વાર્તા – ડો. અનીતા સહગલ વસુંધરા

સવારના ૬ વાગ્યાની એલાર્મ પૂરી ઈમાનદારીથી વાગીને બંધ થઈ ગઈ. તે એક સપના અથવા થાક પર કોઈ અસર છોડી ન શકી. ઠંડી હવા ચાલી રહી હતી. પક્ષીઓ પોતાના ભોજનની શોધમાં નીકળી પડ્યા હતા. એટલામાં મા ગંગાના રૂમમાં આવીને બોલી, ‘‘આને જુઓ, ૭ વાગ્યા છે અને આ હજી સુધી ઊંઘી રહી છે. રાત્રે મોટીમોટી વાત કરતી હતી કે હું એલાર્મ લગાવીને ઊંઘી જાઉં છું. કાલે જરૂર જલદી ઊઠી જઈશ, પરંતુ રોજ સવારે તેની વાત આ રીતે જેમ હતી તેમ રહી જાય છે.’’ મા બબડાટ કરી રહી હતી.
અચાનક માની નજર ઊંઘી રહેલી ગંગાના ચહેરા પર પડી ત્યારે તે વિચારવા લાગી કે આ પણ શું કરે બિચારી, સવારે ૯ વાગે ઘરેથી નીકળ્યા પછી ઓફિસેથી આવતાંઆવતાં સાંજના ૮ વાગી જાય છે. કેટલું કામ કરે છે. પછી તે ગંગાને ઊંઘમાંથી જગાડવા લાગી, ‘‘ગંગા ઓ ગંગા, ચાલ હવે ઊઠી જા, ઓફિસ જવાનું નથી તારે?’’
‘‘હૂં… ઊંઘવા દે ને મા.’’ ગંગાએ પડખું બદલતા કહ્યું.
‘‘અરે ગંગા બેટા, ઊઠી જા ને. જેા ૭ વાગી ગયા છે.’’ માએ ફરીથી તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો.
‘‘શું ૭ વાગી ગયા છે?’’ કહેતા તે તરત ઊઠી ગઈ અને આશ્ચર્યથી પૂછવા લાગી, ‘‘તેણે સવારના ૬ વાગ્યાનું એલાર્મ લગાવ્યું હતું?’’
‘‘હવે આ બધું છોડ અને જઈને તૈયાર થઈ જા.’’ માએ ગંગાની પથારી સમેટતા જવાબ આપ્યો.
ગંગાને આજે પણ ઓફિસે પહોંચવામાં મોડું થઈ ગયું હતું. બધાની નજરથી બચીને તે પોતાના ડેસ્ક પર પહોંચી, પરંતુ સુજાતાએ તેને જેાઈ લીધી. ૫ મિનિટ પછી તે તેની સામે આવી ગઈ. વાર્તાથી ભરેલા પાત્રને તેના ડેસ્ક પર પછાડતા તે કહેવા લાગી, ‘‘આ લે, આ ૫ લેટર્સના સ્કેચ બનાવવાના છે તારે, લંચ સુધીમાં. મેમે મને કહ્યું હતું કે હું તને જણાવી દઉં.’’
પરંતુ યાર અડધા દિવસમાં ૫ સ્કેચ કેવી રીતે કંપ્લીટ કરી શકીશ હું?’’
‘‘આ તારો માથાનો દુખાવો છે, તેમાં હું શું કરી શકું અને આમ પણ મેમનો હુકમ છે.’’ કહીને સુજાતા પોતાના ડેસ્ક પર ચાલી ગઈ.
બાળપણથી પોતાની આંખમાં પેઈન્ટર બનવાના સપના સજાવીને હવે જઈને ગંગા તેને પૂરા કરી શકી હતી. જ્યારે તે સ્કૂલમાં હતી, ત્યારે નોટબુકના પાછળના પાના પર ડ્રોઈંગ કરતી હતી, પરંતુ હવે તે એક મેગેઝિનમાં હિંદી વાર્તાના ચિત્રાંકનનું કામ કરતી હતી. પોતાની ચેરને થોડી આગળ ખસેડીને આરામથી બેઠી અને કંટાળા સાથે એક પત્ર ઉઠાવીને વાંચવા લાગી. તે જ્યારે ચિત્રાંકન કરતી, ત્યારે સૌપ્રથમ વાર્તાને સારી રીતે વાંચતી, જેથી પાત્રોને જીવંત કરી શકે.
૨ વાર્તા વાંચવામાં ઘડિયાળે ૧ વગાડી દીધો. જ્યારે તેની નજર ઘડિયાળ પર પડી, ત્યારે તે થોડી પરેશાન થઈ ગઈ. તે વિચારવા લાગી કે અરે, લંચટાઈમમાં માત્ર ૧ કલાક બચ્યો છે અને હજી સુધી માત્ર બે જ વાર્તા પૂરી થઈ છે. ગમે તેમ કરીને પોતે ૩ પૂરી કરી લેશે અને ત્યાર પછી તે પોતાના કામમાં જેાડાઈ ગઈ સાથે લંચ પણ થઈ ગયું.
તેણે ૩ વાર્તાનું ચિત્રાંકન કરી દીધું હતું. તે ખાવાનું ખાતાંખાતાં વિચારી રહી હતી કે બાકીની ૨ વાર્તા પણ ૪ વાગ્યા સુધીમાં પૂરી કરી દેશે, સાથે તેના મનમાં એ વાતનો ડર પણ હતો કે ક્યાંક મેમ પાંચેય વાર્તાના સ્કેચ અત્યારે માંગી ન લે. ખાવાનું ખાઈને ગંગા મેમને મળવા તેમની કેબિન તરફ ગઈ, પરંતુ મેમ તેને દેખાયા નહીં. સુજાતાને પૂછતા જાણ થઈ કે મેમ કોઈ જરૂરી કામસર પોતાના ઘરે ગયા છે. આટલું સાંભળતા જ તેના જીવમાં જીવ આવ્યો. લંચ સમાપ્ત થઈ ગયું. ગંગા પોતાના ડેસ્ક પર જઈ પહોંચી. બીજી વાર્તા નાની હોવાથી તેણે જલદી પતાવી દીધી. હવે અંતિમ વાર્તા બાકી રહી છે, વિચારતા તેણે પાંચમો પત્ર ઉઠાવ્યો અને વાંચવા લાગી, ‘‘ભગીરથ.’’ આટલું વાંચવા તેના મનમાંથી કામનો બોજ જાણે ગાયબ થઈ ગયો. તે પોતાના હાથની આંગળીઓના ટેરવા પર લખેલા નામ પર ફરવા લાગ્યા. તેની આંખો, બસ નામ પર ચોંટેલી રહી. જેાતજેાતામાં તે ભૂતકાળમાં પહોંચી ગઈ.

તે સમયે તેની ઉંમર લગભગ ૧૫ વર્ષની હશે અને તે ૯ મા ધોરણમાં ભણતી હતી. ઘરેથી સ્કૂલે જતા તે એટલી ખુશ થઈ જતી કે જાણે આકાશમાં ઊડવા જઈ રહી ન હોય. તેના મમ્મીપપ્પાની એકમાત્ર દીકરી હતી તે, તેથી તેની બધી જ ઈચ્છા પૂરી થવી વાજબી હતું. ભણવામાં હોશિયાર હોવાની સાથેસાથે તે ક્લાસની પ્રતિનિધિ પણ હતી. જ્યારે બીજી તરફ ભગીરથ હતો, નામથી બિલકુલ વિપરીત, ક્યારેય શાંત ન રહેનાર છોકરો. ક્લાસમાં કોલાહલ જ્યારે પણ થાય, ત્યારે તેનું મુખ્ય મૂળ તે જ રહેતો. તેનો અભ્યાસ નામમાત્રનો રહેતો. પછી તે વિચારવા લાગી કે શું આ તે જ ભગીરથ છે? તેના દિલના ધબકારા જેારજેારથી ધબકવા લાગ્યા. તરત તેણે પત્ર ખોલ્યો અને ધ્યાનથી હેન્ડરાઈટિંગ જેાવા લાગી. બસ થોડી સેકન્ડમાં તેને જાણ થઈ ગઈ કે આ તેના હેન્ડરાઈટિંગ છે અને ફરીથી તે ભૂતકાળમાં પહોંચી ગઈ.
વર્ષ પહેલાં ગુસ્સો આવતો હતો તેને, પરંતુ ન જાણે કેમ ધીરેધીરે તેનો ગુસ્સો તેના પ્રત્યે ઓછો થવા લાગ્યો હતો. જ્યારે પણ તે રિસેસ ટાઈમમાં ખાવાનું ખાઈને તેની નોટબુક લઈને ભાગતો, ત્યારે ક્યારેક તેને મન થતું કે ૨ મુક્કા તેના મોં પર મારી દે, પરંતુ દરેક વખતે તે મન મારીને રહી જતી.
રોજની જેમ ઈન્ટરવલમાં તે ચિત્ર બનાવી રહી હતી, એટલામાં ક્લાસની બહારથી ભગીરથ દોડતો તેની પાસે આવ્યો. તે સમજી ગઈ કે હવે તે કોઈને કોઈ મજાકમસ્તી કરીને ભાગીને અહીં આવ્યો છે, તેની પાછળ પારસ, જે તેના ક્લાસમાં ભણતો હતો તે પણ આવી પહોંચ્યો. તેણે લાકડાનું ડસ્ટર ઉઠાવીને તેને મારવા તેના તરફ ફેંક્યું. તે સમયે તેણે પણ કઈ જ વિચાર્ય વિના ભગીરથને બચાવવા માટે પોતાની નોટબુક ઉઠાવીને સીધી ડસ્ટરની દિશામાં ફેંકી, જે ડસ્ટર સાથે ટકરાઈ. આ રીતે ભગીરથને બચાવીને તે પારસને મારવા દોડી, પરંતુ તે ભાગી ગયો.
‘‘અરે, આજે તેં મને બચાવી લીધો…’’ ભગીરથે આશ્ચર્યથી કહ્યું.
‘‘હા, શું થઈ ગયું?’’ તેણે જવાબ આપ્યો.
અચાનક ભગીરથ ફર્યો અને પોતાની બેગમાંથી એક નવું વિજ્ઞાનનું રજિસ્ટર લાવીને તેને આપતા બોલ્યો, ‘‘આ લે, આજથી તું ચિત્રો આ રજિસ્ટરમાં બનાવજે. આમ પણ મને બચાવતા તારી નોટબુક બિચારી ઘાયલ થઈ ગઈ છે.’’ પરંતુ તેણે આ રજિસ્ટર લેવા ઈન્કાર કરી દીધો.
‘‘અરે લઈ લે, પહેલા પણ હું તને ઘણી વાર પરેશાન કરી ચૂક્યો છું, પરંતુ હવેથી નહીં કરું.’’
જ્યારે ભગીરથે વધારે આગ્રહ કર્યો ત્યારે ગંગાએ રજિસ્ટર લઈ લીધું હતું, જે આજે પણ તેની પાસે હતું. આવા જ એક દિવસે જ્યારે તેને સ્કૂલમાં તાવ આવી ગયો હતો, ત્યારે ભગીરથ તરત ટીચર પાસે ગયો હતો અને તેને ઘરે લઈ જવાની મંજૂરી માંગીને આવ્યો હતો.

ટીચર ની મંજૂરી મળતા ગંગાની બેગ ઉઠાવીને તે તેના ઘરે સુધી મૂકવા ગયો હતો. પછી ફરીથી સાંજે તેની તબિયત જેાવા તેના ઘરે આવ્યો હતો. તે તેની ખૂબ કાળજી લેતો હતો અને તે જેાઈને ગંગાનો તેના પ્રત્યેનો લગાવ વધી ગયો હતો. સાથે તે એ વાત પણ સમજી ગઈ હતી કે ક્યાંક ને ક્યાંક ભગીરથ પણ તેને પસંદ કરતો હતો, પરંતુ છેલ્લા ૧૦ વર્ષમાં તે એક પણ વાર મળ્યો નહોતો. દિલ્લી જેવા મોટા શહેરમાં ન જાણે ક્યાં તે ખોવાઈ ગયો હતો.
આ પેપરની એક કોપી કરીને મારી કેબિનમાં જલદી મોકલાવ સુજાતા, અચલા મેમનો અવાજ કાનમાં પડતા તે વિચારોમાંથી બહાર આવી ગઈ.
મેમ આવી ગયા હતા. પોતાની કેબિનમાં જતાંજતાં મેમે તેની સામે જેાતા પૂછ્યું, ‘‘શું તે પાંચેય કહાણીના સ્કેચીસ તૈયાર કરી લીધા છે?’’
‘‘બસ, એક જ બાકી છે મેમ.’’ તેણે પોતાની ખુરશી પરથી ઊભા થતા જવાબ આપ્યો.
‘‘ગુડ, બાકીનું કામ પણ જલદી તૈયાર કરીને મારી પાસે મોકલાવી દેજે, ઓકે.’’
‘‘ઓકે મેમ.’’ કહીને ગંગા પોતાની ખુરશી પર બેસી ગઈ અને ફટાફટ ભગીરથે લખેલી વાર્તા વાંચવા લાગી. ૧૦ મિનિટ વાંચ્યા પછી જલદી તેણે વાર્તાનો સ્કેચ બનાવી લીધો અને તેમને આપી આવી. હવે ઓફિસનો ટાઈમ પણ લગભગ પૂરો થવા આવ્યો હતો. સાંજના ૬ વાગે ઓફિસેથી છૂટીને ગંગા બસની રાહ જેાઈ રહી હતી. થોડી વારમાં બસ પણ આવી ગઈ. બસમાં બેઠા પછી તેણે આમતેમ જેાયું તો બસમાં વધારે ભીડ નહોતી, ખૂબ થોડા લોકો હતા. કંડક્ટર પાસેથી ટિકિટ લઈને તે બારીવાળી સીટ પર જઈને બેસી ગઈ અને બહારની દુકાનો જેાવા લાગી. આ દરમિયાન બસ ક્યારે પછીના સ્ટોપ પર આવીને ઊભી રહી અને ફરીથી ચાલવા લાગી તેની તેને જાણ ન થઈ.
બસના એન્જિનના અવાજમાં દબાઈ ગયેલો કંડક્ટરનો અવાજ ગંગાના કાનમાં સંભળાયો, ‘‘કરોલબાગ એક.’’ પાછળથી કોઈએ જવાબ આપ્યો.
‘‘લગભગ ૧ કલાક લાગશે.’’ વિચારીને તે પોતાના પર્સમાંથી મોબાઈલ અને ઈયરફોન કાઢવા લાગી, ત્યારે અચાનક કોઈ આવીને તેની બરાબર બાજુમાં બેસી ગયું. તેને જેાવા માટે તેણે પોતાની ગરદન ફેરવી, ત્યારે તે જેાતી રહી ગઈ. ખુશીની મારી બૂમ પાડી ઊઠી, ‘‘ભગીરથ તું?’’
ભગીરથે પણ ગભરાતા તેની તરફ જેાયું, ‘‘અરે ગંગા, આટલા વર્ષો પછી… કેવું છે?’’ અને ત્યાર પછી તે પ્રશ્ન પર પ્રશ્ન પૂછવા લાગ્યો.
‘‘મજામાં છું, કહે તું કેમ છે?’’ ગંગાએ જવાબ આપીને વળતો પ્રશ્ન પૂછ્યો. આજે તેને એટલી ખુશી થઈ રહી હતી કે તે વિચારવા લાગી કે હવે આ બસ ૨ કલાક ચાલતી રહે તો પણ કોઈ વાંધો નહીં.
‘‘હું પણ મજામાં છું. કહે તું શું કરે છે આજકાલ?’’
‘‘એ જ જે હું સ્કૂલની રિસેસમાં કરતી હતી.’’
‘‘સારું, એ જ તારી ચિત્રોની દુનિયા ખરું ને?’’
‘‘હા, ચિત્રોની દુનિયા મારું સપનું હતું અને મેં મારું આ સપનું હવે પૂરું કરી લીધું છે.’’
‘‘સપનું, કયું? સારા સ્કેચ બનાવવાનું.’’
‘‘હા, સ્કેચિંગ કરતાંકરતાં હું એક દિવસ અલંકાર મેગેઝિનમાં ઈન્ટરવ્યૂ આપી આવી હતી અને તેમણે મને જેાબ પર રાખી લીધી.’’
‘‘અભિનંદન, ચાલો કોઈ સફળ થયું.’’
‘‘અને તું શું કરે છે? તને જેાબ મળી કે નહીં?’’
‘‘જેાબ મળી નથી, પરંતુ હા એક પ્રાઈવેટ કંપનીમાં જઉં છું.’’
એટલામાં ભગીરથને કઈ યાદ આવ્યું, ‘‘૧ મિનિટ હમણાં શું કહ્યું હતું તેં? કયા મેગેઝિનમાં છે?’’
‘‘અલંકાર મેગેઝિન.’’ ગંગાએ કહ્યું.
‘‘અરે, તેમાં તો…’’
ગંગા તેની વાતને વચ્ચે કાપતા બોલી, ‘‘તેં કહાણી મોકલી હતી અને સંયોગથી તે વાર્તાને હું આજે જ વાંચીને આવી છું. તેના સ્કેચ બનાવવાની સાથેસાથે.’’
‘‘પરંતુ તને કેવી રીતે જાણ થઈ કે તે વાર્તા મેં જ મોકલી હતી? નામ ઘણા બધાના ભળતા હોય છે.’’
‘‘સિંપલ, તારા હેન્ડરાઈટિંગ પરથી.’’
‘‘શું હજી સુધી તને મારા હેન્ડરાઈટિંગ પણ યાદ છે?’’
‘‘હા, ભગીરથ.’’
‘‘ઓહ, તો પછી તું પૂરો દિવસ ચિત્રો બનાવતી હશે, પરંતુ ત્યાં તને મારી જેમ કોઈ ડિસ્ટર્બ પણ કરતું નહીં હોય. ખરું ને?’’
‘‘હા, તે તો છે.’’
‘‘જેાઈ લે, બધું જાણું છું ને હું?’’
‘‘પરંતુ તું એક વાત નથી જાણતો ભગીરથ.’’
‘‘કઈ વાત?’’

વારંવાર મને સ્કૂલની વાત યાદ આવી રહી હતી. મેં વિચાર્યું કે હવે તને જણાવી દઉં, શું ખબર ફરીથી કુદરત આવી તક આપે કે ન આપે. વિચારીને ગંગા બોલી ઊઠી, ‘‘ભગીરથ, તું મને ખૂબ ગમે છે.’’
‘‘શું…’’ ભગીરથ એવી રીતે ચોંકી ગયો જાણે તેને કંઈ જાણ ન હોય.
‘‘ત્યારથી જ્યારે આપણે સ્કૂલમાં ભણતા હતા અને હું એ પણ જાણું છું કે તું પણ મને ખૂબ પસંદ કરે છે, કહે કરે છે ને?’’
ભગીરથે શરમાતા હામાં પોતાની ગરદન હલાવી. એટલામાં એક બસ સ્ટોપ પર આવીને ઊભી રહી. બિલકુલ શાંત મુદ્રામાં તેઓ એકબીજાને જેાવા લાગ્યા.
‘‘તારા લગ્ન નથી થયા હજી સુધી?’’ ભગીરથે પ્રશ્ન પૂછ્યો.
‘‘ના અને તારા?’’
‘‘ના.’’
ન જાણે કેમ આ સમયે મારું મન ભરાઈ આવ્યું અને મેં બોલવું બંધ કરી દીધું.
‘‘શું થયું ગંગા, તું ચુપ કેમ થઈ ગઈ?’’
‘‘કંઈ જ નહીં.’’ ગંગાએ કહ્યું.

‘‘બસ, દોડી રહી હતી, પરંતુ ગંગા અને ભગીરથ ચુપ બેઠા હતા. સ્કૂલના સમયની મિત્રતા અને એકબીજાની જે ચિંતા હતી તે હવે બંનેની જિંદગીમાં લાંબો સમય નક્કી કરતી ગઈ.’’
‘‘ભગીરથ, તું આજે કેટલા વર્ષો પછી મળ્યો છે… કેટલી રાહ જેાઈ તારી.’’ ગંગાએ કહ્યું.
આ વાક્ય સાંભળતા ભગીરથનું ગળું ભરાઈ આવ્યું, પછી હા માત્ર એટલું જ બોલ્યો અને ત્યાર પછી બંને તરત ચુપ થઈ ગયા.
શું કહે એકબીજાને. થોડો સમય બિલકુલ શાંતિ છવાયેલી રહી. પછી ભગીરથે ગંગાનો હાથ પકડીને જેારથી દબાવ્યો અને કહ્યું, ‘‘તને ખબર છે ગંગા, પ્રેમનો રંગ હંમેશાં ક્યાંક ને ક્યાંક જળવાઈને રહે છે.’’
‘‘એટલે તું શું કહેવા માંગે છે.’’ ગંગાએ પૂછ્યું.
‘‘અર્થ એ કે આપણે સાથે નહોતા તેમ છતાં તારા ચિત્રો અને મારા શબ્દો એકબીજાને મળી ગયા.’’ ભગીરથે પ્રેમથી કહ્યું.
‘‘હું જાણતી નહોતી કે ભગીરથ તું આટલો સમજદાર પણ હોઈ શકે છે.’’ એટલામાં કંડક્ટરનો અવાજ સંભળાયો, ‘‘પંજાબી બાગ.’’
‘‘ઓકે ભગીરથ, મારું સ્ટોપ આવી ગયું છે. હવે મારે જવું પડશે.’’ ગંગા બોલી.
‘‘ના, ખૂબ જલદી ભગીરથ પોતાની ગંગાને લેવા આવશે, કારણ કે ભગીરથની ગંગા વિના કોઈ ઓળખ નથી, તે અધૂરો છે.’’ ભગીરથ બોલ્યો.
ગંગા બસમાંથી ઊતરવા ઊભી થઈ, પરંતુ તેનો હાથ ભગીરથના હાથમાં હતો. થોડી વારમાં ભગીરથે તેનો હાથ છોડી દીધો. ગંગા બસમાંથી ઊતરી અને જ્યાં સુધી બંને આંખોથી ગાયબ ન થઈ ગયા ત્યાં સુધી એકબીજાને જેાતા રહ્યા, કારણ કે હવે ભગીરથની તપસ્યા પૂરી થઈ ગઈ હતી. તેને તેની ગંગા મળી ગઈ હતી.

વધુ વાંચવા કિલક કરો....