવારના કામકાજમાં મદદરૂપ બનીને પોતાને વધારે મજબૂત બનાવવા પર વધારે ધ્યાન આપવું જેાઈએ. આર્થિક મજબૂતાઈથી પતિ અને પૂરો પરિવાર વધારે સુરક્ષિત રહી શકે છે, નહીં કે વ્રતઉપવાસથી.
– વેણીશંકર પટેલ ‘વ્રજ’

વધુ વાંચવા કિલક કરો....